વાત એક અંધારા પડછાયાની થઈ રહી હતી.તો એક કિસ્સો યાદ આવી ગયો..
અમાવસ્યાની કાળી અંધારી રાત હતી.🌑🌚જંગલમાં હું એકાંતમાં ખોવાઈ ગઈ હતી. કોણ જાણે કેવી રીતે જંગલમાં ચાલતાં-ચાલતાં અજાણ્યા રસ્તે પહોંચી ગઈ. અંધારામાં આગળ કોઈ રસ્તો સૂઝતો ન હતો. ચારે તરફ માત્ર ભ્હેકાર ભાસતો હતો.
હું ડરતા ડરતા ધીમે ધીમે આગળ ચાલવાની કોશિશ કરી રહી હતી ... 🙁
ત્યાં પાછળ જ અચાનક સૂકા પાંદડાના ખખડવાનો🍂🍁 અવાજ આવ્યો . ધીરે થી ડરતા ડરતા પાછળ ફરીને જોયું તો . જાડો મોટો અજગર હતો..🐍તે ચાલતો હતો તો સપસસસસસસસ કરીને અવાજ આવતો હતો..
તો હું આંખ બંધ કરીને ડરના મારે થોડા આગળ.. 😣નીકળવાની કોશિશ કરી તો ત્યાં તો જોશથી ભેડિયા રડતા હોય તેનો અવાજ આવ્યો ..🐻આઆઆઉઉઉઉઉ.. આઆઆઉઉઉઉઉ.......
હું ડરના મારે ઓર વધારે ઝડપથી દોડવાની કોશિશ કરવા લાગી..🏃♀️
પછી અચાનક મારી દોડવાની ગતિ ધીમી કરી🚶♀️ પછી સામે ઝાડ 🌳પર મારી નજર પડી ત્યાં એક ઘુવડ 🦉બેઠેલું હતું.. તે જાણે તાકી તાકી ને મને જોઈ રહ્યું હોય તેમ જોઈ રહ્યું હતું.. ફરી મેં મારી ચાલવાની સ્પીડ વધારી દીધી.. 🏃♀️ચાલતા ચાલતા સન્નાટા જેવું લાગવા લાગ્યું. બસ મારા પગ નીચે સૂક્કા પાંદડાનો કચડાઈને 🍂🍁ખખડતા હોય એટલો જ અવાજ સંભળાતો હતો.. ત્યાં તો અચાનક ફરીથી ભેડિયાનો રડવાનો 🐻 અવાજ આવ્યો અને તેની સાથે સાથે જ ચામાચીડિયા 🦇🦇જાણે મારા માથા પર થઈને નીકળવા લાગ્યા.. અને અચાનક જ જોશથી ચીસો😱😫😫 પાડીને નીચે પડી ગઈ.. સહેજ વાર માટે આંખ 😣 બંધ કરીને કાન દબાવીને ત્યાં જ પડી રહી.. થોડીક વાર પછી બધું શાંત થયું તો ઉભી થઈને ઝડપથી હું ત્યાંથી દોડવા લાગી.. 🏃♀️🏃♀️દોડતા દોડતા આગળ અચાનક મારી નજર એક તૂટેલી ફૂટેલી ખંડેર જેવી હવેલી પર પડી..🏚️ મને દીલથી જરા હાશ થઈ .. જંગલમાં જંગલી જાનવરોની વચ્ચે રહેવા કરતા હવેલીમાં સુરક્ષિત રીતે રાતવાસો કરી શકીશ..
હું ધીમે-ધીમે હવેલીની નજીક પહોંચી.🏚️. હવેલીનો જાપો જોયો તો એક તરફના જાપા પર તૂટેલું એવું તાળું લટકતું હતું. અને બીજો જાપો જમીનદોસ્ત થઈ ચૂક્યો હતો..
ધીમે ધીમે હિંમત કરીને હવે અંદર પ્રવેશ કર્યો.. હવેલી ખૂબ જૂની હોય તેવું લાગતું હતું તેની દિવાલો પણ થોડી તૂટેલી અને કાળી કાળી થઈ ચૂકી હતી .. હું શાંતિથી બધુ નિરીક્ષણ કરી રહી હતી, તેવામાં અચાનક વાતાવરણ બદલાઈ રહ્યું હતું.. અને વાદળ 🌩️☁️ગરજીને વીજળી કડકવાનો જોશથી અવાજ આવવા લાગ્યો.. અને અચાનક ધોધમાર ⛈️🌧️વરસાદ પણ ચાલુ થઈ ગયો.. તો હું વરસાદથી બચવા માટે ઝડપથી હવેલીની અંદર પ્રવેશ કરવા માટે પગથિયા ઉપર છત હતી ત્યાં છતની નીચે પહોંચી ગઈ .. ત્યાં ઉભી રહીને આજુબાજુનું વાતાવરણ કેટલું ડરામણું હતું તેનું નિરીક્ષણ કરી રહી હતી.. પાણીનાં ખાબોચિયા ભરાઈ જવા લાગ્યા હતા..
