Svapnasundari - 1 in Gujarati Love Stories by Chasmish Storyteller books and stories PDF | સ્વપ્નસુંદરી - 1

Featured Books
Categories
Share

સ્વપ્નસુંદરી - 1

PART 1

અવાજોના સોરગુલની વચ્ચે એક ગ્લાસ ધડામથી ટેબલ ઉપર પછડાણો અને બધો સોરગુલ મ્યુટ થઈ ગયો. ત્યારે જ એક વેટર બીયરની બોટલ લઈને ટેબલ નંબર 616 પાસે આવ્યો અને ખાલી ગ્લાસમાં બીયર ઉમેરવા લાગ્યો.

'તો કેવી લાગી?'  બીયરનો ગ્લાસ ભરાતાં વ્યક્તિએ પોતાની ભારી અવાજ સાથે પૂછ્યું.

'સુપર્બ, માધવ!' સામે બેઠેલા ગોળમટોળ વ્યક્તિએ ગ્લાસ ખાલી કરતા કહ્યું. વેટરે તેનો પણ ગ્લાસ બીયરથી છલકાવ્યો. 

'તો હવે તું જ કહે, આયુષ.' માધવે બીયરની સીપ લેતા ગોળમટોળ આયુષને પૂછ્યું, 'હું ખોટો હતો? મારી કઈ પણ ભૂલ હતી?' 

'ના!' બીયરનો ગ્લાસ એક ઘૂંટમાં પીતા આયુષે કહ્યું, 'ભૂલ તો બધી તેની હતી.' 

'તો હું કેમ તેને ભૂલી શકતો નથી.' 

'કારણ કે તું એને દિલથી પ્યાર કરતો હતો. પણ એ તારો બસ યુઝ કરતી હતી.' 

'હું આ વાત પેલે કેમ ન સમજી શક્યો? ખુશાલી! તે આવું કેમ કર્યું.' માધવે ઊંચા અવાજ સાથે કહ્યું.

'અરે, તું કેમ સેડ થાશ? તને એનાથી પણ વધારે બ્યુટીફુલ છોકરી મળશે, યાર.' આયુષએ માધવના ખંભા ઉપર હાથ રાખતા કહ્યું. 

માધવે આયુષનો હાથ ઝટકાથી હટાવ્યો અને બીયરનો ગ્લાસ ખાલી કર્યો, 'ના! મારે કોઈ છોકરી જોતી નથી. હું એકલો જ સારો છું. મને કોઈની જરૂર નથી. અરે, મારી પાસે શું નથી. હેડસમ દેખાવ છું, દિલદાર છું, ઘરની દુકાન છે, દિલ માંગું તો જીવ આપે એવા ભાઈબંધો છે. શું ઘટે છે મારામાં?' 

'કઈ નહી.' 

'તોય ખુશાલી મૂકીને ગઈ. મને! આ માધવ બારોટને! અને એ પણ ઓલા લફંગા શ્યામ માટે.' 

'અરે, ભૂલી જા હવે એણે. એ તારો ટ્રુ લવ નહોતું.' 

'બરોબર. એકદમ બરોબર. ટ્રુ લવ નહોતું! સાચમાં તો ટ્રુ લવ જેવું કઈ હોતું જ નથી. એ બધી વાતો પિક્ચરોમાં જ સારી લાગે. ટ્રુ લવ માણસોની ઇમેજીનેશનમાં જ હોય છે, સાચનમાં એવું કઈ નથી હોતું. સાચી દુનિયામાં તો એક માણસ બીજાનો કેવી રીતે યુઝ કરી શકે, એ જ લવ છે. છોકરીઓ પૈસા પાછળ ભાગે અને છોકરાઓ...'

'સેક્સ.' 

'હા. બસ. પછી જેમ યુઝ પૂરો કે તું કોણ ને હું કોણ અને ત્યારે લવ પણ પુરો થઈ જાય.'

'એકદમ સાચું કહ્યું, માધવ! ટ્રુ લવ જેવું કઈ જ નથી હોતું. લવ ફેક જ હોય છે.' 

ત્યારે વેટરે બંનેના ગ્લાસ બીયરથી ભરી દીધા. 

'તો આ જામ ફેક લવના નામ.' આ કહીને માધવે પોતાનો ગ્લાસ ઉપર કર્યો. આયુષે પોતાનો ગ્લાસ માધવના ગ્લાસ સાથે અથડાવ્યો અને ચિયર્સ કર્યું. 

માધવે બીયરની સીપ લીધી અને ત્યારે તેનું ધ્યાન બાજુના 615 ટેબલ ઉપર ગયું. ત્યાં એક છોકરી બેઠી હતી જે ગોળાકાર ચશ્માના ગ્લાસમાંથી માધવ તરફ જોઈ રહી હતી. તે છોકરીની સ્કિન રેસ્ટોરન્ટની લાઇટમાં ગ્લો કરતી હતી, જેમ તારાઓની વચ્ચે ચંદ્રમાં હોય. તેના કાળા અને લાંબા વાળ હવામાં સળવળતા હતા અને તે એક લટને આંગળીમાં ફસાવીને કાનની પાછળ રાખતી હતી. ચશ્માની પાછળથી પણ તેની આંખોની ચમક દેખાતી હતી જે અત્યારે માધવ ઉપર પડી રહી હતી. તે બધા વિચારો પડી ભાગ્યા જ્યારે તે છોકરીએ સ્માઈલ કરી અને તેના ગાલ ઉપર ડિમ્પલ ઊભરી આવ્યા, જે તેના ચહેરાની સુંદરતાને વધારતા હતા. તે છોકરી માધવને કઈક કહેવા જતી હતી ...

