ફાઈનલી એ દિવસ આવી ગયો હતો કે જેની આરાધના આતુરતાથી રાહ જોઈ રહી હતી.આજના દિવસે બદલાતા સંબંધોના સમીકરણમાં અનંત જ્યારે આરાધનાને ખૂશ ખૂશહાલ જુએ છે ત્યારે અનંત ને મનમાં એકજ વિચાર આવી રહ્યો હતો.
હે ઈશ્વર, મારી દોસ્ત આરાધનાને દુનિયાની દરેક ખુશી મળવી જોઈએ, જેની તે હકદાર છે.અમન જ જો આરાધનાની ખુશી અને પસંદગી હશે તો, તેનો પ્રેમ પણ અમનને સુધરવા પર અને બધી ઐયાશી છોડવા પર મજબૂર થઈ જાય એવુ પણ બની શકે છે. આવા વિચારો સાથે અનંત આરાધના સામે જોઈ રહ્યો હતો.આરાધના અમન સાથે આજના દિવસની તેની ખુશીનો આનંદ માણી રહી હતી,છતાં ખબર નહીં પણ કેમ અનંતને તેની આ મિત્રના ચહેરા પરની હસી ફીકી લાગી રહી હતી.અત્યારે અનંતને એ વાત જાણવામાં રસ હતો કે શું હોઈ શકે એ વાત કે આરાધનાનુ હાસ્ય આટલુ મુરઝાયેલુ અને ફિક્કુ લાગી રહ્યુ છે.પરંતુ આરાધનાનુ આ ફિક્કો હાસ્ય અનંતના મનને બેચેન કરી મુકે છે. તેને તો મન થતુ હતુ કે આરાધનાની પાસે જઈને પૂછી લે કે ...જો આરાધના તને અમનના સ્વભાવ કે વ્યક્તિત્વ પર કોઈ શંકા હોય તો તુ આજે સ્પષ્ટ કરીને જ આગળ ડગલુ ભરજે કારણ કે આ તારી જીંદગીનો સવાલ છે, સ્વમાનની કુરબાની સાથે જીવાતુ જીવન એક ઠંડા મૃત્યુથી વિશેષ કંઇ હોતુ નથી.અને એડજસ્ટમેન્ટના નામ પર કોઈ પણ માનસિક ગુલામીને હું જીવન ગણતો નથી.અનંતને આરાધના અને અમનના સંબંધમાં કોઈ જ મનમેળ, બોન્ડીંગ કે કેમિસ્ટ્રી
ત્યાં અચાનક આરાધનાની નજર અનંત પર પડે છે અને તે અનંત ને પોતાની પાસે આવવા માટે કહે છે.અનંત થોડીવાર વિચાર કરે છે,કે આજ આરાધનનાની સગાઈ તેના મનપસંદ છોકરા સાથે થઈ રહી છે,અમન સાથે રીંગ એક્સ્ચેન્જ કરી ઉભેલી આરાધનાને હવે મારુ શું કામ હશે?આરાધનાનો હસતો ચહેરો અનંતને અમન અને આરાધના જ્યા ઊભા હતા ત્યાં ખેચી જાય છે.અનંત તેના દિલ અને દિમાગમાં ચાલતા યુધ્ધનો તેના ચહેરા પર અણસાર પણ આવવા દેતો નથી અને ખૂબ નમ્રતાપૂર્વક .....
અરે, આરાધના આજ તુ સાચેજ ખૂબ સુંદર લાગી રહી છે અને કેમ ન લાગે મારી દોસ્ત છે જ સુંદર. એમા પણ આજ તો તારો મનગમતો સથવારો , તારુ પ્રિય પાત્ર તારી સાથે ઉભુ છે, તો ચહેરાની રોનક વધી જાય એ તો સ્પષ્ટ દેખાઈ જ રહ્યુ છે.બન્ને મિત્રો હસી પડે છે.
