હુ હજી કઈ વિચાર્યું એ પેહલા નેહાની આંખો મા જાણવાની ઉવતાડ દેખાઈ રહી હતી , અને હું એક ઊંડા શ્વાસ સાથે ચાલુ પડી ગયો
હા હા કવ છું એમાં એવું હતું
નેહા - હા કેવું હતું !..
અમિત - હા એવું હતું કે ( ક્યાં થી શરૂ કરું તેનો ખ્યાલ નહતો આવી રહ્યો , જો બધુજ કહી દઈશ અને નેહા ! હમમ મારા વિશી શું વિચારશે તેનો ખ્યાલ પણ નહતો ,)
અમિત - હા થોડા દિવસ પેહલાની વાત છે , જોબ થી થાકીને ઘરે આવ્યો હતો , ને અચાનક મારો ફોન પર કોલ આવ્યો પણ મેં થાકના કારણે અવોઇડ કર્યો હતો , અને પછી ઉપાડ્યો
નેહા - હા પછી
અમિત - પછી હા પછી તમે કહ્યું તું ને હું ત્યાં આવે ગઈ છું નેહા થોડા સમય પહેલા વાત થઈ હતીને મારે રેન્ટ ઉપર ઘર જોવાનું હતું ! હેલો.... હેલો... નવીન ભાઈ હેલ્લો...
નેહા - ઓહ ગોડ સાચે તમને લાગ્યો હતો આમ તો ઓડ લાગે પણ જોને સાચે મા આવું પણ થાય !
અમિત- હા
નેહા - હા ચાલો આ વાત તો સમજ પડે પણ મારે તો એ જાણવું છે , આ આઈ લાઇનર કેમની આવી ગઈ એરપોર્ટ પર ! એ પણ શિધી મારા હાથ મા !
અમિત - એ વાત થી તો હું પણ અજાણ છું, નેહા કદાચ મારા ફેમિલી સિવાય બીજું કોઈ ખાસ તો મારા જીવન મા હાલ કોઈ છે ને રહ્યા હતા મારા મિત્રો એ પણ વિદેશ મા છે. અને હું અહ્યા છું , અહમદાબાદ મા રેન્ટ પર રહું છું, ફેમિલી ગાંધીનગર રહે છે , જ્યારે તમારા રોંગ નંબર પર થી કોલ આવ્યોને , તમારા અવાજ થી હું , બે ઘડી શાંત થઈને સાંભળતો જ રહ્યો , એ અવાજ હાલ પણ યાદ છે , એન્ડ યું નો વોટ તમારી પાસે બેઠો છું, શું આ સંજોગ છે ! કે પેલા રેસ્ટોરન્ટ મા તમારી પડી ગઈલી આઈ લાઇનર મારા જ પગ આગળ કેમ આવી ચાલો આવે ગઈ હસે પણ એ કોલ પછી ના સમય મા હું થોડો હસતો થયો છું તેના કારણ કદાચ તમે છો ,
નેહા - ઓહ ગોડ... સાચે ! ઉમ્મ યુ રાઈટ અમિત જે થયું એ મૈ હાલ જાણ્યું
( આ બધું જાણી નેહા ખૂબ વિચાર મા આવી ગઈ એમ લાગી રહ્યું હતું. પણ મારું મન તો હલકું થઈ ગયું હતું. )
અમિત - હા એક વાત પૂછું
નેહા - હા
અમિત - ઉમ્મ તમે પણ મુંબઈ આવી રહ્યા છો ને ?
નેહા - હા અને તમે પણ રાઇટ ,?
અમિત - હા કામ થી કે ?.
નેહા - મારા અંકલ ત્યાં રહે છે , મારો બિઝનેસ અહમદાબાદ મા છે આઇ મીન છે તો મારા પપ્પા પણ હું સંભાળું છું. મારા મોમ ડેડ યુ-એસ થી મુંબઈ આવ્યા છે ,
અમિત - તમે મળવા જઈ રહ્યા છો
નેહા - હા થોડો સમય હું ત્યાં છું પછી..
અમિત - અને જોબ થી જઈ રહ્યો છું પ્રમોશન મને મુંબઈ લઈ જઈ રહ્યો છે , મારે પણ થોડો સમય એટલે કે ૩ મહિના તો ખરી ..
નેહા - હમમ ગુડ ,
( મન મા વિચારો ચાલવા લાગ્યા હા આ મુલાકાત જાણે બસ આનો અંત ક્યારે પણના આવે દરેક શ્વાસ મા જાણે બસ હું નેહા ના અવાજને મારે અંદર ક્યાંક ખૂણે સેવ કરતો હોય , દરેક શ્વાસ મા હુ નેહા ને મેહસૂસ કરવા લાગ્યો હતો , પ્રેમ ! ખબર નહિ પણ આ જે પણ લાગણી છે , તે ખૂબ અદભૂત છે, મન મા આવતા હજારો વિચારો માથી વીણીને એક વિચાર નેહા ને કેહવાનું મન થયું અને )
અમિત ,- હમમ નેહા આ જે કંઈ પણ થયું એ એમજ થયું ને આઈ મિન સંજોગ થી ! અને આજે બાઈ ચાંશ આપડે મળી ગયા !
