યજ્ઞેશ પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ત્યાં જ ડોર ખોલીને એક સુંદરી અંદર પ્રવેશ કરે છે. તમે ચિંતા ન કરશો બધુ જ ઠીક થઈ જશે, આપણો સમય  અત્યારે ખુબ જ ખરાબ છે તે હું જાણું છું પણ એક દિવસ આપણી ઉપરથી આ દુઃખના વાદળ જરૂર ઉતરી જશે. ઈશ્વર આપણો ન્યાય ચોક્કસ કરશે. તમે જો જો બધુ જ  ઠીક થઈ જશે. તે સુંદરી બોલી. પણ કંઈ રીતે થશે ? મને કંઈ જ ભવિષ્ય દેખાતું નથી. મને નથી લાગતું કે આ સમસ્યામાંથી આપણે ક્યારેય બહાર નીકળીશું. યજ્ઞેશ બોલ્યો. 
પણ મારું મન કહે છે કે આપણે ચોક્કસ આ બધી વીટંબણામાંથી ચોક્કસ બહાર આવીશું. અને ફરીથી આપણું જીવન પહેલા જેવું સુખથી હર્યુંભર્યું થઈ જશે. ઈશ્વર પરીક્ષા ચોક્કસ કરે છે પણ મને તેના પર શ્રદ્ધા છે કે તે આપણને ડૂબવા દેશે નહિ. તે સુંદરી બોલી. 
યજ્ઞેશ વસાવડા દેવર્ષિ ગ્રુપનો ચેરમેન હતો. તેની કંપનીના શેર ડૂબી ગયા હતા. તેની કંપનીને પુરા 500 કરોડનો ફટકો પડ્યો હતો. કંપનીના કર્મચારીઓ અને શેર હોલ્ડરોએ હોબાળો કર્યો હતો. આ વાત મીડિયા અને પ્રેસમાં વાત પૂર જોશથી આગળ વધી રહી હતી. શેર ધારકોએ કંપની પર 500 કરોડનો કેસ કર્યો હતો. યજ્ઞેશ પોતાની આ તકલીફથી પુરી રીતે તૂટી ગયો હતો.  પણ પેલી સુંદરી સતત યજ્ઞેશને હિંમત આપત્તિ હતી. તે સુંદરી યજ્ઞેશ વસાવડાની પત્ની અને દેવર્ષિ ગ્રુપની ફાઇનાન્શિયલ એડવાઈઝર છે. તેનું નામ  આહુતિ વસાવડા.
 તે દેખાવમાં ખુબ જ આકર્ષક તિલોત્તમા  જેવી લાગી રહી હતી.  તે પોતાના પતિને સતત શાંત્વના આપી રહી હતી.  સાંજ પડતા બંને ઘરે આવે છે તેઓ પોતાના રૂમમાં જઈ ફ્રેશ થઈને બહાર આવે છે.  રસોઈ વાળી બહેને રસોઈ બનાવી ડાઇનિંગ ટેબલ ઉપર જમવાની બધી જ વાનગીઓ પીરસી આપી હતી. આહુતિ યજ્ઞેશ ને જમવા માટે બોલાવવા જાય છે.  
યજ્ઞેશ પોતાના  રૂમમાં ઉદાસ મન સાથે  બેઠો હોય છે.  
ચાલો જમવા જમવાનું તૈયાર જ છે આહુતિ બોલી.  
યજ્ઞેશ -  મને જમવાનું મન નથી. તારે જમવું હોય તો તું જમી લે તમે નહીં જમું 
તો તમારા વગર હું કેવી રીતે જમવા બેસું ? જો તમે નહીં જમશો તો હું પણ નહીં જમું આહુતિ બોલી. 
  મારું મન નથી પ્લીઝ તું મને એકલાને બેસવા દે. તું જાણે જ છે કે છેલ્લા ચાર દિવસથી મારે ઉજાગરો છે હું સૂતો નથી મારે સુઈ જવું છે એટલે પ્લીઝ તું જમી લે અને સુઈ જજે.  યજ્ઞેશ બોલ્યો. 
આહુતિ - મને ખબર છે કે તમે અપસેટ છો તમારું મન નથી પણ જે તકલીફ તમે અનુભવો છો એ જ તકલીફમાંથી હું પણ પસાર થઉં છું. પણ જો આપણે આ પરિસ્થિતિમાં આપણે એકબીજા સાથે વાત ન કરીએ તો એકલા બેસી રહેવાથી  અંદર અંદર આ તકલીફ આપણને ખાઈ જશે. આપણને મૂંઝવ્યા કરશે.  પણ જો આ પરિસ્થિતિમાં આપણે અડગ રહી એકબીજાના પૂરક થઈને રહેશું તો ઈશ્વર ચોક્કસ આપણી મદદ કરશે. હું તમારી દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહેવા તૈયાર છું તમારા સુખમાં દુઃખમાં હું તમારી સાથે હતી, છું અને રહીશ પણ જો તમે મને પારકી ગણતા હોય તો ઠીક છે હું અહીંથી જતી રહું છું. 
આહુતિ જતી હોય છે ત્યાં જ યજ્ઞેશ તેનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચે છે. 
જો આહુતિ તું મારી વાતનો ઊંધો અર્થ કરે છે. મેં તને ક્યારેય મારાથી અલગ કરી નથી અરે તારાથી દુર થવાનું તો હું સ્વપ્નમાં પણ ન વિચારી શકું. તારા વગર હું કંઈ જ નથી. મારું અસ્તિત્વ નથી. આહુતિ વિના યજ્ઞેશ વસાવડા શૂન્ય છે.
 " तुम्हारे सिवा कौन बनेगा मेरा इस दुनिया मे,  मैंने खुद को भी खो दिया हैं तुम्हे पाने कि ज़िद मे।
તું જાણે જ છે કે આ કંપની મેં જયારે શરૂ કરી ત્યારે મારી પાસે માત્ર 2 લાખ રૂપિયા જ હતા. આપણા મેરેજ બાદ તે આખી કંપની સંભાળી મારા પ્રેઝન્ટેશનથી લઈ કોઈ ડિલ કંઈ રીતે કરવી તે બધુ જ કામ તે જાતે કર્યું છે. મારા માટે મોડી રાત સુધી બેસી પ્રોજેક્ટ માટેના મોડેલ તે તૈયાર કર્યા છે. આ કંપની તારી છે એ જ રીતે તું બધુ જ કામ જરાય ગુસ્સે થયાં વિના કરે છે.                                                    
 ક્રમશ : 
  આલેખન - જય પંડ્યા