Nitu - 111 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 111

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 111

નિતુ : ૧૧૧ (પુનરાગમન) 


વિદ્યાને અનિચ્છાએ જવું પડ્યું. મનમાં રોનીને સજા આપવાની આગ ધખધખતી હતી. ગુસ્સો આવતો હતો અને મનમાં અશાંતિ હતી. મિહિર એની આ સ્થિતિથી જાણકાર હતો. એ તેને લઈ પોતાના ઘેર પહોંચ્યો. નિકુંજે એને પૂછ્યું, "શું થયું?"


મિહિરે એને માંડીને બધી વાત કરી. વિદ્યાની અશાંતિ અને ગુસ્સાથી ફૂટતી આંખો એ બંનેને દેખાઈ રહી હતી. મિહિર એની સાથે વાત કરતો હતો અને એ એકબાજુ ઉભી રહી. બધું સાંભળ્યા બાદ નિકુંજ ધીમા પગે એની પાસે આવ્યો.

એ પાછળ ફરી અને નિકુંજને કહ્યું, "હું એ હોસ્પિટલમાં જઈશ."

"ઈટ્સ નોટ ધેટ ઇજી વિદ્યા! અત્યાર સુધીમાં રતને ઘણું બધું કરી નાખ્યું હશે."

વિદ્યાના ચેહરા પર ગમ્ભીરતા આવી, મક્કમ થતા એ બોલી, "મને એની કોઈ ફિકર નથી. મારુ જે થવું હશે એ થશે, પણ એ રાક્ષશની હું સવાર નહિ પડવા દઉં." એનામાં રોની પ્રત્યેનો આક્રોશ અને ક્રોધ સ્પષ્ટ જણાતાં હતા.

નિકુંજ વિદ્યાની સુરક્ષા માટે ડરી રહ્યો હતો. સામે રતન હતો અને રોનીના કરાવેલા એક્સીડેન્ટ બાદ એની સામે જવું એટલે જાતે ચાલીને મૌત વ્હોરવા જેવું હતું. જોકે કોઈ પણ ભોગે વિદ્યા રોની સુધી જવા તૈય્યાર થઈ ગઈ હતી. નિકુંજ એને મનાવતાં બોલ્યો, "વિદ્યા, જરા એકવાર વિચાર કરી લે. આ રીતે જવું યોગ્ય નથી. તારા પર કેવી વીતતી હશે એ હું સમજી શકું છું. પણ અત્યારે જોશમાં નહિ, હોશમાં રહીને કામ કરવાનો સમય છે."

એ વિના વિલંબે બોલી, "નિકુંજ મને અત્યારે કંઈ જ દેખાતું નથી. મને દેખાય છે તો માત્ર એ રોનીનું મૌત."

મિહિરે પણ આગળ આવી કહ્યું, "પ્લીઝ વિદ્યા, જો સવાલ માત્ર એમ નથી, કે એ બચી ગયો. સવાલ આપણા બધાંની સુરક્ષાનો છે. એ લોકો મારા વિશે કે મારા ઘર વિશે નથી જાણતા એટલે આપણે અહીં સલામત છીએ."

આવેશમાં એ બોલી, "તો પછી તમે અહીં તમારી સલામતીમાં રહો. મને મારી ફિકર નથી હું જઈ રહી છું." કહીને એ બહાર નીકળી ગઈ.

"નિકુંજ!" મિહિરે ચિંતાતીત થઈ એની સામે જોતા કહ્યું, એ પણ મૌનમુક એની પાછળ ગયો. વિદ્યા ઘરના પગથિયાં ઉતરી રહી હતી, એવામાં નિકુંજે પાછળથી આવી એને ઉભી રાખી " એક મિનિટ વિદ્યા!". એ વખતે મિહિર પણ બહાર આવી પહોંચ્યો હતો.

"અત્યારે કંઈ પણ કરતા પહેલા વિચારવું પડશે."

