Jeevan Manthan - 4 in Gujarati Motivational Stories by gohel sameer books and stories PDF | જીવન મન્થન - 4

Featured Books
  • ঝরাপাতা - 1

    ///ঝরাপাতাপর্ব - ১সন্ধ্যা নামার ঠিক আগের এই সময়টা খুব প্রিয়...

  • Ms Dhoni

    রাঁচির ছোট্ট শহর। স্টেশন রোডের পাশে এক সরকারি কোয়ার্টারে থা...

  • মহাভারতের কাহিনি – পর্ব 118

    মহাভারতের কাহিনি – পর্ব-১১৮ যুদ্ধের নবম দিনে ভীষ্মের পরাক্রম...

  • তিন নামের চিঠি..

    স্নেহা, অর্জুন আর অভিরূপ — ওরা তিনজন।কলেজের এক ক্লাসে প্রথম...

  • জঙ্গলের প্রহরী - 3

    জঙ্গলের প্রহরী / ৩পর্ব - ৩জঙ্গলের হাতার বাইরে কাঁটাতারের বেড...

Categories
Share

જીવન મન્થન - 4

માનવ જીવન એક અમૂલ્ય પરમાત્મા ની ભેટ છે.તેને એમ જ વેડફી ન નખાય , જીવન ના મહત્વ ને સમજી તેને સદ્ઉપયોગ કરાય જીવન નો જે સમય વીતી જશે તે પાછો નહીં મળે તો સમય ની કિંમત ને સમજી ને જીવન નું એક લક્ષ્ય નક્કી હોવું જોઈએ જે જીવન ને ઉન્નતિ તથા પ્રગતિ તરફ લઈ જાય.                             દરેક મનુષ્ય જન્મે છે અને જીવે પણ છે પણ જે જીવન જીવવા ની કળા જાણે તે જીવનને સાર્થક બનાવી શકે છે. જ્યાં સુધી મનુષ્યને પોતાના જીવનનું મહત્વ સમજાતું નથી ત્યાં સુધી તે જીવનને એમ જ વેડફી નાખે છે. જીવનમાં એવું કંઈક કરીને બતાવીએ કે તમારા ગયા પછી પણ તમને યાદ કરવામાં આવે.                        મનુષ્ય ધારે તો પોતે જ પોતાનો ગુરુ બનીને જીવનના અનુભવ આધારે સૌથી શ્રેષ્ઠ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે જ્યાંથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે મેળવવા પ્રયત્ન કરે છે. જીવનના સાચા જ્ઞાનની પ્રાપ્તિ વગર જીવન જીવો તે નકામું છે. દરેક માનવી જન્મે છે અને મૃત્યુ પણ થાય છે પણ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયમાં એવા કંઈક કર્મો કરી બતાવીએ જેને લીધે આપણે જીવનને સાર્થક બનાવી શકીએ. આધ્યાત્મ દૃષ્ટિ એ જીવન નું લક્ષ્ય પરમાત્મા ની પ્રાપ્તિ છે.જે રીતે અર્જુને પોતાના રથ ના સારથી શ્રી કૃષ્ણ ને બનાવ્યા હતા,તે જ રીતે જીવન ના સારથી પ્રભુ ને બનાવી ને નિષ્કામ કર્મ કરતા રહીએ .                                      જગત ને જીતતા પહેલા પોતાના મન ને જીતવા કોશિશ કરીએ માનવ શરીર માં છ કામ ક્રોધ લોભ મદ મોહ અહંકાર વિકાર થી બનેલું છે ,જે મન પર આક્રમક કરે ત્યારે ક્યારેક માનવ નું પતન થાય છે , પહેલા તેને જીતવા કોશિશ કરવી જોઈએ. પરમાત્મા ના શરણ માં પોતાના જીવન ને અર્પણ કરીને કર્મ કરતા જીવન સાર્થક બનાવી શકીએ છીએ.                                       આધુનિક જીવન જીવવા ની સાથે આધ્યાત્મ શાસ્ત્ર નું વાંચન પણ જરૂરી છે .પુરાણો ના વાંચન થી પરમાત્મા એ જે અવતાર લીધેલા છે, જે લીલાઓ કરી છે તેનો પણ રસપાન કરવો જોઈએ .મન ની શાશ્વત શાંતિ માટે પ્રભુ ના નામ નું સંકીર્તન પણ જરૂરી છે જે માનવ ને તેના લક્ષ્ય સુધી પહોંચાડા ગુરુ રૂપ બને છે.               જ્યારે માનવ જીવન હતાશા ના અંધકાર માં ખોવાય જાય ત્યારે તે તેમને સાચું માર્ગદર્શન આપે છે, જીવન જીવવા ની નવી આશા આપે છે. જીવન માં પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થાય છે.આજ ના માનવી પાસે ધન તો છે પણ શાશ્વત શાંતિ નથી,હંમેશા કોઈ n કોઈ ચિંતા માં હોય છે ત્યારે શાસ્ત્ર નું વાંચન કે શ્રવણ કરવા થી શાંતિ પ્રાપ્ત થાય છે .                                                           જીવન એક ગાડી જેવી છે જેને યોગ્ય રીતે ચલાવતા શીખવું પડે છે ક્યારે ફાસ્ટ કરવી ક્યારે બ્રેક કરવી ક્યારે સ્લો કરવી જો તે શીખ્યા ન હોય તો એક્સિડન્ટ પણ થાય છે ક્યારે માનવી લોભ લાલચ માં તે ભવિષ્ય નો વિચાર કર્યા વિના કર્મ કરતો હોઈ છે પછી પસ્તાઈ છે .જીવન એમ જ વેડફી નાખે છે.                        જીવન માં માત્ર ભૌતિક સુખ થી જ બધું પ્રાપ્ય થતું નથી તેની સાથે સાથે દયા પરોપકાર વિનમ્રતા હોવા જરૂરી છે , નહીંતર અહંકાર ઉત્પન્ન થાય છે જે જીવન ને ક્યારે પતન તરફ લઈ જાય તે ખ્યાલ પણ આવતો નથી.માનવ જીવન ને સમજવા ની કોશિશ કરીએ તેનું મહત્વ સમજીએ જીવન ને યોગ્ય રીતે જીવી ને સાર્થક બનાવીએ.સમય કોઈ ની રાહ જોઈતો નથી તે ક્યારે પસાર થઈ જશે ખબર પણ નહીં પડે .આપણે જોઈતા રહીશું કે જીવન માં શું કર્યું.                                                               🙏   જય શ્રી કૃષ્ણ 🙏