sikh ane prerana in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | શીખ અને પ્રેરણા

Featured Books
Categories
Share

શીખ અને પ્રેરણા

શીખ અને પ્રેરણા

એક માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તેને રસ્તામાં ચાર સ્ત્રીઓ મળી.

પ્રથમ સ્ત્રી: તેણે પૂછ્યું, "બહેન, તારું નામ શું છે?"
જવાબ મળ્યો, "બુદ્ધિ."
"તું ક્યાં રહે છે?"
"મનુષ્યના મગજમાં."

सूक्ति: "બુદ્ધિ વગરનો શિક્ષિત માણસ, અજ્ઞાનતામાં ડૂબેલો છે."

બીજી સ્ત્રી: "બહેન, તારું નામ શું છે?"
"લજ્જા."
"ક્યાં રહે છે?"
"આંખમાં."

सूक्ति: "લજ્જા સ્ત્રીઓની શોભા છે, અને પુરુષોની મહાનતા."

ત્રીજી સ્ત્રી: "તારું નામ શું છે?"
"હિંમત."
"ક્યાં રહે છે?"
"હૃદયમાં."

सूक्ति: "હિંમત એ મોટી જીતની પહેલી પગથિયા છે."

ચોથી સ્ત્રી: "તારું નામ શું છે?"
"તંદુરસ્તી."
"ક્યાં રહે છે?"
"પેટમાં."

सूक्ति: "તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે."

માણસ થોડું આગળ વધ્યો, ત્યાં તેને ચાર પુરુષો મળ્યા.

પ્રથમ પુરુષ: "તારું નામ શું છે?"
"ક્રોધ."
"ક્યાં રહે છે?"
"મગજમાં."
"પણ મગજમાં તો બુદ્ધિ રહે છે, તું કેવી રીતે રહે છે?"
"જ્યારે હું ત્યાં હોઉં છું, ત્યારે બુદ્ધિ ત્યાંથી વિદાય લઈ લે છે."

क्रोधो हि शत्रुः प्रथमो नराणां, बुद्धिं विनाशति संनादति च। तस्मात् प्रतीकारमसौ करोति, यः क्रोधमुत्सृज्य समाहितः स्यात्।

ક્રોધ મનુષ્યનો પ્રથમ શત્રુ છે, જે બુદ્ધિનો નાશ કરે છે અને મનને અશાંત કરે છે. જે વ્યક્તિ ક્રોધનો ત્યાગ કરીને શાંત અને સંયમી રહે છે, તે જ તેનો પ્રતિકાર કરી શકે છે.

 

બીજો પુરુષ: "તારું નામ શું છે?"
"લોભ."
"ક્યાં રહે છે?"
"આંખમાં."
"પણ આંખમાં તો લજ્જા રહે છે, તું કેવી રીતે રહે છે?"
"જ્યારે હું આવું છું, ત્યારે લજ્જા ત્યાંથી ચાલી જાય છે."

लोभः पापस्य मूलं स्यात्, लोभात् धर्मः विनश्यति। यः लोभं संनियच्छति, स धर्मं च सुखं च लभति।

લોભ પાપનું મૂળ છે, લોભને કારણે ધર્મનો નાશ થાય છે. જે વ્યક્તિ લોભને નિયંત્રિત કરે છે, તે ધર્મ અને સુખ બંને પ્રાપ્ત કરે છે.

 

ત્રીજો પુરુષ: "તારું નામ શું છે?"
"ભય."
"ક્યાં રહે છે?"
"હૃદયમાં."
"પણ હૃદયમાં તો હિંમત રહે છે, તું કેવી રીતે રહે છે?"
"જ્યારે હું આવું છું, ત્યારે હિંમત ત્યાંથી નાસી જાય છે."

प्रवृत्तिं च निवृत्तिंच कार्याकार्ये भयाभये ।

बंधं मोक्षं च या वेत्ति बुद्धि: सा पार्थ सात्त्विकी ।। श्री मद भगवद गीता

ब्राह्मणस्संतु निर्भयाः।।
काले वर्षतु पर्जन्यः ।
पृथिवी सस्याशालिनी ।
પ્રજાનો કલ્યાણ થાય, રાજાઓ નિયમ અનુસાર સંસારની રક્ષા કરે; ગાયો અને બ્રાહ્મણોનો હંમેશાં કલ્યાણ થાય; સમગ્ર પ્રજાનું કલ્યાણ થાય; યોગ્ય સમયે વરસાદ થાય; ધરતી ઉન્નત પાકોથી સમૃદ્ધ બને; દેશ કષ્ટોથી મુક્ત રહે; બ્રાહ્મણો નિર્ભય રહે.

सूक्ति: સિંહણી પોતાના એક શાવક સાથે હોય ત્યારે નિર્ભય થઈને ઊંઘે છે, પરંતુ ગધેડીને ભલે દસ બચ્ચાં હોય, તોયે એને બોજ ઉઠાવવો જ પડે છે.

ચોથો પુરુષ: "તારું નામ શું છે?"
"રોગ."
"ક્યાં રહે છે?"
"પેટમાં."
"પણ પેટમાં તો તંદુરસ્તી રહે છે?"
"જ્યારે હું આવું છું, ત્યારે તંદુરસ્તી ત્યાંથી રવાના થઈ જાય છે."

हिताशी स्यान्मिताशी स्यात्कालभोजी जितेन्द्रियः। पश्यन् रोगान् बहून् कष्टान् बुद्धिमान् विषमाशनात्।।" –

બુદ્ધિશાળી વ્યક્તિએ હંમેશાં કલ્યાણકારક, મર્યાદિત માત્રામાં અને સમયસર ભોજન કરવું જોઈએ, તથા પોતાની ઈન્દ્રિયો પર સંયમ રાખવો જોઈએ.

જીવનની દરેક વિપરીત પરિસ્થિતિમાં જો આપણે આ વાતો યાદ રાખીએ, તો ઘણી સમસ્યાઓને ટાળી શકીએ છીએ. નકારાત્મક ગુણો (ક્રોધ, લોભ, ભય, રોગ) સકારાત્મક ગુણો (બુદ્ધિ, લજ્જા, હિંમત, તંદુરસ્તી)ને દૂર કરી દે છે. આથી આપણે હંમેશા સકારાત્મક ગુણોને જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ.

પ્રેરણાદાયી સૂત્રો:

થોડું હસીને જુઓ, દુનિયા હસતી દેખાશે!
સવારે ચાલવાનું શરૂ કરો, સ્વાસ્થ્ય સુધરી જશે!
વ્યસન છોડી દો, ઇજ્જત વધી જશે!
ખર્ચ ઘટાડો, સારી ઊંઘ આવશે!
મહેનત કરો, પૈસાની તંગી દૂર થશે!
સંસારની સારી બાબતો જુઓ, ખરાબી ભાગી જશે!
ઈશ્વરનું ધ્યાન કરો, ઉલઝનો દૂર થશે!
માતા-પિતાની વાત માનો, જીવન સંવરી જશે!