happy mother's day in Gujarati Women Focused by Mihir Parekh books and stories PDF | મમ્મી એટલે?

Featured Books
Categories
Share

મમ્મી એટલે?

હેપ્પી મધર્સ ડે... પર
(સ્કૂલ માં વકૃત સ્પર્ધા હતી)

મમ્મી નું મહત્વ સમજાવો?

દરેક છોકરાઓ નો એક જ જવાબ મમ્મી એટલે જે આપણને નવ મહિના પેટમાં રાખે છે અને જન્મ આપે છે અને ખૂબ પ્રેમ કરે છે. ભીના  માં સુવે અને આપણ ને સુકા માં સુવડાવે. માં તે માં બીજા વન વગડાના વા.

છેલ્લે ધોરણ ૧૦ માં ભણતો મિહિર વકૃત સ્પર્ધા માં બોલવા ઉભો થયો..

સૌ પ્રથમ, 
મિહિર એ પહેલા કટાક્ષ માં કહ્યું,
મમ્મી એટલે ઘરનું કામ કરવાનું મશીન.
મમ્મી એટલે જમવાનું સારું ના બનાવે તો તને કાઈ જ આવડતું નથી.અને રોજ સારું બનાવે તો પણ આભાર વ્યક્ત નઇ કરવાનો.
મમ્મી એટલે મધર્સ ડે પર સાથે ફોટો મુકવાનો અને નીચે લખવાનું યુ આર માય લાઈફ.(૨૪ કલાક માટે)
મમ્મી એટલે  મમ્મી ને કોઈ દિવસ થાક અને કામ કરીને કંટાળો જ ના આવે તેમ માનવું અને સ્વાભાવિક છે કે આપણે એકલા જ કંઈક મહાન કામ કે પ્રરાક્રમ કરીને આવ્યા  હોય એટલે થાક અને કંટાળો આવે.
મમ્મી એટલે તને કાઈ ખબર ના પડે.
મમ્મી એટલે અભણ.
મમ્મી એટલે જેનું ઘડપણ  આવી જાય તેનો ખ્યાલ જ ના આવે.
મમ્મી એટલે ટિફિન બનાવાનું મશીન.
મમ્મી એટલે રોજ સવારે વહેલા ઉઠી ને કામ કરવાનું.
મમ્મી એટલે પાણી મંગાવું પણ આપવું નહીં
મમ્મી એટલે નાનપણ માં આપણી ડોક્ટર અને મોટા થઈએ એટલે મમ્મી તને નઈ સમજાય તેવી અજ્ઞાન.
મમ્મી એટલે ખરાબ સાસુ.
મમ્મી એટલે ખરાબ દાદી
મમ્મી એટલે ઘડપણ માં ખાવાનો બઉ જ શોખ થાય.
મમ્મી એટલે આખો દિવસ પરિવાર ની ચિંતા કરવાનું મશીન.
મમ્મી એટલે નિસ્વાર્થ ભાવે જીવન જીવવાનું મશીન.
મમ્મી એટલે કામવાળી બા જે પૈસા ના લે અને કામ ચોરી પણ ના કરે અને પૈસા પણ ના લે તો પણ તને કાઈ જ નથી આવડતું.
મમ્મી એટલે સવારે રોજ બધાને જગાડે તે એલારામ.
મમ્મી એટલે ઘરનું કામ કરવાનું બીજું શુ આવડે તમને.
મમ્મી એટલે બોલાવે તો એકવાર માં સંભળવું નઇ.
મમ્મી એટલે કામ કરતા થાક ના લાગે અને વહુ ને થાક લાગી જાય.
મમ્મી એટલે ઘડપણ માં ભગવાન નું નામ લ્યો.
મમ્મી એટલે ઘડપણ માં એવી બા જે છોકરાઓ ક્યારે મોટા થઈ જાય ખબર જ ના પડે.
મમ્મી એટલે મમ્મી જાય પછી મમ્મી બઉ જ સારા હતા.
મમ્મી એટલે મમ્મી જાય પછી એવી તમામ યાદો જે આંખો માંથી પાણી ના ઝરણાં વહે.
મમ્મી એટલે મમ્મી જાય પછી સાસુ સારા હતા.
મમ્મી એટલે મમ્મી જાય પછી દીવાલ પર ફોટો લગાવ્યો હોય તેને જોઈને રડવું અને પછી માફી માંગવી.

