મદનમોહન રાત્રે આવીને તેના રૂમની બારીશ ભરીને ગયો હતો તે વિચાર આવતા જ રાધાનું દિમાગ ખરાબ થઈ ગયું અને તે ગુસ્સામાં તેના રૂમની બહાર આવી.
" એક તો મારા જ ઘરમાં રહે છે અને મને હેરાન કરે છે, આજે તો એને હું ઘરની બહાર કાઢી મુકીશ."
મનમાં ને મનમાં ગુસ્સો કરતા કરતા રાધા જ્યારે પોતાના રૂમની બહાર આવી તો તેને જોયું કે મનહર બેન ખુરશીમાં બેઠા હતા અને મદન મોહન તેમને બળજબરીથી દૂધ આપી રહ્યો હતો.
" અરે નહિ રે મોહન હવે હું નહીં પી શકુ."
" અરે બા આટલું તો પીવું જ પડે નહીં તો તમારી તબિયત કેવી રીતે ઠીક થશે. અરે એક ઘૂંટડો તો પી જ શકો ને."
મદનમોહન આવીને લગભગ બે થી ત્રણ દિવસ થયા હશે છતાં પણ તે આટલી હકથી વાત કરી રહ્યો હતો, એ જોઈને રાધા ને ગુસ્સો આવ્યો અને તેણે આગળ આવીને જોરથી કહ્યું.
" તારી હિંમત કેવી રીતે થઈ મારી બા સાથે આવી રીતે વાત કરવાની?"
રાધા ને જોઈને મનહરબેન ના નિસ્તેજ ચેહરા પર મોટી બધી સ્માઈલ આવી ગઈ અને તે ઉઠવાનો પ્રયત્ન કરવા લાગ્યા. મજામાં હું તેમને ઉઠવામાં મદદ કરી રહ્યો હતો અને રાધા પણ ઝડપથી તેની માં પાસે આવી ગઈ.
" બા તૂટવાનો પ્રયત્ન ન કર, તારી હાલત તો જો. તું તારું ધ્યાન કેમ નથી રાખતી?"
મનહર બેન મુશ્કેલીથી ઉભા થયા અને તેમણે તરત જ રાધાને પકડીને પોતાના ગળે થી લગાડી લીધી. થોડીવાર તો તે બંને એકબીજાને એવી રીતે જ વળગીને ઊભા રહ્યા. બંનેના આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા અને બંને પોતાના બધા લોકોને દૂર કરવા માંગતા હતા.
જ્યારે દુઃખમાં આપણી સાથે કોઈ હોય ત્યારે દુઃખ પોતાના મેળે જ ઓછો થઈ જાય છે, રાધા અને મનહરબેન બંનેની સાથે એવું જ થઈ રહ્યું હતું. અત્યાર સુધી જે કંઈ પણ દુખ એ બંને ભોગવ્યું છે તે થોડું ઘણું ઓછું થઈ ગયું હતું.
" ખુબ સુંદર દ્રશ્ય છે આ મેં તો તેને ફોનમાં કેદ પણ કરી લીધું છે."
મદનમોહન એ મોબાઈલ બતાવ્યો જેમાં રાધા અને તેની માનો એક સુંદર ફોટો હતો. મદનમોહનનો ચહેરો જોઈને રાધા ને યાદ આવ્યું કે તે તો ગુસ્સા થઈને અહીં આવી હતી એટલે તેને ફરીથી પોતાનું એ મોડ અપનાવી લીધું અને તેમ તેના ઉપર ગુસ્સો કરવા જઈ જ રહી હતી કે મનહર બેન એ રાધા ને શાંત કરીને કહ્યું.
" અરે રાધા તું બિચારા મોહન ઉપર શા માટે ગુસ્સો કરે છે? એ તો બિચારો જ્યારથી આવ્યો છે ત્યારનો મારી સેવા કરે છે નહીં તો મારી હાલત બહુ જ ખરાબ હતી."
હવે રાધાએ પોતાનું ધ્યાન તેની માં ના તરફ કરી દીધો અને તેની માં નો હાથ પકડીને પૂછ્યું.
" મને દક્ષા એ તારા વિશે બતાવી દીધું હતું હવે તારી તબિયત કેવી છે? હું રાત્રે આવી હતી ત્યારે તું સૂતી હતી. હું તારા રૂમમાં પણ આવી હતી પરંતુ તને સુતેલી જોઈને તને ઉઠાડવાનું મન ન થયું."
મનહર બેન એ ચહેરા પર સ્માઈલ લાવીને કહ્યું.
" હા મોહન એ મને બતાવી દીધો હતો એટલા માટે હું પણ સવાર તારા રૂમમાં આવી હતી પરંતુ તને જોઈને હું નીકળી જવાની હતી પણ પછી વિચાર આવ્યો કે તે રૂમ તો ઘણા દિવસોથી બંધ હતો અને હવે મારાથી પહેલા જેવી સાફ-સફાઈ પણ નથી થતી, એટલા માટે ત્યાં વાસ પણ આવતી હતી એટલે મેં બારી ખોલી દીધી હતી."
રૂમ ની બારી મદનમોહન એ નહીં પરંતુ તેની માં એ ખોલી હતી તે સાંભળીને રાધા ને પોતાના વિચારો પર ગુસ્સો આવ્યો. આખો દિવસ રાધા અને મનહરબેન એ ઘણી બધી વાતો કરી અને પોતાના અંદર જે પણ દુઃખ હતું તે બધું ઠાલવી દીધું.
