Miss kalavati - 23 in Gujarati Women Focused by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | મિસ કલાવતી - 23

Featured Books
Categories
Share

મિસ કલાવતી - 23

કેન્દ્રમાં નવી સરકાર ની રચના થઈ ગઈ. ગ્રુહ માં સૌથી મોટા પક્ષ તરીકે 'વિશ્વગુરુ' પક્ષ ને વિરોધ પક્ષ તરીકે ની માન્યતા પણ મળી ગઈ. કલાવતી સંસદ સભ્ય ન હોવાથી લોકસભા માં તે વિરોધ પક્ષની નેતા તો ન બની શકે. પરંતુ ૨૩૦  સંસદ સભ્યો ધરાવતા પક્ષ ની તે' 'ચેરપર્સન' હતી. અને તેથી સંસદ માં, અને સંસદ બહાર. ' વિશ્વ ગુરુ' પક્ષ કલાવતી કહે તેમ જ ચાલવાનો હતો . અને તેની જ 'નીતિ' ઓને અનુસરવાનો હતો. 
   'વિશ્વગુરુ  પક્ષ ના લોકસભાના હારેલા, અને જીતેલા. બધા જ ઉમેદવારોની એક બેઠક કલાવતી ના અધ્યક્ષ સ્થાને દિલ્હી ખાતે બોલાવવામાં આવી. જેમાં પક્ષ છોડી ગયેલા સિવાય બાકીના બધા જ લોકસભા લડેલા- ૫૨૫ ઉમેદવારો હાજર હતા. તે બેઠક સતત બે- દિવસ સુધી ચાલી. તેમાં ચૂંટણી પહેલાંના વાતાવરણ પ્રમાણે, અને એમ ની ધારણા પ્રમાણે, તેમના પક્ષને કેમ ઓછી બેઠકો મળી. તેનાં કારણોની લંબાણ પૂર્વક સમીક્ષા કરવામાં આવી. અને પરાજય નું 'પોસ્ટમોટમ' કરવામાં આવ્યુ.'
   'પરાજય'ના 'પોસ્ટમોટમ' માં જાણવા મળ્યું કે' તેમના પક્ષના 'રાષ્ટ્રવાદ'ના મુદ્દા ઉપર, કેટલાંક રાજ્યોમાં જ્યાં પ્રાદેશિક પક્ષોની સરકાર હતી, ત્યાં પ્રાંતવાદનો મુદ્દો હાવી થઈ ગયો હતો. અને તેથી પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલ નાડુ, આંધ્ર પ્રદેશ, જેવાં રાજ્યોમાં 'વિશ્વગુરુ' પક્ષ નો'રકા સ, થયો હતો. ત્યાં ગણી- ગાંઠી સામાન્ય બેઠકો જ પક્ષ ને મળી હતી.  અધૂરામાં પૂરું કલાવતી ના પક્ષ નો 'એજન્ડા' દેશ માંથી લોકશાહી ખતમ કરીને, 'સરમુખત્યારશાહી' લાવવા નો છે. એવો વિરોધ પક્ષોએ જોર-શોર થી કરેલો દુષ્પ્રચાર પણ આમાં કામ કરી ગયો હતો.'
   બીજું કારણ તેમના પક્ષ ના 'એજન્ડા' માં આતંકવાદ, નક્ષલવાદ, માઓવાદ, બધાને જડમૂળથી ખતમ કરવાની વાત કરી હતી. અને જો આતંકવાદ ખતમ થઈ જાય તો ધર્મના કે કોમના નામે વિદેશમાંથી કાશ્મીરમાં મળતું કરોડો રૂપિયાનું ભંડોળ બંધ થઈ જાય. તેથી અલગાવવાદી ઓ તેમના વિરોધમાં ગયા હતા.  એ જ પ્રમાણે ચીન તરફ થી માઓવાદી ઓ ને મળતું, અબજો રૂપિયા નું ભંડોળ પણ બંધ થઈ જાય. તેથી માઓવાદી ઓ પણ તેમના વિરોધમાં ગયા હતા. આમ 'વિદેશી તાકતો 'પણ વિશ્વ 'ગુરુપક્ષ' ને ઓછી બેઠકો મળવામાં ભાગ ભજવી ગઈ હતી.
