પ્રકાર.... માઈક્રોફિકશન
કૃતિ. ..... દિલનો ધબકાર..
રેલવે સ્ટેશન પર ખુબજ ચહલપહલ હતી. ટ્રેનના આવવાના હોરનનો અવાજ મસ્તિષ્કને પણ વલોવી નાખતો હતો. યાત્રીઓનો શોરબકોળને ઉપરથી અલાઉન્સ થતી સૂચનાઓ કાને પડી રહી હતી પણ ખ્યાલ નહોતો આવી રહ્યો કે શું કહેવા માંગે છે? ચારેબાજુ ઘોંઘોટમાં પણ જાણે શાંતિ ફેલાય ગઈ હોય એમ પ્રતીત થઈ રહ્યું હતું. પ્લેટફોર્મ નંબર ૩ બેઠેલો એક યુવાન અર્ધ જાગ્રત અવસ્થામાં હોય એમ દેખાય રહ્યું હતી. એ ક્યાંક જવા માગતો હતો પણ ક્યાં જવું હતું એ એને સમજાય નહોતું રહ્યું. કાંતો એ કલ્પના સળી પડ્યો હતો કે પછી કોઈના આવવાની રાહ જોઈ રહ્યો હશે. એનો ચહેરો યાદ છે હજુ મને. ચહેરા પર બેચેની હતી, મનમાં તીવ્ર વિચારો ચાલવાનું તોફાન એના ચહેરા પર હતા અને આંખો ભલે ખુલ્લી હશે પણ એનું ધ્યાન એના મસ્તિષ્કમાં ચાલતા તૂફાનમાં જ હતું. જોઈને એમ લાગે કે એ શુષ્ક અવસ્થામાં હોય. હું એક નજર માંડીને એની સામે જોઈ રહ્યો. એના વર્તન પર પોતાની બધી જ શક્તિ લગાવી દીધી. એને જાણવાની અને સમજવાની કુતુહલતા વધવા લાગી.
થોડીથોડી વારે ઘડિયાળની સામે જોતો હતો અને પછી એની નજર આવતી જતી ટ્રેન પર નાખતો હતો. ત્યાંથી પસાર થતી અંસખ્ય યાત્રીઓ હતા પણ તેની નજર સમક્ષ જાણે એ સ્ટેશન, એ પ્લેટફોર્મ ખાલી જ હોય એમ લાગી રહ્યું હતું. એ કોઈ મશકમાં હતો. થોડીવાર માટે ઊભો થઈ જતો પછી ચાલવા લાગતો અને નજર બધે માંડીને પરત ત્યાં આવીને બેસી જતો. ક્યારેક વ્યક્તિ અસ્તવ્યસ્ત હોય તો એમ બની શકે છે, પણ અહીં તો તે અર્ધજાગ્રત જાણે બેભાન હોય એમ હતું. થોડીવાર પછી પાછળથી એક અવાજ થયો. એ અવાજમાં તાજગી હતી, પોતાના પણું હતું અને જાણે માયાળ ને હેતપૂર્વક થઈ પડ્યો. એ યુવાન બેભાન હાલતમાંથી જાગ્રત અવસ્થામાં આવી ગયો. એમ લાગ્યું કે એ વ્યક્તિ એના માટે કેટલું જરૂરી ને ખાસ હશે. કે એક જ અવાજમાં પડઘામાં સંપૂર્ણ થઈ ગયો. તે યુવાને અવાજની દિશામાં મસ્તક કર્યું. ચહેરા પર ખીલતા ફૂલની જેમ ઉન્માદ હતું. તે યુવાન કયરનોય જેની પ્રતીક્ષા કરી રહ્યો હતો, લાગે કે તે જ વ્યક્તિ હતી.
મનોવિજ્ઞાન ભણ્યા છીએ પણ આજે ત્યાં મહેસૂસ પણ થઈ ગયું. થોડા સમય પહેલા અને પછી એ વ્યક્તિની સ્થિતિમાં સાફસાફ પરિવર્તન આવી ગયું હતું. લાખોની ભીડમાં એકલતા અનુભવ કરી રહેલ ને એક વ્યક્તિના આવવાથી અવાજથી જાણે આખું જગત સામે ઊભું હોય એમ લાગે.
આંખ સ્પષ્ટ રીતે ખુલી તો ચાર દીવાલોની વચ્ચે, છ બાય છ બેડ પર આંચકો લાગ્યો એમ ઊભો થઈ ગયો. ચારેબાજુ નજર માંડી પણ કોઈ નહોતું. એ માત્ર સ્વપ્ન હતું અને સ્વપ્નમાં પોતાનાં દિલમાં રહેલ એ વ્યક્તિનો સાદ હતો. એમ પણ બને કે એ વ્યક્તિ ગમે તે સ્થળ પર હશે પણ એને દિલથી સાદ આપી રહ્યું હોય તો જ આ દિલ ધબકારા સાથે જાગી જાય. એ બપોરની ઊંઘ હતી અને ઊંઘમાં પણ ધબકાર હતો. બસ, જિંદગી પળવારમાં જ સ્વપ્ન સ્વરૂપે જીવનની કેટલીક ઈચ્છાઓ ખુલ્લી આંખે પૂર્ણ ન થતી હોય એ સ્વપ્નમાં પરિપૂર્ણ કરી દે છે..
,............. ................. ............ ............. સમાપ્ત.. .. .. .. .. .. ... .. ..
"પાંપણ ભીંજાણી કે દરિયો છલકાયો,
તરસી રહ્યું રણ કે વાદળ અમથું વરસ્યો.
ભેદ પારખી ન રહ્યું એ આવરણ ને
જમાનો અમસ્તો જ બદલાતો કહેવાયો."
"રાતના સપનાથી થ્રીજી ગયેલ પાંપણ,,
સૂરજ ઉગતાં ક્યાં ખૂલે છે,
એક ડગ ભરું એ મંજિલ તુજ તરફ ને
ત્યાં જ આંખ ગોચર થાય છે....."