થોડીવાર મિહિર એ ઊંડા શ્વાસ લીધા પછી બે મિનિટ મૌન રહીને બોલ્યો,

મમ્મી એટલે વિશ્વ,
મમ્મી એટલે એવી સ્ત્રી જે ભગવાન કરતા પણ વધારે મહાન છે.મમ્મી એ જ ભગવાન છે.
મમ્મી એટલે સુખ હોય, દુઃખ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય સાથે જ હોય.
મમ્મી એ જ  ઘરની લક્ષ્મી.
મમ્મી એ જ મંદિર.
મમ્મી ની સેવા એ જ ચાર ધામ ની યાત્રા.
મમ્મી એ જ દીકરી,વહુ,સાસુ,બા...
મમ્મી એ જ જેની સામે અબજો રૂપિયા પણ નકામાં
મમ્મી એટલે એવી લેણદાર કે જેનું દેવુ તમે કયારેય ચૂકવી નઇ શકો. કેટલાય જન્મ લઈ લ્યો.
મમ્મી એટલે જેનું સાચું મૂલ્ય  અભણ બાળક ને સમજાય
મમ્મી > ગ્રેટર ધેન.  પૈસા,ગાડી,ઘર,વહુ,ભગવાન,બ્રહ્માંડ......( જેટલું લખો એટલું ઓછું)
મમ્મી <  અહંકાર, સ્વાર્થ.
મમ્મી એ જ બધા રોગો ની દવા.
મમ્મી એ જ પરિવાર માટે કરુણા,પ્રેમ થી ભરેલો દરિયો
મમ્મી એ જ આર્મી ( જેમ આર્મી દેશ ની રક્ષા  કરે તેમ મમ્મી પરિવાર ની રક્ષા કરે )
મમ્મી એ જ  જે આખો દિવસ બીજા લોકો આગળ  પોતાના દીકરાની તારીફ કરે.
મમ્મી એટલે   દીકરો સારો હોય કે ખરાબ પણ તેના માટે ભગવાન પાસે  દીકરો સુખી થાય તેની પ્રાર્થના કરે.

મધર્સ ડે છે તો આજથી જ નક્કી કરો...

મમ્મી ને એકવાર વહાલ તો કરી જુઓ, કોઈ દિવસ સાથે બેસીને જમો,કોઈક દિવસ પૂછો મમ્મી તારે કાઈ જરૂર છે,મમ્મી ચાલો ફરવા,મમ્મી ચાલો આંટો મારવા,મમ્મી તબિયત સારી છે ને,મમ્મી તે આજે  જમવાનું  બહુ જ સારું બનાવ્યું છે પછી જુઓ મમ્મી ની સ્માઇલ, મમ્મી ને રોજ ફોન કરી ને પૂછો મમ્મી મજામાં..મમ્મી ને ખાલી તમે તમારો ટાઇમ આપો પછી જુઓ મમ્મી ની અડધી બીમારી ત્યા જ દૂર થઈ જસે.મમ્મી ને કહો મમ્મી તુ મારી બેસ્ટ મમ્મી છે.મમ્મી પાપા ને રોજ સવારે પગે લાગો.
હેપ્પી મધર્સ ડે માં મમ્મી સાથે જેવી સ્માઇલ નો ફોટો છે તેવું રીઅલ માં પણ હોવું જોઈએ તેવો સંકલ્પ લો.
 
આખી સ્કૂલ તાળિયો ના અવાજ થી ગુંજી ઉઠી.