lakshmiji kaha rahe che in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | લક્ષ્મીજી ક્યાં રહે છે?

Featured Books
Categories
Share

લક્ષ્મીજી ક્યાં રહે છે?

લક્ષ્મીજી ક્યાં રહે છે?

"मूर्खा यत्र न पूज्यन्ते धान्यं यत्र सुसञ्चितम्।

दाम्पत्ये कलहो नास्ति तत्र श्री: स्वयमागता॥" 

"જ્યાં મૂર્ખોની પૂજા થતી નથી, જ્યાં અનાજ સારી રીતે સંગ્રહિત થાય છે, અને જ્યાં પતિ-પત્નીમાં ઝઘડો નથી, ત્યાં લક્ષ્મી પોતે આવે છે."


"વિષ્ણુ - વિશતિ ઇતિ વિષ્ણુ" નો અર્થ એ છે કે "વિષ્ણુ" નામની ઉત્પત્તિ "વિશતિ" ધાતુમાંથી થઈ છે, જેનો અર્થ છે "પ્રવેશ કરવો" અથવા "વ્યાપ્ત થવું." આથી, વિષ્ણુને સર્વવ્યાપી, બધામાં પ્રવેશ કરનાર માનવામાં આવે છે.

જ્યાં વિષ્ણુ છે ત્યાં લક્ષ્મી છે.

રામાયણરામાયણ માં એક વાત આવે છે. રાવણ તેની માતા કૈકસી ને પૂછે છે, ‘હે માં મેં આટલી સંપતિ ઐશ્વર્ય ભેગું કર્યું તે શાસ્વત રહે તેની માટે શું કરવું?’

માં કૈકશી એ કહ્યું, ‘બેટા તું ભગવાન શિવ નું આત્મલિંગ ની સ્થાપના આપણા દેશ લંકામાં કર. એક વાર ભગવાન આવી ગયા પછી ઐશ્વર્ય શાસ્વત રહેશે.’

न धैर्येण विना लक्ष्मीः, न शौर्येण विना जयः।

न ज्ञानेन विना मोक्षो, न दानेन विना यशः॥

ધીરજ વિના લક્ષ્મી (ધન) મળતું નથી, વીરતા વિના વિજય મળતો નથી.
જ્ઞાન વિના મોક્ષ મળતો નથી અને દાન વિના યશ (પ્રતિષ્ઠા) મળતું નથી.

 

આ વાત ફરી ક્યારેક  વિસ્તૃત પણે  કહીશ. આજે એક બીજી વાત લઈને આવ્યો છુ.

એક વૃદ્ધ સેઠ હતા. તેઓ ગર્ભ શ્રીમંત હતા, ધન-ઐશ્વર્ય પુષ્કળ પ્રમાણમાં હતું. પેઢી દર પેઢી આવતી વિલાસીનતા ને લીધે ઘરમાં ભગવાન અને ભક્તિ થી દુરીપણું આવી ગયું. પાછુ પરંતુ લક્ષ્મીજીનો સ્વભાવ તો ચંચળ છે. આજે અહીં તો કાલે ત્યાં! છતાં એક કહેવાનું કે ક્યાં લક્ષ્મી સ્થિર રહે? જ્યાં વિષ્ણુ હોય ત્યાં.

એક રાત્રે સેઠે સ્વપ્નમાં જોયું કે એક સ્ત્રી તેમના ઘરના દરવાજેથી બહાર જઈ રહી છે. તેમણે પૂછ્યું: “હે દેવી, તમે કોણ છો? મારા ઘરમાં તમે ક્યારે આવ્યા અને મારું ઘર છોડીને તમે શા માટે અને ક્યાં જઈ રહ્યા છો?”

તે સ્ત્રી બોલી: “હું તમારા ઘરની વૈભવ લક્ષ્મી છું. ઘણી પેઢીઓથી હું અહીં રહું છું, વિષ્ણુ નો આ ઘર માં વાસ હતો. તેમના અભાવ માં મારો સમય અહીં પૂરો થયો છે, તેથી હું આ ઘર છોડીને જઈ રહી છું. હું તમારા પર ખૂબ પ્રસન્ન છું કારણ કે જેટલો સમય હું તમારી સાથે રહી, તમે મારો સદુપયોગ કર્યો. સંતોને ઘરે આમંત્રિત કરીને તેમની સેવા કરી, ગરીબોને ભોજન કરાવ્યું, ધર્માર્થ કૂવા-તળાવ બનાવ્યા, ગૌશાળા અને પ્યાઉ બનાવી. તમે લોક-કલ્યાણનાં ઘણાં કાર્યો કર્યાં. લોકોમાં ભગવાનને ગમતું એવું બધું જ કાર્ય કર્યું. તેથી હવે જતાં સમયે હું તમને વરદાન આપવા ઈચ્છું છું. જે ઈચ્છો તે મારી પાસે માગી લો.”