તે થોભાય, મિહિરે એનો સાથ આપતા કહ્યું, "હા. એક તો એના કરેલા ખોટા કેસમાં તમે બંને ફસાયેલા છો અને સામે જે.સી.એ પણ એનો સાથ આપતા ખોટો દાવો કર્યો છે."

અકળાઈને એ બોલી, "એ બધું આપણે ફોડી લઈશું. શું એ બધું વધારે મહત્વનું છે?"

"ના... અમારા માટે તું મહત્વની છે વિદ્યા!"

"તો પછી મને સાથ નહિ આપો?" આશાભરી આંખે એણે બંને સામે જોયું અને આગળ બોલી, "કેટલાં સમયથી હું રાહ જોઈ રહી છું. એ તક આજે મારી સામે છે. મને નહિ રોકો."

મિહિર અને નિકુંજ એકબીજાની સામે જોઈ રહ્યા. એને વિદ્યાની વાત પણ સાચી જ લાગી. જો કે સાહસ બહુ મોટું ખેડવાનું હતું. પોતાના શિકારને હણવા દુશ્મનોથી ઘેરાયેલા રણમાં પડવાનું હતું. તેઓ આ વાતે તૈય્યાર નહોતા.

વિદ્યા બહારની બાજુ જવાના રસ્તા તરફ ફરી અને કહ્યું, "તમારે બંનેએ આવવાની જરૂર નથી. હું મારી જાતે બધું કરી લઈશ." તેણે એક ડગ ભર્યું કે નિકુંજ બોલ્યો, "એક મિનિટ વિદ્યા. હું પણ તારી સાથે આવું છું."

એણે પાછળ ફરીને જોયું તો મિહિરે હકારમાં માથું ધુણાવતા રજા આપી. વિદ્યા ગાડીમાં બેઠી અને નિકુંજ એને લઈ હોસ્પિટલ તરફ ચાલ્યો. એની નજર સતત વિદ્યા તરફ ફર્યા કરતી હતી. એ વિચારમગ્ન બનીને બેઠી હતી. તેઓ હોસ્પિટલમાં આવ્યા અને ડોક્ટર તેમજ સ્ટાફ માટે અલગથી બનાવેલા બેઝમેન્ટના પાર્કિંગમાં ગાડી મૂકી.

હોસ્પિટલના મુખ્ય દરવાજે પુલીસ બંદોબસ્તના કારણે જઈ શકાય એમ નહોતું. હોસ્પિટલની પરિસ્થિતિની બધી માહિતી જસવંતે એને આપી દીધી હતી. બંને ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે ત્યાં પડેલી એક એમ્બ્યુલન્સમાં તેઓની માટે કપડાં તૈય્યાર રખાયા હતા. બંનેએ એમ્બ્યુલન્સમાં જઈને ડોક્ટર જેવો પહેરવેશ ધારણ કરી લીધો.

મોઢા પર માસ્ક બાંધતી વિદ્યા આગળ ચાલી અને નિકુંજ એની પાછળ ચાલતો હતો. બંને પાર્કિંગમાંથી બહાર આવ્યા. જોયું તો મેઈન ગેટ પર એક માણસ ઉભેલા પુલીસ કર્મચારીઓ સાથે તકરાર કરી રહ્યો હતો અને એક એમ્બ્યુલન્સ ઉભેલી હતી. કોઈ ઈમરજન્સીનો કેસ લાગી રહ્યો હતો. પણ તેઓ ધ્યાન આપ્યા વિના એની બાજુમાંથી આગળ ચાલ્યા ગયા.

એવામાં એ માણસ એની પાછળ દોડ્યો અને આવી કરગરતા કહેવા લાગ્યો, "ડોક્ટર... ડોક્ટર..." એણે નિકુંજના ખભા પર હાથ રાખ્યો અને બંને ઉભા રહ્યા. પાછળ ફરીને જોયું તો બંનેની આંખો પહોળી થઈ ગઈ. તેઓની સામે ચેહરા પર લાચારીના ભાવ ભરેલો મયંક ઉભેલો હતો. રડતા રડતા એ બોલ્યો, "ડોક્ટર, ત'તમે જુઓને આ... આ લોકો મને અંદર નથી જવા દેતા. ઈટ્સ ઈમરજન્સી, પ્લીઝ હેલ્પ કરો. મારી વાઈફ સિરિયસ છે. આ લોકોને કહોને જવા દે મારી વાઈફ બેહોશ થઈ ગઈ છે."

