એ ભાઈ.... થોડી વધારે ઉકાળ જે હાં.......
આહા હાં.... શિયાળાની ગુલાબી ઠંડી માં ચા પીવા ની મજા જ કંઈક ઔર હોય છે.
પ્રેમ અને પૂર્વી દરરોજ સવારે મોર્નિંગ વોક કરી ને ચંપક ની ચા પીવા માટે બેસતા અને પોતાના દીલ ની વાતો કરતાં...
* * * * *
"બેટા નાસ્તો તો કરતો જા... બધું રેડી જ છે, સવાર સવારમાં આમ ભુખ્યા પેટે કામ પર ન જવાય..." કાર્તિક ની મમ્મી એ કાર્તિક ને કહ્યું.
" મમ્મી, આજ એક અગત્યની મીટીંગ છે, ટાઇમ પર જવું પડશે; હું ત્યાં નાસ્તો કરી લઈશ." કાર્તિકે ઉતાવળ માં જવાબ આપ્યો.
કાર્તિક શહેર નો એક નામાંકિત વકિલહતો. કાર્તિક દરરોજ સવારે નિત્યક્રમ કરી ૧૦ વાગ્યે ઓફિસ જવા માટે નીકળતો અને સાંજે ૭ વાગ્યે ઘરે પરત ફરતો. પરંતુ છેલ્લા પંદરેક દિવસ થી સવાર માં ૮ વાગ્યે નીકળી ને રાત્રે આઠ-નવ વાગ્યે પરત ફરતો.
"આજકાલ કાર્તિક રાત્રે ઘરે આવવા માં મોડું કરે છે અને સવાર માં પણ જલ્દી થી ઓફિસ માટે નીકળી જાય છે, શું આપણો દીકરો કોઇ મુંજવણ માં હશે કે..." ડાઇનિંગ ટેબલ પર બેઠેલા કાર્તિક ના પપ્પા એ કાર્તિક ની મમ્મી ને કહ્યું.
* * * * *
"એક્સકયુઝ મી !! વેર ઇઝ કેન્ટિન?"
કાવ્યા નો મધુર સ્વર સાંભળતા જ કાર્તિક ના પગ રોકાય ગયા...
કાવ્યા શહેરમાં જાણીતા અને નામાંકિત બીઝનેશમેન રાજેશભાઈ શાહ ની એક ની એક દીકરી હતી. નાનપણ માં જ માતા ના મૃત્યુ પછી રાજેશભાઈ એ જ મા-બાપ બંને ની ફરજ નીભાવી કાવ્યા ને ઉછેરી હતી. નાનપણ થી જ ભણવામાં હોશિયાર કાવ્યા ને વકીલ બનવાનું સપનું હતું. લાડકોડથી ઉછરેલી કાવ્યા સ્વભાવે થોડી જીદ્દી અને અક્કડ હતી.
કોલેજ ના પ્રથમ દિવસે જ કાર્તિક અને કાવ્યા ની મુલાકાત થઇ.
"આઇ ડોન્ટ નો !!!" કાર્તિકે રીપ્લાય આપ્યો.
કાર્તિક ના પિતા બેંક માં મેનેજર હતા. કાર્તિક સ્વભાવે બહુ શાંત અને શરમાળ પણ ખરો.બધા સાથે કામ થી કામ નો વ્યવહાર રાખનાર.
"હાય, માયસેલ્ફ કાવ્યા શાહ. વોટ અબાઉટ યુ??!". કાવ્યા એ વાત ની શરૂઆત કરી.
જીંદગીમાં ક્યારેય છોકરીઓ સામે નજર કરી ના હોય વાત કરવી તો દુર,અને અચાનક કોઈ છોકરી સામે આવી ને વાત કરે તો છોકરા બીચારા ની શું હાલત થાય....કંઈક એવી જ હાલત કાર્તિક ની હતી.
"માય સેલ્ફ કાર્તિક મહેતા ." કાર્તિક જવાબ આપી ક્લાસ તરફ ચાલતો થયો.
