treasurer Dilip bhai in Gujarati Thriller by Munavvar Ali books and stories PDF | ખજાનચી દિલીપભાઈ

Featured Books
Categories
Share

ખજાનચી દિલીપભાઈ

આજે હું બાંધકામની સાઈટ પર ગયો હતો ત્યારે એક મિસ્ત્રી આવ્યા હતા તે ખૂબ જ વાતોડિયા હતા.

દિલીપભાઈ મિસ્ત્રી નામે આજે તે આવ્યા, જબરદસ્ત વાતો કરતા હતા.

"હું પહેલેથી આવું કામ કરતો ન હતો. હું પહેલા ખજાના નો રક્ષક હતો મેં એકવાર પરિવારમાં ઝઘડો કરીને મુંબઈ જતો રહ્યો ત્યારે મારી આ સફર શરૂ થઈ!" દિલીપભાઈએ કહ્યું.

"ત્યારે રાતમાં મને કંઈ જડ્યું નથી તેથી હું વિરાર રેલ્વે સ્ટેશન એ પહોંચ્યું" તેમણે વાર્તાની શરૂ કરી.

"ત્યાં જતા જતા જ મને અડધી રાતે કામ મળ્યું જેમાં મેં મારી સાથે બીજા ત્રણ મજૂરો લગાવ્યા દરઅસલ વાત એવી હતી કે એક ચરસ ના વેપારી ની જમીન રેલવેમાં ફસાઈ હતી અને તેની ઉપર જ તે બંગલો બાંધ્યો હતો રેલ્વેવાળા એ તેની ઉપર જેસીબી ફેરવી દીધું હતું."

હવે તેનો બંગલો ધરાવતા એ જમીનદોસ્ત થયો હતો અને તે બંગલા ના દિવાલોના રોડા વચ્ચે તેનો માલ ફસાયો હતો જેમાં 80,000 કેસ અને સોનાથી ભરેલો ચરુ હતો.

મને આવી રીતે અડધી રાતે કહ્યું તે ત્યારે મારી પોટલી મારવાની બાકી હતી તેથી મેં દારૂ પીવા ગયો અને બીજા દિવસે આ સેઠ મને પાછા મળ્યા અને કહેવા લાગ્યા "અરે તમે કાલે રાતે કેમ ન આવ્યા? મારી જમીન ના બધા ટુકડા તેમજ દિવાલોના ટુકડા તેઓ નદી કાંઠે ફેંકીને આવ્યા છે મારી સાથે આવો મને મારો સોનાનો માલ અને પૈસા લાવી આપો."

"તેથી હું મારા ફરી પાછા આપેલા ત્રણ મજૂરો લઈને નદીના ટાપુ પર ગયો અને ત્યાં મેં નિહાળીઓ કે કે ઈંટોના રૂડા વચ્ચે તેના પૈસાની નોટો મળી શકે તેમ નથી તેથી તેનો ગરબો શોધવો પડશે આમ ગાળાને  શોધતા શોધતા થાકેલો હું એક ઢગલા પર બેસ્યો. આને મેં ઢગલા પર ધીમે ધીમે હાથ ફેરવતો હતો ત્યાં તો મને એક બગડું દેખાયું તે બંગડી મેં મારી ખિસ્સામાં મૂકી દીધી તે બંગડી નહિ પરંતુ એક પાટલો હતો અને આ પાટલા નો વજન મિનિમમ અડી તોલા જેવું હતું."

'પેલા ત્રણ મજૂર તો બધું સોનું શોધી કાઢ્યું પરંતુ આ પાટલો મેં મારા ખિસ્સામાં મૂકી રાખ્યો. હવે આ સેઠ મારી પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે "શું મારું સોનું મળી ગયું છે?" મેં તેને બતાવ્યું તેમ મળી ગયું હતું.'

"તેથી તેઓ મને સાથે પાનાસુપારા લઈ ગયા અને ત્યાંના સોની પાસે અંકાવ્યું અને બાકી બધું સોનુ સોની પાસે આપીને એના રોકડી રકમ લઈ લીધી."

"તેથી મને મારા હિસાબના 2000 રૂપિયા તેમણે આપી દીધા ને મજૂરોને રોકડિ આપીને છૂટા કર્યા."

