"નાઇટ ડ્યુટી" એ ડાર્ક કોમેડી, એક્શન, થ્રીલર નોવેલ છે
નોવેલમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓ, પાત્રો અને પરિસ્થિતિઓ સંપૂર્ણપણે કલ્પિત છે અને તેને ડાર્ક કોમેડી અને વ્યંગાત્મક હેતુથી રજૂ કરવામાં આવી છે. આ પાત્રો, સ્થળો અથવા ઘટનાઓનો કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ, સંસ્થા અથવા ધાર્મિક સમુદાય સાથે કોઈ સીધો સંબંધ નથી..
"મે આઈ કમ ઈન સર...." રવિ એ અર્ધો દરવાજો ખોલી ડોકું અંદર નાખતા કહ્યું.
સામે કાળા સુટ માં એક માણસ ટેબલ પર પગ ચડાવી બેઠો હતો. તેણે કોઈ રિસ્પોન્સ ન આપ્યો. TV ની સ્ક્રીન પર ન્યુઝ ચાલી રહ્યા હતા...
અમદાવાદ બન્યું નવું ડ્રગ કેપિટલ.. ડ્રગ માફિયાઓ બન્યા બેફામ...યુવાનો બની રહ્યા છે તેનો શિકાર. શું કરી રહ્યું છે આપણું પ્રશાસન, આપણી સરકાર... કોલેજ સ્કૂલ ની બહાર યુવાનો મળી રહ્યા છે બેભાન...આ વિશે જાણકારી આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે, નાર્કોટિક્સ એન્ડ સાયકોલોજી ના એક્સપર્ટ શ્રી મજનું શ્રીવાસ્તવ.. તો મજનુજી વધતી જતી સમસ્યા વિશે તમે શું કહેવા માગશો...
સાનિયા જી તમારો ખૂબ ખૂબ આભાર મને બોલાવવા માટે. જો વાત કરીએ તો, એક અંદાજ મુજબ અમદાવાદ માં દર વર્ષે આશરે ૧૫૦૦ કરોડ નું સિંથેટિક ડ્રગ્સ સ્મગલ કરવામાં આવી રહ્યું છે. જે છેલ્લા ૩-૪ વર્ષથી મોટા પ્રમાણ માં વધ્યું છે. અમદાવાદ ના કોલેજીયનો ઓફિસ માં કામ કરતા કોર્પોરેટ અધિકારીઓ થી લઈને સ્કૂલે જતા ૧૩-૧૪ વર્ષ ના બાળકો ને પણ આ અજગરે ભરડા માં લઇ લીધો છે. અવાર નવાર ન્યુઝ આવતા હોય છે કે, ૧૨-૧૩ વર્ષ ના છોકરા નશા ની હાલત માં ગટર માં પડ્યા હોય છે, ૪-૫ ટીનેજરો સ્કૂલો ના બેકયાર્ડ માં નસો માં ઇન્જેક્શન મારતા વિડિયો વાઇરલ થાય છે. ડ્રગ્સ માટે સામસામે ગેંગવોર થાય છે અને બંધુક ની ગોળીઓ ધરબી દેવામાં આવે છે. જો આવી રીતે જ ચાલશે તો "મેમ્કો ને મેક્સિકો" "ચાંદલોડિયા ને કોલંબિયા" અને "આંબલી ને અફઘાનિસ્તાન" માં બદલાતા વાર નહિ લાગે....
આભાર મજનુંજી આંબલી ની વાત પરથી પ્રેક્ષકો ને જણાવવા માગીશ કે આંબલી થી એક ન્યુઝ આવી રહ્યા છે. એક નામી બિઝનેસમેન ના ગોડાઉન માંથી આશરે ૭૦૦ કિલો હેરોઇન અને ૧૫૦ કિલો ઓપિયમ ઝડપાયું છે. જેની માર્કેટ માં કિંમત આશરે ૨૫૦ કરોડ જણાવાઈ રહી છે! તો શા માટે આવી ઘટનાઓ બની રહી છે? આનું કારણ જાણવા આપણી વચ્ચે ઉપસ્થિત છે પૂજ્ય શ્રી જ્ઞાનસમર્થ બાબા, મૌલાના અસ્લમ કુરેશી અને ફાથર પોલ. શરૂવાત કરીએ બાબા જ્ઞાનસમર્થ થી..
