એક લોકલ ગાડી જસ્ટ ઉપડવાની તૈયારીમાં જ હતી,કે એક છોકરી દોડતી દોડતી આવી અને ગાડીમાં બેસી ગઈ. તે દોડીને થાકી ગયેલી હતી, ગાડી બેસી જતાં જ તેણે હાશ અનુભવ્યો, બોટલ માંથી ઠંડુ પાણી પીધું અને કાનમાં એરપોડ્સ નાખી દીધાં.પોતાની પ્લેલીસ્ટ માંથી ગીતો સાંભળવા લાગી આમ તો એ દરરોજ એવું જ કરતી — છેલ્લું સ્ટોપ પર ઉતરવાનું હોય, લાંબો સમય હોય,આથી તે રાહત થઈ મુસાફરીની મજા માણતી અને પોતાની દુનિયામાં ખોવાયેલી રહેતી.
પરંતુ આજ કંઈક અલગ લાગતું હતું,આજની હવા જ કઈક અલગ વાર્તાતી હતી, એની નજર સામેની સીટ પર બેઠેલી દાદીમાં અટવાઈ ગઈ હતી. સામાન્ય રીતે છોકરી ક્યારેય આવું ધ્યાન આપતી નહીં, પણ આજે એ કંઈક અલગ જ તાણ અનુભવી રહી હતી
દાદીમાંએ એક જૂની થેલીને ખુબજ મજબૂતાઈથી પકડી રાખી હતી,ચહેરા પર ઝાંખું હાસ્ય અને આખી ઊંડી.થેલી ની મજબૂત પકડ એમ વર્તતી જેમ કે એમાં તેમની આખી જમાપૂંજી સમાયેલી હોય. બીજા હાથથી ગાડીના હેન્ડલને પકડીને ગાડીમાં લાગતા જોરદાર આંચકાથી પોતાની જાતને સંભાળી રહ્યા હતા. તેમની આંખો બહાર જોઈ રહી હતી — સતત, શૂન્ય દ્રષ્ટિથી — પણ એવું લાગતું કે અંદરથી ઘણું બોલી રહી હોય.એક શાંત નદી, પણ ઊંડી.જેમાં કદાચ ઘણું છુપાયેલું હતું.
જેમ જેમ ગાડી ગતિ પકડી રહી હતી, તેમ તેમ તેમનાં માથા પર ઓઢેલો દુપ્પટ્ટો હવામાં ઊડતો હતો . દાદી ત્વરિત જ તેને સરખું કરી લેતા . એમ તો આ છોકરીએ આ દ્રશ્ય અવગણવાનું જ હતું પણ છોકરીને કઈક આકર્ષી રહ્યું હતું ,ધ્યાનથી જોયું — દુપ્પટા પાછળ છુપાયેલું રહસ્ય કંઈક કહે છે એવું લાગ્યું. ત્યારે તેણે એક નાની પણ મહત્વની વાત જોઈ — દાદીના ચશ્માંની એક દાંડી તૂટી ગયેલી હતી. તેઓએ એક નાની દોરી વડે એને બાંધીને ચશ્માં આંખ પર ટેકી રાખ્યું હતું
તે દૃશ્ય છોકરીના દિલને સ્પર્શી ગયું.
તેમના હાથ ધ્રૂજતાં હતાં, પણ દૃઢતાથી તેમની જગ્યા પર સ્થિર હતાં. આંખો ભીની હતી, પણ હમણાં ટપકવાનો ઇનકાર કરતાં. એ ક્ષણે છોકરીને લાગ્યું — આ દાદીમાં ફક્ત એક મુસાફર નથી, એ એક વાર્તા છે. એક એવી વાર્તા જે કદાચ કોઈને કદી કહી નહોતી.
એટલામાં દાદીનો ફોન વાગ્યો. ધીમે ધીમે થેલીમાંથી ફોન કાઢ્યો. “હા… આવી જ ગઈ છું ઘરે…” એમ કહી ફોન મૂક્યો. અવાજમાં થાક હતો, પણ એમાં એક શાંતિ પણ હતી. કદાચ એ ‘ઘર’ એવુ છે કે જ્યાં કોઈ રાહ જોતી વ્યક્તિ હશે. અથવા એવી જગ્યા કે જ્યાં એની કોઈ રાહ નથી જોતો…
ગાડી પોતાનું છેલ્લું સ્ટેશન પહોંચતાં, લોકો એક એક કરીને ઉતરવા લાગ્યા. છોકરીએ ધીમેથી કહ્યું, “દાદીમાં …”
દાદીમાએ પહેલાં વાર તેની તરફ જોયું.
એ દૃશ્ય આજે પણ છોકરી ભૂલી નથી શકતી — દાદીimaaની આંખો છલકાઈ ગઈ હતી. એ ચશ્માં જે તૂટી ગયેલું હતું, તે પાછળની દુનિયા ભીંજાઈ ચૂકી હતી.
છોકરી કોઈક વાત પૂછવા જઈ રહી હતી ત્યારે…
ડ્રાઈવરની બૂમ પડી: “ઓ બેન… પૈસા!!”
છોકરી તો ભાડું ચૂકવવાનું ભૂલી ગઈ હતી. દાદીimaa પહેલેથી પોતાનું ભાડું આપી બેઠાં હતાં. છોકરીએ ઝડપથી પૈસા આપ્યા અને ફરી દાદીimaaને શોધવા પાછી વળી…
પણ…
દાદીમાં ત્યાં ન હતાં.
એ વાતાવરણમાં, એ અવાજોમાં, એ ટોળામાં… દાદીમા ક્યાંય નહોતા. છોકરીએ આજુબાજુ જોયુ,લોકો પાસેથી પૂછ્યું, પણ કશું મળ્યું નહીં.
એવું લાગ્યું — જેમ કોઈ છાયાની જેમ આવ્યા અને ગયાં. પાછળ રહી ગઈ માત્ર એક લાગણી… એક પ્રશ્ન. ? પ્રશ્ન એ જ કે શું હશે દાદીમાંના આ ચશ્મા પાછળની દુનિયા....???
કદાચ આ વાર્તા અધૂરી જ રહેશે!!!!
શું હસે આ દાદીમા ની દુનિયા અને એમના ચશ્મા પાછળની દુનિયા?