    'પોસ્ટમોર્ટમ માં જાણવા મળ્યું કે સૌથી વધુ નુકસાન 'વસ્તી નિયંત્રણ કાનુન' ના મુદ્દાને લીધે થયું હતું. 'વસ્તી નિયંત્રણ'ની 'કુરાન' માં મનાય છે.  તેવી વાત મુસ્લિમ સમાજમાં મૌલવી ઓ એ વહેંતી કરીને, આ તો હિન્દુઓનું 'ઇસ્લામ'ને ખતમ કરવાનું એક કાવતરું છે.  તેમ કહી ને મુસ્લિમ સમાજને ઉશ્કેર્યો હતો . પરિણામે મુસ્લિમો એ 'વિશ્વગુરુ' પક્ષના વિરોધ માં મતદાન કર્યું હતું. 
   આ બધામાં 'વિશ્વગુરુ' પક્ષને ચૂંટણીમાં છેલ્લા ટાઇમે જો કોઈએ મોટું નુકસાન કર્યું હોય તો તે એક 'અફવા' અ ને, ગેર-સમજે અને કર્યું હતું .ખરા ટાઈમે કેશારામ બાપુની ગંભીર ગુનાઓમાં ધરપકડ થવી.  તેમનું 'જેલ'માં જવું. કલાવતી બાપુની પ્રથમ નંબરની શિષ્ય હોવા છતાં તેણીનું બાપુને જેલમાં જઈને ન મળવું. કે ખબર- અંતર પણ ન પૂછવા .આ વાત બાપુના શિષ્યો માટે બાપુ ની ધરપકડ જેટલી જ આઘાતજનક હતી. ને શિષ્ય સમુદાય માં બધે જ એવી વાત વહેતી થઈ હતી, કે' બાપુ ની સંપત્તિ હડપ કરવા માટે બાપુની ધરપકડમાં કલાવતી નો 'હાથ' છે. માટે જ તે' તેમને જેલમાં મળવા માટે પણ નથી ગઈ.' 
  ભારત માં લોકોમાં કોઈપણ 'અફવા' ને ફેલાતા વાર નથી લાગતી. તે પવનથી પણ વધુ ઝડપથી બધે જ ફેલાઈ જાય છે . કલાવતી કંઈ પણ સમજે, વિચારે કે ચેતે, તે પહેલાં દેશભરમાં ફેલાયેલા બાપુના ૫૦૦  આશ્રમો માંના શિષ્યો અને ભક્તો, કલાવતી ના વિરુદ્ધમાં પ્રચારમાં લાગી ગયા હતા. પરિણામે 'વિશ્વગુરુ'પક્ષને બહુ જ મોટું નુકસાન થયું હતું .
   'વિશ્વગુરુ  પક્ષના એજન્ડા માં કોમવાદ, જાતિવાદ, દૂર કરીને બધા જ પ્રકારની 'અનામત પ્રથા' દૂર કરવાની વાત હતી.  ખૂદ કલાવતીના બનાસકાંઠાની 'સીટ' ઉપરથી હારી જવાનાં કારણોમાં 'જ્ઞાતિવાદી' પરિબળો એ મોટો ભાગ ભજવ્યો હતો. એ.સી, એસ.ટી, અને ઓ.બી.સી વર્ગમાં આવતા લોકોએ તેના તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. 
     બિહાર, હરિયાણા, અને પોતાના હોમ રાજ્ય એવા, ગુજરાતમાં પણ કલાવતી ને ધારણા પ્રમાણે બેઠકો મળી ન હતી.  તેના કારણો જાણવા મળ્યું હતું કે' આ રાજ્યો માં સંપૂર્ણ દારૂબંધી હતી. જ્યારે વિશ્વગુરુ'પક્ષ ના એજન્ડામાં દેશભર માંથી સંપૂર્ણ 'દારૂબંધી હટાવી' દેવાની વાત હતી. ગાંધીજી ના ગુજરાતમાં તે ચાલે જ નહીં. તે નીતિનો મારી - મચોડીને પ્રદુષચાર કરવામાં આવ્યો હતો. પરિણામે ધારણા પ્રમાણે તેમને અહીં પણ બેઠકો મળી ન હતી. પરિણામ નું 'પોસ્ટમોટમ' પૂરું થયું. અને બધા પોત-પોતાના કામે લાગી ગયા.' 
