અને મારે તેને શોધવી જ પડશે.
શોધતા શોધતા, મેં જંગલ પાર કર્યું જ્યાં પેઢીઓથી શિકારીઓ સસલા અને ગ્રાઉસ(એક પક્ષી) નો શિકાર કરતા હતા; હું ગ્રોટોના ફર્નથી છવાયેલા ખડક પર નીચે અને ઉપર ચડી જેના પરથી બંગલાનું નામ રાખવામાં આવ્યું હતું જે મને ખૂબ ગમતું હતું, પરંતુ આજે હું રોકાઈ નહીં. હું પાર્કની ધાર સુધી ચાલતી રહી, જ્યાં જંગલો સમાપ્ત થયા અને ખેતીની જમીન શરૂ થઈ.
અને મેં ખેતરોમાં આગળ શોધ કરી, કારણ કે મમ્મી ફૂલો માટે ત્યાં ગઈ હશે. શહેરથી બહુ દૂર ન હોવાથી, ફર્ન્ડેલના ભાડૂતો શાકભાજીને બદલે બ્લુબેલ, પેન્સી અને લીલી ઉગાડવા લાગ્યા હતા, કારણ કે તેઓ કોવેન્ટ ગાર્ડનમાં દરરોજ તાજા ફૂલો પહોંચાડીને વધુ સારી રીતે પૈસા કમાઈ શકે છે. અહીં ગુલાબની હરોળ, કોરોપ્સિસના પાક, ઝિનિયા અને ખસખસના છોડ ઉગાડવામાં આવ્યા હતા, બધું લંડન માટે. ફૂલોના ખેતરો તરફ જોતાં, મેં એક તેજસ્વી શહેરનું સ્વપ્ન જોયું જ્યાં દરરોજ હસતી દાસીઓ હવેલીઓના દરેક ઓરડામાં તાજા ગુલદસ્તા મૂકે છે, જ્યાં દરરોજ સાંજે સજ્જન સ્ત્રીઓ અને રાજવી મહિલાઓ પોતાને, તેમના વાળ અને ડ્રેસને, એનિમોન અને વાયોલેટથી શણગારે છે અને સુગંધિત કરે છે. લંડન, કે જ્યાં-
પરંતુ આજે ફૂલોનો એકર વરસાદથી ભીનો થઈ ગયો હતો, અને લંડનના મારા સપના પણ ખેતરોમાંથી ઉછળતા ધુમ્મસની જેમ બાષ્પીભવન થાય તે પહેલાં માત્ર એક કે બે સેકન્ડ સુધી જ ચાલ્યા હતા. વિશાળ ખેતરો. માઈલો સુધી પથરાયેલા.
માં ક્યાં હતી?
મારા સપનામાં, મારી મમ્મી સપના જોવે છે, લંડનવાળા નહીં - પણ હું તેને મારી જાતે શોધીશ, હું એક હીરોઇન બનીશ, જ્યારે હું તેને બચાવીશ ત્યારે તે કૃતજ્ઞતા અને આરાધનાથી મારી તરફ જોશે.
પણ તે સપના હતા અને હું મૂર્ખ હતી.
અત્યાર સુધી મેં બંગલાનો માત્ર એક ક્વાર્ટર જ ખોળ્યો હતો, ખેતરોની જમીન તો દૂર. જો મમ્મી ઘાયલ થઈ ગઈ હોય, તો હું એકલી તેને શોધું તે પહેલાં તો તે દુનિયા પણ છોડી દેશે.
વળીને, હું હૉલમાં ઉતાવળમાં પાછી ફરી.