એને ઓળખી વિદ્યાએ મોઢા પરનું માસ્ક હટાવ્યું. મયંક એની સામે જોઈ અચંબિત થઈ ગયો. "વિદ્યા મેડમ...!" હળવેથી એણે ઉદ્ગારયું. વિદ્યાએ હકારમાં માથું હલાવ્યું અને મયંક એને કહેવા લાગ્યો, "તમે બંને આ...!"

વિદ્યાએ કહ્યું, "અમારે થોડું કામ હતું એટલે આવ્યા છીએ. પણ તું...?"

મયંકની આંખોમાં ભીનાશ આવી અને બોલ્યો, "મારી વાઈફ દાદરથી પડી ગઈ છે. શી ઈજ પ્રેગ્નેન્ટ. મારી નિતુ અને મારુ બાળક બંને જીવન મરણ વચ્ચે જોલા ખાય છે અને આ લોકો એન્ટ્રી નથી આપતા. કહે છે કે બેડ ખાલી નથી. બીજી હોસ્પિટલ દૂર છે અને આ લોકો..." એ બોલતા બોલતા રડી પડ્યો.

એને હિમ્મત આપતા વિદ્યા બોલી, "ચિંતા નહિ કર. આ લોકો તને રોકી નહિ શકે. બેઝમેન્ટમાં લિફ્ટ છે. ત્યાંથી એને ઉપર લઈ આવ. એક બેડ તો હમણાં જ ખાલી થઈ જશે."

મયંકને એનું કથન ન સમજાયું. એ આશ્વર્યચકિત થઈ એની સામે જોવા લાગ્યો. એટલામાં દરવાન બની ઉભેલો, ક્યારનો એના પર નજર રાખતો પુલીસ કર્મચારી એની પાસે આવ્યો. વિદ્યાને અટકળ પડતા માસ્ક પાછું મોઢા પર ચડાવી દીધું અને અંદર ચાલતી થઈ.

નિકુંજે પણ મયંકના ખભા પર હાથ રાખી કહ્યું, "એને ફેરવી જલ્દીથી ઉપર લઈ આવ."

મયંક તુરંત એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર પાસે પહોંચ્યો અને બંને બીજી બાજુથી બેઝમેન્ટમાં આવ્યા. આ બાજુ જસવંત વિદ્યાની રાહ જોતો હતો. ચૂસસ્ત બંદોબસ્તની વચ્ચે પણ વિદ્યા અને નિકુંજ દ્રઢતાથી અને મક્કમ ઈરાદા સાથે આગળ ચાલી રહ્યા હતા. સામે ઉભેલો રતન કે ઈન્સ્પેકટર અમર, બંનેમાંથી કોઈને વિદ્યાની ઓળખના સાંપડી. વોર્ડની રક્ષામાં ઉભેલા જમાલે વિદ્યા તરફ મોઢું મલકાવી બારણું ઉઘાડ્યું. એ તેઓની સામે ચાલતી રોનીના વોર્ડમાં પ્રવેશી.

રોની હોશમાં જ હતો પણ હાથ પગ બધું જ પાટાપિંડી કરીને બાંધવામાં આવેલું અને નાક પર ઓક્સિજન માસ્ક લગાવેલું. રોનીએ એની સામે જોયું અને વિદ્યાએ માસ્ક હટાવ્યું. રોનીને વિશ્વાસ ન આવ્યો. સામે ઉભેલા જસવંતને એની તરફ ઈશારો કર્યો અને ગભરાયેલી સ્થિતિમાં બોલ્યો, "ડો... ડોક.. ડોક..." એના શ્વાસ વધી ગયા પણ શબ્દો ન નીકળ્યા.