  આમ તો કોઈ પણ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કે મંત્રી મંડળ ના સભ્યો શપથવિધિ વખતે ઊભા થઈને જાહેર માં, ઈશ્વ ર, ના નામે 'શપથ' લે છે. કે' તેઓ પોતે કોઈપણ પ્રકારના રાગદ્રેશ, પૂર્વગ્રહ, કે ભેદ-ભાવ વિના, બધા જ લોકો સાથે સમાનતા થી વર્તશે . અને પક્ષ-પાત વિના, પોતાના કર્તવ્યનું પાલન કરશે !' પરંતુ આ વાત કેટલી સાચી હોય છે તે પણ એક અભ્યાસ નો વિષય છે. 
   'કેન્દ્ર'માં ૧૫ પક્ષો ની મળેલી 'ખીચડી સરકારે' પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો. અલગ- અલગ વિચારધારા વાળા બધા જ પક્ષો સરકાર રચવા માટે ભેગા થયા હતા. તેથી સરકારની સ્થિતિ, 'શિયાળ ખેંચે સીમ ભણી. અને કૂતરું ખેંચે ગામ ભણી.' જેવી હતી. આવા સંજોગો માં આ સરકાર છ માસથી વધુ સમય ટકે તેમ લાગતું ન હતું. 
  જ્યારે લોકો સામે કોઈ મોટો ભય દેખાય, ત્યારે વિરોધી વિચારસરણી વાળા લોકો પણ બધા જ નાના- મોટા 'મત -ભેદ' ભૂલી ને એક થઈ જતા હોય છે.  એમ કલાવતી ના પક્ષ નો 'ભય' આ બધા વિરોધ પક્ષો ને એક રાખી રહ્યો હતો.  આમ ભેગા થયેલા પક્ષોને એક ભય 'સતત' મનમાં સતાવતો હતો, કે' આટલા ટૂંકા સમયમાં જ 'વિશ્વગુરુ' પક્ષ ને આટલી બધી બેઠકો મળી છે. તો ' આવતા પાંચ વર્ષ માં તો આ પક્ષ કેટલી બધી પ્રગતિ કરી નાખશે ?'અને જો આમ જ આ પક્ષ પ્રગતિ કરતો રહેશે તો,  પાંચ વર્ષ પછી આવનારી 'લોકસભા'ની ચૂંટણીમાં 'વિશ્વગુરુ' પક્ષને ચોક્કસ ૪૦૦ થી વધુ બેઠકો મળશે.  ને તે' એકલા હાથે જ  સરકાર રચશે .અને બાકીના પક્ષોનાં સૂપડા સાફ થઈ જશે.' 
    આ ભય બધા પક્ષો ને પરાણે ભેગા રાખતો હતો. અને આ 'ભય' નેં સદા ને માટે દૂર કરવા સરકાર ગુપ્ત રીતે કામે લાગી ગઈ. તેમણે જોયું કે 'વિશ્વગુરુ પક્ષનો મુખ્ય આધાર કલાવતી' હતી.  સરકારે સી.આઈ.ડી, ઈ.ડી, આઈ.બી, 
સી.બી.આઈ, વગેરે સંસ્થાઓને કામે લગાડી દીધી . અને કલાવતી વિરુદ્ધ સાચા કે ખોટા, પુરાવા એકઠા કરી. અને તેના ઉપર ગંભીર ગુનાઓ નોંધી. તેની 'ધરપકડ' કરવાની ખાનગીમાં સૂચના આપી.' 
   અને આ કામમાં ઝડપ આવે તે માટે સરકારે, સ્પેશિયલ 'સીટ'ની રચના કરી. અને તેના વડા તરીકે હાલ 'સી.આઇ.