"મારા ₹500 માંથી મેં વિરાર આવ્યો રસ્તામાં બધાને બતાવ્યો બતાવવા લાગ્યો કે શું આ સોનું છે કોઈ કહે ના આ સોનું નથી કોઈ કહે આ નકલી સોનું છે કોઈ કયા બગાસરુ છે તો કોઈ કહે આ મેળામાં મળતી જ્વેલરી છે પરંતુ મને પોતાના પર આત્મવિશ્વાસ હતો અને મેં સોનું કોઈને આપ્યું નહીં તેથી હું મારા વતન સુરત આવ્યો અને અહીંયા ના સોની ને આ પાટલો આપી દીધું."

"અને તેના ૮૦ હજાર રૂપિયા હું લાવ્યો. અને મારી દીકરી ના લગ્નમાં તે મેં ખરચીયા."

મારી સાથે બીજી વાર પણ આવું બન્યું.જ્યારે હું સુરતના ધનજીલાલ શેઠને ત્યાં કામ કરવા આવ્યો હતો ત્યારે તેઓ મને તેમના બંગલે લઈ ગયા હતા તેઓ જૂનું મકાન તોડીને નવો બંગલો બાંધી રહ્યા હતા તેથી જૂના મકાનમાં પહેલાના જમાનાનું બાંધકામ હતું તેથી જાડી દીવાલો ની વચ્ચેથી પસાર થવું ખૂબ મુશ્કેલ હતું.

તે આ શેઠે મને કહ્યું કે "હું તને પૈસા આપવા તૈયાર છું, અંદરથી મારો ઘડો લાવી આપ. બોલ મારા ઘડા લાવવાના તું કેટલા લેશે?"

મે સેઠને ઉતાવળ ઉતાવળમાં કહી દીધું 5000 લઈશ ત્યારે સેથે કહ્યુ કે 5,000 નહીં, હું તને 10000 આપીશ પરંતુ અંદરથી મારો ઘડો સહી સલામત લાવ.

ત્યારે બંગલામાં જવા માટે કોઈ તૈયાર ન હતો અને બંગલામાં વચ્ચે પાણી ભરાયેલું હતું જૂનું મકાન હતું તેથી એ બધાને અંદર જતા બીક લાગતી હતી મેસેજને કહી દીધું કે મને એક બાટલી ના પૈસા આપો પહેલા તો હું અંદર જઈશ તો શેઠ મને બજારમાં લઈ ગયા અને તાજો માંજો ઇંગલિશ બાટલો અપાવ્યો.

મેં બાટલો કાઢીને બે પેગ માર્યા, અને અંદર ખંડેર મકાનમાં નાઠો.

ત્યાં વચ્ચેના હોલમાં પીતાંબર ની નીચે એક પિત્તળ નો ઘડો મુક્યો હતો. મેં અંદરથી કાઢીને જોયું તો સફેદ સફેદ ઈંટો હતી જે ખૂબ ચળકતી હતી.મેં વિચાર્યું કે સોનુ તો પીળું હોય છે પરંતુ આ સફેદ ઈંટો કેમ આટલી ચળકે છે? મેં પાછું અંદર ઈંટો મૂકીને ઘડાનું ઢાંકણ બંધ કર્યું.આને ગાળો લાવીને શેઠજીને આપ્યો શેઠજીએ મને તરત 10,000 રૂપિયા આપી દીધા અને કહેવા લાગ્યા તને ખબર છે આમાં શું હતું?

મેં કહ્યું ના અંદર તો સફેદ ઈંટો ચમકી રહી છે તે મામુલી ઈંટો તો છે તેના માટે તમે મને આટલા પૈસા આપ્યા?

અરે હું ઝવેરીલાલ શેઠ છું અને મને ખબર છે અંદર શું છે તારી જાણકારી માટે કહું તો આ સોના કરતાં પણ કીમતી સફેદ સોનું છે જે હીરાની અને માણેકની ઝવેરાત એટલે કે ઘરેણા બનાવવામાં ઉપયોગમાં આવે છે તે સોના કરતાં પણ મોંઘુ હોય છે.

મેં મનમાં વિચાર્યું "ઓતારી! એ પાંચ ઈંટો પણ હું લઈને ખિસ્સામાં નાખી દે તો આજે લખપતિ બની જતો."

આમ, દિલીપભાઈએ પોતાની આપવીતી સંભળાવી.