માલિકની અવજ્ઞા
ચાલો દોસ્તો આજે તમને બે ચતુર ચોરો ની વાત કરું.
માણસ પૈસા કમાવવા પોતાની બુધ્ધિ જેટલી ખોટા કામમાં વાપરે તેટલીજ જો તે મહેનત થી કમાવવામાં વાપરે તો શાંતિ અને સમાધાન બંને મળે. જીવનમાં વણ માંગ્યો ભય ન રહે.
"अस्तेयं धर्ममूलं हि, सत्यं शास्त्रं सनातनम्।"
અસ્તેયનો અર્થ છે ચોરી ન કરવી, અને ધર્મનો મૂળ આધાર અસ્તેય છે, સત્ય શાસ્ત્ર સનાતન છે।
આમ એક સમયે બે ચોર ભેગા મળ્યા.
એક ચોરે બીજા ચોરને કહ્યું, "હું આ માણસનું ગધેડું ચોરી શકું છું અને તેને ખબર પણ નહીં પડે."
બીજા ચોરે કહ્યું, "એ કેવી રીતે શક્ય છે, જ્યારે લગામ તેના હાથમાં છે? તો કેવી રીતે ચોરી શકે? ગધેડું ચોરતા લગામ ખેચાસે અને તેના માલિકને ખબર પડી જશે."
પહેલા ચોરે કહ્યું, "આ માણસ ગાફેલ છે. ચહેરાથી ભોળો દેખાય છે. જે પોતાના વિચારો અને ખ્યાલોમાં ખોવાઈને આસપાસથી બેખબર છે. બસ તું જોતો જ હું કેવી યુક્તિ કરું છુ."
ચોર તે ગધેડાંવાળા પાછળ ગયો અને ગધેડાના ગળામાંથી દોરડું ખોલીને પોતાના ગળામાં નાખી દીધું. તેણે પોતાના સાથી બીજા ચોરને ઇશારો કર્યો કે ગધેડું લઈને ભાગી જા. આથી બીજો ચોર ગધેડું લઈને ચાલ્યો ગયો.
પહેલો ચોર થોડી વાર ચાલ્યો અને પછી ઊભો રહી ગયો. ગધેડાંવાળા માણસે દોરડું ખેંચ્યું, પણ ચોર ઊભો રહ્યો. ગાફેલે પાછળ જોયું અને આશ્ચર્યચકિત થઈ ગયો. તે બોલ્યો, "મારું ગધેડું ક્યાં છે? આ ગધેડાને બાંધેલી રસ્સી તો એજ છે પણ ગધેડો નથી."
ચોરે કહ્યું, "એ ગધેડું ક્યાં હતું? તે હું જ હતો! મેં મારા માતા-પિતા ની અવજ્ઞા કરી હતી, જેના કારણે હું ગધેડું બની ગયો હતો. મારી સારી વર્તણુક ને કારણે હવે મારા માતા-પિતા મને માફ કરી દીધું છે અને હું ફરીથી માણસ બની ગયો છું."
ગધેડાના બેદરકાર માલિકે અફસોસ વ્યક્ત કર્યો કે, ‘હું આટલા સમય સુધી એક માણસની સેવા લેતો રહ્યો. મારી મોટી ભૂલ થઇ ગઈ. તેણે ચોર પાસે માફી માંગી અને તેને છોડીને ચાલ્યો ગયો.’
તે વખતે ગાડી તો હતી નહિ. જીવન વ્યવહાર માં. તેને ગધેડાની જરૂર તો પડી. થોડા દિવસો પછી, પેલા બેદરકાર માલિકે ગધેડું ખરીદવાના ઈચ્છાએ બજારમાં ગયો અને જોયું તો ફરી આશ્ચર્યચકિત થઈ ગયો કે તેનું જ ગધેડું ત્યાં વેચાણ માટે હાજર હતું. તે પોતાના ગધેડાને ઓળખી ગયો.
પેલો બેદરકાર ગધેડાંની નજીક ગયો અને તેના કાનમાં બોલ્યો, "બેવકૂફ, ફરી માતા-પિતા અવજ્ઞા કરી નાખી...એટલે જ તું પાછો ગધેડો થઇ ગયો. ફરી માણસ બનવા તેઓની આજ્ઞા નું પાલન કરજે."
આમ કહી તે ચાલતો થયો.
જીવનમાં દક્ષતા જરૂરી છે. ભગવાનને દક્ષ લોકો પસંદ છે.
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः।
सर्वारम्भपरित्यागी यो मद् भक्तः स मे प्रियः।।
"જે પુરુષ ઇચ્છાઓથી મુક્ત, બાહ્ય અને આંતરિક રીતે શુદ્ધ, ચતુર, પક્ષપાતથી રહિત અને દુઃખોથી મુક્ત છે—એવો સર્વ પ્રારંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે।"
દક્ષતા અને હોશિયારી, જીવનની સોડમ,
એક કળા, એક વિદ્યા, અનુપમ ગમગમ।
દક્ષતા એ કર્મની ચાવી, નિપુણતાનું ઝરણું,
હોશિયારી મનનું આભરણ, બુદ્ધિનું આગમનું।
દક્ષતા કામમાં ઝળકે, નિશ્ચયનો આધાર,
હોશિયારી પથ બનાવે, દૂર કરે અંધકાર।
એક વડે કામ પૂર્ણ, બીજી વડે સમજણ,
બંને મળે તો જીવન બને સફળતાનું ગગન।
દક્ષતા શીખે ભૂલમાંથી, ન થાય નિરાશ,
હોશિયારી નવું રાહ શોધે, રાખે હંમેશ આસ।
સમયનું મૂલ્ય બંને જાણે, ન વેડફે ક્ષણ,
કાર્યની ગતિ ઝડપી બનાવે, રચે નવું સર્જન।
દક્ષતા હાથમાં જાદૂ, કરે કામ અજોડ,
હોશિયારી મગજમાં ઝગમગે, વિચારોનો પ્રકાશ ઝોડ।
નાનું કે મોટું, દરેક કામમાં ઝળકે,
બંનેનું સંગમ જીવનને ઉન્નતિના શિખરે લઈ ચડે।
દક્ષતા ને હોશિયારી, જીવનનું શ્રેષ્ઠ ઝરણું,
જેનામાં બંને, તેનું જીવન અમર આભરણું।
ચાલે આગળ, ન રોકે કોઈ બંધન,
બંનેના બળે, સ્વપ્નો બને સત્યનું આગમન।