એંકર: "તો બાબાજી તમારા મતે શું કારણ હોઈ શકે આ ફેલાતી સમસ્યા નું"
જ્ઞાનસમર્થ બાબા: "કળિયુગ....... ઘોર કળિયુગ!" બાબા એ મોટા ડોળા કાઢીને રાડ નાખતા કહ્યું.
"ભૂતકાળ નો શ્રાપ છે આ! આનું કારણ અતીત ની એક ઘટના સાથે જોડાયેલું છે બચ્ચા..."
એંકર:"કઈ ઘટના?"
જ્ઞાનસમર્થ બાબા:"બચ્ચાં... જ્યારે શ્રીકૃષ્ણ ભગવાને કાળીનાગ નું દમન કર્યું હતું, ત્યારે કાળીનાગ અને તેના સાથીઓ યમુના નદીમાંથી પલાયન કરી રહ્યા હતા, ત્યારે રસ્તા માં કાળીનાગ ની પૂછ પર એક દુષ્ટ કરચલા એ દર્દનાક ડંખ માર્યો. અને કાળીનાગ ના મુખમાંથી એક તીવ્ર વિષની પિચકારી છૂટી અને એ અફઘાનિસ્તાનમાં પડી, તેથી ત્યાંની જમીન પર લોકોએ પર અફીણ ઉગાડવાનું શરૂ કર્યું. વિષના થોડા બુંદ અમદાવાદ માં પણ પડયા હતા.. એટલે અમદાવાદ માં અફીણનું મોટું વાવેતર થઈ રહ્યું છે...
"OMG..આવી તો આજે ખબર પડી!!" રવી આશ્ચર્ય માં ગણગણ્યો..
ચાલો મળીએ આપણા નેક્સ્ટ ગેસ્ટને, મૌલાના અસ્લમ કુરેશી
એંકર: મૌલાનાજી તમારા મતે શું કારણ છે આ બધી ઘટનાઓનું?
મૌલાના: કયામત ના દિવસો દૂર નથી.. મે તો આ પેહલાથી જ કહેલું છે.. જ્યારે યુવાનો બિરયાની ના સ્વાદ ને ભૂલીને, ધૂળ ને શ્વાસમાં લેશે. ત્યારે અંતિમ દિવસો દૂર નથી, એક અમારો સમય હતો જ્યારે એકમાત્ર અમે જાણતા એ"ટ્રીપ" અજમેર શરીફ ની હતી. અને હવે છોકરાઓ લીલી પત્તીઓ ને સિગારેટ માં ભરીને, અલગ જ જાતની "ટ્રીપ" કરી રહ્યા છે. આ બધું ઝાયનિસ્ટ ષડ્યંત્ર છે. શેતાન આપણને ગુમરાહ કરવા માગે છે. બોલીવુડ બેન કરો, ફિલ્મો બેન કરો..ઈન્ટરનેટ પણ...
જો આવી રીતે જ ચાલશે તો દજ્જાલ ક્યાંય બહાર નહિ,રેવ પાર્ટી માં જોવા મળશે, તેણે લાઈટિંગ વાળા બુટ પહેર્યા હશે અને, બ્રો...બ્રૉ... જેવા અલ્ફાઝ ના પ્રયોગ કરતો જોવા મળશે...
એંકર: તમારો ખુબ ખુબ આભાર મૌલનાજી, આવો મળીએ આપણા છેલ્લા ગેસ્ટ ફાધર પોલ ને.. ફાધર પોલ તમારો શું મત છે આ વિશે?
ફાધર પોલ: હોલી જીસસ..આનું એક જ કારણ છે બ્રેડ અને વાઇનનો ઘટતો જતો વપરાશ.