પછી હવેલીના દરવાજા તરફ ગઈ હું.. દરવાજાને તાળું પણ ન હતું દરવાજો એટલો જુનો અને જર્જરીત હતો કે એક તરફના દરવાજાને જેવો મેં ખોલ્યો તો ખાલી હવેલીના આખા હોલમાં અવાજ આવે તેમ ગુંજીને અવાજ આવ્યો ચરરરડ ચરરડ... એ અવાજ મારા ધ્યાનમાં જ હતો ને બીજા દરવાજાને હાથ લગાવ્યો ત્યાં જ તે દરવાજો અચાનક તુટીને ઘડ્ડામથી પડી ગયો .. અને ખાલી હવેલીમાં દરવાજો પડવાના અવાજની ગુંજના કારણે હવેલીમાં રહેલા ચામાચીડિયાનું 🦇🦇આખું જુના ઉડાઉડ કરવા લાગ્યું.. કબૂતરોનો ફડફડાટનો 🕊️🕊️અવાજ થવા લાગ્યો.. કબૂતર 🕊️અને ચામાચીડિયાના 🦇 અવાજથી હવેલીનો આખો હોલ ગૂંજી ઊઠયો હતો..અને એક તરફ હું ડરના મારે આંખો મીચીને કાન દબાવીને જોરથી ચીસો પાડવા લાગી.. થોડીક વારમાં બધું શાંત થઈ ગયું.. પછી બહાર વરસાદ પણ બંધ થઇ ગયો. ભારે તુફાન પછીથી કેવું શાંત વાતાવરણ થઈ ગયું હોય તેવું શાંત થઈ ગયું. ચારેકોરથી પાણી ટપકતું હોય તેમ... 💧💧" ટપક ટુપુક ટપક ટુપુક" કરીને અવાજ આવી રહ્યો હતો.. ત્યાં હું પછી હવેલીના હોલનું નિરીક્ષણ કરી રહી હતી ..ત્યાં મોટા ને મોટા કરોળિયાના જાળાનું 🕸️🕸️સામ્રાજ્ય હતું.. સીડીના કઠેડા જાણે તૂટવાના વાંકે ઉભા હતાં. તો ક્યાંક દિવાલ ઉપર જૂની જૂની તસ્વીરો લાગેલી હતી. જે એક જ ખીલીના આધાર પર લટકતી હતી. ચારેકોર બારીઓ હતી જે અમુક તૂટેલી હતી .. જે બારીઓમાંથી ખૂબ જ પવન આવી રહ્યો હતો. તેના કારણે છત પર લાગેલું ઝુમ્મર પણ પડુ પડુ કરીને ખખડી રહ્યું હતું. દિવાલો પર મોટી મોટી કાચિંડા જેવી ગરોળિયો 🦎ફરતી હતી.. જેને જોઇને એવું લાગી રહ્યું હતું કે ડરના મારે મારું 😱❤️હૃદય હાલ બંધ પડી જશે.. એટલી હું ડરી રહી હતી.. અને અચાનક પાછળથી કોઈ..અંધારામાં પડછાયો દેખાઈ રહ્યો હતો.. હું નજર ફેરવીને જોવાની કોશિશ કરી રહી હતી અને તેને અચાનક મારો હાથ પકડી લીધો પછી મારા ખભાથી પકડીને મને બુમો પડવા લાગ્યું. ડરના કારણે મારું શરીર ઠંડું પડી ચૂક્યું હતું. ત્યાં બારીમાંથી પ્રકાશ પડી રહ્યો હતો અને બુમો સંભળાતી હતી.. 😫😫
મમ્મી " જલ્દી ઊઠ જલ્દી ઊઠ" મને સ્કૂલે જવાનું લેટ થઈ જશે..અને હું બેઠી થઇ ને જોયું તો એંજલ મારી સામે હતી અને હું મારા બેડરૂમમાં બેડ પર...😨
અને પછી ખ્યાલ આવ્યો કે રાત્રે સુતા પહેલા માતૃભારતી પર હોરર સ્ટોરી વાંચીને સુઈ ગઈ હતી તેના કારણે મને સપનું પણ એવું જ આવ્યું ... 😨😨👻👻🤦♀️🤦♀️😀 ∀ẂI...🖤