કે ત્યારે જ માધવની આંખો ખુલી અને તે જાગી ગયો. તેણે પોતાની આજુબાજુ જોયું, તે પોતાના બેડરૂમની સેટી ઉપર સૂતો હતો.તે બેઠો થયો અને ઓશિકા પાસે રાખો ફોન લીધો. તે સ્વિચૉફ હતો. બારી બહારથી સુરજ પ્રકાશ ફેંકતો અને ગાડીઓના હોર્નની અવાજ સંભળાતી હતી. માધવે મોઢાથી નીકળતી લાળ સાફ કરી અને દીવાલ ઉપર ટાંગેલી ઘડીયાળ તરફ જોયું જેમાં 11.30 વાગ્યા હતા. અચાનક માધવને યાદ આવ્યું કે, 12 વાગ્યે તેને એક જગ્યાએ પહોંચવાનું હતું, સ્કૂલે. 

***

ધોરણ 12 કોમર્સના ક્લાસમાં ઇકોનોમિકસના સર બોર્ડ ઉપર દાખલો લખતા હતા. માર્કર અને વાઇટ બોર્ડના મિલનથી ચુ- ચુ અને ટક-ટક જેવી અવાજ આવતી હતી. બોર્ડની સામે, બેચિન્સ ઉપર છોકરાઓ બંધ થતી આંખોને ખોલતા અને બગાસાં ખાતા બેઠા હતા. છેલ્લી બેંચના કોર્નર ઉપર માધવ બેઠો હતો, જે અત્યારે બીજા જ વિચારોમાં ખોવાયેલો હતો. જ્યારે તેણે આંખો બંધ કરી, ત્યારે તેને સ્વપ્નમાં જોયેલી પેલી છોકરી દેખાણી. ફૂલજેવા ગુલાબી તેના હોઠ, રાત્રિ આકાશ જેવા તેના વાળ, ચાંદ જેવું રૂપ અને સુરજ જેવી આભા. માધવ તેને ભૂલી શકતો નહોતો અને ભૂલવા માંગતો પણ નહોતો. તેના રૂપમાં ખોઈ જવા માંગતો હતો. તેના હોઠ સાથે... 

'માધવ!' ગુસ્સાથી સાંભળતી આ અવાજ તરફ માધવે આંખો ખોલીને જોયું. ત્યાં ઇકોનોમિકસના સર હતા. તેમની આંખોમાંથી અંગારા નીકળતા હતા. 'રાત્રે ક્યાં હતો?' 

'ઘરે જ હતો, સર.' માધવે પોતાનો બચાવ કરતા કહ્યું. 

'ઘોડા વેચવા નહોતો ગયો?' 

'ના.' 

'તો અત્યારે ઘોડા વેચીને કેમ સૂતો હતો?' 

આખો ક્લાસ હસવા લાગ્યો. ખી-ખી હા-હાની વચ્ચે ત્રણ જ જણા નહોતા હસતા. વાઇટ બોર્ડ પાસે ઊભેલા ઇકોનોમિકસના સર, છેલ્લી બેન્ચ ઉપર બેઠેલો માધવ અને પેલી બેન્ચ ઉપર બેઠેલો આયુષ. 

'ગેટ આઉટ!' 

***

'મેં કેદી બીયર નથી પીધી.' આયુષે કહ્યું. 

બ્રેક પડતા માધવ આયુષ પાસે ગયો અને સ્વપ્નમાં જોયેલી છોકરી વિશે જણાવ્યું. એ બધું સાંભળ્યા પછી આયુષ હસવા લાગ્યો. એ જોઈને માધવનું મોઢું ગુસ્સેથી લાલ થઈ ગયું. એ જોતા આયુષે માધવને સમજવાની ટ્રાઈ કરી. 

'તે પણ કેદી બીયર નથી પીધી. પીધી છે?' આયુષે પૂછ્યું. 

'ના.' માધવે માથું નમાવતા કહ્યું. તે જાણતો હતો કે, આયુષ શું કહેવા જઈ રહ્યો છે. 

'તો તું એક સ્વપ્નને આટલું સિરિયસલી ન લે.' 

'પણ હું પેલીનું મોઢું નથી ભૂલી શકતો.' માધવે આયુષની સામે જોતા કહ્યું. આ સાંભળતા આયુષની આંખોમાં એક ચમક આવી. 

'આ બધું ખુશાલીને કારણે થાય છે.' આયુષ કહ્યું. 

'હવે આમાં ખુશાલી ક્યાંથી આવી?' 

'એ તને મૂકીને ગઈ તો તું દેવદાસ બની ગયો છો. તને તો એ સ્વપ્નમાં પણ દેખાય છે.' 

'ના, એ ખુશાલી નહોતી.' 

'તો?' 

'એ કોઈ બીજી હતી. મેં આજ પેલે તેણે કેદી જોઈ નથી.' 

'અને આજ પછી કેદી જોવાનો પણ નથી.' આયુષે કહ્યું, 'સ્વપ્ન કેદી રિપીટ થતા નથી. એટલે તને કહું છું, વેકઅપ ટુ દી રિયાલિટી અને એ સ્વપ્નને ભૂલી જા.' 

'પણ યાર, સવારના સ્વપ્ન તો સાચા પડે છે ને. એ છોકરી પણ મને સવારના સ્વપ્નમાં આવી હતી તો સાચનમાં...' 

આયુષ તેની હસી રોકી ન શક્યો. એ જોર જોરથી હસતો હતો. એ જોઈને માધવને ગુસ્સો આવ્યો અને તે ત્યાંથી ઊભો થઈને નીકળી ગયો. આયુષ માધવને જતા જોતો હતો. 

