Chanakyaniti Amrut saar - 5 in Gujarati Motivational Stories by yeash shah books and stories PDF | ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 5

Featured Books
Categories
Share

ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 5

કામ શાસ્ત્ર, લગ્ન જીવન અને સંભોગ વિશે ચાણક્ય ના વિચારો. જે મે યથાવત રજૂ ન કરતા, આજ ના સંદર્ભ માં સ્ત્રી પુરુષ બંનેને ઉપયોગી બને એ રીતે થોડી ભાષાકીય છૂટ લઈ રજૂ કર્યા છે.. પણ ચાણક્યની વાત નો સંદર્ભ જળવાય તેનું ધ્યાન પણ રાખ્યું છે. જરૂર લાગે ત્યાં સૂત્ર ની વ્યાખ્યા અને સમજૂતી પણ આપી છે.. તે વાંચકો એ ધ્યાન માં લેવું.

(૧) સ્ત્રીઓ માં પુરુષ કરતા ૮ ગણી વધુ કામવાસના હોય છે..

આપણા દેશમાં આવી વાતો નો ઘણો અનર્થ કરવા માં આવે છે. ચાણક્ય ના આ કથન નો અર્થ એવો છે કે પુરુષ અને સ્ત્રી ની કામુક પ્રવૃતિઓ માં અંતર હોય છે. પુરુષ સ્ત્રીઓ કરતા પ્રમાણમાં જલ્દી ઉત્તેજિત થાય છે, જલ્દી પરાકાષ્ઠા પર પહોંચે છે. અને એકવાર ના વીર્ય સ્ખલન પછી પુરુષ ને ફરી વાર તૈયાર થતા ૩૦ મિનિટ થી ૪૮ કલાક નો સમય લાગી શકે છે. અને આ વાત કામસૂત્ર અને આધુનિક સેક્સ એડ્યુકેટર્સ કહે છે. કે પુરુષ ના વીર્ય સ્ખલન પછી તેને આરામ ની આવશ્યકતા હોય છે. પણ સ્ત્રીઓ એક વાર પરાકાષ્ઠા એટલે કે ઓર્ગેઝમ સુધી પહોંચી ને તુરંત ફરી વાર સંભોગ માટે તૈયાર થઈ શકે છે. મહાન તત્વ ચિંતક અને ગુરુ ઓશો રજનીશ પણ કહેતા હતા કે જો સ્ત્રી સેક્સ દરમ્યાન પૂર્ણ રૂપે ખીલી ઊઠે તો પુરુષ તેની સામે લઘુતાગ્રંથિ અનુભવવા લાગે. સદીઓ થી પુરુષ નું વર્ચસ્વ પથારી ની બાબત માં આગળ રાખવાની ભારતીય સ્ત્રીઓ ને ટેવ પાડવામાં આવી છે... એટલે ઘણી સ્ત્રીઓ પોતાની વૃત્તિઓ અને ઈચ્છાઓ ને વ્યક્ત કરવાથી ડરે છે. અને પુરુષ ના અહમ ને સંતોષે છે. પુરુષ ફક્ત બાહ્ય શારીરિક બળ માં સ્ત્રીઓ કરતા આગળ હોઈ શકે.. પરંતુ બુદ્ધિ, સહનશીલતા અને સેક્સ ની બાબત માં એને સ્ત્રીઓ પાસે થી શિક્ષા લેવી રહી.

(૨) પોતાની વૃત્તિઓ સંતોષવા માટે વ્યાભિચાર ના આશરે જતા સ્ત્રી પુરુષો સદૈવ હાનિ ભોગવે છે...કારણ કે વ્યક્તિ પાસે ધન છે ત્યાં સુધી જ વૈશ્યા તેને મનોરંજન પીરસે છે.. ધન વગરનો સ્વામી વૈશ્યા માટે એ રીતે નકામો છે જેવી રીતે રસ નીકળ્યા પછી શેરડી નો સાંઠો નકામો થઈ જાય છે.