એંકર: કેવી રીતે?
ફાધર પોલ: હોલી બ્રેડ અને વાઇન પવિત્ર જીસસ ના સમય થી ખવાતી વસ્તુઓ છે, જેનું સ્થાન હવે શાક અને રોટલી એ લઇ લીધું છે. મતલબ બાળકો ચર્ચ માં નહિ રૅવ પાર્ટી માં જાય છે. તમને ખબર છે, અમારા સમયમાં અમે "High" પવિત્ર ધૂપ ની વધારે નજીક રહેવાથી થતાં હતા. અને અત્યારે...
આપણે ન ભૂલવું જોઈએ કે "book of lost Corinthians" શું કહે છે.."જે પોતે પ્રતિબંધિત પાવડર નો ઉપયોગ કરશે, તે પોતે શેતાન ને જેમ નાચશે અને સાંજ પહેલા પોતાનું પેન્ટ પણ ગુમાવી બેસશે...
એંકર: આ..તો પ્રમાણભૂત નથી લાગતું.
ફાધર પોલ: આ ખુફિયા માહિતી મને મારા વોટસએપ ગૃપમાંથી મળી છે..
એંકર: આપનો ખુબ ખુબ આભાર ફાધર પોલ..તો લેડીસ એન્ડ જેન્ટલમેન આપણે જોયું કે કેવી રીતે વિષ, ફિલ્મો, અને ઘટતો જતો બ્રેડ નો ઉપયોગ ના કારણે ડ્રગ્સ ના નશા વધી રહ્યા છે. ઇન્ડિયા talks સાથે બની રહેવા માટે આપનો આભાર. કાલે આપણે ચર્ચા કરીશું કે "શું રોનાલ્ડો ઉપર છે, છત્તીસગઢ ના બાબા રામચરણ ના આશીર્વાદ? મશહૂર ફૂટબોલર બન્યા પહેલા આવ્યો હતો દર્શને..." અને "શું વિકી કૌશલ અને કેટરીના ના થઈ રહ્યા છે ડિવોર્સ? વિકી કૌશલ ની સની લિયોન ની બોલ્ડ પિકચર પરની કૉમેન્ટ થી કેટરીના થઈ નારાજ.."
"સર...મે મે આઇ કમ ઈન...."રવિ એ મોટે થી કહ્યું. સામે પેલા કાળા સુટ વાળા માણસે આંગળી થી અંદર આવવાનો ઈશારો કર્યો.
"સર તમે કહ્યું હતું એવી રીતે ઇન્ટરફેસ રેડી છે.' રવિ એ લેપટોપ સામે ની સાઈડ ધર્યું.
"એકલેન્ટ રવિ! જેવી જોઇતી હતી તેવી પરફેક્ટ ડિઝાઇન બનાવી છે.." પેલા એ કીબોર્ડ પર ખટાખટ સ્વિચો દબાવી ચેક કરીને કહ્યું..
"તો સર હવે હું જઈ શકું?" રવિ એ પૂછ્યું
"જરૂર રવિ, તારું બધું કામ પુરુ થઈ ગયું છે, ઇન્ફેક્ટ ખુબ જ જલદીથી કરી નાખ્યું છે..બસ એક પોર્ટફોલિયો તું બનાવી નાખીશ?.."
"પણ સર એ કામ તો રોહન નું છે, ને" રવિ એ અકળાતા કહ્યું
"રોહન આજે એબસન્ટ છે, પરમ દિવસે કંપની ની મીટીંગ છે, એમાં ઇન્વેસ્ટર્સ આવવાના છે, આપણી પાસે ખુબ જ ઓછો સમય છે. ઘરે જઈને આ એક રેડી કરી નાખજે ને પ્લીઝ.." બૉસએ વિનંતી ના સૂર માં કહ્યું..