ડી . ક્રાઈમ' માં માં ફરજ બજાવતા એસ.પી. દિગ્વિજય સિંહ ચુડાસમા ની નિમણૂક કરવામાં આવી. અને માત્ર બે જ માસ ના ટૂંકા ગાળામાં જ . તપાસ એજન્સીઓ એ 'કલાવતી' વિરુદ્ધ ઘણા- બધા પુરાવા મેળવવામાં સફળતા મળી હતી.  તપાસમાં બહાર આવ્યું કે' કલાવતી જે 'વાર સાઈ'ના દાખલા ના આધારે 'ખેડૂત ખાતેદાર' થઈ હતી. અને જેના આધારે પોતાના નામે હજારો 'એકર ' જમીન ખરીદી હતી. તે મૂળ વારસાઈ નો દાખલો જ બનાવટી હતો વાસ્તવ માં તેના પિતા 'રણજીત' ના નામે ક્યારેય પણ કોઈ જમીન હતી જ નહીં .' આમ મામલતદાર કચેરીમાં થી 'રણજીત' ખેડૂત ખાતેદાર હોવાનો મેળવેલો દાખલો ખોટો, અને બનાવટી હતો. જેના આધારે કલાવતી ખેડૂત ખાતેદાર થઈ હતી.' 
    તપાસમાં એ પણ બહાર આવ્યું, કે' કલાવતીએ તાલુકા પંચાયત ની ચૂંટણી માં 'ઉમેદવારી ફોર્મ ભરતી વખતે,  રજુ કરેલું ધોરણ-૧૦ પાસ નું સર્ટી .  તેમજ વિધાનસભા ની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલું, એમ.સી.એ. ની ડિગ્રી નું સર્ટી.  અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ  સાથે જોડેલું, એમ.સી.એ. એમ. એ.ની ડીગ્રી નું 'સર્ટી' પણ બનાવટી (જાલી) હતું.' 
    તપાસમાં એ પણ બહાર આવ્યું કે' કલાવતીએ પોતાની 'સત્તા'નો દુરુપયોગ કરીને પોતાના ટ્રસ્ટ,  'કલા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ' ની ૩૦૦  થી વધુ 'શાખા' ની સંસ્થાઓ ને સરકાર ની ફાળવેલી લાખો એંકર જમીન, અને તેમાં કરોડો રૂપિયાની સરકારની વાપરેલી 'ગ્રાન્ટ' નિયમ વિરુદ્ધ, અને 'બિન કાયદેસર' હતી.' 
    આ ઉપરાંત દેશભર માં ફેલાયેલા કલાવતીના અબજો રૂપિયા ના 'ગુપ્ત આર્થિક સામ્રાજ્ય'નો પણ પર્દાફાશ થયો હતો.  તે ઉપરાંત બાપુ સાથે તેના કરોડો રૂપિયાના હવાલા કૌભાંડમાં પણ તેનું નામ ખુલ્યું હતું. આમ તપાસ એજન્સી ઓ જુદા -જુદા ગુનામાં તેની ઉપર જુદી- જુદી એફ. આઈ આર. નોંધી કલાવતી 'જિંદગીભર' જેલ માંથી બહાર જ ના આવે. તેવો કારસો રચી રહી હતી.  અને આ બધી જ 'ગુપ્ત માહિતી' કોઈ પુરાણું કર્જ ચૂકવતા હોય તેમ, એસ. પી. ચુડાસમા કલાવતીને 'ગુપ્ત રીતે' પહોંચાડતા હતા. 
   થોડા સમયમાં જ ૦'કલકત્તા' કોર્ટે કેસ ચલાવી ને 'કેશા રામ' બાપુ ને દોષિત ઠેરવી ને 'આજીવન કેદ' ની સજા ફટકારી દીધી હતી . લોકો જેમને ભગવાન માનતા હતા. મોટા- મોટા મંત્રીઓ, સંસદ સભ્યો, સી.એમ. અને ખુદ પી.એમ. પણ જેમને પોતાના 'ગુરુ' માનતા હતા.  અને એક સમયે જેમના 'આશીર્વાદ' લેવા લોકો પડાપડી કરતા હતા. તેવા કેશારામ બાપુ અત્યારે જેલમાં સબઙતા હતા. તેમની ખબર- અંતર કાઢવા પણ અત્યારે તેમની પાસે કોઈ નહોતું જતું . ઉલટાના આ જ લોકો તેમને ગુનેગાર માનતા હતા . અને તેમના નામ ને પણ 'નફરત' કરતા હતા.' 