ચાણક્ય કહે છે કે અતિકામવાસના થી પીડિત લોકો વેશ્યાવૃત્તિ ના માર્ગે વળે છે. અને આવા  પુરુષો જ ધન વડે વેશ્યાવૃત્તિ એટલે કે દેહવ્યાપાર ને ઉત્તેજન આપે છે. વૈશ્યા ના મોહપાશમાં બંધાયેલ ગ્રાહક જો સમજી જાય કે વૈશ્યા ને ફક્ત પુરુષના ધન થી જ પ્રેમ છે.. તે પુરુષ સાથે નહી તો તે મોટી હાનિ થી બચી શકે છે.

(૩) સદા પ્રસન્ન રહેનારી ગુણવાન સ્ત્રી કદરૂપી હોય તો પણ વરવા યોગ્ય છે. અને સુંદર સ્ત્રી પણ જો ગુણવાન ન હોય અને સદૈવ રિસાયેલી રહે તો તેનો ત્યાગ કરવો.

(આજના સમય માં સ્ત્રીઓ એ પુરુષો પસંદ કરતા પણ આ વાત ધ્યાન માં રાખવી.ચાણક્ય ની વાતો જો unisex અભિગમથી લેવા માં આવે તો પણ આજ ના આ સમયમાં સાચી પડે છે.)

(૪) ભોજન  પચાવવાની શક્તિ સ્વાદિષ્ટ ભોજનને વધારે રુચિ કારક બનાવે છે. એમ યોગ્ય રીતે મળેલી કામસંતૃપ્તિ( સંભોગ) લગ્નજીવન અને સહવાસ ને રુચિકારક બનાવે છે.

(૫) બીજા કોઈ અન્ય સાથી માં રુચિ ધરાવતા સ્ત્રી પુરુષ સાથે સંબંધ બાંધવાથી સંતોષ અને પ્રેમ પ્રાપ્ત થતો નથી. પોતાની સ્ત્રી અથવા પુરુષ થી જ ઘર અને જીવન ની શોભા વધે છે.

(૬) બુદ્ધિમાન ( ચતુર), સંબંધો માં વફાદાર, અને પોતાના સાથી ને પ્રેમ કરનારો સાથી એ સારા ભાગ્ય નું ફળ છે. તેવા પ્રિય પાત્ર નું અમૂલ્ય રત્ન ની જેમ જતન કરવું.

(૭) પતિ અને પત્ની એ એકબીજાને અનુકૂળ રહેવા માટે એક બીજા નો મિત્ર અને ગુરુ તરીકે પણ સ્વીકાર કરવો. એટલે કે સંકોચ વગર મિત્ર ની જેમ વાતો કરવી અને જરૂર પડ્યે ગુરુ ની જેમ સલાહ સ્વીકારવા માં ઘમંડ કરવો નહી. આમ બન્ને વચ્ચે લાંબા સમયની અનુકૂળતા રહે છે .

(૮) કામવાસના ની અનિયંત્રિત લાગણીઓ કોઈ પણ મનુષ્યના મનમાં ગેરમાર્ગે દોરાવવા ની પ્રેરણા ઊભી કરી શકે છે. અને છેવટે આપણી જ લાગણીઓ આપણા માટે સંકટ બને છે..માટે કામવૃત્તિ ની બાબત માં શિક્ષણ અને કેળવણી દ્વારા ઈચ્છાઓ નો સંયમ જાળવતા શીખવું.

(૯) કામનાઓથી અંધ બની વ્યક્તિ મોહગ્રસ્ત , સ્વાર્થ કપટ યુક્ત અને વિવેક થી ભ્રષ્ટ થઈ ને યોગ્ય નીતિમય માર્ગ ગુમાવે છે. અને ત્યારબાદ તેના દુઃખ નો પાર રહેતો નથી.

(૧૦) જેમ લોભી માણસ ધનથી વશ થાય છે, વિદ્વાનો અને શ્રેષ્ઠજનો સમ્માન અને યોગ્ય આચરણ થી વશ થાય છે.. તેમ જીવન સાથી લગ્નજીવન માં પ્રેમ અને શૈયા પર યોગ્ય કામક્રીડારૂપી આચરણ વડે વશ માં થાય છે.