નેહા - હા સંજોગ
અને થોડા સમય પછી વાતો ઓછી થઈ ગઈ આઈ થીંક મુંબઈ આવવા મા થોડી જ ક્ષણોની વાર હતી મન એક ગભરાહટ થવા લાગી , હળવી થી આંખો ખોલી નેહા સામે જોયું , તેને આંખો બંધ હતી અને એ જોઈને મૈ પણ આંખો બંધ કરી થયું હું રાહ જોવું કદાચ નેહા કઈ વાત કરી અને મુંબઈ આવી ગયું , બધા હળવી થી ઉઠી ને નીકળી રહ્યા હતા , નેહા ની આંખો હજી પણ બંધ હતી , અને મૈ કહું હેલો નેહા....
નેહા - ઉમ્મ આવે ગયા !
અમિત - હા ..
આ વાત ની સાથે અમે નીકળ્યા મન મા વિચારો ચાલુ પડી ગયા , અમિત આ કદાચ લાસ્ટ ચાન્સ હોય શકે જો તારે ફરથી મળવું હોય તો પણ કહું શું તેનો જરા પણ ખ્યાલ નહતો , નેહા લગભગ મારી આગળ ચાલી રહી હતી , ગેટ આવવાની થોડી જ વાર હતી , અને એટલો નર્વસ થઈ ગયો હતો કે કઈ કહે ના શક્યો , નેહા આગળ ચાલી રહી હતી નેહા નું ધ્યાન તેના ફોન માં હતું , આખરે મૈ આશા છોડી ત્યાં થી પોતાને વાળ્યો , મારો ફોન ચેક કરી એડ્રેસ જોવા લાગ્યો , જે મને કંપની એ મેઈલ કરી મોકલ્યું હતું. અને એટલા મેસજ આવ્યો .
નેહા -
' મને લાગતું તો નથી કે તમે પણ આઈ લાઇનર વાપરતા હસો.. ઇચ્છા હોય તો પાછી આપી શકો છો , હું ટેક્સી સ્ટેન્ડ પર છું .. નવીન ભાઈ 😂
અમિત -
( હું આ મેસજ ૧૦ સેકંડ મા લગભગ ૧૦૦ વાર વાંચી ગયો હોઇશ એ પણ નેહા ના અવાજ મા કઈ શુજે એ પેહલા હું ભાગી ને ટેક્સ સ્ટેન્ડ નજીક આવી ગયો , ,અને મૈ થોડી દૂર નેહા ને જોઈ અને મૈ સ્મિથ કર્યો સામે નેહા પણ હલકા સ્મિથ સાથે તેનો હાથ લાંબો કર્યો અને હું ત્યાં આવે ગયો )
નેહા એ હાથ આગળ કર્યો ...
નેહા - ચાલો લાવો ...
અમિત - હા મેં તેના હાથ મા આઈ લાઇનર મૂકી દીધી ( મન થયું આ એકજ તો નિશાની હતી નેહાને આજે હું તેને પાછી આપી રહ્યો છું , તેને પાછી આપ્યા બાદ મારા ચેહરા નો રંગ બદલાઈ ગયો..)
નેહા ,- ઓકે ચાલો બાઈ
અમિત - .......... હા બાઈ
હું આગળ ચાલવા લાગ્યો હજી બે પગલા માંડ્યા ને પગ રોકવા લાગ્યા હજી તો બે જ પગલાં માંડયા છે નેં મને ફરેને નેહાને જોવાની તીવ્ર ઇચ્છા થઇ રહી હતી અને મૈ એ હિંમત કરી
અમિત - હૈ નેહા
નેહા -( હસતા મોઢે) હા શું થયું ! આઈ લાઇનર પાછી લેવી છે ?
અમિત - અરે ના ના આપડે ફરથી મળશું ! કે કદાચ આ છેલ્લી મુલાકાત સમજુ !
નેહા - ઉમ્મ તમે કહો છોને સંજોગ ! જોઈ આ સંજોગ મુંબઈ મા કેમનો કામ કરે છે
અમિત - અને જો ના મળ્યા તો !
નેહા - તો શું હું પ્રે કરીશ કે તને હવે ખાલી આઈ લાઇનર નહિ આખી મેકઅપ કીટ મળે ( બંને હસવા લાગ્યા)
અમિત - નેહા મારી ઇચ્છા છે કે કોફી ! જોડે પે શકયે !.
નેહા - અમિત હું વ્યસ્ત રહીશ સમય નીકળ્યો તો મડસુ
અમિત - પાક્કું ને ?
નેહા - નહિ અમિત આ લાઇફ મા કસુજ પાક્કું નથી હુ આપડે ઇચ્છા કરતા આપડા વચ્ચી જે સંજોગો થયા તેના પર ચાલવામા માનીશ વધુ ના વિચારસો તમે પણ અહ્યા કામ થી આવ્યો છો અને હું મારી ફેલેમીને મળવા. લખ્યું હસે તો મળશું બાકી હું પાછી અહમદાબાદ મા ક્યાંક મળી જાઉં કારણ કે મુંબઈ મોટું છે , અહ્યાની ભીડ મા મને નથી લાગતું , કોઈ એવો સંજોગ બંને અને જો બનશે તો ચોકશ થી કોફી મારા તરફ થી હશે.. ઓકે ચાલો બાઈ આઈ થીંક મારી કાર આવી ગઈ ..
અમિત - ( હું બસ જોતો રહી ગયું કઈ કહી શકું એ પેહલા નેહા તેને કાર મા બેસે ગઈ ગઈ હતી.. જ્યાં સુધી નેહા ની કાર દેખાતી રહે હું ત્યાં જ રહી ગયો ...
- વધુ આવતા અંકે
તમારો કિંમતી પ્રતિસાદ આપવા વિનંતી
આભાર …..