લેખ:- સ્વામી વિવેકાનંદજીનાં સુવિચારો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
રાષ્ટ્રીય યુવા દિવસ તો સૌને ખબર છે. શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ. પરંતુ બહુ ઓછાં લોકોને ખબર છે કે 4 જુલાઈ એ એમનો નિર્વાણ દિન છે.
ઘણાં વર્ષોથી આ બે દિવસોએ હું મારો નીચે લખેલો લેખ કે જેમાં સ્વામીજીએ આપેલ સુવિચારો છે એ વાંચું છું. આજે આ સુવિચારો આપ સૌ સાથે વહેચું છું.
નોંધ:- આપેલ તમામ સુવિચારો ઈન્ટરનેટ પરથી લીધેલ છે.
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
દેશ ને બળવાન પ્રાણવાન અને શ્રદ્ધાવાન યુવાનોની જરૂર છે.
ચિંતન કરો ચિંતા નહિ હમેંશા નવું વિચારો અને નવું કરો.
જીવન ને સાર્થક કરવું હોય તો સમય ને સાચવો, સમય ની કિંમત કરો અને આળસ ને દૂર કરો.
જેવુ તમે વિચારશો તેવા તમે બની જશો. પોતાને નિર્બળ માનશો તો નિર્બળ બનશો અને સબળ માનશો તો સબળ બનશો.
જ્યારે આપણે કામ કરવા બેસીએ ત્યારે બીજું બીજું બધું ભૂલી જઈને એકાગ્ર થઈને કાર્ય કરવું જોઈએ.
હ્રદય અને મગજ ના ટકરાવમાં હંમેશા હ્રદય નું સાંભળજો.પરાધીનતા દુઃખ છે, સ્વાધીનતા સુખ છે.
જ્યાં સુધી આપણને પોતાની જાત પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહિ થાય.
ચારિત્ર્ય થી બુદ્ધિ આવે પરંતુ બુદ્ધિ થી ચારિત્ર્ય નથી આવતું.
જે આગ આપણને ગરમી આપે છે તે આગ આપણો નાશ પણ કરી શકે છે.
જે સમયે જે કામનો સંકલ્પ કરો તે કામને તે જ સમયે પૂર્ણ કરો નહિ તો લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે.
જીવન માં વધારે સંબંધો હોવા જરૂરી નથી પણ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે.
દિવસ માં એકવાર પોતાની જાત સાથે વાત કરો નહિ તો દુનિયા ના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો અવસર જતો રહેશે.
ખુદ ને ક્યારેય પણ કમજોર સમજવું એ સૌથી મોટું પાપ છે.તમારા ભાગ્યવિધાતા તમે જ છો.
ઇચ્છાશક્તિ દ્વારા સઘળું કાર્ય સિદ્ધ થઈ શકે છે.
સારા કર્યો માં સો વિઘ્નો આવે છે તે સ્વીકારી લો.
નિષ્ફળતાઓ જીવન નું સૌંદર્ય છે.
એકાગ્રતા એ સર્વજ્ઞાન નો સાર છે.
જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સિખીએ અનુભવ જ વિશ્વ માં શ્રેષ્ઠ શિક્ષક છે.
તમને કોઈ શીખવાડી નથી શકતું. કોઈ ધાર્મિક બનાવી નથી શકતું. તમારે બધું જાતે જ શીખવાનું છે. આત્મા થી શ્રેષ્ઠ શિક્ષક કોઈ નથી.
જે દિવસે તમારા સામે કોઈ અડચણ ના આવે તો સમજી લેવું કે તમે ખોટા રસ્તે ચાલી રહ્યા છો.
જોખમ લેવાથી કોઈ દિવસ ડરવું નહિ. જો તમે સફળ થશો તો નેતૃત્વ કરી શકશો. અને નિષ્ફળ થશો તો અન્ય ને માર્ગદર્શન આપી શકશો.
બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલાથી જ આપણી છે. એ આપણે છીએ કે આંખો પર હાથ રાખી ને રડીએ છીએ કે કેટલો અંધકાર છે.
કોઇની નિંદા ન કરવી. જો મદદ માટે હાથ આગળ કરી શકો છો તો જરૂર આગળ વધારો. જો ન વધારી શકો તો હાથ જોડો, આપના ભાઇઓને આર્શીર્વાદ આપો અને એમને તેમના માર્ગે જવા દો.
જ્યારે લોકો આપને ગાળો આપે તો તમે એમને આશીર્વાદ આપો. વિચારો, તમારા ખોટા દંભને બહાર નીકાળવામાં એ તમારી કેટલી મદદ કરી રહ્યા છે.
જ્ઞાન સ્વયંમાં વર્તમાન છે. મનુષ્ય માત્ર એમનો આવિષ્કાર કરે છે.જ્યાં સુધી તમે ખુદ પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી આપ ભગવાન પર વિશ્વાસ નહીં કરી શકો.
વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
જે મનુષ્યને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. જુના ધર્મોએ કહયું છે.”જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.” નવો ધર્મ કહે છે. “જેને પોતાનામાં જ શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.”
સ્વામી વિવેકાનંદ ના સુવિચાર એ યુવાધન ને જુસ્સો પૂરો પાડે છે અને તેમણે માત્ર ભારતના ઉત્થાન માટે કામ કર્યું નથી પરંતુ લોકોને જીવન જીવવાની કળા પણ સમજાવી હતી. તેમના જીવનના ચાર સુત્રો હતા, લક્ષ્ય, નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠન. ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તી સુધી મંડ્યા રહો તેમનું સૂત્ર લોકોને આજે પણ ધ્યેય પ્રાપ્તી કરવામાં યુવાનો ને પ્રેરણા આપવામાં મદદરૂપ થાય છે.
સ્વામી વિવેકાનંદ ના સુવિચાર માં ઘણી વાતો કરી છે જેને અનુસરવાથી તમારૂ જીવન બદલાઇ શકે છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ ના સુવિચાર ને અનુસરવાથી માણસ ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતો દરેક પરિસ્થિતિ માં કેવી રીતે ચાલવું તે સ્વામી વિવેકાનંદ ના સુવિચાર દ્વારા ખૂબ સારી રીતે સમજી શકાય છે.
આભાર
સ્નેહલ જાની