"પણ સર એ એનું કામ છે, વિકાસ કે માયા ને આપી દો ને, મને જ શું કામ!" રવિ એ અકળામણ માં કહ્યું
"જો રવિ, રોહન, વિકાસ ને માયા બધા ગધેડાઓ છે, રોહન આવા ટાઈમ એ અબ્સેન્ટ હોય, માયા અને વિકાસ ને કાંઈ આવડતું નથી. એ કામ બગાડી નાખે છે. સૌરભ ય કામચોર છે. એને પ્રમોશન માં કાંઈ રસ નથી.. વિશાલ નોટિસ પીરીયડ ઉપર છે, તો વિચાર એપ્રિલ માં પ્રમોશન કોને મળશે..??" બોસે રવિની સામે આંગળી ચીંધતા હલકી સ્માઈલ સાથે પૂછ્યું.
"મને?.." રવિ એ થોડા ઉત્સાહ થી પૂછ્યું.
"પ્રમોશન મેળવવા માટે કંપની નું કામ પણ કરવું પડશે ને.." બોસે કહ્યું.
"પણ સર તમે ગયા વર્ષેય આમ જ કીધું હતું, પણ એન્ડ ટાઈમે પ્રમોશન પેલા શ્યામ ને મળ્યું" રવિ એ ફરિયાદી સૂર માં કહ્યું.
"અરે છોડ ને ગયું વર્ષ..
રાત ગયી... બાત ગયી. આ વર્ષે તો તારા પરફોર્મન્સ થી કંપની
ખુબ જ ખુશ છે. આ વર્ષે તો તારું પ્રમોશન પાક્કું.." રોજ ની પ્રેક્ટિસ હોય એ રીતે ફેક મોટીવેશન આપી રવિ ને મનાવી લીધો
"ઓકે સર.." રવિ આટલું કહી ઓફિસ માંથી નીકળી લિફ્ટ માં ગ્રાઉન્ડ ફ્લોર નું બટન દબાવ્યું..
8 કલાક ની ઘાતક શિફ્ટ ફાઈનલી પૂરી કરીને રવિ બહાર નીકળ્યો, ગળા પર નાક ની જેમ લટકી રહેલી ટાઈને થોડી ઢીલી કરી. અને પાછળ શર્ટ માં ચેર ના કારણે પરસેવાના દાગ પડી ગયા હતા તેની ઉપર બેગ ચડાવ્યું. અને પોતાની સેકન્ડ હેન્ડ 125cc ની બાઈક ને કિક મારી. અને આશરે 5 કિક પછી 75 વર્ષ નો ડોસો ખાંસે, એવી રીતે બાઈક માં જાન આવી.
રવિ એ ગરમીથી પીડાતા હાથ ને સ્લિવ ફોલ્ડ કરી થોડી રાહત આપી, જે તે પોતાની ઓફિસ માં ન કરી શકે, IT ફિલ્ડ માં ઓફિસોમાં આ કરવું બેઅદબી કહી શકાય કદાચ. રવિએ પોતાનું બાઈક પોતાના ગામ વિસદરા જવા ઉપાડ્યું. વિસદરા અમદાવાદ થી બારોબાર 50કિમી દૂર છે. પોતે રોજ આજ બાઈક થી આવ-જા કરતો હતો. પોતાના 24 વર્ષ થયાં હતા પણ એની લાઇફ 65 વર્ષ ના વૃદ્ધથી ઓછી બોરિંગ ન હતી..
એ જ રાત. એ જ બાઈક. એ જ લાંબો રસ્તો અને ઘર...બીજું કઈ જ ખાસ નહિ. જ્યાં સુધી....
તેણે એક સ્ત્રીને જોઈ, તે પાસેની એક સ્ટ્રીટલાઈટ પાસે જ ઊભી હતી, પોલીસ યુનિફોર્મ માં સ્લીવ ફોલ્ડ કરેલી, બાંધેલા સ્ટ્રેટ વાળ, ગોરા ક્યૂટ ચહેરા પર થોડા એટીટ્યુડ ની છાટ. ન વધારે જાડું, ન વધારે પાતળું એવું શરીર, 26-27 જેટલી ઉંમર. જાણે તે પોલીસ ન હોત તો પાક્કી મોડેલ હોત. એનો શાંત ચહેરો પણ મોટી આંખો જાણે કોઈને શોધી રહી હતી. રવિ ટ્રાફિક માં ઊભા ઊભા ખુલ્લી આંખે સુંદરતા નિહાળી રહ્યો હતો.