ત્યાં, લેન અને શ્રીમતી લેન કબૂતર જેમ માળામાં ઝપાઝપી કરી રહ્યા હોય તેમ મારા પરથી તેમણે મારા કોટ, છત્રી અને બૂટ લઈ લીધા હતા, તે મને ગરમાવો આપવા માટે રસોડા તરફ દોડી રહી હતી. જ્યારે મને ઠપકો આપવાનું તેનું સ્થાન નહોતું, તેણીએ પોતાના વિચારો સ્પષ્ટ કર્યા. "એક વ્યક્તિએ વરસાદમાં કલાકો સુધી બહાર રહેવા માટે સરળ રહેવું પડશે," તેણીએ કોલસાથી ચાલતા મોટા ચૂલાના ઢાંકણામાંથી એકને ખોલતા કહ્યું. " એ જરૂરી નથી કે એક વ્યક્તિ સામાન્ય અથવા કુલીન છે, જો કોઈ વ્યક્તિને શરદી થાય છે, તો તે તેનું મૃત્યુ કરી શકે છે." આ તે ચૂલા પર ચાની કીટલી મુક્તા બોલી."વપરાશ વ્યક્તિઓ કે સંજોગોનો કોઈ આદર કરતો નથી."આ તે ચાના ડબ્બા સામે જોઇને બોલી. મારે જવાબ આપવાની કોઈ જરૂર નહોતી, કારણ કે તે મારી સાથે વાત કરી રહી ન હતી. તેણીને મને આવું કંઈ કહેવાની પરવાનગી ન હોત. "કોઈ વ્યક્તિ માટે સ્વતંત્ર મનનાં હોવું તે ખૂબ જ સારી વાત છે, ક્વિન્સી, પ્લ્યુરીસી, ન્યુમોનિયા (બધા એક પ્રકારના રોગો છે) તેનાથી પણ ખરાબ શોધ્યા વિના." ચાના કપ સામે જોઈને તે બોલી. પછી તેણી મારી તરફ ફરી, અને તેનો સ્વર પણ વિરુદ્ધ તરફ હતો, "માફ કરશો, મિસ ઇનોલા, શું તમે લંચ લેશો? તમે તમારી ખુરશી ચૂલાની નજીક કેમ નથી ખેંચી રહ્યા?"
"જો હું ખાઇશ તો હું બ્રાઉન ટોસ્ટ જ ખાઇશ. પરંતુ ના, મને લંચની જરૂર નથી. શું મમ્મી તરફથી કોઈ સંદેશો આવ્યો છે?" જોકે મને પહેલેથી જ જવાબ ખબર હતો - લેન અથવા શ્રીમતી લેન એ જો હજુ પણ કંઈ સાંભળ્યું હોત તો તેઓ મને તરત જ કહી દેત, તો પણ હું પૂછ્યા વિના રહી શકી નહીં.
"કંઈ પણ નહીં, મિસ." તેણીએ બાળકને વીંટાળતી હોય તેમ તેના હાથ તેના એપ્રોનમાં લપેટ્યા.
હું ઊભી રહી. "તો પછી મારે કેટલીક અગત્યની નોંધો લખવાની છે."
"મિસ ઈનોલા, પુસ્તકાલયમાં ગરમાવો લાગે તે માટેની આગ નથી. મને ત્યાંની વસ્તુઓ અહીં ટેબલ પર તમારા માટે લાવવા દો, મિસ."
મને આનંદ થયો કે મને તે અંધકારમય ઓરડામાં ચામડાની મોટી ખુરશીમાં બેસવું પડ્યું નહીં. હુંફાળા રસોડામાં શ્રીમતી લેન અમારા પરિવારના નામવાળા કાગળ, શાહીનો ખડીયો અને લાઇબ્રેરી ડેસ્કમાંથી ફાઉન્ટેન પેન, કેટલાક બ્લોટિંગ પેપર સાથે લઈ આવી.
પેનને શાહીમાં ડૂબાડીને, ક્રીમ રંગની સ્ટેશનરી પર મેં સ્થાનિક પોલીસને થોડા શબ્દો લખ્યા, તેમને જાણ કરી કે મારી માતા ક્યાંક અજાણ્યા સ્થળે ભુલી પડી ગઈ હોય તેવું લાગે છે અને તેમને કૃપા કરીને તેણીની શોધનું આયોજન કરવા વિનંતી કરી.
પછી હું વિચારતી બેઠી: શું મારે ખરેખર કરવું પડશે?
કમનસીબે, હા.
હું તેને હવે મુલતવી રાખી શકતી ન હતી.
ધીમે ધીમે મેં બીજી એક નોંધ લખી, જે ટૂંક સમયમાં વાયર દ્વારા માઇલો સુધી ફરતી રહેશે અને ટેલિટાઇપ મશીન દ્વારા છાપવામાં આવશે.
જે નોંધ હતી કે-
*લેડી યુડોરિયા વર્નેટ હોમ્સ ગઈકાલથી ગુમ થઈ ગઈ છે. કૃપા કરીને ઈનોલા હોમ્સને રોકવાની સલાહ આપો.*
મેં આ વાયર પાલ મોલ, લંડનના માયક્રોફ્ટ હોમ્સને મોકલ્યો હતો.
અને એ જ સંદેશ બેકર સ્ટ્રીટ,લંડનના શેરલોક હોમ્સને પણ.
મારા ભાઈઓ.