All rounder in Gujarati Women Focused by Mast Kalandar books and stories PDF | ઓલ રાઉન્ડર

Featured Books
  • ঝরাপাতা - 1

    ///ঝরাপাতাপর্ব - ১সন্ধ্যা নামার ঠিক আগের এই সময়টা খুব প্রিয়...

  • Ms Dhoni

    রাঁচির ছোট্ট শহর। স্টেশন রোডের পাশে এক সরকারি কোয়ার্টারে থা...

  • মহাভারতের কাহিনি – পর্ব 118

    মহাভারতের কাহিনি – পর্ব-১১৮ যুদ্ধের নবম দিনে ভীষ্মের পরাক্রম...

  • তিন নামের চিঠি..

    স্নেহা, অর্জুন আর অভিরূপ — ওরা তিনজন।কলেজের এক ক্লাসে প্রথম...

  • জঙ্গলের প্রহরী - 3

    জঙ্গলের প্রহরী / ৩পর্ব - ৩জঙ্গলের হাতার বাইরে কাঁটাতারের বেড...

Categories
Share

ઓલ રાઉન્ડર

ઓલ - રાઉન્ડર

હમણાં જ એક ક્રિકેટ મેચની હાઇલાઈટ જોઈ રહ્યો હતો. આ મેચમાં મે observe કર્યું અને વિચાર આવ્યો કે ક્રિકેટ ટીમમાં બોલર અને બેટ્સમેન જ્યારે પ્રેક્ટિસ કરતા હશે ત્યારે બોલર ફકત બોલિંગની અને બેટ્સમેન ફકત બેટિંગની પ્રેક્ટિસ કરતા હશે. પરંતુ આ ટીમમાં એક કે બે જણ ઓલ રાઉન્ડર હોય છે કે જેને મેચમાં પોતાનું પરફોર્મન્સ બોલર તરીકે બેટ્સમેન તરીકે અને ફિલ્ડર તરીકે પણ આપવાનું રહેતું હોય છે અને એમની ભૂમિકા પણ ખૂબ જ અગત્યની બનતી હોય છે.

મારો અહીંયા કહેવાનો તાત્પર્ય એટલો જ કે જ્યારે એક જ કામ કરવાનું હોય ત્યારે એ સહેલાઈથી થઈ શકે છે પણ જ્યારે એક સાથે ત્રણ ચાર કાર્યો સાથે કરવાના હોય ત્યારે થોડું HARD પડતું હોય છે... અથવા કહી શકાય કે એની માટે થોડી વધુ મહેનત ની જરૂર પડતી હોય છે.

હવે વાત આવે છે મુદ્દાની કે....

આપણે સૌ નોકરી કે ધંધો કરીએ છીએ જેમાં આપણે સામાન્ય રીતે દરરોજ એક જ કામ કરવાનું હોય છે... એક જ રીતે કરવાનું હોય છે.... હા થાય છે ક્યારેક અલગ પણ એ સમયાંતરે ઓછું થતું હોય છે... પણ એક ગૃહિણી કે જે એક પરિવારમાં રહે છે એણે એક સાથે ઘણાં બધા કાર્યો કરવાના હોય છે... 

જેમકે પતિ માટે એના સમયે ચા નાસ્તો, જમવાનું ટિફિન વગેરે વગેરે આ બધું  જ કાર્ય કરવાનો થતો હોય છે... સાસુ  સસરા હોય તો એને એનો જોઈતો અને ભાવતો ચા નાસ્તો કરવાનો હોય છે... એમની દવા એમના હાથ ઉપર દેવાની હોય છે... એ સ્વસ્થ હોય તો સારું નહીં તો પથારીવશ હોય તો એ ગૃહિણીઓ ભગવાન ભાળી જતી હોય છે છતાં પણ એમના મોઢા માથી કોઈ અવાજ નથી નીકળતી હોતી.

એમાંય બાળક જો નાનું હોય તો એને પેટ ભરવાનું અને એની એ  પ્રમાણે બધી જ કાળજી લેવાની હોય છે.... બાળકો ને સંસ્કાર આપવાના, એનું પાલન પોષણ કરવાનું અને પછી જ્યારે એ થોડા મોટા થાય ત્યારે એને ભણાવવા... બાળકોને exam હોય તો જાણે પોતાને exam હોય તેમજ ઘરનું વાતાવરણ થઈ જાય અને છતાં પણ આવી અનેક બાબતો એ એક ગૃહિણી પોતાની સાથોસાથ લઈને સહજતાથી ચાલે છે...

નાના બાળકો, પોતાની ઉંમર ના લોકો તેમજ સાસુ સસરા જેવા વડીલો આ સર્વે લોકો સાથે તાદાત્મ્ય સાધીને ચાલવાનું હોય છે... એટલે વડીલ સાથે વડીલ જેવા બનવાનું, પોતાની ઉંમરના સાથે એ પ્રમાણે અને બાળકો સાથે બાળક બની જવાનું આ બધું એક ગૃહિણી એકલા હાથે કરે છે.

આપણે એક જ વખત વિચાર કરીએ કે આપણે ઓફિસે કે દુકાને ગયા આપણે દરરોજ ફકત એક જ કામ કરીએ છીએ જ્યારે ઘરે આપણાં વિના એ માણસ ફકત આપણી માટે કેટકેટલું કાર્ય કરતું હોય છે.. કેટલીય જવાબદારીઓ એકલા હાથે ઉપાડતી હોય છે...

આપણી દુકાને કે ઓફિસે કોઈ માણસ કે બોસ થોડુક પણ આડુંઅવળું બોલે એટલે આપણો પિસ્ટન છટકે... જ્યારે ગૃહિણી ને ઘરે સાસુ સસરા ઓછું બોલવા વાળા અથવા સમજુ મળે તો સારું નહિ તો કચ-કચ, ટક-ટક ની સાથે સાંજ પાડવાની હોય છે...

કદાચ એમની જોડે બોલવાનુ કે ઝગડવાનું થાય તો પણ ઘરે આવતા પતિને મોઢામાંથી કહે પણ નહિ કે આજે આમ થયું કે તેમ... બસ એ એમ જ જીવે કે નોકરી ધંધા પરથી થાકીને આવતા મારા hubby ને હું શા માટે ખોટું ટેન્શન આપું....? 

સાચે જ આવી ગૃહિણીઓ કે જેને હું "ઓલ રાઉન્ડર" કહીશ તેઓ એક સાથે કેટલા કાર્યો કરતી હશે... એ દરેક ગૃહિણીઓને  મારા શત શત વંદન.... 

((રચનામાં ક્યાંય ભૂલ હોય તો મિત્ર સમજીને ધ્યાન દોરજો....))

પીયૂષકુમાર "મસ્ત - કલંદર"
તા.14.12.2021