'અરે, એ તો કહે કે, એ છોકરી હોટ હતી કે નહી.' 

***

'એક ચકડોળની ટિકિટ આપજો.' માધવે ટિકિટ વિન્ડો પાસે ઊભીને કહ્યું. 

આકાશમાં ચંદ્રમાં ચમકતો હતો, તારાઓ ટમટમતા હતા અને વાદળો સ્થાન બદલાતા હતા. જેમ ખાંડ જોઈને કીટીઓનું ટોળું ભેગું થાય છે તેમ મેળો જોઈને આજે માણસોનું ટોળું ભેગું થયું હતું. કોઈ વસ્તુ વહેંચવા આવ્યું હતું, કોઈ વસ્તુ ખરીદવા આવ્યું હતું, નાના છોકરાઓ રમકડાંની દુકાન નજીક જતા હતા, મોટા લોકો રમકડાની દુકાનથી દૂર ભાગતા હતા, ન્યૂ કપલ હાથમાં હાથ નાખીને હસતા હસતા વાતો કરતા હતા, ઓલ્ડ કપલના હાથોની વચ્ચે તેમના છોકરાઓ આવી ગયા હતા, ઘણા લોકો થાકીને ત્યાં જ મેદાન ઉપર બેસી ગયા હતા, ઘણા લોકો ઊભા ઊભા વાતો કરતા હતા, નાસ્તાની દુકાન પાસે લાંબી લાઇન લાગેલી હતી, જ્યાં નાસ્તાની ખુશ્બુ કરતા આજુબાજુ ફેલાયેલા કચરાની બદબુ આવતી હતી, એક ખૂણે ચાર પાંચ જણા જગાડતા હતા તો બીજા ખૂણે પોલીસ એ જોતી હતી કે બધી વ્યવસ્થા તો ઠીક છે ને. પણ આ બધાથી થોડે દૂર વિશાળ અને મહાકાય રાઇટ્સ આવેલી હતી જેમાં નાના બાળકોથી લઈને નવ યુવાનો, પેલી વાર આવેલા કપલ્સથી લઈને વર્ષોથી સાથે રહેતા દંપતી, સફેદવાળ હોવા છતાં જુવાનીનો જોસ રાખતા વૃદ્ધો બધા બેસવા માંગતા હતા અને એક એવો થ્રિલ અનુભવ કરવા માંગતા હતા જે સામાન્ય જીવનમાં શક્ય નહોતો. અને એ જ થ્રિલ લેવા માટે માધવ ચકડોળમાં બેસવા આવ્યો હતો. જેની ટિકિટ તેણે ટિકિટ વિન્ડોમાંથી મળી ગઈ હતી અને તે એ લાઇનમાં ઉભો રહી ગયો જે તેને ધીરે ધીરે ચકડોળ નજીક લઈ જશે.

ઘણા ટાઇમથી રાહ જોતા પ્યાસાને પાણી જોઈને જેવો આનંદ પ્રાપ્ત થાય છે એવો જ કઈક આનંદ માધવને ચકડોળમાં બેસતા મળ્યો. ઘડીકમાં તો આખો મેળો નાનો થઈ જતો અને તેના બંને છેડા પકડી શકાતા પણ તેની બીજી જ ઘડીમાં એ મેળો એટલો વિશાળ બની જતો કે, તેના છેડા ક્યાંક ખોવાઈ જતા. માધવની આંખો એ આશ્ચર્યને જોતી હતી કે ત્યારે તેને લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું હતું. માધવે તે તરફ જોયું, ત્યાં એક છોકરી બેઠી હતી જે ગોળાકાર ચશ્માના ગ્લાસમાંથી માધવ તરફ જોઈ રહી હતી. તે છોકરીની સ્કિન ગ્લો કરતી હતી, જેમ તારાઓની વચ્ચે ચંદ્રમાં હોય. તેના કાળા અને લાંબા વાળ હવામાં સળવળતા હતા અને તે એક લટને આંગળીમાં ફસાવીને કાનની પાછળ રાખતી હતી. ચશ્માની પાછળથી પણ તેની આંખોની ચમક દેખાતી હતી જે અત્યારે માધવ ઉપર પડી રહી હતી. તે બધા વિચારો પડી ભાગ્યા જ્યારે તે છોકરીએ સ્માઈલ કરી અને તેના ગાલ ઉપર ડિમ્પલ ઊભરી આવ્યા, જે તેના ચહેરાની સુંદરતાને વધારતા હતા. તે છોકરીને જોતા માધવની આંખો બીજું બધું જોવાનું ભૂલી ગઈ. માધવની આંખો તેની આંખોથી વાતો કરતી હતી. 

ચકડોળનો રાઉન્ડ પૂરો થતા તે છોકરી ઉતરીને બહાર નીકળી ગઈ. તેને જતા જોઈને માધવને હોશ આવ્યો અને તે એ છોકરીની પાછળ પાછળ ગયો. પણ તે છોકરી માણસોના ટોળામાં ક્યાંક ખોવાઈ ગઈ હતી. માધવની આંખો તેને શોધતી રહી પણ તે ક્યાંય મળી જ નહી. માધવ થાકી ગયો હતો. ત્યારે જ તેને એક અવાજ સંભાળની. 

'માધવ!'

માધવ પાછળ વળ્યો. ત્યાં પેલી છોકરી ઊભી હતી. માધવની આંખો અને તેની આંખો મળી. માધવને તે થોડી ડરેલી લાગી.

