વિક્રમ સિંહ ફોજી હેલ્મેટ વગર બાઇક ચલાવતો હતો.
પોલીસવાળાએ રોક્યો, કહ્યું, "હેલ્મેટ ક્યાં છે?"
એણે કહ્યું, ‘ભૂલી ગયો.’
પોલીસવાળો: ‘નામ શું છે? શું કામ કરો છો?’
બાઇકસવાર: ‘વિક્રમ સિંહ નામ છે અને હું ફોજી છું.’
પોલીસવાળો: ‘ઠીક છે, કોઈ વાંધો નહીં, જાઓ, આગળથી હેલ્મેટ પહેરીને બાઇક ચલાવજો.’
વિક્રમ સિંહ ફોજી: ‘ના ભાઈ, તમે તમારું કામ કરો. મેં ગલતી કરી છે, મારું ચલણ કાપો.’
પોલીસવાળો: ‘ઠીક છે, જો એવી વાત છે તો 100 રૂપિયા કાઢો અને પરચી લઈને જાઓ.’
વિક્રમ સિંહ ફોજી: ‘ના, અહીં નહીં ચૂકવું ચલણ. હું કોર્ટમાં જઈને ચલણ ચૂકવીશ.’
વિક્રમ સિંહ કોર્ટ માં ગયો.
ચપરાસી: ‘વિક્રમ સિંહને બોલાવો.’
વિક્રમ સિંહ કોર્ટ ના પિજરામાં હાજર થયો. કેસ ચાલ્યો.
જજ: ‘હા, મિસ્ટર વિક્રમ સિંહ, તમે 100 રૂપિયાનું ચલણ ચૂકવી દો.’
વિક્રમ સિંહ : ‘ના જનાબ, આ કોઈ રીત ન થઈ. તમે મારી દલીલ તો સાંભળી જ નથી.’
જજ: ‘ઠીક છે, કહો, શા માટે તમારે 100 રૂપિયાનો દંડ ન થવો જોઈએ?’
વિક્રમ સિંહ : ‘સાહેબ , 100 રૂપિયાનો દંડ થોડો ઓછો છે, એને તમે 335 રૂપિયાનો કરી દો.’
જજ: ‘શા માટે? અને 335નો જ શા માટે?’
વિક્રમ સિંહ: ‘કારણ કે મને 100 રૂપિયા ઓછા લાગે છે અને 336 રૂપિયા ઘણા બધા ન હોય, આટલા ઓછા પૈસા થી ન્યાય ન થાય.’
(ત્યાં ઉભેલી ભીડ હસે છે)
જજ: (લાકડાનો હથોડો ટેબલ પર મારતાં) ‘શાંતિ, શાંતિ રાખો.’
વિક્રમ સિંહ : ‘સાહેબ, એક બીજી સલાહ છે, આ હથોડો લાકડાને બદલે સ્ટીલનો હોવો જોઈએ, અવાજ વધુ આવશે. એક બીજી વાત, અહીં આ રૂમમાં ભીડ ઘણી બધી છે. તમે એક આદેશ પસાર કરી દો કે કાલથી અહીં વધુમાં વધુ ૧૨૭ લોકો જ આવે.’
જજ: ‘શું તમે પાગલ થઈ ગયા છો, મિસ્ટર વિક્રમ સિંહ? તમે અહીં કોર્ટમાં જોક્સ સંભળાવો છો. તમે એક જજને શીખવો છો કે કોર્ટ કેવી રીતે ચલાવવી? કાયદો શું હોવો જોઈએ? નિર્ણય શું કરવો? તમને ખબર પણ છે કે અમે કઈ પરિસ્થિતિમાં કામ કરીએ છીએ? અમારા પર કેટલું દબાણ હોય છે? અને...’
વિક્રમ સિંહ : ‘સાહેબ! હું ફોજી છું. હાલ કાશ્મીરમાં પોસ્ટેડ છું. વિનમ્રતાથી કહું છું, સાહેબ, તમને દબાણ શું હોય તેની ખબર જ નથી. તમારું દબાણ એટલે વધુમાં વધુ એક-બે કલાક ઓવરટાઇમ કરવું પડે. અમારું દબાણ અમારી અને સેંકડો બીજા લોકોની જાન લઈ શકે છે. સાહેબ હું , માફી માંગું છું કે મેં તમને સલાહ આપી. જે કામ માટે તમને તાલીમ આપવામાં આવે છે, જે કામમાં તમે નિપુણ છો, તે કામમાં મેં તમને સલાહ આપી.
પણ તમે પણ તો અમારી સાથે એ જ કરો છો... દાખલા તરીકે... બંદૂકને 90 ડિગ્રીથી નીચે કરીને ચલાવો, અસલી બંદૂક નહીં, પેલેટ ગન ચલાવો, ફક્ત ઘૂંટણની નીચે નિશાનો લગાવો, પ્લાસ્ટિકની ગોળીઓ વાપરો, પ્લાસ્ટિકની ગોળી પણ ખોખલી હોવી જોઈએ, તેનું વજન xyz ગ્રામથી વધુ ન હોવું જોઈએ. આ શું છે, જજ સાહેબ? શું તમે અહીં એસી રૂમમાં બેસીને અમને શીખવશો કે અમારે અમારું કામ કેવી રીતે કરવું? જે કામ માટે અમને તાલીમ આપવામાં આવે છે, જે પરિસ્થિતિઓનો અમને પ્રથમ હાથનો અનુભવ છે, તે પરિસ્થિતિમાં અમારે કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે તમે અમને કહેશો?’
કોર્ટમાં શાંતિ પ્રસરી ગઈ.
કોર્ટ ના લોકો સમજી ગયા. આપણે ક્યારે સમજસુ?
જે ફૌજી સામાન્ય જનતાની રખેવાળી કરે છે તેના ઉપર કેટલા પ્રતિબંધ કેટલી શિખામણો?
અલીબાબા અને ચાલીસ ચોર માં એવુજ હતું અલીબાબા ન્યાય તંત્ર નો પ્રમુખ હતો જે દિવસ ના ન્યાય કરતો અને રાતના ગુનો.
આજે દિવસ રાત ગુનો કરે છે.