અચાનક તેની નજર રવિ પર પડી. તેણીને પાસે આવતા જોઈ રવિ નીચું જોઈ ગયો, એણે રવિની પાસે આવી..
"લિફ્ટ મળશે?" તેણીએ થોડી સ્માઈલ અને પ્રોફેશનલ ટોન સાથે પૂછ્યું.
"અ... અમમ" રવિ થોડો ખચકાયો
"એકચ્યુલી મારે ચિલોત્રા જવું છે, પણ આજે લેટ થઈ ગયું, એટલે બસ પણ નથી મળતી. અને વાડી ખેતર વાળો રસ્તો છે એટલે રિક્ષા કે ટેક્સી પણ નથી જતી. અને આજે પોલીસ જીપ પણ સર્વિસ માં ગઈ છે, તો તમે મને ડ્રોપ કરી દેશો...પ્લીઝ" તેણીએ પ્લીઝ એવી રીતે કહ્યું કે રવિ તો જાણે ત્યાં જ ખોવાઈ ગયો, રવિએ હળવી સ્માઈલ આપી. તેણીએ આઈબ્રો ટવીચ કરી, ત્યારે રવિ જાણે હોશમાં આવ્યો.
"અ..હા..શ્યોર.." રવિ એ ખોંખારો ખાતા કહ્યું.
"થૅન્કસ.." એમ કહી તેણી વગર કોઈ ખચકાટ સાથે બેસી ગઈ..
તેણીએ બેકઅપ માટે કૉલ કેમ નહિ કર્યો હોય?..રવિનું મગજ રસ્તા ની સાથે વિચારોમાં દોડવા માંડ્યું.
પણ તેણે કઈ ન પૂછ્યું, આખરે એ આખા મહિનામાં પોતાની સાથે થનારી એક ઈન્ટ્રસ્ટિંગ વસ્તુ ને ખરાબ કરવા નહોતો માંગતો...
નાઇટ ડ્યુટી: Chapter-1: Midnight Ride
રવિની વૃદ્ધ ગાડીનું એન્જિન રાતની સૂમસામ સડકો ના કૂતરાઓ ને જગાડતું આગળ વધી રહ્યું હતું, અને સાયલન્સર માંથી ધુમાડા સ્ટ્રીટ લાઈટો ને ઝાંખી પાડી રહ્યા હતા. રવિએ હેન્ડલ ને ટાઇટ પકડી રાખ્યા હતા, જાણે એની લાઇફ એના પર જ નિર્ભર હોય, કારણ કે એ ખુબ સારો રાઇડર નહોતો અને એક યુનિફોર્મ વાળી સ્ત્રી એની પાછળ બેઠી હતી, જેની પાસેથી લાઈટ પરફયુમ ની માદક સુગંધ એને વધારે નર્વસ બનાવી રહી હતી.
રવિ 5મી વાર ખોંખારો ખાઈ રહ્યો હતો.
"અ..તો.. લોંગ શિફ્ટ?" રવિએ વાત કરવાનો પ્રયાસ કરતા કહ્યું.
"ખુબ જ લોંગ, પણ હવે હું કદાચ ઘરે જઈને શાક રોટલી ખાઈ શકીશ.." તેણી નાના બાળક ની જેમ હસવા લાગી જાણે કોઈ જોક મારી દીધો હોય.
"હા..હા..તમે આ ઉબર ને કૃતજ્ઞતા થી ફાઈવ્ સ્ટાર રેટિંગ આપી શકો છો" રવિએ મજાક કરતા કહ્યું.
"હું તને ટીપમાં એક સલાહ આપીશ, બંદુકવાળી સ્ત્રીઓ ને ક્યારેય લિફ્ટ ન આપવી જોઈએ."
