રાતે પૂરતી ઊંઘ ન થવાને લીધે આરાધનાને તેનુ માથુ થોડુ ભારે લાગી રહ્યુ હતું.થોડી થોડી વારે અમને બધાની વચ્ચે જે તેના શ્યામ રંગ પર જે કટાક્ષ કર્યા હતા એ માથામાં હથોડાની જેમ લાગી રહ્યા હતા. હાથમાં ચા તો હતી પણ એ ચાની અસર વર્તાઈ રહી ન હતી.માત્ર સૂરજ ઉગ્યો હતો, આરાધનાને ચા ઉગી ન હતી.
વિચારે ચડેલી આરાધના બહુ સારી રીતે જાણતી હતી કે તેનો દોસ્ત અનંત ,કદી તેને પરેશાન જોઈ શકશે નહીં,એટલે જ તે અનંતની મસ્તી પર થોડી ચિડાઈ જાય છે અને આરાધના અનંતને મસ્તી છોડી તેની સાથે કાલે અમન અને તેના વચ્ચે શું વાત થઈ તે જાણવા માટે આરાધના અનંતને મનાવી રહી હતી.
અનંત, તને ખબર છે કાલનુ મને મારો શ્વાસ રૂંધાતો હોય એવુ લાગી રહ્યુ છે.
ઓહો, કેમ તને એવુ લાગી રહ્યુ છે વળી?ચાલ, હું તને ડોક્ટર પાસે લઈ જઉ.આમ, પણ હવે થોડા દિવસની મહેમાન છે, તો તારું ધ્યાન તો રાખવુ પડે ને.હવે તો તારે જવાનો સમય નજીક આવતો જાય છે.અનંતે આરાધનાને ચીડવતા કહ્યું
તને બહુ ઉતાવળ છે કેમ!, મને અહીથી ભગાડવાની .પણ હું એમ કઈ અહીથી જવાની નથી.અને સાંભળ સવાર સવારમાં તને જોઈ લીધો એટલે મારા જીવમાં જીવ આવ્યો અને i am feeling very better now, I not need of any doctor.આરાધનાએ કહ્યુ.
આરાધના આ તારું શ્વાસ રુંધાવુ મને થોડુ વિચિત્ર લાગી રહ્યુ છે.પણ I think તને ઓક્સિજનની કમી લાગી રહી હશે. બન્ને મિત્રો એકબીજાની સામે જોઈ હસી પડ્યા.થોડીવારમાં તો અમન નામના જે વાવાઝોડાએ આરાધનાના દિમાગમાં તુફાન મચાવ્યુ હતે એ તો ક્યાંય ગાયબ થઈ ગયું હતું.
લોકોના મતે, સમાજની નજરે શું સાચું શું ખોટુ એની પરવાહ આ જગતમાં એક મેગા સીટીના નાનકડા ખૂણે જીવતા આ બે જીવને જરા પણ ન હતી. આ બે વિજાતીય જીવને ચિંતા હતી તો એકબીજાની ખુશીની, ચિંતા હતી તો જીવનમાં આવતી એકબીજાની તકલીફમાં સાથે રહેવાની.આ બે જીવ અમદાવાદ જેવા મેગા,અને મોર્ડન સિટીમાં છળકપટ વગરની, બિલકુલ નિર્મળ, બેદાગ મિત્રતા નિભાવી રહ્યા હતા. બન્ને ભોળા જીવ એ પણ જાણતા ન હતા કે જે બન્ને એકબીજા માટે ઓક્સિજન બની જીવી રહ્યા છે એ છુટા પડશે તો કઈ રીતે જીવ,જીવન અને જીંદગીને હેન્ડલ કરશે.
આખા જીવનમાં માણસનો કોની સાથે કેટલો સાથ લખેલો છે એ ઈશ્વર સિવાય બીજુ કોઈ જાણતું નથી.જેની સાથે આખીય જીંદગી વિતાવવાના વચનો આપ્યા હોય એનો સાથ ક્યારેક પળ ભરમાં છૂટી જતો હોય છે અને ક્યારેક ન ધારેલા વ્યકિત સાથે અનાયાસે આવેલા વ્યકિત સાથે આખા જીવનભર નો સાથ બની જતો હોય છે.
ઠીક, એ જ રીતે અહી એક છે આરાધના જેણે અનંત સાથે જીવનમાં અનેક ઉતાર ચડાવ જોયા સુખ દુઃખની સમજણ પણ બન્ને એ એકસાથે કેળવી.હવે, અચાનક આરાધનાના જીવનમાં અમનની એન્ટ્રી થઇ છે, જેની સાથે આરાધનાના થોડા દિવસોમાં લગ્ન થવા જઈ રહ્યા છે.અનંત અમનની દરેક હરકત, દરેક ચાલ અને મનમાં રહેલી ખોટને પણ જાણતો હતો, છતાં તે આરાધનાની અમન પ્રત્યેની લાગણીને માન આપી આરાધના અને અમનના લગ્નની તૈયારીઓમાં લાગી જાય છે.અનંત અમન અને આરાધનાના લગ્નનો વિરોધી હતો,પણ શક્યતાઓમાં 100 રસ્તાઓ છુપાયેલા હોય છે.
અમન આરાધનાનો પહેલો પ્રેમ હતો અને પહેલો પ્રેમ જ્યારે ન મળે , પોતાનુ પ્રિયપાત્ર ને અન્યના થતા જોવાનુ દુખ, લાગણીઓ માત્ર જ્યારે એકતરફી હોય ત્યારે તે દિલને કે કેટલુ દર્દ અને બેચેની આપે છે એ હાલત અનંત સિવાય અહી કોણ સમજી શકે! માટે અનંત એ દર્દનો અહેસાસ તેના ચહેરા પર જરાપણ આવવા દેવા માંગતો ન હતો અને પહેલા અધૂરા પ્રેમનુ તે દર્દ આરાધનાને પણ દેવા માંગતો ન હતો. અનંતને મનોમન આશા તો એવી જ હતી કે એક દિવસ જરૂર એવો આવશે જ્યારે આરાધનાને તેના પ્રત્યે ના પ્રેમનો અહેસાસ થશે.અને દિવસની રાહ અનંતને આખી જીંદગી રહેશે.
અનંત સાચા દિલથી અમન અને આરાધનાના લગ્નની તૈયારીઓમાં લાગી જાય છે.
સ્ત્રીના જીવનમાં તેનુ રૂપરંગ પણ તેના જીવનને કેટલુ અસર કરતુ હોય છે તે વાતનો ખ્યાલ તમને આરાધનાના જીવન પરથી આવશે. તો ચાલો, વાંચક મિત્રો અમન, શ્યામ રંગ આરાધના અને અનંતના જીવનમાં શાંતિની સોડમ ફૂટે છે કે તુફાન તાંડવ મચાવી છે. જાણવા માટે વાંચતા રહો શ્યામ રંગ....લગ્ન ભંગ....27