(૧૧) પોતાના ઘરમાં,પડોશ માં અથવા નજીક ના સગાસંબંધીઓ માં ચારિત્ર્ય વિષયક દુરાચાર સહન કરનાર વ્યક્તિ.. ભવિષ્ય માં મુસીબત આવકારે છે. માટે આવા સ્થાન થી દૂર રહેવું.

(૧૨) ભૂખ હોવા છતાં ભોજનની બાબતમાં સંકોચ રાખવાથી ભુખ્યા રહેવાનો વારો આવે છે.. વ્યાવસાયિક શુલ્ક મેળવવાની બાબત માં સંકોચ કરવાથી દુઃખી થવાનો વારો આવે છે.. એમ કામવાસના અને તૃપ્તિની બાબતો માં જીવનસાથી સાથે સંકોચ શરમ રાખવાથી દુઃખી થવાનો વારો આવે છે.

(૧૩) જે પોતાના જીવનસાથી થી સંતોષ પામે છે. તેની ગુપ્ત વાતો જાળવે છે. યોગ્ય સમયે સંવનન કરે છે.. અને જીવનસાથી ની ગરિમા અને સમ્માન નું રક્ષણ કરે છે એવો મનુષ્ય સદા સુખી રહે છે.

(૧૪) પતિ પત્ની ની વ્યક્તિગત વાતો માં ત્રીજા વ્યક્તિ એ વધુ બોલવું નહી.. અને સંયમ જાળવતા શીખવું જોઈએ. જેનાથી તે ત્રીજી વ્યક્તિ ના સમ્માન ની રક્ષા થાય છે.

(૧૫) જેની વાણી માં મધુરતા છે અને જે પોતાની જાતને યોગ્ય રીતે સ્વછતા અને શૃંગાર આદિ થી સુંદરતા યુક્ત રાખે છે.. એવો જીવનસાથી હમેશા પોતાના પ્રિય પાત્ર માટે સુખ નું કારણ છે.

(૧૬) સ્વાસ્થ્ય, ધન અને સ્ત્રી ની અવગણના કરનાર મનુષ્ય દુઃખી થાય છે. અને આ ત્રણેય નું જતન કરનાર વ્યક્તિ મુસીબતમાં પણ સુખી રહે છે.

(૧૭) પોતાની કામવાસના શાંત કરીને સ્નાન કરવું આવશ્યક છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત રક્ષણ થાય છે.

(૧૮) સુંદર વૈશ્યા માટે શરમ રાખવી યોગ્ય નથી. જો તે લજ્જા રાખે તો દુઃખી રહે છે.

(૧૯) જે વ્યક્તિ યુક્તિ કરીને આકર્ષક અને સુંદર સ્ત્રીઓ પાસે થી વશ કરવાની કળા શીખે છે.. એ સુખ પામે છે.

(૨૦) સંભોગ ન કરવાથી અકાળે શરીર નિર્બળ થાય છે. સ્ત્રીઓ જલ્દી વૃદ્ધ જેવી ભાસે છે. ( એટલે કે યુવાની ના સમય માં સહવાસ નો ઉમંગ જીવન જીવવાના રસ માં વૃદ્ધિ કરે છે.

(૨૧)ભોજન પછીના સમયે પાન ,ગ્રીષ્મ ઋતુમાં દહીં ,અને પ્રેમક્રીડા સમયે સુંદર સ્ત્રી ના સ્તનો તેમ જ અન્ય અંગો પર કરેલી માલિશ અને મર્દન હમેશા સુખ આપે છે.

(૨૨) જેને યુવાની માં સ્ત્રીઓ ના સ્તન નું મર્દન નથી કર્યું,તેમના સુંદર ઓષ્ઠ પર ચુંબન નથી કર્યું એ વ્યક્તિ ના મન માં કામસુખ બાબતે હમેશા સંતાપ રહે છે.

(૨૩) તૃષ્ણા થી ગ્રસિત કામી વ્યક્તિ હમેશા વ્યાધિથી પીડિત રહે છે.