    કલાવતી મનોમન વિચારતી હતી. કદાચ આ 'સરકાર' પોતાને પણ સાચા- ખોટા ગુનામાં ધરપકડ કરીને જેલ માં ધકેલી દે તો ?'  તો તેનાથી લોકોને અને દેશને કોઈ જ ફરક પડવાનો ન હતો. દુનિયા તો જેમ ચાલે છે તેમજ ચાલવાની હતી.  તેણી આગળ વિચારી રહી,  પોતાના ઉપર સરકારે લગાવેલા કેટલાક આરોપો સત્ય હતા. તો કેટલાક અર્ધ સત્ય હતા.  તો કેટલાક બિલકુલ ઉપજાવી કાઢેલા હતા. પરંતુ સરકાર કોઈ પણ ભોગે તેણીને જેલમાં પૂરવા માગતી હતી. લોકોમાં તેણીની 'ઇમેજ' ખરાબ કરીને, તેણી ને 'બદનામ' કરીને તેની લોકપ્રિયતા ખતમ કરવા માગતી હતી
   અને કલાવતી ને મન 'બદનામી' સાથે જીવવું એ 'મોત' થી પણ બદતર હતું.  કલાવતીને ચુડાસમા તરફથી મળેલ ગુપ્ત માહિતીના આધારે લાગ્યું ,કે ' આ સરકાર તેની 'ધરપકડ' કરી તેણી ને 'જેલ'માં પૂર્યા બાદ, તેણીની બધી જ 'પ્રોપર્ટી' ગેરકાયદેસર છે. તેમ જાહેર કરી. અને તેને 'જપ્ત' કરવા માંગે છે.  દેશભરમાં ફેલાયેલી તેની ૩૦૦ થી વધુ સંસ્થાઓને ટાંચ માં લઈ,  સરકાર હસ્તક કરવા માંગે છે.  અને જિંદગી પર તેણી જેલની બહાર જ ન નીકળે, એવા 'કેસ' માં ફીટ કરવા માંગે છે. આ ગુપ્ત માહિતીની જાણ એક માત્ર કલાવતી ને જ હતી. તેમના હજારો કાર્યકર્તા ઓ કે પક્ષના કાર્યકર્તા ઓ તેનાથી સાવ અજાણ હતા .'
    'ઇન્ટરપોલે' હજુ સુધી તેણીના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી ન હતી.  તેથી  તેણી ધારે તો, વિદેશ ભાગી જવું હજુ શક્ય હતું.  અને ત્યાં જઈને  આખી 'જિંદગી'આરા
મ થી આખી જિંદગી વિતાવી શકાય, એટલી સંપતિ તેની પાસે ઘણા દેશોમાં જમા પડી હતી . અહીંથી ફ્રાન્સ ભાગી જઈને, પ્રોમેન્સ ખાતેના એ શુદ્ધ હવા વાળા આશ્રમ માં સ્થાયી થઈને, આ રમણીય સ્થળે,બાકીની આખી જિંદગી ત્યાં પસાર કરવી એવું તેણીએ મનમાં વિચાર્યું.' 
    એ શક્ય હતું. પરંતુ એમ કરવાથી આજે નહીં તો કાલે, પણ લોકો તેને 'ભાગેડુ' અને 'ગુનેગાર' માનશે.અને એવી 'બદનામી' તે' વહોરવા નહોતી માગતી. તેથી તેણી એ બીજો રસ્તો મનમાં વિચાર્યો. પોતે કરેલી પાંચ વર્ષની સતત 'સાધના' યોગ, અને અભ્યાસ દ્વારા મેળવેલી વિદ્યા દ્વારા 'સમાધિ અવસ્થા'માં જ સ્વેચ્છા એ પ્રાણત્યાગ કરવાની શક્તિ તેણીએ હાંસલ કરી લીધી હતી. અને એ રીતે પ્રાણ ત્યાગ પણ કરી શકાય . પરંતુ તેણીને ડર લાગ્યો કે' આવી રીતે 'સમાધિ અવસ્થામાં' કરેલા પ્રાણત્યાગ નેં  લોકો' 'આત્મહત્યા માં ખપાવશે . અને પછી તો લોકો પોતાને 'ગુનેગાર' ની સાથે- સાથે 'ડરપોક' પણ ગણેશ !'
