Spyder - 1 in Gujarati Drama by MEET Joshi books and stories PDF | Spyder - એક જાળ - ભાગ 1

Featured Books
Categories
Share

Spyder - એક જાળ - ભાગ 1

પ્રારંભ 

વર્ષો સુધી મંદિરમાં માનતાઓ માન્યા પછી, પ્રાર્થનાઓ, વ્રત, યાત્રાઓ કર્યા પછી આખરે શાહ પરિવારના ઘરે પારણું બંધાયું.
કીર્તિકુમાર શાહ અને ઊર્મિલાબહેન શાહ માટે એ દિવસ જીવનનો સૌથી મોટો તહેવાર હતો.

દિકરી આવ્યા પછીના વર્ષો સુધી સંતાનની રાહ જોતા બાંધ્યા સ્વપ્નો આજે પુર્ણ થયા.

“આ ભગવાને અંતે આપણી પ્રાર્થના સ્વીકારી અને આપણી ઈચ્છા પૂરી કરી છે… આપણને જે જોઈએ એ ભગવાને આપી દીધું,” કીર્તિકુમાર ઉર્મિલાને કાંધે હાથ મુકી બોલ્યા.

રોહિત શાહ જે ઘરના લાડકો , પરિવારની આંખોનો તારો.
લાડ-પ્રેમમાં ઉછેર્યો, દરેક ઈચ્છા પૂરી કરાઈ – મોંઘા ગેજેટ્સ, branded કપડાં, pocket money અને બીજું બધું જ જે જોઈતું હતું તે એ જ સમયે મળ્યું.

“મારા દિકરા ને દુઃખ નથી જોઈ શકીશ નહીં,” ઊર્મિલા વારંવાર કહતી.

છેલ્લા ૧૦ વર્ષમાં કોઈ સંતાન નહીં,તેથી રોહિત ની બધી જીદ પૂરી કરતા ,તેની દરેક વાતમાં "હા", તેની કોઈ  જ વાત માં કોઈ “ના” કહેતું નહોતું.

સમય જતાં…
રોહિત મોટો થયો. શાળા માં સારો વિધાર્થી હતો.
પરંતુ કોલેજ શરૂ થતા smartphone, social media, reels… ધીરે ધીરે reel નું ચકચકતું જાળ સાચા જીવન કરતા મીઠું લાગ્યું.

“Mummy, બધાના Instagram માં હજારો follower છે, મારી reel viral કેમ નહીં થતી?”
“બેટા, થશે… ભગવાન ઉપર વિશ્વાસ રાખ,” ઊર્મિલાએ મમતા ભર્યું જવાબ આપ્યું.

પરંતુ
આ reel, fame, follower ni પાછળ તે જાણે પાગલ થઈ ગયો.Social Media નું આ વ્યસન અને influencer બનાવની તડપ તેના મન માં ઘર કરી ગઈ.ધીમે ધીમે તે એમાં ને એમાં જ રચ્યો પચ્યો રહેવા લાગ્યો.
તેના નાનપણ ના મિત્રો રાજ અને નિરાલી તેને ચેતવણી આપતા.

“રોહિત, સાંભળ… આ બધું માત્ર reel life છે, આની પાછળ real life ભૂલી ના જવાય.”

પણ રોહિત ગુસ્સે થઈ ઉઠતો
“તમે મારી ઈર્ષા કરો છો, મારી personal life માં પગ ન નાખો હું વિનંતી કરું છું!!!!”

કૌટુંબિક પ્રેમ અને વધુ પડતા લાડથી ઉછેરેલો દીકરો – Social media ની લતમાં ફસાતો ગયો.
અને એ જાણ્યું પણ નહીં…
કે એ ધીરે ધીરે 🕸️ Spyder – એટલે કે social media ના જાળમાં ઘૂસી રહ્યો છે…
જ્યાંથી બહાર નીકળવું એટલું સરળ હતું નહીં.


નવું યુગ – નવું પ્રારંભ

કોલેજનું પહેલું સેમેસ્ટર – રોહિત માટે બધું નવું હતું:
નવો કેમ્પસ, નવા ચહેરા, કલરફુલ crowd, glamour, freedom…
અને importantly – unlimited internet & social media...