'શું થયું?' માધવે પૂછ્યું. 

'શું આપણે બીજે જઈ શકીએ?' 

***

'આ છે અહીંયાનું બેસ્ટ કેફે.'  માધવે ઉત્સાહથી કહ્યું. 

પેલી છોકરીના કહેવાથી માધવ તેને મેળાથી દૂર, લવલી કેફેમાં લઈ ગયો હતો. માધવની આંખો જ્યારે છોકરીની આંખોથી મળી ત્યારે માધવને ત્યાં શાંતિ દેખાણી. તે બન્ને જ્યારે ટેબલ ઉપર બેઠા ત્યારે એક વ્યક્તિ ઓર્ડર લેવા આવ્યો. તેને જોઈને માધવે મેન્યુ હાથમાં લીધું. 

'એક પ્લેટ પાઉંભાજી અને એક પ્લેટ મોમોસ.' છોકરીએ પેલા વ્યક્તિને કહ્યું. તે વ્યક્તિ ઓર્ડર લખીને નીકળી ગયો.

'તને કેમ ખબર કે પાઉંભાજી મારી ફેવરિટ છે?' 

તે છોકરીએ કઈ જવાબ ન આપ્યો. 

'તું ત્યાં કોણે શોધતો હતો?' છોકરીએ વાત બદલતા પૂછ્યું.

'તને.' માધવે કઈ પણ વિચાર્યા વગર, જે સાચું હતું તે કહ્યું, 'તને જોઈને મને લાગ્યું કે હું તને ઓળખું છું. શું આપણે પેલા ક્યાંય મળ્યા છીએ?' 

'છોકરીઓથી વાતો શરૂ કરવાની આ કોમન લાઇન થઈ ગઈ છે.  તો માધવ, ટ્રાઇ ન્યૂ.' 

'તને મારું નામ કેમ ખબર?' 

'કારણ કે, હું તારી માટે જ અહીંયા આવી છું.' ટેબલ ઉપર રાખેલા માધવના હાથ ઉપર પોતાનો હાથ રાખતા છોકરીએ કહ્યું. માધવ અને તેની આંખો ફરીથી મળી. 

ત્યારે જ ઓર્ડર લઈને પેલો વ્યક્તિ આવ્યો અને પ્લેટ ટેબલ ઉપર રાખીને નીકળી ગયો. 

'એક પ્રશ્ન પૂછું?' માધવે પૂછ્યું. છોકરીએ હકારમાં માથું હલાવ્યું.

'મેળામાં તને શું થયું હતું?' 

આ સાંભળતા છોકરીની આંખો ઉદાસ થઈ ગઈ. બન્નેના હાથ જુદા પડી ગયા. માધવને થોડું આશ્ચર્ય થયું પણ તે કઈ બોલ્યો નહી. છોકરીનું મોઢું પીળું પળી ગયું અને તેના શ્વાસ લાંબા થવા લાગ્યા. તેની આંખો અસ્થિર હતી જે તેના વિચારોની અસ્થિરતા દેખાડતી હતી. આ બધું જોતા માધવે તેને પાણીની બોટલ આપી. પાણી પીને તે શાંત પડી. 

'હું સાત વર્ષની હતી,' છોકરીએ માધવથી કહ્યું પણ તેની આંખો ટેબલ ઉપર સ્થિર હતી, 'જ્યારે હું પપ્પા મમ્મી સાથે મેળામાં ગઈ હતી. મને મેળો બહુ ગમતો. ચારે બાજુ કલરફૂલ લાઇટ્સ, લોકોના હસતા ચહેરા, દુકાનની ઉપર ટાંગેલાં રમકડા, બેસવા માટે મોટી અને જબર રાઇટ્સ. એ બધી મારી આંખો ખેંચતી હતી. પણ એક એવી જગ્યા જે મને છોડતી જ નહોતી એ હતી મૌતનો કૂવો. મેં ક્યારે પણ મૌતનો કૂવો જોયો નહોતો. એટલે મેં પપ્પાથી કહ્યું, ચાલો, મૌતનો કૂવો જોવા જઈને. પપ્પા ના પાડતા હતા. પણ હું એમ માનવાની નહોતી. હું પપ્પાને ઊભા રાખીને જીદ કરવા લાગી અને એ મારી સૌથી મોટી ભૂલ હતી. કારણ કે, ત્યારે જ ક્યાંકથી ગોળીની અવાજ સંભાળની અને બધા લોકો દોડ ભાગ કરવા લાગ્યા. પપ્પા અને મમ્મી પણ મને લઈને બહારની બાજુ ભાગ્યા. ત્યારે જ પપ્પા અચાનક નીચે પડી ગયા અને બધા લોકો તેમની ઉપર પગ મૂકીને આગળ ભાગવા લાગ્યા. એ દોડધામની વચ્ચે પપ્પાની અવાજ કોઈના કાન સુધી પહોંચી નહીં. પણ મમ્મી ધ્યાન એ બાજુ તરત ગયું. મમ્મીએ મને એક જગ્યાએ સુરક્ષિત મૂકી અને પપ્પાને બચવા ગયા. લોકોના ટોળામાં મને ન તો મમ્મી દેખાતા હતા અને ન તો પપ્પા. હું રોતી હતી અને મમ્મી પપ્પાની બૂમો પાડતી હતી. પણ એ બુમોની કોઈ ફાયદો નહોતો. દસ પંદર મિનિટ પછી બધું શાંત થઈ ગયું. જે વ્યક્તિએ બંધુક ચલાવી હતી તેને પકડી લેવામાં આવ્યો હતો. બધુ ફરીથી નોર્મલ થઈ ગયું હતું. મેળો ફરીથી ચમકવા લાગ્યો હતો, લોકોના હસવાની અવાજ આવતી હતી, દૂર ક્યાંકથી જુદા જુદા ગીતો સંભળાતા હતા. મારા આંસુ સુકાઈ ગયા હતા. કારણ કે, મમ્મી કે પપ્પા કોઈ પાછા આવ્યા નહોતા.' 