   કલાવતીએ જોયું હતું કે' જો અત્યારે આખા ભારત દેશ માં જો કોઈ સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતું વ્યક્તિ હોય તો તે માત્ર પોતે જ હતી. જે ગત ચૂંટણીએ સાબિત કરી દીધું હતું.  પોતાના એ કરોડો ચાહકોનો પોતાના ઉપર નો 'વિશ્વા સ' અને શ્રદ્ધા કાયમ જળવાઈ રહે, તેવો કંઈક રસ્તો વિચા રવાનો હતો. ભવિષ્યમાં ભારતના લોકો તેને 'ગુનેગાર' પણ ન માને . અને 'કાયર' કે 'ડરપોક' પણ ન ગણે. તેવો રસ્તો પસંદ કરવાનો હતો.' 
  એવો રસ્તો શોધવાનો હતો, કે' ભારતના લોકો ભવિષ્ય માં તેણીને સ્વમાનભેર, ઈજ્જત સાથે વર્ષો સુધી યાદ કરે. પોતાના ઉપર મુકેલો વિશ્વાસ અને શ્રદ્ધા કાયમ જળવાઈ રહે. પોતે વર્ષોના મહેનત પછી પ્રગટાવેલી સેવાની જ્યોત કાયમ જલતી રહે. પોતે ચાલુ કરેલી સ્ત્રી શિક્ષણ, સંગઠન અને આત્મનિર્ભય ની પ્રવૃત્તિ ઓ કાયમ ચાલતી રહે. અને પોતે' લોકો ના દિલમાં કાયમ 'અમર' થઈ ને સ્થાન પામે. એવો રસ્તો શોધવાનો હતો.'
    ઘણા- બધા મનોમંથન અને ખૂબ જ વિચાર ના અંતે 'કલાવતી'એ એક રસ્તો પસંદ કર્યો. દેશની વર્તમાન પરિ સ્થિતિ, અને ભારતના લોકોનું અત્યારનું 'માનસ' જોતાં તેણીને એ જ રસ્તો યોગ્ય લાગ્યો. તેણીએ કરેલી સતત 'સાધના'માં 'કઠોર તપસ્યા'કરીને 'મંત્ર' અને 'યોગશક્તિ દ્વારા'  'શાંગ્રીલા ઘાટી' માં આવેલા ત્રણ મઠો સુધી પહોંચ વાની 'અલૌકિક સિદ્ધિ' તેણીએ પ્રાપ્ત કરી લીધી હતી.  તે ઉપરાંત તેણીએ 'યોગ શક્તિ' દ્વારા 'સ્થૂળ શરીર' માંથી 'સૂક્ષ્મ' શરીર. અને 'સૂક્ષ્મ' શરીર માંથી સ્થૂળ શરીર ધાર ણ, કરવાની વિશેષ વિદ્યા પણ પ્રાપ્ત કરી લીધી હતી. અને ખુબ જ વિચારના અંતે, આ વિધા અને આ 'સિદ્ધિ'નો ઉપયોગ કરવાનું તેણીએ મનમાં નક્કી કર્યું .'
     કલાવતી કોઇ મહાપ્રયાણ ની તૈયારી કરતી હોય, તેમ' ડીસા ખાતેના બંને બંગલા અને જમીન તેમને ત્યાં કામ કરતા રમેશ અને વશરામને આપી દીધી.  અને તેમના નામે કરી દીધી. પાલનપુર પાસેનું ફોર્મ હાઉસ અને જમીન ડ્રાઇ વર, 'અજીત' ના નામે કરી દીધું . માઉન્ટ આબુ પર નખી લેક કિનારે આવેલો 'કળા-પેલેસ' ડી.એસ. ના નામે કરી દીધો. અને ગાંધીનગરમાં આવેલો પોતાનો વિશાળ બંગલો વી .કે. બારોટ સાહેબ ના નામે કરી દીધો.' 

    પ્રભાતનું પહેલું કિરણ પૃથ્વી ઉપર પડ્યું. એ સાથે જ અરવલ્લી ની ગિરીકંદરાઓમાં, 'માતા કલાવતી દેવી..ની જય...!  કલાવતી.. દેવી... અમર... રહો.્!'  ના જય.. જય કાર સાથે આકાશ ગુંજી ઉઠ્યું હતું. અચાનક આવેલું વાવાઝોડું જેમ વરસાદ ખેંચી લાવે,  તેમ દેશભર માંથી રાતો-રાત ૫૦ હજાર જેટલા કલાવતીના સમર્થકો,  અને શિષ્યો. દિવસ ઉગતાં પહેલાં , અરવલ્લીની સૌથી ઊંચી, અને મોટી, ચોટી ઉપર એકઠા થયા હતા. વાતાવરણ માં ઉત્સાહ હતો. ઉમંગ હતો. જય જયકાર હતો. અને દિલ માં છૂપો 'ગમ' પણ હતો. 