સેઠે કહ્યું: “મારી ચાર વહુઓ છે, હું તેમની સાથે સલાહ-મસલત કરીને તમને જણાવીશ. કૃપા કરીને કાલે રાત્રે પધારો.”

સેઠે ચારેય વહુઓની સલાહ લીધી. તેમાંથી

એકે અનાજનાં ગોદામો ભરાવવાનું કહ્યું,

બીજીએ સોના-ચાંદીથી તિજોરીઓ ભરાવવાનું કહ્યું.

ત્રીજીએ મકાનો મહેલો અને જમીનો માંગી.

પરંતુ સૌથી નાની વહુ ધાર્મિક કુટુંબમાંથી આવી હતી. તે નાનપણથી જ સત્સંગમાં જતી હતી. તેણે કહ્યું: “પિતાજી! લક્ષ્મીજીએ જવું હોય તો તેઓ જશે જ, અને આપણે તેમની પાસે જે પણ વસ્તુઓ માગીશું તે પણ હંમેશાં ટકશે નહીં. જો સોનું-ચાંદી, રૂપિયા-પૈસાના ઢગલા માગીશું તો આપણી આવનારી પેઢીનાં બાળકો અહંકાર અને આળસમાં પોતાનું જીવન બગાડશે. તેથી તમે લક્ષ્મીજીને કહો કે તેઓ જવા માંગતા હોય તો નિશ્ચિત જાઓ, પરંતુ અમને આ વરદાન આપો કે અમારા ઘરમાં વિષ્ણુ ની સેવા-પૂજા, હરિ-કથા હંમેશાં ચાલુ રહે. ઘર માં સ્વાધ્યાય કાયમ રહે પ્રભુ ના  કામ કરવા ઉત્સાહ રહે. અમારા પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહે, કારણ કે પરિવારમાં પ્રેમ હશે તો વિપત્તિના દિવસો પણ સરળતાથી વીતી જશે.”

બીજા દિવસે રાત્રે લક્ષ્મીજીએ સ્વપ્નમાં આવીને સેઠને પૂછ્યું: “તમે તમારી વહુઓ સાથે વાત-વિચાર કરી લીધી? તમને શું જોઈએ?”

સેઠે કહ્યું: “હે મા લક્ષ્મી! તમારે જવું હોય તો ખુશીથી જાઓ, પરંતુ મને આ વરદાન આપો કે મારા ઘરમાં સ્વાધ્યાય હરિ-કથા અને સંતોની સેવા ચાલુ રહે અને પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહે.”

આ સાંભળી લક્ષ્મીજી ચોંકી ગયાં અને બોલ્યાં: “આ તમે શું માગી લીધું? જે ઘરમાં સ્વાધ્યાય હરિ-કથા અને સંતોની સેવા થતી હોય અને પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રીતિ હોય, ત્યાં તો સાક્ષાત નારાયણનો નિવાસ હોય છે, અને જ્યાં નારાયણ રહે છે ત્યાં હું તો તેમના ચરણ દબાવું છું. હું ઈચ્છું તો પણ તે ઘર છોડીને જઈ શકું નહીં. આ વરદાન માગીને તમે મને અહીં રહેવા માટે મજબૂર કરી દીધી છે!”

તમે ખરેખર ભાગ્યશાળી છો કે આવી વહુ મળી.

જ્યાં ભગવાન વિષ્ણુ ના વિચારોનું સવર્ધન ત્યાં લક્ષ્મીજી નો વાસ.

બસ શેઠ ને માં લક્ષ્મીના  આશીર્વાદ  મળી ગયા.

આજ સુધી વિશ્વમાં લક્ષ્મી ફક્ત ભગવાન વિષ્ણુ ની જ છે. બાકી બધાને તો તેનો માત્રુ રૂપે આશીર્વાદ જ મળ્યો છે.

श्रीविष्णुहृतकमल वासिनी विश्वमातः। लक्ष्मी ! प्रसीद सततं नमतां शरण्ये ॥

હે માતા લક્ષ્મી, તમે કમળની જેમ સુંદર છો, જેમની આંખો કમળની જેમ વિશાળ છે, જે ભગવાન વિષ્ણુના હૃદય કમળમાં નિવાસ કરે છે, અને જે ક્ષીરસાગરના કમળની જેમ ગર્ભમાંથી ઉત્પન્ન થયા છે, તમે શરણ લેવા યોગ્ય છો, તેથી હે માતા, તમે હંમેશા તે બધા ભક્તોનું ધ્યાન રાખો જે તમારા આશીર્વાદની ઇચ્છા રાખે છે.