"શું ત..તમારી સાથે પણ એ..એક છે?" રવિએ નર્વસ થતાં પૂછ્યું.
"શું લાગે છે?" રાનીએ થોડી આગળ જુકીને રવિએ કાનમાં ધીમેથી કહ્યું.
રવિ સજ્જડ થઈ ગયો. તેણીના પ્રશ્ન ના લીધે નહિ પણ, તેણીના આંતરવસ્ત્રો ના એજીસ રવિને પોતાની પીઠ પર ફીલ થઈ રહ્યા હતા, અને તેણીના મંદ મંદ શ્વાસઉછવાસ ની ગરમી રવિને પોતાની ગરદન પર ફીલ થતી હતી.
"મને લાગે છે...મારે રોડ પર ધ્યાન કન્દ્રિત કરવું જોઈએ.."
"ગુડ બોય" તેણી હળવું હસતાં બોલી.
અચાનક રોડ પર કૂતરો જોઈ રવિએ હાર્ડ બ્રેક મારી, બાઈક કૂતરા સાથે અથડાતા અથડાતા રહી ગયું. કૂતરો ઝાડીઓમાં ભાગી ગયો..
"તું હંમેશા લેડીઝ સાથે આટલો નર્વસ રહે છે કે, ખાલી યુનિફોર્મ વાળી સાથે જ?.." રાનીએ ટીખળ કરતા કહ્યું.
"હંમેશા નહિ...આઇ મીન..."
"રિલેક્સ યાર...હું તને એરેસ્ટ નથી કરવાની..જ્યાં સુધી તારો ફોટો કોઈ વોન્ટેડ લીસ્ટ માં ન હોય.." રાની મોટેથી હસતાં બોલી.
"ના..મેમ."
"મેમ? હવે તું મને આ શબ્દ થી ટર્ન ઓન કરે છે.." રાની હસતાં હસતાં બોલી
રવિ પોતાનું થૂંક ગળી મોટેથી ઉધરસ ખાવા લાગ્યો.
"રોડ પર ધ્યાન.. જો ગાડી ભટકાશે, તો હું તને attempt to murder ના કેસ માં અરેસ્ટ કરી લઈશ." રાનીએ થોડા સિરિયસ થઈ મજાક કરતા કહ્યું.
"મારી લાઇફ નું બેસ્ટ અરેસ્ટ હશે.." રવિ ગણગણતા બોલ્યો..
"હમમ.. ફ્લર્ટ ન કર" રાનીએ કહ્યું.
ગાડી 10-15 મિનિટ આગળ ચાલી હશે ત્યાં, રવિ એ ધીમેથી કહ્યું.
"અ...મ..મારે...ગાડી રોકવી પડશે"
"વોશરૂમ જવું છે?" રાનીએ વાત કાપતા કહ્યું.
"હા, પોસ્ટ ઓફિસ નું ટોઇલેટ પાછળ છૂટી ગયું.. તો 2 મિનિટ અહી રહો, ત્યાં હું.." રવિએ કહ્યું
"અહીંયા નહિ, હું તને એક સારી જગ્યા બતાવીશ, મારા કઝીન નું ઘર પણ ત્યાંથી નજીકમાં જ છે, ત્યાં લઈલે.."રાનીએ કહ્યું.
થોડા આગળ જતાં કાચો રસ્તો આવ્યો, ગાડીના ટાયર માટી અને ગારા ને ઉડાડતા આગળ જઈ રહ્યા હતા, વાડીઓ ની વચ્ચે, છૂટા છવાયા થોડા મકાન અને ન કોઈ માણસ કે, ન કોઈ લાઈટ. રવિ આ રસ્તેથી પહેલા પણ ઘણીવાર નીકળેલો હતો, પણ આજે એને થોડું અજીબ લાગી રહ્યું હતું. રાનીએ રવિના ખભે હાથ મૂકી ઊભી રાખવાનો ઈશારો કર્યો.
