સારાંશ:
"ચિત્રીકા" – એ એક એવી સ્ત્રી છે જે બાળપણથી કલાની પ્રેમી રહી છે. પિતાની આસપાસ વધેલી ચિત્રીકાએ દીવાલો પર ચિત્રો ચીતરતાં શીખ્યું. માતા જીવતીબેનને ભલે કલામાં એટલો રસ નહોતો, પરંતુ દીકરીની ખુશી માટે તેમણે ક્યારેય તેને રોકી નહોતી, બસ એટલું જ ઈચ્છતી કે તે ભણવામાં પણ ધ્યાન આપે. લગ્ન પછી ઘરસંભાળ, જવાબદારીઓ અને માતૃત્વમાં પોતાની ઓળખ ગુમાવી દીધી. પણ દીકરીઓ અને બહેનોના સહારે એ ફરીથી ચિત્રીકા બની – એક સર્જક, એક કળાકાર, એક લેખિકા.
જાણકારી:
મુખ્ય પાત્ર: ચિત્રીકા
પિતાનું નામ: જીવનશંકર (સિવિલ એન્જિનિયર અને આર્કિટેક્ટ)
માતાનું નામ: જીવતીબેન
દીકરીઓ: જાનવી અને ઝરણા
બહેનો: સ્વર્ણિમ, જીવનરેખા, અંજની
વાર્તા: ચિત્રીકાની રેખાઓ
ચિત્રીકાનું બાળપણ પિતાની પાસેથી શીખેલી કલામાં ડૂબેલું હતું. ઘરના કાગળના ટુકડાથી માંડીને દીવાલ સુધી બધે ચિત્રીકાની કલાની છાપ હતી. પિતા જીવનશંકર સિવિલ એન્જિનિયર હતા, પણ તેમની અંદર પણ એક કળાકાર હતો. એણે ક્યારેય દીકરીના રંગોને રોક્યાં નહીં. માતા જીવતીબેન ભલે થોડાં વ્યવહારિક ખરાં, પણ ચિત્રીકાના લગાવને સમજતાં હતાં. તેઓ એટલું જ ઇચ્છતાં કે તેમની દીકરી જીવનમાં આગળ વધે અને ભણતરનું પણ મહત્વ સમજે. ક્યારેક હળવાશથી કહેતાં, "બેટા, રંગોની સાથે થોડું અક્ષરોનું પણ ધ્યાન રાખજે." પણ ચિત્રીકાના ચિત્રો જોઈને એમને મનમાં પણ ચિંતા સાથે ગર્વ થતો.
ચિત્રિકાને ભણવું ગમતું નથી તેને ભણવાનું સમજાતું નહોતું
તેને તેમાં રસ ફોન ન હતો. પરાણે જ્યોતિબેન ના કહેવાથી તે થોડું ઘણું ભણી લીધું.
સમય ગયો. ચિત્રીકા મોટી થઈ. લગ્ન થયા. ઘરની જવાબદારીઓ આવી. કલાની જગ્યા ધીમે ધીમે ઓછી થતી ગઈ. હવે એ એક ઘરની સ્ત્રી હતી – જેને ગમે તેટલી ઊંઘ ઓછી થાય, બાળકોના તાવમાં પણ પોતે આખી રાત જાગે, પણ કોઈને કહેશે નહીં. જીવતીબેન દીકરીની આ પરિસ્થિતિ જોતી અને મનમાં દુઃખી થતી, પણ જાણતી હતી કે આ જીવનનો ક્રમ છે. તે હંમેશાં ચિત્રીકાને હિંમત આપતી અને કહેતી, "બેટા, તું બધું સંભાળી લઈશ."
પછી જન્મી જાનવી અને ઝરણા. બંને દીકરીઓ મા જેવી જ લાગતી. ચિત્રીકા અંદરથી ઝીલતી હતી, પણ દેખાડતી નહિ. પોતાનું દુઃખ ટાળીને ઘરે હસતી રહેતી કારણ કે તે પોતાની દીકરીઓને દુઃખી જોવા નહોતી માંગતી.
તે હંમેશા ઇસ્તી હતી કે તેનામાં જે ખોટ રહી ગઈ છે તે તેને દીકરીઓમાં ન રહે તે બધી રીતે આગળ વધે અને તેના પગ ઉપર ઉભી રહે .એકવાર જાનવીના સ્કૂલ પ્રોજેક્ટમાં કલાનું કામ આવ્યુ. ચિત્રીકાએ એના માટે બનાવેલું કામ જોઈને ટીચર પણ ચોંકી ગઈ. આખો ક્લાસ પ્રશંસા કરવા લાગ્યો. એમાંથી એક નવી શરૂઆત થઈ.
પછી પછી ચિત્રીકા ફરીથી લખવા લાગી, ચિત્રો બનાવવા લાગી, બહેનોને મોકલવા લાગી. સ્વર્ણિમ, જીવનરેખા અને અંજની – એ ત્રણે બહેનો જે પોતે પણ જીવનની પડછાયાઓમાંથી પસાર થઈ હતી – તેણે ઉત્તેજન આપ્યું. અને ચિત્રીકા ફરીથી ઊભી થઈ. ચિત્રિકાની મોટી બહેન પોતે એક સારી અને ઉમદા લેખિકા હતી પણ તેણે કોઈ દિવસ કોઈને તેની જાણ થવા દીધી ન હતી તેમની પાસે એવી કેટલી ડાયરીઓ કવિતાઓ અને વાર્તાઓ ને લખેલી પડી હતી એક દિવસ વાતમાં અને વાંચવા ને ખબર પડી કે તેની બહેન પણ આટલું સરસ લખે છે તો તેને પોતે લખવાનું ચાલુ કર્યું અને તેની બહેન ને પણ લખવાનું કહ્યું ચૈત્રિકાએ ત્યાર પછી કોઈ દી પાછો વળીને જોયું નહીં બસ તે લખતી ગઈ અને ચિત્રો દોરતી ગયા .જીવતીબેન આ જોઈને ખૂબ ખુશ થયાં. તેમને લાગ્યું કે તેમની દીકરીએ ફરીથી પોતાની ઓળખ મેળવી લીધી.
હવે ચિત્રીકાનું કાગળ, તેનો બ્રશ, તેનું કલર પેલેટ – બધું ફરીથી જીવતું થઈ ગયું. સોશિયલ મીડિયા પર પણ એની ઓળખ ઊભી થઈ. લોકો એની વાતોમાં લાગણીઓ જોઈ શકતા. એને હવે કઈ વસ્તુ માટે નક્કી પણ ન હતું – બસ કલાને જીવવી હતી .
ચિત્રીકા – નામમાં જ છુપાયેલી છબી,
રંગમાં રમતી, પલ પલ ઊગતી રશ્મિ.
લાગણીઓના મોસમ જેવી, નરમ હવા જેવી,
એક સ્ત્રી, જે બધું ઊંડાણથી જીવે છે.
ચિત્રીકા – પોતાની ચૂપી માં કહાની લખે છે,
અને જે પ્રકૃતિ અને રંગોમાં પોતાને શોધે છે.
એના માટે ઘરની દિવાલો પણ કેનવાસ છે,
અને એજ જીવન એની શ્રેષ્ઠ કૃતિ છે.
D h a m a k
The story book, ☘️📚