   સરકાર કે સરકારી તંત્રને આની ગંધ પણ આવી ન હતી. તેમ આખો કાર્યક્રમ ગુપ્ત રીતે ઘડી કાઢવામાં આવ્યો હતો. કલાવતી એ અત્યારે દૂધ જેવી સફેદ સાડી અને સફેદ વ સ્ત્રો, પહેર્યા હતાં . પહાડી ની 'ટોચ' ઉપર એકી સાથે ૨૧ ઢોલ ધ્રબુકી રહ્યા હતા. અને એ ઢોલના ધબકારા ના પડધા દૂર -દૂર સુધી સંભળાઈ રહ્યા હતા.  અબીલ- ગુલાલ ની છોળો ઉડી રહી હતી. લોકોની આનંદ અને શોક  મિશ્રિત કિકિયારીઓ, 'દેવી કલાવતી નો જય...!' ના જય..જય કાર માં ભળી જતી હતી.' 
  કલાવતી પોતાના આસન ઉપરથી ઊભી થઈ. તેના ચહેરા ઉપર અત્યારે લોકોએ પહેલાં કોઈ દિવસ ન જોયું હોય તેવું, 'તેજ' પ્રગટતું હતું. તેણી દશેક ડગલાં જમીન ઉપર આગળ ચાલી. અને તે જ્યાં- જ્યાં ચાલી, ત્યાં - ત્યાં, કુમ-કુમ નાં પગલાં પડ્યાં હતાં. ત્યારબાદ પોતાની જગ્યા એ ઊભા રહીને કલાવતીએ એક વિશાળ દ્રષ્ટિ ઉભરાયેલી માનવ મેદની ઉપર નાખી. અને પોતાનો જમણો હાથ ઊંચો કરી ને સૌને આશીર્વાદ આપ્યા. 
  લોકો એ પ્રચંડ જય બોલાવીને તેનો જય જય કાર કર્યો. અચાનક લોકો અંજાઈ જાય તેવો વીજળીનો મોટો કડાકો થયો. ધરતી ધ્રુજી ઉઠી.  કલાવતી જ્યાં ઉભી હતી ત્યાં, ધરતી માં મોટી તિરાડ પડી. ને એ' તિરાડ માં જ કલાવતી 'સદેહે' સમાઈ ગઈ. અને ધરતી પાછી હતી તેવી જ સપાટ થઈ ગઈ. વાતાવરણ કલાવતી ના જય જય કાર થી ગુંજી ઉઠ્યું ! લોકો નાચવા લાગ્યા !. દેવી કલાવતીએ એ વિશા ળ,  પહાડ ની ટોચ ઉપર 'જીવંત સમાધિ' લીધી હતી.અને
એ જગ્યા એ કુમ-કમ નાં પગલાં નાં 'નિશાન' સ્પષ્ટ પડી રહ્યાં હતાં.'
   સરકારી તંત્ર ને આની મોડે - મોડે  જાણ થઈ. પોલીસ અને વિવિધ એજન્સીઓ ત્યાં દોડી આવી. કલાવતી ની 'ધરપકડ' કરવાનું 'વોરંટ' લઈ ને એસ.પી. ચુડાસમા પણ સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા. પરંતુ તેઓ મોડા પડ્યા હતા. લોકો એટલા ઉત્સાહ, ઉમંગ, ઉન્માદ અને ઝનૂન માં હતા કે'  કોઈને ઓળખવાની પણ તેમને પરવાહ ન હતી .  ને ખુદ એસ.પી.ને પણ એ લોકો એ ઠેબે ચડાવ્યા હતા.  અને ઉમટી પડેલી પચાસ હજાર ની બે-કાબુ ભીડ સામે સમાધિ સ્થળ ખોલી ને 'કલાવતી' જીવિત છે. કે'  મૃત પામી છે. તે જોવાની પોલીસની, અને સરકારની તાકાત પણ ન હતી. કે હિંમત પણ ન હતી .