છોકરીએ માધવ તરફ જોયું. આ બધું સાંભળતા તેને આઘાત લાગ્યો હતો. છોકરીના આંખના ખૂણામાંથી એક આંસુ સરી પડ્યું. તે ઊભી થઈ અને પોતાનો ગાલ સાફ કર્યો. માધવ તેને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. 

'ત્યાંથી મને મેળાથી ડર લાગે છે.' છોકરીએ કહ્યું અને તે ત્યાંથી નીકળી ગઈ. 

માધવને ઈચ્છા થઈ કે તે એને રોકે, પણ તેનો અવાજ ગળામાં અટકાઈ ગયો હતો. તે કઈ બોલી ન શક્યો. તે છોકરી પેલાની જેમ ખોવાઈ ગઈ. માધવ એકલો પડી ગયો હતો. ક્યાંકથી ટીન... ટીન... અવાજ આવવા લાગ્યો. 

માધવની આંખો ખુલી અને તેનું સ્વપ્ન તૂટ્યું. તેણે ફોનનો એલાર્મ બંધ કર્યો. તે ઉભો થયો અને અરીસા પાસે ગયો. તેને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું જેની આંખોમાંથી આંસુ નીકળતા હતા. 

'મારી જ ભૂલ હતી.' માધવે આંસુ સાફ કરતા પોતાને કહ્યું. 

***

'એક પ્રોબ્લેમ થઈ ગઈ છે, યાર.' માધવે આયુષથી કહ્યું. 

ઇકોનોમિક્સનો લેક્ચર પૂરી થયો અને અને હવે ગેમ્સનો લેક્ચર હતો પણ હંમેશની જેમ કોઈ બોલાવવા આવ્યું નહોતું એટલે બધા સ્ટુડન્ટ ક્લાસમાં જ બેઠા બેઠા વાતો કરતા હતા. એ વખતે માધવ આયુષ પાસે ગયો. 

'સ્વપ્નનો પ્રોબ્લેમ છે?' આયુષે મોઢું બગાડતા કહ્યું. 

'હા, તને કેમ ખબર?'

આયુષનું મોઢું વધારે બગડ્યું. તેને ગુસ્સે આવતો હતો પણ તે કઈ બોલ્યો નહી. તેણે માધવને ઘણી વખત સમજાવ્યું હતું કે, સ્વપ્નને સિરિયસલી ન લે, પણ માધવ કઈ સમજવા તૈયાર જ નહોતો. આથી, આયુષે પણ હાર માની લીધી હતી.

'શું પ્રોબ્લેમ છે? સ્વપ્ન નથી આવતા?' 

'ના!' 

'તો?' 

'સ્વપ્નમાં પેલી છોકરી નથી આવતી.' માધવે ઉદાસ થતા કહ્યું. 

આયુષે પોતાનું માથું બેન્ચ ઉપર નમાવ્યું અને કઈ જ જવાબ ન આપ્યો. માધવ કઈ સમજી ન શક્યો એટલે તેણે પોતાની વાત આગળ વધારી. 

'સાત દિવસ થઈ ગયા પણ એ મારા સ્વપ્નમાં આવી જ નથી. મારા પ્રશ્નથી એને દુઃખ થયું હશે? શું એ પછી કેદી નહી આવે?' 

'અરે, યાર...' માધવની વાત વચ્ચે જ કાપતા આયુષે તેની તરફ જોતા કહ્યું, 'એ બધું એક સ્વપ્ન હતું. તું કેમ એક સ્વપ્નની પાછળ ગાંડો થયો છો? એ બધી તારી ઇમેજીનેશન છે, બીજું કઈ જ નહી. એ છોકરી સાચી નથી. બસ, તારી ઇમેજીનેશન છે.' 

'ઇમેજીનેશન?' માધવ આયુષની વાત ઉપર ભરોસો કરવા નહોતો માંગતો પણ તે જાણતો હતો કે, આયુષ શું કહે છે, 'એટલે એ બધું ખોટું છે? એ બધું મારું જ બનાવેલું છે?' 

'હા! આ જ વાત હું તને સમજાવવા માંગુ છું. એ બધું ખોટું છે. એટલે એ છોકરીને ભૂલી જા અને ભણવામાં ધ્યાન દે. આવતા મહિનાથી એક્ઝામ શરૂ થાય છે. યાદ છે કે નહી?'

માધવ જવાબ દેવાની હાલતમાં નહોતો. તેની અંદર વિચારોનું વાવાઝોડું ફરતું હતું. આયુષની વાતોથી માધવ સ્વપ્નથી વાસ્તવિકતામાં આવ્યો હતો. પણ આ વાસ્તવિકતા તેને પસંદ નહોતી અને ફરીથી પેલા સ્વપ્નમાં જઈને છોકરીથી મળવા માંગતો હતો પણ એ બધું તો ખોટું હતું. માધવ એક એવી વસ્તુની પાછળ ભાગતો હતો જેનું ન તો કોઈ રૂમ હતું અને ન તો કોઈ રંગ. હતું તો માત્ર માધવના મનની અંદર. પણ તે પેલી છોકરીને નહોતો ભૂલી શકતો. તેને એ વિશ્વાસ જ નહોતો થતો કે, તે છોકરી સાચી નથી, પણ તેની જ ઇમેજીનેશન છે. તેની માટે તો તે... 