"તું પેલા ઝાડ પાસે તારું કામ પતાવી દે, ત્યાં હું 2 મિનિટમાં મારા કઝીન ના ઘરેથી એક પાર્સલ લઈને આવું છું." તેણી એમ કહી ચાલવા લાગી
"ઓકે..નો પ્રોબ્લેમ..."
તેણીએ કોઈ રિપ્લાય ન આપ્યો..
રવિએ પેલા ઝાડ પાસે જઈને, ફાઇનલી પેન્ટ ની ઝીપ ખોલી, ઊંડો શ્વાસ છોડ્યો. ત્યાં એનો ફોન રણક્યો, પોતાની ક્રિયાને જારી રાખતાં એક હાથે એરબડ્સ ને કાનમાં ભરાવ્યા, અને રીલ્સ માં મશગુલ થઈ ગયો..
ત્યાં અચાનક પાછળથી
થાડ... થાડ... થાડ....
અવાજ આવ્યો. જાણે કોઈએ રિવોલ્વર ચલાવી હોય.
પણ રવિને કઈ સંભળાયું નહિ, એના ફોનમાં તો વિમલ ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રિલ ચાલી રહી હતી.
અચાનક રાની અંધારાંમાંથી આવતી દેખાઈ, તેના હાથમાં એક મેલું બેગ હતું, વાળ પણ ખુલી ગયા હતા, અને કપડામાં પણ થોડી થોડી માટી લાગેલી હતી. તેણી જલદીથી સીધી બાઈક પર બેસી ગઈ.
"બાઈક સ્ટાર્ટ કર...જલદી.." તેણીએ કહ્યું.
"શું થયું? તમારો કઝિન સાથે ઝગડો થઈ ગયો કે શું?" રવિએ કાનમાંથી એરબડ્સ કાઢી બાઈક સ્ટાર્ટ કરતા કહ્યું.
"શટ અપ..બાઈક ચલાવ જલદી"
રવિએ બાઈક હંકારી મૂકી.
.........
બાઈક સ્પીડ માં જઈ રહી હતી. રવિએ પૂછ્યું
"આઇ સ્વેર, મે કોઈ અવાજ સાંભળ્યો હતો.. ફટાકડા ફૂટવા જેવો.." રવિએ નર્વસ થઈ પૂછ્યું.
"હા, લેટ નાઈટ વેડિંગ હતા ત્યાં, સિક્રેટ વેડિંગ, ખુબ જ ઓછા મહેમાનો સાથે" રાનીએ ભાવશૂન્યતા થી કહ્યું.
"તમને લોહી નીકળે છે?" રવિએ તેણીના ગાલ પર લાગેલા લાલ દાગ જોઈને પૂછ્યું.
"કેચપ છે.. પિત્ઝા બનાવ્યા હતા, માસીએ તો પરાણે એક સ્લાઈસ ટેસ્ટ કરવી પડી." રાનીએ પોતાના ગાલ પર લાગેલ દાગ સાફ કરતા કહ્યું.
"ઓહ..ખરેખર" રવિ એ કહ્યું
"ચિંતા ના કર, તારી સીટ ખરાબ નહિ થાય, મે મારા હાથ બરાબર સાફ કર્યા હતા." રાનીએ હળવા મજાક માં કહ્યું.
..........
આગળનો રોડ હવે એક સાંકડા અને ધૂળિયા રસ્તામાં બદલી ગયો હતો. દૂર ઘરોની લાઈટો દેખાઈ રહી હતી, બંને ચિલોત્રામાં પહોંચ્યા. રસ્તામાં ગાડીઓની અવરજવર જોઈ રવિએ સ્પીડ ઘટાડી. રવિ ઉબડખાબડ રસ્તા પર બેલેન્સ જાળવી આગળ વધી રહ્યો હતો. એનો શર્ટ પરસેવાના કારણે પીઠ પર ચોંટી ગયો હતો.
અને રાની, એકદમ શાંત! તેના ઉડતા વાળ, અને શાંત ચહેરા પર હળવું સ્મિત, એને વધારે સુંદર અને રહસ્યમયી બનાવી રહ્યા હતા.