રાધાએ ઘણા દિવસો પછી તેની મા માટે જમવાનું બનાવ્યું. જમવાનું ખતમ કર્યા બાદ રાધા એ નક્કી કરી લીધું કે તે હવે ગામમાં જશે અને જમીન માટે ખેતી કરવા માટે માણસો શોધશે. તે અહીંયા બેસી રહેવા માટે તો આવી ન હતી એટલે જવું જરૂરી હતું.
" રાધાજી તમારે ચિંતા કરવાની જરૂર જ નથી. મેં થોડા માણસોને શોધીને રાખ્યા છે તમારે તેમાંથી પસંદ કરવાના છે જે તમને ઠીક લાગે તેને તમે ખેતી કરવા માટે રાખી શકો છો."
રાધાએ મદનમોહન ના તરફ શંકાસ્પદ નજરોથી જોયું અને પૂછ્યું.
" માં એ કહ્યું કે તમે આવ્યા એને વધારે દિવસ નથી થયા બરાબર, આટલી જલદી તમે અહીંયા માણસોને પણ શોધી લીધા છે? તમે અજાણ્યા ગામમાં આટલું જ ઝડપથી કામ કેવી રીતે કરી લીધું?"
મદનમોહન એ પોતાના માથામાં હાથ ફેરવીને કહ્યું.
" એ જ તમારી સ્પેશિયાલિટી છે. અરે હું વર્લ્ડ ફેમસ વકીલ નો સલાહકાર છું તો આ બધું કામ તો મારા માટે રમત વાત છે."
રાધા એની મદદ લેવા માંગતી ન હતી પરંતુ તેના પાસે વધારે સમય પણ ન હતો. તેને સૌથી પહેલા માણસોને શોધીને એ ખેતર બતાવવાનું હતું અને ત્યારબાદ એક બેન્ક એકાઉન્ટ તેની માંના નામમાં ખોલવાનું હતું અને તેમજ બધા પૈસા જમા પણ કરવાના હતા.
" ઠીક છે તમે મને બધા માણસોથી ભેટ કરાવી દો. હું તેમાંથી જોઉં છું કે કોણ સારું રહેશે."
રાધા મદનમોહનની સાથે તેમના ખેતરના તરફ નીકળી ગઈ. રસ્તા માટે બંને વાતો કરતા જઈ રહ્યા હતા પરંતુ રાધાની નજર આજુબાજુના લોકોના તરફ હતી. બધા લોકો તેના તરફ જ જોઈ રહ્યા હતા અને એકબીજાની સાથે ઓછા અવાજમાં વાતચીત કરી રહ્યા હતા.
રાધા તે બધાને ઓળખતી હતી અને બધા લોકોનું સન્માન પણ કરતી હતી પરંતુ હવે તે બધાની નજર રાધા ના તરફ બદલાઈ ગઈ હતી. બધાને નજરે રાધા એક ખૂની હતી.
" દીકરા, આવી રીતે બહાર એકલો એકલો શું કામ ફરે છે, ઘરની અંદર જઈને બસ આજકાલ બહાર નાના બાળકોને મારવા વાળા ફરે છે."
રાધાએ અવાજના દિશામાં તરફ જોયું તો ડાહી ભાભી તેના છ વર્ષના દીકરાને ઘરના અંદર લઈ જતા દેખાયા. રાધા એ સમયે બહુ જ દુઃખી થઈ કારણ કે એક સમયે નાના નાના છોકરાઓ રાધા ના પાસે ટ્યુશન ભણવા આવતા હતા અને રાધા પણ તેમને ભણાવતી હતી જેનાથી તે પોતાનું રિવિઝન પણ કરી શકે અને નાના બાળકોને જ્ઞાન પણ આપી શકે.
" અરે રાધાજી તમે રોકાઈ કેમ ગયા? ચાલો."
રાધા ને ખબર હતી કે ગામમાં તેનો સ્વાગત હસતા મોઢેથી તો નથી જ થવાનું એટલે તેને પોતાનું મોઢું આ બધાથી ફેરવી લીધો અને મદનમોહન ના પાછળ પાછળ તેમના ખેતરના તરફ ચાલવા લાગી.
" રાધાજી માફ કરજો પણ,,, તમને ખોટું ન લાગે તો તમે મને જણાવશો કે તમારી સાથે શું થયું હતું?"
રાધાએ ગુસ્સામાં મદન મોહનના તરફ જોયું અને કહ્યું.
" જો તમે અમારી મદદ કરવા આવ્યા છો એના માટે તમારો આભાર પરંતુ મારા અંગત જીવનમાં તમારે દખલ દેવાની જરૂરત નથી. મારે શું કરવાનું છે અને સોનતી કરવાનું એ જવાબદારી મારી છે એટલે મહેરબાની કરીને મારા અંગત જીવનથી દૂર રહેજો."
આટલું બોલીને રાધા ઝડપથી તેના ખેતરના તરફ જવા લાગી. રાધા ને તેના અંગત જીવનના વિશે બીજાની સાથે ચર્ચા કરવું જરા પણ પસંદ ન હતું અને મદનમોહન તો તેના માટે સાવ અજાણ્યો હતો, તે પોતાની પરેશાની એક અજાણ્યા માણસની સાથે કેવી રીતે ચર્ચા કરી શકે?
" કેમ છે રાધા રાણી? મેં સાંભળ્યું કે તું ગામમાં પાછી આવી ગઈ છે, હું તો તારી જ રાહ જોતો હતો અને તું બીજા કોઈની સાથે ભાગીને ચાલી ગઈ. અરે એકવાર મને કહી દેતી તારા શરીરની પુરી ભૂખ મટાડી દેતો."
રાધાએ પોતાની મુઠ્ઠી જોરથી વાળી લીધી કાર
ણ કે તે આ અવાજ ને ભૂલી શકે તેમ ન હતી.