અચાનક માધવની વિચારશૃખલા તૂટી જ્યારે ઇકોનોમિકસના સર ક્લાસમાં ફરીથી આવ્યા. માધવ ઊભો થઈને પોતાની બેન્ચ ઉપર બેસી ગયો. તે ઉદાસ હતો અને ખોવાયેલો પણ.

'આવતા મહિનાથી એક્ઝામ ચાલુ થાય છે એટલે હવેથી ગેમનાં લેક્ચરમાં હું જ આવીશ.' સરે બુક ખોલતા કહ્યું. 

***

'ધ્યાન રાખજે દુકાનનું.' માધવના પપ્પાએ માધવથી કહ્યું. 

માધવના પપ્પાની કપડાની દુકાન હતી. જાત જાતના રંગબેરંગી કપડાં ત્યાં મળતા હતા. તહેવારોના દિવસે તો આખી દુકાન ગ્રાહકોથી ભરાયેલી રહતી. પણ આજે એક પણ ગ્રાહક નહોતું આવ્યું. માધવના પપ્પા મમ્મીને એક ફંકશનમાં જવાનું થયું એટલે આજે માધવને દુકાન ઉપર બેસવું પડ્યું. 

'હા, તમે બિન્દાસ જાવ.' માધવે તેના પપ્પાથી કહ્યું. 

માધવના પપ્પા મમ્મી કારમાં બેઠા અને ત્યાંથી નીકળી ગયા. માધવ દુકાનમાં એકલો પડી ગયો હતો. ગ્રાહકો આવે અને વિંડો શોપિંગ કરીને નીકળી જાય. હિસાબની બુકમાં આજે એન્ટ્રી પડી જ નહોતી. માધવ પણ બોર થતો હતો અને બગાસાં ખાતો હતો. તે ફોનમાં રીલ્સ જોતો હતો. ત્યારે જ ફોનની બેટરી પતી ગઈ અને તેને ચાર્જિંગમાં રાખવો પડ્યો. 

માધવ હવે કંટાળતો હતો. તેણે ડ્રોવરમાંથી એક ખાલી પેઝ લીધું અને બોલપેનથી એમાં લીટા તાણવા લાગ્યો. ધીરે ધીરે એમાં એક આકૃતિ બનતી ગઈ. એક છોકરીના ચહેરાની આકૃતિ. ખુલા અને લાંબા વાળ, ચશ્માની પાછળ દેખાતી આકર્ષક આંખો, ખૂબસુરત મુસ્કાન અને ગાલ ઉપર પડતા ડિમ્પલ. જ્યારે ચિત્ર પૂરું થયું ત્યારે ઉદાસ માધવના ચહેરા ઉપર મુસ્કાન છવાઈ ગઈ. તેને એ ચિત્રનો ફોટો પાડ્યો અને આયુષના વોટ્સએપમાં મોકલ્યો. 

આ કોણે બનાવ્યું? - આયુષે મેસેજમાં પૂછ્યું. 

મેં - માધવે લખ્યું. 

બહુ મસ્ત ચિત્ર છે, યાર. પણ આ છોકરી છે કોણ? - આયુષે પૂછ્યું. 

માધવ રિપ્લાઈ દેવામાં અચકાતો હતો. પણ આખરે તેણે મેસેજ લખ્યો. 

સ્વપ્નસુંદરી. 

આયુષ ઓફલાઇન થઈ ગયો. માધવને સમજાતું નહોતું કે, શું કરવું. તેણે નક્કી કર્યું કે, હવે તે આ વિષયની વાત આયુષથી નહી કરે. 

***

'અદ્ભુત!' માધવથી કહેવાઈ ગયું.

તે દરિયા કિનારે બેઠો હતો. તેની સામે સુરજ ડૂબતો હતો અને દરિયાનું પાણી તેને પોતાની અંદર ખેંચતું હતું. એ રોમેન્ટિક દૃશ્ય જોઈને માધવનું મન ખુશખુશાલ થઈ ગયું હતું. પણ તેની પાસે આ ખુશી વેચવા માટે કોઈ નહોતું. તેણે પોતાની આજુબાજુ જોયું. દૂર એક બેન્ચ ઉપર એક છોકરી બેઠી હતી. તે તેના ગોળાકાર ચશ્માના ગ્લાસમાંથી ડૂબતા સુરજને જોઈ રહી હતી. તે છોકરીની સ્કિન સુરજના પ્રકાશમાં ચમકતી હતી. તેના કાળા અને લાંબા વાળ દરિયાના મોજાની જેમ સળવળતા હતા અને તે એક લટને આંગળીમાં ફસાવીને કાનની પાછળ રાખતી હતી. તેણે અચાનક માધવ તરફ જોયું. માધવે તરત મોઢું ફેરવી નાખ્યું. તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું અને તેના શ્વાસ ઝડપી બની ગયા. તેણે જ્યારે બીજી બાજુ જોયું ત્યારે તેનું મન શાંત થયું. 

'અહીંયાનો ડૂબતો સુરજ બીજા દેશનો ઉગતો સુરજ બને છે.' થોડી વાર પછી માધવના કાને મીઠી અવાજ પડી. માધવે તે અવાજ તરફ જોયું. તેની બાજુમાં પેલી છોકરી બેઠી હતી. તેને જોતા માધવને આશ્ચર્ય થયું પણ તે કઈ બોલ્યો નહી. છોકરીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, 'ખરેખરમાં અંત જેવું કઈ જ હોતું નથી. એક વસ્તુનો અંત બીજી વસ્તુની શરૂઆત માટે જરૂરી છે. જો આજે સુરજ નહી ડૂબે તો આપણે રાત્રિની મજા નહીં લઈ શકીએ.' 

