દેવાંશ કવિશાની નજીક આવ્યો અને તેના હાથમાં પોતાનો હાથ પરોવીને તેને મીટીંગ હોલ તરફ ખેંચી ગયો...પ્રાપ્તિ એક સુંદર યુગલને જતાં જોઈ રહી..અને મનમાં ને મનમાં બબડી પણ ખરી, "નાઈસ કપલ"મીટીંગમાં એન્યુઅલ ફંક્શનની ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી...સૌ પ્રથમ જેને પ્રોગ્રામમાં ભાગ લેવાની ઈચ્છા હોય તેમણે પોતાના નામ લખાવી દેવાના હતા...ડ્રામા, ડાન્સ, ગરબા, એક પાત્રી અભિનય અને કેટવોક જેવા મજેદાર કાર્યક્રમો આ ફંક્શનમાં દર વર્ષે જોર શોરથી ઉજવાતા હતા અને તેમાં કોલેજના રસીલા વિધ્યાર્થીઓ હરખભેર ભાગ લેતા હતા..દેવાંશે પોતાનું અને કવિશાનું નામ ડાન્સ અને ડ્રામા બંનેમાં લખાવી દીધું હતું...કવિશા આ પ્રોગ્રામમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી રહી હતી... અને દેવાંશ તેની સામે જીદ કરી રહ્યો હતો..."તું શું કામ ચિંતા કરે છે બેટા..? હું છું ને તારી સાથે.. હું તને બધું જ શીખવી દઈશ.. ઓકે..?" દેવાંશ કવિશાની આંખમાં આંખ પરોવીને તેને વ્હાલપૂર્વક સમજાવી રહ્યો હતો..અને કવિશા ન છૂટકે હકારમાં પોતાનું માથું ધુણાવી રહી હતી..તેના દિલોદિમાગમાં હજી ગડમથલ ચાલી રહી હતી.. કે "હું શું કરું..? દેવાંશ સાથે ઝઘડો કરીને તેને ના પાડી દઉં...?"પરંતુ દેવાંશને દુઃખી કરવા તેનું મન તૈયાર થતું નહોતું... કારણ કે, દેવાંશના ચહેરા ઉપર આ વાતને લઈને કંઈક વિશિષ્ટ ખુશી વર્તાઈ રહી હતી...દોઢેક કલાકની ગડમથલ બાદ દોઢસો જેટલા પાર્ટીશિપન્ટ્સના નામ આવી ગયા બાદ.. આગળની બીજી ચર્ચા પછીની મીટીંગમાં કરવી એવું નક્કી કરવામાં આવ્યું અને આ મીટીંગ પૂરી કરવામાં આવી...પોતાની જાતને સમજાવતાં સમજાવતાં કવિશા હોલની બહાર નીકળી રહી હતી...પ્રાપ્તિ તેને ફોલો કરી રહી હતી અને "કવિશા..કવિશા..એ કવિ.. ઉભી તો રહે.. હું આવું જ છું.." એમ કહેતી કહેતી જલ્દીથી તેની નજીક પહોંચી ગઈ.."એ કવિ, ક્યાં ખોવાઈ ગઈ છે..? તને કેટલી બધી બૂમો પાડી.. હું તો આજે ખૂબ જ ખુશ છું.. બહુ જ મજા આવશે કેમ..? થોડા દિવસ આ થોથાંમાંથી પણ મુક્તિ મળશે કેમ..? અને જોજેને તું આપણે તો આ પ્રોગ્રામમાં છવાઈ જ જઈશું..!!" પ્રાપ્તિ તો તન અને મન બંને સાથે જાણે ઉછળી રહી હતી..."મને તો આમાં સહેજ પણ રસ નથી.. અને મને ડાન્સ બાન્સ કંઈ આવડતું પણ નથી અને ડ્રામા પ્લે કરતાં તો વળી બિલકુલ નથી આવડતું.." કવિશાએ પોતાના મનની બધી જ નારાજગી ઠાલવી દીધી."