"એ જગ્યા... થોડી અજીબ હતી.." રવિ ખોંખારો ખાતા બોલ્યો.
"મારી ફેમિલી પણ એટલી જ અજીબ છે." રાની શુષ્કતા થી બોલી.
"બસ..બસ મને અહીંયા ઉતારી દે." રાનીએ રવિના ખભે હળવી થપકી મારતા કહ્યું.
રવિએ એક સ્ટ્રીટ લાઈટ પાસે ગાડી ઊભી રાખી, રાની ગાડી પરથી ઉતરી પોતાની સ્લિવ્ ઠીક કરી રહી હતી. અને પેન્ટ પર લાગેલ ધૂળ ખંખેરી રહી હતી.
"અમ...તમે પાક્કું.. ઠીક છો? તે અવાજ..પાક્કું ફટાકડાનો જ હતો?" રવિએ નર્વસ થઈ પૂછ્યું.
"તું હંમેશા આટલા સવાલ સવાલ પૂછે છે?" રાનીએ હળવેથી હસતાં કહ્યું.
"ના..આઇ મીન, જસ્ટ એમજ.."
રાનીએ હળવું સ્મિત કર્યું, વધારે પણ નહિ, ઓછું પણ નહિ માત્ર સ્મિત કરતા કહ્યું.
"જિંદગી અવાજો થી ભરેલી છે, જો શાંતિ જોઇતી હોય તો, ઘરમાં રહેવું પડે."
રવિએ કઈક બોલવા મોઢું ખોલ્યું, પણ પાછું બંધ કરી દીધું અને પરાણે કરતા હોય એવી સ્માઈલ આપી.
"બાય ધ વે...હું રવિ"
"માયસેલ્ફ, ઇન્સ્પેક્ટર રાની યાદવ." તેણીએ હળવા સ્મિત સાથે કહ્યું.
"વેલ..તમને ક્યારેય લીફ્ટની જરૂર પડે, કાલે કે..ગમે ત્યારે, હું આ જ રસ્તે નીકળું છું તો, તમે મને.."
"8:15, સેમ જગ્યાએ." રાનીએ ખચકાટ વગર કહ્યું.
રવિ પલક ઝબકાવતો રહી ગયો,
"ઓકે..હું ત્યાં હઈશ, હેલ્મેટ સાથે."રવિએ કહ્યું.
રાની જવા માટે ફરી, પછી એક સેકંડ માટે ઊભી રહી અને રવિના ખભા તરફ જોઈ કહ્યું.
"તારા શર્ટ પર કઈક ચોંટેલું છે."
"પક્ષી નું ચરક છે?.." રવિ એ ખભા પરના દાગ ને ઘસતા કહ્યું.
"ગનપાવડર છે કદાચ, ઘરે જઈને ધોઈ નાખજે." આટલું કહી તેણી નીકળી ગઈ.
રવિએ પોતાના ખભા પર જોયું, સુકાઈ ગયેલા દાગ ને આંગળીથી ઘસી કાઢવાનો પ્રયત્ન કર્યો.
"ગનપાવડર?..." શું એ મજાક કરતી હતી? રવિના મનમાં વિચારો ચાલુ થયા.
રવિ એક સેકંડ માટે ઊભો રહ્યો, પછી ગાડીને કિક મારી, અંધારાને કાપતો ઘર ભણી નીકળી ગયો..
કોણ છે ઇન્સ્પેક્ટર રાની યાદવ, શું છે તેનું રહસ્ય, આખરે શું ચાલી રહ્યું છે તેના મગજમાં, શું બન્યું હતું પેલા મકાનોમાં, આગળ શું થશે રવિનું, જાણવા માટે વાચતા રહો "નાઇટ ડ્યુટી"
આપને આ નોવેલની શરૂવાત કેવી લાગી, આપના પ્રતિભાવો અમને કૉમેન્ટમાં જરૂર જણાવશો..
-Arry Mak