'મને રાત ગમે છે. કારણ કે, એ પોતાની સાથે સ્વપ્નને લઈ આવે છે.' માધવે કહ્યું. 

'સ્વપ્ન શું છે?' છોકરીએ પૂછ્યું. 

'માણસની ઇમેજીનેશન, જે સૂતી વખતે તેને દેખાય છે.' 

'ખોટું! તારું સ્વપ્ન એ કોઈની સચાઈ છે. અને તારી સચાઈ એ બીજા કોઈનું સ્વપ્ન.' 

'તો આ હું જે ડૂબતો સુરજ જીવ છું એ મારી સચાઈ છે કે કોઈ બીજાની?' 

'એ હું અત્યારે નહી કહી શકું.'

'તો ક્યારે કહીશ?' માધવે છોકરીની આંખોમાં જોતા પૂછ્યું. 

'જ્યારે આપણે બન્ને સાથે હશું.' 

'અત્યારે પણ આપણે બન્ને સાથે જ છીએ.' 

'અહીંયા નહી.' 

'તો ક્યાં?' 

'ડૂબતા સૂરજની બીજી બાજુ. જ્યાં સાચી દુનિયા છે.' 

'પણ આપણે બન્ને કેમ મળશું? મારે તને બોલાવી હોય તો તને કેમ બોલવું? મને તો તારું નામ પણ ખબર નથી.' 

છોકરીએ માધવના કાન પાસે જઈને ધીરેથી કહ્યું, 'મારું નામ રિયા છે, રિયા સોમાણી. હું તારી રાહ જોવ છું because I love you, માધવ.' 

માધવની આંખો ખુલી અને તેણે છત ઉપર પંખો ફરતો દેખાણો. તેના શ્વાસ ઝડપી હતા અને તેનું મોઢું પરસેવેથી રેબઝેબ હતું. તે ઊભો થયો અને પાણીથી મોઢું ધોયું અને પછી અરીસામાં પોતાને જોવા લાગ્યો. 

'એ મને મળવા માંગે છે. ડૂબતા સૂરજની બીજી બાજુ... એટલે કે, આ જ દુનિયામાં. સ્વપ્નની બહારની દુનિયામાં એ મળવા માંગે છે. એ મને પ્યાર કરે છે. અને... અને હું પણ તેને પ્યાર કરું છું. પણ એ કોણ છે? એનું નામ શું છે? શું હતું તેનું નામ?' 

માધવે યાદ કરવાની કોશિશ કરી પણ તેને નામ યાદ ન આવ્યું. તે પલંગ પર સુઈ ગયો અને આંખો બંધ કરીને નામ યાદ કરવા લાગ્યો. પણ કઈ યાદ ન આવ્યો. ટીન... ટીન... માધવના ફોનનો એલાર્મ વાગ્યો. 

'રિયા!' માધવે આંખો ખોલતા કહ્યું. 

તેણે પોતાનો ફોન લીધો અને એલાર્મ બંધ કરીને ઈન્સ્ટાગ્રામ ઓપન કર્યું. જો રિયા ખરેખરમાં હોય તો એ ઈન્સ્ટાગ્રામ જરૂરથી યુઝ કરતી હશે, એ વિચારતા માધવે રિયા નામ સર્ચ કર્યું. પણ ID મળી નહીં. થોડું યાદ કરતા માધવને રિયાની અટક યાદ આવી. તેણે રિયા સોમાણી સર્ચ કર્યું અને તેની ID તરત મળી ગઈ. જ્યારે માધવે રિયાની DP જોઈ ત્યારે તેના ચહેરા ઉપર મુસ્કાન છવાઈ ગઈ.

ID ચેક કરતા માધવને ખબર પડી કે, રિયા MBBS ની તૈયારી કરે છે, તેણે ફોટોગ્રાફીનો ઘણો શોખ છે અને તે ઘણી સોશ્યલી એક્ટિવ છે. તેણે તેના પોતાના સોલો, ફ્રેન્ડસના અને નેચરના ઘણા ફોટોસ ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા હતા. માધવે જ્યારે ફરીથી જોયું ત્યારે રિયાની DP ની ફરતે લાલ રંગનું સર્કલ બનેલું હતું, એટલે કે તેણે સ્ટોરી રાખી હતી. માધવે તેની ઉપર ક્લિક કર્યું. તે સ્ટોરીમાં એક ફોટો હતો જેમાં રિયા તેના ફ્રેન્ડ્સની સાથે એક કેફેમાં હતી. માધવે તે કેફનું નામ વાચ્યું, લવલી કેફે. તે નામ વાંચતા માધવ ખુશ થઈ ગયો કારણ કે, તે કેફે તેના ઘરની બાજુમાં જ હતું. 

***

માધવે લવલી કેફેનો દરવાજો ખોલ્યો અને રિયાને શોધવા લાગ્યો. તેણે ફોર્મલ કપડાં પહેર્યા હતા અને દરેક નાની નાની વાત ઉપર ધ્યાન આપ્યું હતું. તેણે કપડાં બરોબર પ્રેસ કર્યા હતા, બંધ ઘડિયાળ ચાલુ કરી હતી, વાળ સરખી રીતે ઓળવ્યા હતા, નવો બ્રેન્ડેડ સ્પ્રે લગાવ્યો હતો, બ્લેક સૂઝ અને બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. તે રિયાને ઈમ્બ્રેસ કરવાનો કોઈ પણ ચાન્સ મિસ નહોતો કરવા માંગતો.