કોલેજના canteen ની ખચાખચ ભીડ… કોઈ reel બનાવી રહ્યું છે, કોઈ selfie, કોઈ loud group chat.
તો કોઈmobile માં editing app ખોલી video edit કરી રહ્યું હતું.રોહિત ત્યાં ખૂણા માં બેઠો બેઠો mobile માં reel જોઈ રહ્યો હતો.

એ જ સમયે cafeteria ના મુખ્ય દરવાજે થી અંદર આવ્યા નવા બે faces –
એક – branded cap, confident walking style, bold body language, આંખોમાં તાજગી અને Entry થાય છે રોકી નામ ના છોકરાની અને 
બીજી – stylish top, long hair, insta look, slow charming smile સાથે બીજી છોકરી સીમા ની.

રોકી સીધો રોહિત ની ટેબલ પાસે આવ્યો, mobile screen જોઈ:"Bro! તારી reel જોઈ… good try… but cheap editing bro!”

રોહિત (આશ્ચર્ય સાથે): “તમે મને ઓળખો છો?”

“Of course! Bro, social media માં બધા જ બધા ને ઓળખે છે.તારી reel જોઈ હતી એટલે ઓળખું છું!"

ત્યાં જ ઊભેલી સીમા પણ રોકીના bold શબ્દો વચ્ચે ધીમી અવાજે, આંખોમાં confidence લઈને બોલી “Ignore him, Rohit… you actually have natural screen presence. થોડી creativity, થોડું attitude લઈ આવ...we can help.”

રોહિત speechless થઈ ગયો...આંખોમાં first time real appreciation.

થોડા જ સમયમાં રોકી અને સીમા રોહિત ના નવા મિત્રો બની જાય છે.
canteen, library, campus – everywhere રોકી અને સીમા જોડે જ ફરતો..

“Bro, trending audio યુઝ કર..” Roky Rohit ને મદદ કરે છે.
“Cut short reels – audience loves fast edits,” Seema હળવા અવાજ માં smile સાથે રોહિત ને સલાહ આપે છે.

1–2 reels માં thousand views, comments “Superb bro!”રોહિત રોકીને ઉર્જા પૂર્વક ભેટી પડે છે.

Roky: “Bro, real life boring છે… online life માં એક star(Celebrity) જેવી ફીલ આવે છે!, હું મારા મિત્રો રાજ અને નિરાલી ને આ good news આપી આવું."
Seema: “Forget old boring friends Rohit, they don’t get you.”

“New friends, new fame, new life…
Old life ભૂલી જવાયું – this is better Rohit.they don’t get you.”

પરંતુ કેમેરા ની પાછળની અને social media ની અંદર ની દુનિયા ખૂબ જ ઊંડી હતી.

First taste of fame

એ રાત્રે Rohit રૂમમાં બેઠો હતો– રોકી અને સીમા સાથે લીધેલી રીલ edit કરતો.
સીમા એ suggest કરેલા trendy audio, Roky એ બતાવેલા fast cuts
mobile screen ઉપર final “Post” button જ જોયું – click!

Countdown
Rohit’s ની આંખો screen પર જ હતી...જોત જોતા માં2 views… 10… 20…
મીનીટો માં 200 views… 500!

Heartbeat fast – હાથ ધીમે ધીમે કાંપી રહ્યો…ધીમે ધીમે excitement વધી રહી હતી!!!!

Next morning canteen

Canteen gate ખોલતાં જ બે juniors બોલ્યા:
“Bro, તારી રીલ જોઈ… amazing!”

સીમા table પાસે બેઠી, soft smile:
“See Rohit… you can do it. I told you!”

Rocky રોહિત ની પીઠ થાબડે છે:
“Bro, next week 10K! Be ready!”

ધીમે ધીમે કૉમેન્ટ્સ વધવા લાગી 
“🔥🔥🔥”
“Superb edit bro!”
“Killer moves bro!”

Rohitના હાથ હરખમાં ને હરખમાં ધ્રુજી રહ્યા હતા
“Are they really talking about me?” – first time real pride, thrill..."

Rohit mobile screen માં જોઈને internally બોલે છે:
“Wow… રોહિત શાહ… popular????!”
“Real life boring… એના કરતા તો આ better છે!!!”

Old friends sidelined

સોશિયલ મીડિયાનાં વધુ પડતા ઉપયોગ અને Reel ના ચક્કર માં રોહિત તેના જૂના મિત્રો ને કેવી રીતે sideline કરે છે તે આગળ ના ભાગ Spyder - એક જાળ(ભાગ-2) માં....

(ક્રમશ:)