અમન અને આરાધના તમને બન્નેને આજના દિવસના ખૂબ ખૂબ અભિનંદન. આરાધના નો ચહેરો તેના દોસ્તને જોઈ ખુશીને લીધે ખીલી ઊઠે છે. ખરેખર તો આરાધના તેના બાળપણના મિત્ર અનંત અને તેના થનાર પતિ સાથે મળાવવા માટે ધણા સમયથી પ્રયત્ન કરી રહી હતી એ આજે શક્ય બન્યુ હતુ. અમન માટે અનંત એક સાઉ અજાણ્યો વ્યકિત હતો એક વખત આરાધનાએ અમન સાથે વાતમાં ને વાતમા અનંતનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે અમન આરાધના પર બગડ્યો હતો અને આરાધનાને ચોખ્ખા શબ્દમા જણાવી દીધુ હતુ કે લગ્ન બાદ આરાધનાએ તેના આ બધા દોસ્ત, બાળપણના મિત્ર (અનંત) સાથે વાતચીત કરે, તે તેને બિલકુલ પસંદ નથી.પરંતુ આજ અનંત અને અમન સાથે અને સામસામે આવી જતા આરાધનાને આ ઉચીત તક લાગતા બન્નેને મળવ્યા હતા.
અનંતની આ વાતો સાંભળી અમન તરત જ આરાધના ને પૂછે છે, આરાધના કોણ છે આ વ્યક્તિ જે તારા આટલા બધા વખાણ કરી રહ્યો છે. અમનના ચહેરા પર અનંત ને જોઈ કોઈ ખાસ ખુશી વર્તાઈ રહી ન હતી.
આરાધના ખચકાટ સાથે અમનને કહે છે
અમન તું ભૂલી ગયો કે શું? મે તને મારા બાળપણના દોસ્ત વિશે કહ્યુ હતુ.આ એ જ અનંત છે જેની સાથે મે બાળપણ થી લઈ યુવાની સુધીની સફર સાથે ખેડી છે, દરેક મુશ્કેલીમાં સાથે રહ્યા છીએ.
હવે તે થોડા દિવસ બાદ આગળ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યો છે.આરાધના એ કહ્યુ.
આરાધનાની વાત પૂરી થતા જ
વાહ...એ સારુ કામ થયુ, અંતે એ તારો પીછો છોડશે.કર્કશતા ભર્યા સૂરમાં અમન બોલ્યો અને લુચ્ચુ હસ્યો. .
પોતાના દોસ્ત માટે અમને વાપરેલા આવા કાંટા જેવા શબ્દોથી આરાધનાનુ દિલ છલ્લી થઈ ગયુ એ બાજુમાં ઉભેલી આરાધનાના ચહેરા પરથી સ્પષ્ટ ખ્યાલ આવતો હતો.
અનંતને આરાધનાનો ઉદાસીથી ઉતરેલો ચહેરો જોઈ થોડુ દુખ થાય છે.અને હવે થોડુ અનુમાન પણ કરી શકતો હતો કે શા માટે આરાધનાના હાસ્યમાં ખચકાટ અનુભવાય રહ્યો હતો.
વેલ, અમન તને એક વાત કહું મે ક્યારેય આરાધનાનો પીછો કર્યો જ નથી, કારણ અમે દરેક પગલે ક્યારેય આગળ પાછળ હતા જ નહીં.હંમેશા સાથે જ હતા.હા, એ તારા નસીબ સારા છે ને એના તો મારો ભગવાન જાણે કે તેણે તને પસંદ કર્યો છે.અનંતે કહ્યુ
આ સાંભળતા જ અમનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો.તેણે અનંતને નજીક બોલાવ્યો અને તેના કાનમાં કંઈક બબડ્યો અને આરધનાની સામે એક કાતિલ હસી અને નજર નાખી દુર જતો રહ્યો.
આ અમન વળી અનંતના કાનમાં શું બબડ્યો હશે અને મારી સામે તો વળી એવી નજર થઈ જતો હતો જાણે અનંતને તેની સાથે મળાવીને મે તો કો।ઈ મોટો ગુનો કર્યો હોય.આરાધના મનમાં ને મનમાં વિચારતી રહી.
તમારે પણ જાણવુ છે કે અમને અનંતને કાનમાં શુ કહ્યુ હશે?આરાધના ,અમન અને અનંતની મિત્રતા અને પ્રેમની આ આગ કેવુ સ્વરૂપ ધારણ કરે છે એ વાંચવા અને જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો અને વાંચો શ્યામ રંગ.....લગ્ન ભંગ....24