તે એક ટેબલ નજીક ગયો જ્યાં રિયાના ફ્રેન્ડ બેઠા હતા. માધવને રિયાની પીઠ દેખાતી હતી અને તેની મીઠી અવાજ તેના કાન ઉપર પડતું હતી. જેમ જેમ માધવ નજીક જતો હતો તેમ તેમ તેના હૃદયના ધબકારા વધતા જતા હતા. 

'રિયા.' માધવે કહ્યું. 

રિયાના બધા ફ્રેન્ડ્સ માધવ તરફ જોતા હતા. રિયા પણ માધવને જોવા માટે વળી. જ્યારે માધવે રિયાને જોઈ ત્યારે તેના રૂપમાં ખોવાઈ ગયો કારણ કે, આ એ જ રિયા હતી જેને તે બીજી દુનિયામાં મળ્યો હતો, સ્વપ્નની દુનિયામાં. 

'હા, બોલો.' રિયાએ પોતાના ચશ્મા ઠીક કરતા માધવને કહ્યું. 

તેના મોઢા ઉપર પ્રશ્નાથ ભાવ જોઈને માધવને આશ્ચર્ય થયું. શું રિયા તેને ઓળખતી નથી કે તેને ન ઓળખવાનું નાટક કરે છે?

'રિયા, હું માધવ. માધવ બારોટ.' માધવે કહ્યું. 

'Sorry, હું તને ઓળખું છું? શું આપણે પહેલા ક્યાંય મળ્યા છીએ?' 

આ સાંભળતા માધવને ઘણું આશ્ચર્ય થયું. તેણે કઈ પણ વિચાર્યા વગર કહ્યું નાખ્યું, 'હા, આપણે મળ્યા છીએ.' 

'ક્યાં?' 

આ પ્રશ્નનો જવાબ માધવ તરત ન દઈ શક્યો. તે શું કહેતો? તે અને રિયા ક્યાં મળ્યા હતા? શું તે સાચું કહે કે ખોટું? આ જ વિચારમાં માધવ પડ્યો હતો. 

'ભૂલ્યા ગયો શું?' રિયાના એક ફ્રેન્ડે હસતા કહ્યા. રિયાએ તેને શાંત રહેવાનો ઈશારો કર્યો. 

'રેસ્ટોરન્ટમાં,' માધવે નિર્ણય કર્યો કે તે બધું સાચું કહી દેશે, 'મેળામાં અને દરિયા કિનારે જ્યાં આપણે ડૂબતો સુરજ જોયો હતો. અને ત્યાં જ તે મને કીધું કે તારે મને મળવું છે. પણ ત્યાં સ્વપ્નમાં નહી, સાચી દુનિયામાં.' 

બધા હસવા લાગ્યા હતા. રિયા પણ પોતાની હસી રોકી ન શકી. એ જોઈને માધવ બે ડગલા પાછળ ખસી ગયો. 

'સ્વપ્નમાં તો હું શાહરૂખખાનથી પણ મળી છું.' રિયાની બાજુમાં બેઠેલી ફ્રેન્ડે કહ્યું અને હસવા લાગી. રિયા તેને કોણી મારીને હસતી હતી. 

'તે મને કીધું હતું કે,' માધવે રિયાને કહ્યું, 'તને મેળો નથી ગમતો કારણ કે, મેળાની એક ભાગદોડમાં તારા મમ્મી પપ્પા...' 

રિયાના મોઢા ઉપર આશ્ચર્ય જોઈને માધવ પોતાનું વાક્ય પૂરું ન કરી શક્યો. બધા ચૂપ થઈ ગયા હતા.

'જોવ, મિસ્ટર.' રિયાએ ગંભીરતાથી કહ્યું, 'હું તમને ઓળખતી નથી અને તમને આ પેલા મળી પણ નથી. તમે જે મારા મમ્મી પપ્પા વિશે કહો છો એ એકદમ ખોટું છે. એટલે હું સિક્યોરિટીને બોલવું એની પહેલા તમે અહીંયાથી નીકળી જાવ તો સારું.'

માધવ આશ્ચર્યથી રિયા તરફ જોતો હતો. તેને સમજાતું નહોતું કે, આ બધું શું થઈ રહ્યું છે. સ્વપ્નમાં રિયાએ જ કહ્યું હતું કે, તે માધવથી મળવા માંગે છે પણ આ બધું જોઈને માધવને ઘણું આશ્ચર્ય થતું હતું. રિયા તેની તરફ ગુસ્સાથી જોતી હતી. શું આ એ જ રિયા હતી જેને તે સ્વપ્નમાં મળ્યો હતો?

ના! આ એ રિયા નથી જેને હું સ્વપ્નમાં મળ્યો હતો. દેખાવમાં બન્ને રિયા સરખી લાગે છે પણ બન્ને અલગ અલગ છે. આ રિયા તો મને કેદી મળી જ નથી. અને સ્વપ્નવાળી રિયા મારા વિશે ઘણું બધું જાણે છે. કોણ છે એ? શું એ મારી ઇમેજીનેશન છે? તો તેણે કેમ ખબર કે સાચી દુનિયામાં પણ રિયા સોમાણી છે? 

આ બધું વિચારતા નિરાશ માધવ લવલી કેફની બહાર નીકળ્યો. 

મારા બધા પ્રશ્નનો જવાબ એક જ વ્યક્તિ આપી શકે છે, સ્વપ્નવાળી રિયા.

To be continued...