Ek Sambandh Pavitratano - 1 in Gujarati Love Stories by dhruti rajput books and stories PDF | એક સંબંધ પવિત્રતા નો... - 1

Featured Books
Categories
Share

એક સંબંધ પવિત્રતા નો... - 1



    અદભૂત સવાર છે ચારે તરફ પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે અને ચારેતરફ નિરવ શાંતિ વ્યાપેલી છે માણસના મન ને એક દમ પરફૂલિત કરી દે એવી સુંદર હવા ચારે તરફ વાઈ રહી છે .


             એક એકવીસ વર્ષ નો યુવાન આ વાતાવરણ ને માણી રહ્યો છે પોતાના ઘરના બગીચા માં બેસી ને હાથ માં કૉફી નો કપ છે અને ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો છે અમુક સવાલો ના જવાબ પોતાના જ મનની અંદર જાણે શોધી રહ્યો હોય એવો વ્યાકુળ બની ને બેઠો છે .


         દેખાવમાં એક દમ પરફેક્ટ કોઈ પણ ને જોતા જ ગમી જાય તેવો હાઇટ અને બોડી જિમ્ માં જઈ ને એક દમ પરફેક્ટ કરેલું હોય તેવો હા રંગે સવાલો પણ પ્રતિભાશાળી અને કોઈ પણ ને આકર્ષી શકે તેવો અને એક દમ શાંત સ્વભાવ નો અને મનોહર .


        ત્યાં જ સામે થી એક સ્ત્રી એની પાસે આવે છે અને કહે છે ચાલ નચિકેત બેટા તૈયાર   થઈ  જા જાન લઈ ને જવા માં મોડું થાય છે અને આમ કેમ વિચારો માં ડૂબેલો છે કોઈ પ્રોબ્લેમ થયો છે તો તું મને કહી શકે . સવિતા બેન કહે છે ( નચિકેત ના મમ્મી ) .


   નચિકેત :- ના મમ્મી તું ટેન્શન ન લે કોઇ પ્રોબ્લેમ નથી હું તો બસ અહીં આ ખુલ્લી હવા માં બેસી ને વાતાવરણ ને એન્જોય કરતો હતો .


સવિતા બેન :- ઠીક છે બેટા , પણ ચાલ હવે ફ્રેશ થઈ ને તૈયાર  થઈ જા મોડું થાય  છે બેટા .


       નચિકેત હા કહે છે અને સવિતા બેન જતા રહે છે નચિકેત ને પોતાના લગ્ન માટે કોઈ ઉત્સુકતા એના ચહેરા પર દેખાતી નથી .


     એ ત્યાં થી ઉભો થઇ અને પોતાના રૂમમાં જતો રહે છે અને કોઈ પણ મૂડ વિના પોતે વરરાજો બનવા તૈયાર થઈ જાય છે .


   ************************ 


          બીજી તરફ આઘ્યા એક સિમ્પલ પણ એક દમ સમજદાર છોકરી છે એ ખુદ એક સારી પોસ્ટ પર જોબ કરે છે છતાં ક્યારેય મર્યાદાઓ ઓળંગી નથી અને પોતાના મમ્મી અને પપ્પા એના માટે સર્વસ્વ છે .


     દરેક છોકરીના પોતાના જીવનના આ અણમોલ પ્રસંગ એટલે કે લગ્ન માટે ઘણા સપનાઓ હોય છે એમ આધ્યા ના પણ કેટલાય સપનાઓ પોતાના થવા વાળા પતિ પાસે હતા .


        આધ્યા આમ ખૂબ સમજદાર સુંદર અને એક દમ શાંત છોકરી હતી એની કોઈ એવી મોટી એક્સપેક્ટેશન નોહતી તેના પતિ પાસે પણ પ્રેમ તો કોઈ પણ વ્યક્તિ ચાહે જ બસ આધ્યા ને પણ એ જ અપેક્ષા હતી  કે એની થનારો પતિ એને ખૂબ પ્રેમ કરે પણ એને ક્યાં ખબર છે કે એની જીદગી શું મોડ લઈ ને આવશે .