કોલેજ નો આજ પ્રથમ દીવસ હતો જેથી બધા પહેલો લેક્ચર એકબીજા ના પરીચય કરાવવા નો હતો.બધા સ્ટુડન્ટ એક પછી એક સ્ટેજ પર આવીને પોતાનો પરીચય આપવા લાગ્યા.
"માય સેલ્ફ પુર્વી પરીખ .."
આટલું સાંભળતા જ કાર્તિક નું હ્રદય એકાએક ધબકવા લાગ્યું .
"પૂર્વી... રતિલાલ પરીખ ની દીકરી તો નથી ને..!!!!". કાર્તિક મનમાં બબડ્યો. વિચાર્યું કે ક્લાસ પુરો થયે એને મળી ને જ પુછી લઈશ.
આ તરફ કાવ્યા ને પહેલી મુલાકાત માં જ કાર્તિક પ્રત્યે લાગણી લાગી.
" કોણ છે આ કાર્તિક?!!, ક્યાંનો હશે, સ્વભાવે તો શાંત લાગે છે. જે પણ હોય, એક મુલાકાત માં તો મારા મનની શાંતિ ચોરી છે એને." લંચ બ્રેક માં કેન્ટિન માં જ કાર્તિક ને મળી લઈશ એવો કાવ્યાએ પ્લાન કર્યો.
કેન્ટિન માં કાર્તિક એના ફ્રેન્ડ્સ જોડે બેસી ને વાતો કરતો હતો.
"એક્સકયુઝ મી, તમે મારી સાથે ફ્રેન્ડશીપ કરશો કે્....!!" સ્વભાવે જીદ્દી કાવ્યા એ કાર્તિક ને પુછ્યું.
પછી તો દરરોજ કાવ્યા અને કાર્તિક કેન્ટિનમાં બેસતા. દરરોજ એક કપ ચા મંગાવી સાથે પીવાની જાણે આદત બની ગઇ હતી.દીવસો પસાર થતા ગયા એમ બંને વચ્ચે મીત્રતા ગાઢ થતી ગઈ.ધીમે ધીમે એ કેન્ટિન માં થી "ચા" પીયને બંને કોલેજ ના ગાર્ડન માં અકાલતક પર બેસવા લાગ્યાં. દરરોજ પોતાના મનની વાતો કરે અને રીડીંગ પણ સાથે જ કરે.
અકાલતક એ કોલેજ નાં ગાર્ડન માં આવેલી ખુણાની સુમસામ જગ્યા, જ્યાં કોલેજ નાં પ્રેમી પંખીડા બેસીને પ્રેમભરી મીઠી વાતો કરતાં.
હવે તો દરરોજ ત્યાં મલવું અને બેસી ને વાતો કરવી એ કાવ્યા અને કાર્તિક માટે નિત્યક્રમ બની ગયો હતો. એવું કહેવાય કે મિત્રતા આગળ વધી રહી હતી.
એક દિવસ વહેલી સવાર માં કાવ્યા ના ફોનમાં મેસેજ ટોન રણકી...
" સોરી ડીયર, આજ આપણે નહીં મળી શકીએ". કાર્તિક નો મેસેજ હતો.
કાવ્યા એ તરત જ કાર્તિક ને કોલ લગાડ્યો પરંતુ તે સ્વીચ ઓફ હતો. કાવ્યા ને ચિંતા થવા લાગી કે શું થયું હશે કેમ કાર્તિક મલવા ની ના પાડે છે. શું કાર્તિક ને મારી હકીકત ખબર પડી ગઈ હશે..!!!?? આખરે શું થયું હશે!!!?
કાવ્યા ઉદાશ મન સાથે કોલેજ માં આવી કેન્ટિન માં જઈ ને બેઠી. એક કપ ચા નો ઓર્ડર આપવા જતાં તેની નજર બાજુ ના ટેબલ પર પડી.
"કાર્તિક કકકક આની સાથે..........." કાવ્યા આશ્ર્ચર્ય સાથે બોલી ઉઠી.
ક્રમશ:
શું થયું હશે કાર્તિક ને....કેમ કાવ્યા ને મળવાની ના પાડી અને કેન્ટિન માં કોની સાથે હતો.......