આજનું યુથ તેમ જ મોટી ઉંમરના સ્ત્રી પુરુષો માં વધતી જતી પોર્ન ફિલ્મોની ની હેબિટ વિશે સર્ચ કરતા કરતા એક નવી વાત જાણવા મળી
હમણાં હમણાં જાણીતા સેક્સ એડ્યુકેટર સીમા આનંદે એથિકલ પોર્ન ફિલ્મો વિશે જાણકારી આપતો એક પોડકાસ્ટ બનાવ્યો.. જે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે..જેમાં એમણે એથિકલ પોર્ન ફિલ્મોની જાણીતી ફીમેઈલ ડાયરેક્ટર એરિકા લસ્ટ સાથે ખૂબ સુંદર વાતો કરી અને પ્રશ્નો પૂછ્યા..
Erika ના શબ્દો માં: બન્ને એકટર્સ ની ઇચ્છાથી ... સ્વાસ્થ્ય, મનોરંજન અને પ્રેમ લાગણીઓ નું માન જાળવી અને sex education ના હેતુ થી બનાવવા માં આવતી ફિલ્મો. એટલે એથિકલ પોર્ન. જે કપલ્સ માટે સાથે જોવી ફાયદાકારક છે.. હા પણ બન્ને ની સહમતી થી જ.. એથિકલ પોર્ન માટે એક અલગ સાઇટ હોય છે. જે નોર્મલ અને મફત પોર્ન વેબ થી અલગ હોય છે.જેમાં ઈમેઇલ આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરાય છે. આ પ્રકાર ની ફિલ્મો ઇન્ટિમ્સી કોઓર્ડિનેટર ની દેખરેખ માં સ્વાસ્થ્ય અને સુરક્ષા ની તમામ ખાતરી સાથે બનાવવામાં આવે છે. આ પ્રકારની ફિલ્મો બાળ શોષણ અને જડતા થી મુક્ત હોય છે. આ પ્રકાર ની સાઇટ પર ફ્રી કન્ટેન્ટ બહુ ઓછો તેમ જ લિમિટેડ હોય છે. તમારે પેકેજ ખરીદી ને જોવાની અનુકૂળતા હોય છે.
Erika વધુમાં જણાવે છે: જ્યારે મેં પ્રથમ વખત mainstream પોર્ન જોયું ત્યારે મને ખૂબ જ ખરાબ અને વિભત્સ લાગણી થઈ.. માત્ર પુરુષપ્રધાન આ ક્ષેત્રમાં મહિલાઓ અને બાળકો તેમ જ પુરુષોની પણ સેક્સ્યુઅલ લાગણીઓ નું શોષણ જોઈ મને દુઃખ થયું. અને મેં નક્કી કર્યું કે આ ક્ષેત્ર ને વુમન ફ્રેન્ડલી અને સેફ બનાવવું. મેં મારી ફિલ્મો માં ફૅન્ટેસી ,સ્ટોરી, હાઈજીન, સેફ્ટી ,ઉત્તમ ક્વોલિટી,કન્સેન્ટ અને કલાત્મક એસ્થેટિક્સ ઉમેરી એડલ્ટ ફિલ્મો ને વધુ સંવેદનશીલ,કલાત્મક અને સુરક્ષિત માધ્યમ બનાવવાનો એક પ્રયત્ન કર્યો અને એમાં સફળતા મળી. અમારા પ્લેટફોર્મ ને અમે એડ ફ્રી રાખીએ છીએ.. કોઈ પણ પ્રકારની ખોટી દવાઓ અને વ્યાવસાયિક વ્યાભિચાર ના વિજ્ઞાપનો તમને અમારા પ્લેટફોર્મ પર નહી મળે. અને છેલ્લે એરિકા એ ઉમેર્યું.. " આપણા શરીરને સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ આપવું અને સાથે સાથે મન ને ખુશ રાખવું અને પોતાની પસંદગીઓ પ્રત્યે જાગૃત થવું એ આપણા હાથની વાત છે...અને આ બાબતે limits પણ આપણે જ નક્કી કરવાની છે.
સીમા આનંદ ના બીજા પોડકાસ્ટ પણ જોવા લાયક છે.યુવાની પર પહોંચેલા યુવક યુવતી પોતાના મન ને હલકો ,વિકૃત , વિભત્સ કન્ટેન્ટ આપતા બચે અને સ્વસ્થ વિકલ્પ પસંદ કરે એ વધુ હિતાવહ છે.પ્રત્યેક વ્યક્તિ પોતાની વૃત્તિઓ વિશે જાગે અને ઉત્તમ સાહિત્ય પ્રત્યે શિક્ષિત થાય તેમ જ હલકા સાહિત્ય નો અને વિભત્સ કથાઓ નો ત્યાગ કરે એ હેતુ થી આ લેખ લખ્યો છે. ઇન્ટરનેટ ની આ સુવિધા નો ઉપયોગ કઈ રીતે કરવો એ પ્રત્યેક વ્યક્તિ ની પોતાની ઈચ્છા અને જવાબદારી ની બાબત છે. સેક્સ ની બાબત માં તેમ જ અંગત સંબંધો ની બાબત માં શિક્ષણ , સ્વાસ્થ્ય,પરિપક્વતા, સમજણ અને સુરક્ષા પ્રત્યેક વ્યક્તિના હિત માટે છે.. અને આ પ્રકારનું વાતાવરણ એક સ્વસ્થ સમાજ માટે આવશ્યક છે.
યાદ રાખવું " કોઈ પણ બાબત માં અતિશયોક્તિ હાનિકારક છે. આ પ્રકારની ફિલ્મો ને કેટલું મહત્વ આપવું એ પ્રત્યેક વ્યક્તિ ની પોતાની સ્વતંત્રતા પર આધારિત છે. અને જવાબદારી પણ તેની પોતાની જ છે.
ક્વોટ:
"વાસના શબ્દ ખૂબ સુંદર છે". વસન એટલે શરીર અને વાસના એટલે શરીર સાથે જોડાયેલી પ્રેમ , સામીપ્ય અને સુખ ની લાગણી. આ લાગણી ને દબાવવાથી મન અને લગ્નજીવનમાં તણાવ ઉત્ત્પન્ન થાય છે. પણ સાથે સાથે જો પોતાના પાર્ટનર ની લાગણી અને સંવેદનાઓ ને સમજ્યા વગર શોષણ અને દબાણ કરવા માં આવે તો પણ તણાવ સર્જાય છે.