          પોતાના માતા પિતા ને છોડી ને એક અલગ દુનિયામાં જવા માંટે કોઈ પણ વ્યક્તિ ને ડર લાગે આધ્યા ને પણ આ ડર અંદર થી ધ્રુજાવી રહ્યો હતો પણ સાથે એક હમસફર ને મળવાની ચાહત એને આ ડર સામે રાહત આપી રહી હતી .


          આધ્યા ના ઘરે ચારેતરફ ખૂબ સુંદર ફુલો થી ગોઠવણ કરવામાં આવી હતી , સીતાબેન અને વિનાયક ભાઈ પોતાની એક ને એક દીકરી ના લગ્ન માં કોઈ કસર છોડવા માગતા ન હતા એને ખૂબ સુંદર આયોજન પણ કર્યું હતું.


       આધ્યા ની બધી બહેનપણી પણ આવી ગઈ હતી અને બધા આધ્યા ને સજાવવામાં લાગેલા હતા .


    આધ્યા આજે દુલ્હન ના જોડામાં એક સુંદર રાણી જેવી લાગી રહી છે લાલ રંગની ચોલી અને અને શોભતો શણગાર જાણે આધ્યા ને ઓર વધારે સુંદર બનાવી રહ્યા છે ચહેરા પર મેક ઉપ છે પણ મેક અપ ના કારણે તેની વાસ્તવિક સાદગી જાળવી રાખી છે જેથી એ વધુ સુંદર લાગી રહી છે .


     આધ્યા ના મમ્મી અને પપ્પા તો આધ્યા ને જોય ને જાણે થોડી વાર તો શુન થઈ ગયા હજુ નાની નાની વાતો માં રિસાવા વાળી મમ્મી ને હેરાન કરનાર અને પપ્પા નો હંમેશા પક્ષ લેનાર આજે એટલી મોટી થઈ ગઈ કે આજે બીજા ઘર ને શોભાવા ડગ માંડી રહી છે એક વ્યક્તિ ને પોતાનું જીવન સમર્પિત કરવા જઈ રહી છે કોઈ બીજા ને ભરપૂર પ્રેમ વરસવા જઈ રહી છે સાથે બીજા ઘર ના સભ્યો ને પણ પોતાના બનવા જઈ રહી છે .


    એક પુરુષ સ્ત્રી વિના નો હંમેશા અધૂરો છે એવા જિંદગી ભર એક પુરુષ ને પોતાનું લગ્નીતવ આપવાની છે એની એકલતા જીદગી ભર દૂર કરવા ની નવી સફર નીકળી રહી છે .


    ઉભેલા બધા લોકો ના આખો માં આસુ છે પોતાના જીવ થી વધારે સાચવેલા પોતાના જીવ ને કોઈ બીજા ને સોંપવા નું કામ આજ એના માતા અને પિતા ને કરવા નું છે જે ક્યારેય પોતાની દીકરી ને કોઈ પુરુષ સાથે વાત ન કરવા દેતા એ આજે કોઈ પુરુષ ને સંપૂર્ણ સમર્પિત કરવા માટે કહી રહ્યા છે .


       આધ્યા પણ અંદર થી ડરી રહી છે જેને સ્પર્શ કરનારો હાથ હમેશા પોતાના ભાઈ કે પપ્પા નો જ હોય છે એની જગ્યા એ અજાણ્યા વ્યક્તિ ને પોતાનું બધું સોંપવાનું છે એ વાત થી થોડીક દ્વિધા માં પણ છે .


     આધ્યા ના પપ્પા આધ્યા ના વહાલ ભર્યું આલિંગન આપી છે અને એક બાપ ની ધીરજ નો અંત કઈ શકાય એમ આંસુઓ ની ધારા થઈ જાય છે .

   આધ્યા ના મમ્મી પણ જે ચહેરો હંમેશા હિંમત માં જ હોય જેને કેટલાય દુઃખ જોય છતાં કયારેય આખો માં આસુ આવવા દીધું નથી આજ એ પોતાની દીકરી નીવિદાય માટે પેહલા થી જ ભાંગી ગયો છે એ જોય ને એ પણ ચોધાર આશુ એ રડી પડ્યા.

Thank you for reading 💗

   :- ધૃતિબા રાજપૂત