એય, આમ મૂડ ન બગાડીશ.. જરા સ્માઈલી ફેઈસ રાખ.. અને તને ખબર છે દેવાંશ હંમેશા ડાન્સ કોમ્પીટીશનમાં ફર્સ્ટ આવે છે અને ડ્રામાની એક્ટિંગનો પણ એ બેતાજ બાદશાહ છે.. તને આમ ચપટીમાં બધું જ શીખવી દેશે..""મને કંઈ આવડવાનું નથી.. અને મને આ બધામાં કંઈ રસ પણ નથી.." કવિશા પોતાના નિર્ણય ઉપર જાણે અડીખમ હતી."પ્લીઝ યાર, તું મારો અને દેવાંશનો બંનેનો મૂડ ન બગાડીશ.. ઓકે.. અને પોઝીટીવ બોલ યાર.. તને બધું જ આવડી જશે હું અને દેવાંશ તને શીખવી દઈશું.. અને તું નેગેટીવ જ બોલ્યા કરીશ તો તને નહીં જ આવડે બધું નેગેટીવ જ થશે.. એટલિસ્ટ મારી ખાતર તો તું નેગેટીવ ન જ બોલીશ.." પ્રાપ્તિ કવિશાને ઈમોશનલી બ્લેકમેઇલ કરી રહી હતી..અને પ્રાપ્તિની વાતોથી કવિશા થોડી થોડી પલળવા લાગી હતી..."ઓકે ઓકે, ચલ અત્યારે એ વાત છોડ.. હું નીકળું મારે લેઈટ થાય છે અને આજે તો મારે મોમ સાથે બહાર શોપીંગમાં જવાનું છે. મોમ મારી રાહ જોતી હશે.. ચલ બાય..""ઓકે બાય, પણ વિચાર ન બદલતી..હં.. તારે પાર્ટીશિપેટ કરવાનું જ છે.""જોઈશ, વિચારીશ.." બોલીને કવિશા પોતાનું એક્ટિવા લઇને કોલેજના ગેટની બહાર નીકળી ગઈ અને જાણે અદ્રશ્ય થઈ ગઈ...દેવાંશ તેને મળવા માટે દોડતો દોડતો આવ્યો પણ તે તો નીકળી ગઈ હતી...દેવાંશ પોતાના બે હાથ વડે પોતાના માથાના વાળ ઉંચા કરતો, "શીટ યાર" બોલીને ઉભો રહ્યો અને કવિશાને જતી જોઈ રહ્યો.તેણે બીજી બાજુ નજર કરી તો પ્રાપ્તિ પણ નીકળી ગઈ હતી..પોતે મીટીંગ હોલમાં બધાની સાથે થોડી વાર વાતો કરતો ઉભો રહ્યો તેનો તેને અફસોસ થઈ ગયો...તેણે કેમ્પસમાં નજર કરી હજી તો તેના બીજા બધા ફ્રેન્ડ્સ હોલમાં જ હતા તેથી તે પણ પોતાનું બુલેટ લઈને ઘર તરફ રવાના થઈ ગયો...બીજે દિવસે સવારે...પરી પોતાના ક્લિનિક જવા માટે તૈયાર હતી અને પોતાના ડેડ તૈયાર થઈને બહાર આવે તેમની સાથે ક્યારે વાત કરે તેને માટે ડ્રોઈંગ રૂમમાં આમ થી તેમ આંટા મારી રહી હતી...શિવાંગ તૈયાર થઈને બહાર આવ્યો એટલે બધા જ ચા નાસ્તો કરવા માટે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા...પરી શિવાંગની બાજુમાં બેઠી હતી અને તેને પૂછી રહી હતી કે, "આજે ડેડી તમે ક્લિનિક ઉપર કેટલા વાગે આવશો..?"અને શિવાંગ કહી રહ્યો હતો કે, "આજે બેટા મારે એક અગત્યની મીટીંગ છે અને હું આખો દિવસ બીઝી છું એટલે હું ક્લિનિક ઉપર નહીં આવી શકું.."શિવાંગના આ શબ્દોથી પરીનો મૂડ સાવ ઓફ થઈ ગયો અને તે રડું રડું થઈ ગઈ...ક્રમશ:~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 2/5/25