pitani sikh in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | પિતાની સીખ

Featured Books
Categories
Share

પિતાની સીખ

પિતાની સીખ

એક ખેડૂત હતો, જેના બે દીકરા હતા. બંને દીકરા અત્યંત આળસુ હતા. જ્યારે ખેડૂત મૃત્યુ પામવાની તૈયારીમાં હતો, ત્યારે તેણે પોતાના બંને આળસુ દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા.

ખેડૂતે પોતાના દીકરાઓને કહ્યું, "મારા અવસાન પછી, હંમેશાં મારી ત્રણ વાતો યાદ રાખજો. પ્રથમ વાત, કદી પણ તડકામાં દુકાને જશો નહીં અને તડકામાં દુકાનેથી પાછા ફરશો નહીં. બીજી વાત, જો કોઈને ઉધાર આપો, તો તે કદી પાછું માંગશો નહીં. અને જ્યારે તમારી પાસે કશું જ ન રહે, ત્યારે મારી ત્રીજી વાત યાદ રાખજો: ગામની બહાર આવેલા કૂવા પાસે જજો અને તે કૂવાથી માંગો. જો કૂવો તમને કશું ન આપે, તો મારા નાનપણ ના મિત્ર રઘુ  પાસે જઈને મારી આ ત્રણેય વાતો તેને જણાવજો." આટલું કહીને ખેડૂતે અંતિમ શ્વાસ લીધો.

ખેડૂતના બંને દીકરાઓએ તેમના પિતાની ત્રણેય વાતોનું પાલન કરવાનું શરૂ કર્યું. પ્રથમ વાત અનુસાર, તેઓ તડકામાં દુકાને ન જતા અને ન પાછા ફરતા. આથી, બંને દીકરાઓ છત્રી લઈને દુકાને જતા અને છત્રી લઈને પાછા ફરતા.

બીજી વાત અનુસાર, જ્યારે પણ તેઓએ કોઈને ઉધાર આપ્યું, તે પાછું કદી માંગ્યું નહીં. આની જાણ લોકોને થઈ ગઈ, અને ઉધાર માંગનારાઓની તેમના ઘરે ભીડ જામવા લાગી. લોકો જાણતા હતા કે આ બંને ભાઈઓ ઉધાર આપે તો પાછું માંગતા નથી. ધીમે ધીમે, ઉધાર આપતાં આપતાં તેમનું આખું ધન ખૂટી ગયું.

જ્યારે તેમની પાસે કશું જ બચ્યું નહીં, ત્યારે તેમને પિતાની ત્રીજી વાત યાદ આવી: "જ્યારે કશું ન બચે, ત્યારે કૂવાથી માંગો." બંને ભાઈઓ ગામની બહાર આવેલા કૂવા પાસે ગયા અને મોટેથી નાણાં માંગવા લાગ્યા, પરંતુ કૂવાએ તેમને કશું જ આપ્યું નહીં.

અંતે, તેઓ પિતાજીના નાનપણ ના મિત્ર રઘુ  પાસે ગયા અને તેમને આખી વાત કહી સંભળાવી. રઘુએ  તેમની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, "તમે તમારા પિતાની વાતોનો ઊંડો અર્થ સમજી શક્યા નથી. હું તમને એક પછી એક ત્રણેય વાતોનો સાચો અર્થ સમજાવું છું."

રઘુએ  કહ્યું, "પ્રથમ વાતનો અર્થ એ હતો કે તડકામાં દુકાને ન જવું અને ન પાછા ફરવું, એટલે સૂરજ ઊગે તે પહેલાં દુકાને જજો અને સૂરજ આથમે તે પછી પાછા ફરો. આનો અર્થ એ થયો કે સવારે વહેલા કામે લાગો અને મોડે સુધી મહેનત કરો."

"उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।"

સફળતા ફક્ત મહેનત અને પ્રયાસથી જ મળે છે, માત્ર મનની ઇચ્છાઓથી નહીં. આ આપણને શીખવે છે કે લક્ષ્ય પ્રાપ્તિ માટે સતત પરિશ્રમ જરૂરી છે।

"બીજી વાતનો અર્થ એ હતો કે કોઈને ઉધાર જ ન આપો. જો તમે ઉધાર જ નહીં આપો, તો પાછું માંગવાનો વખત જ નહીં આવે. આ રીતે તમારું ધન સુરક્ષિત રહેશે."

"ऋणं ददति यः कश्चित् स सर्वस्य प्रियः सदा।"

ઉધાર આપનાર વ્યક્તિ બધા માટે પ્રિય બને છે, કારણ કે લોકો તેનો લાભ લેવા માંગે છે. આ ચેતવણી આપે છે કે ઉધાર આપવાની ટેવ બીજાને આકર્ષે છે, પરંતુ તે આર્થિક જોખમ પણ વધારે છે. આ આપણને ઉધાર આપવામાં સાવધાની રાખવાનું શીખવે છે।

"અને હવે ત્રીજી વાતનો અર્થ સમજાવું." એમ કહીને રઘુએ  બંને ભાઈઓને કૂવા પાસે લઈ ગયા અને એક માણસને કૂવાની અંદર ઉતાર્યો. ત્યાંથી સોનું, ચાંદી, ઝવેરાત અને નાણાંથી ભરેલું એક સંદૂક મળી આવ્યું. બીરબલે તે સંદૂક બંને ભાઈઓને આપ્યું અને કહ્યું, "હવે તમે તમારા પિતાના ત્રણેય ઉપદેશોનું યોગ્ય રીતે પાલન કરજો."

"कोशेन संनादति सर्वं विश्वेन संनादति।"

જે વ્યક્તિ ધનનો સંચય કરે છે, તે મુશ્કેલ સમયમાં પણ સુખી અને સુરક્ષિત રહે છે।

બંને ભાઈઓએ પોતાના પિતાની વાતોનો સાચો અર્થ સમજી લીધો. તેઓએ હવે કોઈને ઉધાર આપવાનું બંધ કર્યું. સૂરજ ઊગે તે પહેલાં કામે જતા અને સૂરજ આથમે તે પછી પાછા ફરતા. તેઓએ ખૂબ મહેનત કરી અને પરિશ્રમથી ઘણું ધન કમાયું.

ભગવાન માણસને એક વખત તક આપે છે આ વાત તેઓ સારી રીતે સમજી ગયા.