જસવંતે વિદ્યા સામે જોયું અને પછી હળવી હસી સાથે રોનીને કહ્યું, "રિલેક્સ. એ તારા માટે જ આવી છે. મારું કામ તો પત્યું." એ ઉભો થયો અને થોડે દૂર ચાલ્યો ગયો. એ રોની પાસે આવી અને બેડની બાજુમાં રાખેલા સ્ટૂલ પર બેઠી.

"કેવું લાગે છે રોની?" એના શબ્દોમાં પોતાના લક્ષ્યને પામવાની ખુશી ઝલકતી હતી. એટલી બધી સિક્યોરિટી પછી પણ વિદ્યા અને નિકુંજના આ રીતે અંદર સુધી આવી જવાથી રોની વિસ્મિત અને ગભરાયેલો હતો.

ચેહરા પર દયાભાવ લાવી ઢોંગ કરતા વિદ્યા બોલી, "ચ્યે... બહુ ખરાબ હાલત છે તારી તો. પીડા થતી હશે! નહિ?" રોની એની સામે તાકી રહેલો. બોલ્યો, "જો વિદ્યા... હું... હું માનું છું કે મારો વાંક છે પણ, પ્લીઝ. હું... હું તારો કેસ પાછો ખેંચાવી લઈશ."

તે હસી. નિકુંજ બાજુમાં જ ઉભેલો. એને જોઈ વિદ્યાએ રોનીને કહ્યું, "મારો દોસ્ત તો મારી સાથે છે. પણ તારો દોસ્ત એકલો હશે. નિખીલની યાદ આવતી હશે તને! એ પણ તને યાદ કરતો જ હશે."

"વિદ્યા... વિદ્યા જો..."

એના જૂના સ્મરણોની આગ જરી ઉઠી. મોં લાલ થયું અને વિદ્યાનો ગુસ્સો આકાશે પહોંચી ગયો. એ બોલી, " મને તારી દયાની જરૂર નથી. તારા જુઠ્ઠા કેસને હું પહોંચી વળીશ. પણ તું સજાનો હકદાર છે. મેં કહ્યું હતુંને તને, તારી સવાર તો હું પાડવા જ નહિ દઉં. મેં પહેલીવાર તને સજા અપાવવાની કોશિશ કરી પણ તું તારા બાપના લીધે બચી ગયો. હું બધું ભૂલી આગળ ચાલવાનો પ્રયત્ન કરવા લાગી તો તે ફરી પ્રહાર કર્યો! તું કોઈના પણ વિશ્વાસનો હકદાર નથી."

"વિદ્યા પ્લીઝ..."

"તારા પર મને સહેજેય દયા નથી આવતી રોની. હોસ્પિટલમાં એકેય બેડ ખાલી નથી. જો તું જતો રહીશ તો કોઈ બીજાને જીવનદાન મળી જશે."

"વિદ્યા... વિદ્યા..." એ બોલતો રહ્યો પણ વિદ્યાએ એના મોઢા પરથી ઓક્સિજન માસ્ક કાઢી નાખ્યું અને હાથ પર ચડતા લોહીની અને દવાની ગતિ અતિશય વધારી દીધી. જોત જોતામાં એનો ચેહરો લાલ થવા લાગ્યો. અંગ અંગ તૂટવા લાગ્યું. શરીર ખેંચાવા લાગ્યું અને એક એક નસ ફૂલવા લાગી. પાણી વિનાની માછલી જેમ એ તરફડવા લાગ્યો. વિદ્યા અને નિકુંજ થોડા દૂર ઉભા રહી એને જોતા હતા. એણે ઉભા થવાના વારંવાર પ્રયત્ન કર્યા પણ એ ઉભો નહોતો થઈ શકતો. બેડ પર જ એ પછાડીયું ખાવા લાગ્યો, ચેહરા પર પસીનો બાજ્યો અને એનો શ્વાસ રૂંધાવા લાગ્યો.

