Accident in Gujarati Travel stories by The Hemaksh Pandya books and stories PDF | અકસ્માત

Featured Books
Categories
Share

અકસ્માત

         વહેલી સવારે અચાનક પત્ની સાથે સાપુતારા જવાનો અને વસંતમય વાતાવરણમાં ખોવાઈ જવાનો વિચાર આવતા મને બંને પ્રેમી યુગલ અમારી મસ્ત મજાની ઓડી કાર લઈને નીકળી પડ્યા.

        1 જુલાઈ 2025 ની પરોઢમાં રશું તૈયાર થઈને મને જગાડીને બેગ પેક કરે છે અને હું પણ લગભગ 5 વાગ્યા સુધીમાં તૈયાર થઈ ગયો, 6 વાગ્યાની આજુબાજુ મને બંને પ્રેમી યુગલ અમદાવાદથી નીકળી એક્સપ્રેક્ષ હાઇવે પર પહોંચી ગયા હતા, રસ્તામાં રશુની વાતોના અને હાથના બંને પ્રકારના વડા નો આનંદ લીધો અને વાતો કરતા કરતા 10 વાગ્યાના સુમારે રશુના પપ્પાના ઘરે પહોંચ્યા.... 

       ત્યાં પહોંચી સાસુ- સસરા, સાળો, સાળીનો પરિવાર બધા જ એક જ ગાડી કરીને નીકળી ગયા સાપુતારાની સોનેરી સફરમાં... વર્ષાઋતુની સુંદર મજાની મહેકની સાથોસાથ પ્રિયતમા સાથેની લાંબી મુસાફરીની મજા તો કંઈક અલગ જ છે, અને કેમ ના હોય!!! મારુ કુદરતી સોંદર્ય મારી સાથે જ તો હતું....

        લગભગ 1 વાગ્યો ને રશું એ અંતાક્ષરી શરૂ કરાવી કેમ કે તેને ચૂપ રહેવું કે ચુપકીધી ભર્યું વાતાવરણ બિલકુલ ના ગમે.... એટલે 2 ગ્રુપમાં અમે બધાં વહેંચાઈ ગયા , જ્યાં એક તરફ નારી શક્તિ તો બીજી તરફ પુરુષ પ્રધાન... બિચારા સસરાને પહેલી વાર સાસુની સામે જીતવાનો મોકો મળ્યો હતો એટલે એ ખૂબ જ જુસ્સામાં હતા અને અમે બધાં પણ તેમની ખુશીમાં સામેલ હતા, કે જીતી ગયા તો ઠીક છે નહિતર હથિયાર હેઠાં મૂકી દેવા....

      વાહ!! અતિસુંદર, પહેલીવાર આવી સુંદર વાતાવરણ જોયું જે દક્ષિણ ગુજરાતમાં આવેલ સાપુતારા.... જીવન સંગીની સાથે હાથમાં હાથ નાખી અદભૂત નજારાનો લ્હાવો લેવો એ અદ્વિતીય હતું.... સાંજનો સમય જે સૂર્યાસ્તનો સમય છે એ નજરો જોવા હજારો લોકો ઉમટી આવે છે... 2 કલાક રોકાયા પછી બધાની ઈચ્છા હતી કે રોકાઈ જવામાં મજા આવશે એટલે ત્યાં જ રાત્રી રોકાણની વ્યવસ્થા કરી.....

     રાત્રે વરસાદ મંદ મંદ ગતિમાંથી ધીરે ધીરે લુપ્ત થઈ જતા મારા બાજુમાંથી નાનકડો અને વ્હાલો અવાજ આવ્યો કે, માસા ચાલોને બહાર કેમ્પ ફાયર કરીને મસ્તી કરીએ, plz... નાનકડા વંશની વાતને હું ટાળવાનો પ્રયત્ન કરવા જ જતો હતો ને ત્યાં ઘડીકભરમાં ધીંગાણું કરી નાખે તેવી નટખટ રશું બોલી કે, હા એ જ તો કરવા માટે રોકાયા છીએ અને તેની સામે કાંઈ જ ચાલ્યું નહિ અને અંતે રાત્રે 3 વાગ્યા સુધી કેમ્પ ફાયર કર્યો ને મજા કરી.... 

       વહેલી સવારે સૂર્યોદયનો નજરો.....!!! Oh My God!!! superb હતો... જેને નિહાળ્યા બાદ... નીચેની તરફ આવતા મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત કરી અને અમારો સમસ્ત પંડ્યા પરિવાર ત્યાંથી બાજુમાં જ આવેલ રિવારમાં બોટની મજા માણવા પહોંચી ગયા.... 

        રશું એ કહ્યું કે, સરજી આપણે બંને એકલા જવું છે કે 4 સાથે જઈએ. એટલે મેં પૂછી લીધું કે 4 માં કોણ કોણ? એટલે તેને કહ્યું કે બેનને જીજુ કા તો મમ્મી પપ્પા.... એટલે મેં બેન અને જીજુ તરફ ઈશારો કરીને બતાવ્યું કે એ બંને તેમના દીકરા અને તારા ભાઈ સાથે સવારી પર નીકળી ગયા છે.... એટલે છેલ્લે અમે 4 વધ્યા, તો અમે 4 એક જ બોટમાં નીકળી ગયા સાપુતારાની લંબાઈ પામવા..... ખૂબ જ આનંદિત પળમાં પસાર થયાનો આનંદ થયો ને હવે ભૂખ લાગી.... wait મને નહિ મારી ભુખ્ખડને... એટલે ભોજન લઈને પરત ફરવાનો નિર્ણય લીધો.

        અંદાજીત સાંજના 4 વાગે અમે લોકો સુરત પરત પહોંચ્યા. રશું એ ઈચ્છા વ્યક્ત કરી કે કાલે સવારે વહેલા જઈશું આજે થાક અનુભવાય છે....

      3 જુલાઈને ગુરુવારે સવારે 5 વાગે સુરત છોડી દીધા બાદ એક્સપ્રેસ હાઇવે પર અચાનક ભયંકર આવાજ અને બે વાહન વચ્ચે થયો અકસ્માત.... એક પરિવાર કારમાં કે જેને જોઈને મારુ અંતર આત્મા વિહ્વળ બની ગયું ને હું કંપન કરવા લાગ્યો.... રશું આમ નાદાન પણ તેણે મને સંભાળી લીધો અને અમે બંને બીજા લોકોની જેમ જ પરિવારની મદદે પહોંચ્યા.... ટ્રક ડ્રાઇવરને સામાન્ય ઇજા થયેલી પણ એ ભાગી છૂટ્યો, પણ આ પરિવારના દરેક સભ્યોની હાલત ખૂબ જ ગંભીર હતી.... 108 ને કોલ કરી બોલાવ્યા અને પછી ઘરે પહોંચ્યા...

       મસ્તી ભર્યા કામના ભારથી છુટકારો મેળવી મન ખાલી કરીને, સુંદર સવારમાં પ્રેમ ભર્યા સ્પર્શ સાથે અચાનક એક અવૈચારિક ઘટના સામે આવી જતા દુઃખ થાય છે.... અકસ્માત જે એક પરિવારનો નહિ , અઢળક લાગણીનો હતો , અઢળક સ્વપ્નનો હતો.... જે મારા માનસપટ પરથી જતો નથી....

      આ કહેવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે, મોડું થાય તો વહેલા તૈયાર થઈને પહોંચો પણ અતિશય over speed તમને અયોગ્ય જગ્યા એ પહોંચાડશે , so plz be careful your family is waiting for you...


-@The_Hemaks_Pandya