એક બાજુ રોની પોતાના મરણ તરફ આગળ વધી રહ્યો હતો. બીજી બાજુ મયંક બેહોશ થઈ ગયેલી નિતુને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢી લિફ્ટમાં લઈ જઈ રહ્યો હતો. બહાર ગુસ્સાવાશ રતન પોતાના માણસોને ફોન કરી કરી વિદ્યાને શોધવા આખા શહેરમાં દોડાવી રહ્યો હતો અને તે અંદર રોનીને આખરી અંજામ સુધી પહોંચાડી રહી હતી. થોડી જ વારમાં એનું હલન ચલન બંધ થઈ ગયું. જસવંતને એના કૃણાલનો ન્યાય દેખાયો, વિદ્યાને એનો.

એક શાંત અને સુરમ્ય સ્વભાવની સ્ત્રીને એટલી હદ સુધી મજબૂર કરવામાં આવી કે એ ખૂન કરતા પણ ન ખચકાઈ. વિદ્યાથી રડી જવાયું અને પાછળ ફરી નિકુંજના ખભા પર માથું ઢાળી એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેના માથા પર હાથ ફેરવી નિકુંજ એને સાંત્વના આપતો રહ્યો. જસવંતની આંખ પણ ભીની જ હતી.

મયંકને અંદર આવતા રોકી દેવાયો. બેભાન નિતુને અંદર લઈ જવામાં આવી. રોનીનો બેડ હટાવી દેવાયો અને નિતુને એના સ્થાન પર રાખી અન્ય ડોક્ટર દ્વારા ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી. જસવંતે બહાર જઈ રતનને જણાવ્યું કે વધારે લોહી વહી જવાથી એને બચાવી ના શકાયો. રતન તમામ લોકો પર ધૂંવા પુંવા થયો. પણ વધારે કશું ના કરી શક્યો.

બીજા દિવસે કોર્ટમાં જતી વેળાએ રતનના માણસોએ વિદ્યાની ગાડી પર પથ્થર મારો કર્યો, એને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા. પણ રમણ દ્વારા કરાયેલી સિક્યોરિટીમાં એને અંદર લઈ જવાય. હાજર થઈ નિકુંજે જુબાની આપી કે એનાથી ભૂલ થઈ ગઈ. મેડમેં એને એક્સ્ટ્રા કામના પૈસા ચૂકવી દીધા છે અને કેસ પાછો ખેંચી લેવાયો. જજ વિદ્યા અને રોની વિશે પહેલેથી માહિતગાર હતા. આ આખા ષડયંત્રની કળ એને હતી. બધાની સામે હિમ્મત બતાવી પહેલા જ્યારે વિદ્યા સીધી જજ સાહેબ પાસે પહોંચેલી ત્યારથી એ દરેક વાત જાણતા હતા. જજ સાહેબે નિર્ણય વિદ્યાના પક્ષમાં આપ્યો. એના પર પૈસાની લાલચમાં હુમલો કરાવવામાં અમરનો હાથ હતો એવું કહી તેને ડિસમિસ કરવામાં આવ્યો.

રમણે ટ્રક લઈ જતા પહેલા ચોર પાસે ટ્રક્નું ચક્કર લગાવરાવ્યું હતું. એના ફૂટેજ બતાવી કેસ બનાવાયો કે રોહિતે લાંચ લઈને ચોરને ભગાડ્યો છે. સાબિતી પેઠે વિદ્યા દ્વારા આપવામાં આવેલ દસ લાખ ચોરે આપ્યા છે એમ કહી રજૂ કરાયા. આ કામ રતન કરાવતો એવો કેસ ઘડવામાં આવ્યો. તેના દ્વારા ટ્રકોની ચોરી કરાવી ગેરકાનૂની કામો કરાવતા. રોહિતને સ્ટેટમેન્ટ આપવા કહ્યું જે બાદ રતનને જેલ હવાલે કરાયો. એના સાગરીતો આગળ કશું કરી ના શક્યા. "રોની તેરા નામ અમર રહે" ના નારા સાથે રોનીને અંતિમ સંસ્કાર આપી દેવાયા.

મયંકને કોઈ વાતની જાણ ના થાય એ માટે એને બહાર રખાયો હતો. મયંકને કંઈક અજુગતું લાગતું હતું પણ એને જાણ ના થઈ શકી. ડોક્ટરોની મહામહેનતે નીતિકા બચી ગઈ પણ એનું બાળક ના બચી શક્યું. એ હોશમાં આવી ત્યાં સુધીમાં આ બધી જ ઘટના થાળે પડી ગઈ હતી.

નિકુંજ પાસેથી આ બધી વાત સાંભળતા નિતુની આંખમાં આંસુ આવી ગયા. એ ગળગળી થઈ ગઈ અને રડમસ અવાજે  ઊંડો શ્વાસ લઈ બોલી, "તો... એનો અર્થ એમ કે... જો મેડમ તે દિવસે ત્યાં ના હોત તો હું..."

માથું ધુણાવતા નિકુંજ બોલ્યો, "હા... કદાચ તું આ દુનિયામાં ના હોત."

એ સતત રડી રહી હતી. "વિદ્યાની એ બાજુ જેને હું આજ સુધી ઓળખી જ ન શકી. આજે જેના લીધે હું જીવું છું એ જીવનદાત્રીને સજા અપાવવા હું નીકળી હતી!"

"એ તો તને આજે પણ બચાવી રહી છે."

"એટલે?" અસમંજસતાથી એણે પૂછ્યું.

નિકુંજ બોલ્યો, "તને સવાલ હતોને કે વિદ્યાએ તારી ઓળખ છુપાવવા શું કામ કહ્યું? એમાં સ્વાર્થ એનો નહોતો નિતુ. તે દિવસે માત્ર રોની નહિ, એની સાથે નિખીલ પણ મરાયો હતો અને એના બાપ અમરને માત્ર ડિસમિસ કરાયો છે. એ સુપેરે જાણે છે કે રોનીને હટાવી એના બદલામાં મયંક અગ્રવાલની વાઈફની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી હતી. એટલે તું મયંક અગ્રવાલની વાઈફ છો એ હકીકત સંતાડવા વિદ્યાએ તને કહ્યું હતું. નહિતર એ અમરને તારા સુધી પહોંચતા કોઈ ના રોકી શકેત."

હકીકત જાણી નિતુ નખશીર ધ્રુજી ઉઠી. એનું રુદન અને વિદ્યાને ન સમજી શકવાનો પસ્તાવો એના મનમાં ચાલતો રહ્યો. આંખમાંથી આંસુની સતત ધાર વહેતી હતી. નિકુંજે જગમાંથી પાણી કાઢી એની સામે પાણીનો ગ્લાસ રાખ્યો. એ શાંત થઈ અને કહ્યું, "હવે મને ઘણું બધું સમજાય છે નિકુંજભાઈ. હું જ્યારે પહેલીવાર તમને મળવા આવી ત્યારે તમે બધું જાણતા જ હતાને, કે હું શું કામ આવી છું?"

"હા."

"મારો હજુ એક સવાલ છે."

"બોલ! હજુ શું સવાલ છે તારો?"

"અત્યાર સુધીની બધી વાત તમે મને જણાવી દીધી. પણ હજુ મને એ નથી જણાવ્યું કે તમે અને મેડમ... આઈ મીન, ટાઈમ્સ છોડવાનું કારણ શું? પછી તો મેડમની લાઈફમાં કોઈ પ્રોબ્લેમ રહ્યો જ નહિ હોય. તો પછી તમે મેડમ અને ટાઈમ્સને છોડી જતા કેમ રહ્યા? અને આજ સુધી તમે એને એમ કેમ નથી જાણવા દીધું કે તમે આ શહેરમાં જ છો? બહાર ચાલ્યા ગયા છો એવું જુઠ્ઠું બોલવાની જરૂર કેમ પડી?"