    નીચે તળેટીમાં જ્યાં ભીડ પૂરી થતી હતી ત્યાં, ડ્રાઇવર અજીત 'ઇનોવા' ગાડી લઈને તૈયાર જ ઉભો હતો . એ બ્લેક કલર ના કાચ વાળી 'ઈનોવા' માં કલાવતી જેવી આવી ને બેઠી. તેવી જ અજીતે ઇનોવા મારી મૂકી . તેને ખબર હતી કે' ઘણાં બધાં રાજ્યો વટાવી ને તેને છે'ક બદ્રીનાથ પહોંચવાનું છે. ચાર દિવસનો પ્રવાસ કરીને હરિ દ્વાર, ઋષિકેશ, જોશીમઠ થઈ ને કલાવતી અને અજીત 'ઇનોવા' ગાડી માં 'બદ્રીનાથ' પહોંચ્યાં. ત્યાં પહોંચીને બંને એ તપ્તકુડ ના ગરમ પાણીમાં સૌ પ્રથમ સ્નાન કર્યું. ત્યાર બાદ મંદિરમાં જઈને 'બાબા બદ્રીનાથ'ના દર્શન કર્યા. બંને સાથે 'સાત્વિક' ભોજન લીધું. અને થોડીવાર આરામ કરી ને ગાડી હિમાલય તરફ આગળ વધી.'
   ગાડી માં બેસતાં કલાવતી બોલી. 'અજીત, કાશ તે પણ મારા જેવી 'સાધના' કરી ને યોગ શક્તિ દ્વારા ત્યાં આવવા ની સિધ્ધી હાંસલ કરી હોત તો ,  આપણે બંને ત્યાં સાથે જાત. તારા જેવા વફાદાર અને વિશ્વાસુ વ્યક્તિની ખોટ મને કદાચ એ' દુનિયામાં પણ સાલશે !'
    અજીત કલાવતી ને હવે પોતાની માલિકણ નહીં, પરંતુ દેવી માનતો હતો. તે બોલ્યો. 'દેવી, આપના જેવી સાધના કરવાની મારી શક્તિ નથી. અને યોગ્યતા પણ નથી.  પરંતુ મને વિશ્વાસ છે, કે' આપ આ જન્મમાં કે આવતા જન્મમાં મને તમે જરૂર દર્શન આપશો.' 
     વાતો માં ને વાતો માં તેઓ 'માણાગાવ' આવી ગયાં. 'માનવવસ્તી' નું આ છેલ્લું ગામ હતું. અંહીં સડક પૂરી થતી હતી. હવે પગ રસ્તે આગળ જવાનું હતું. કલાવતીએ અજીતને 'ઇનોવા' ગાડી ભેટમાં આપી દઈને તેને ભાવભરી વિદાય આપી. અને તે એકલી જ પોતાની મંઝિલ તરફ આગળ વધી.' 
  માણાગાંવ એ ભારતની સરહદનું છેલ્લું ગામ છે. અહીંથી થોડે આગળ જતાં હિમાલય ચાલુ થાય છે. અને હિમાલય ની સરહદ પૂરી થાય, ત્યાં સામે 'તિબેટ' આવેલું છે .માણા ગાંવ એ પુરાણકાળમાં 'મણિભદ્રમપુરમ' ના નામે ઓળખા તું હતું. અને યક્ષો અને ગાંધર્વો અહીં વસવાટ કરતા હતા. માણાગાંવ થી આગળ જતાં, શીલાઓ થી બનાવેલા ભીમ
પૂલ ઉપર જઈને કલાવતી એ સરસ્વતી નદી પાર કરી. પાંડવો એ આ જ રસ્તે 'સ્વર્ગારોહણ' કર્યું હતું.'
    આગળ જતાં પહાડો વચ્ચે દશ હજાર ફૂટ ની ઊંચાઈ એ એક સપાટ મેદાન આવ્યું. ત્યાં ફૂલદેવી નું મંદિર આવેલું છે . 'સ્વર્ગારોહણ' વખતે પાંડવો માંથી સૌ પ્રથમ દ્રોપદી એ આ જ જગ્યાએ દેહત્યાગ કર્યો હતો. કલાવતી ત્યાંથી આગળ ચાલી. તેના આશ્ચર્ય વચ્ચે અહીં અગ્યાર હજાર ફૂટ થી વધુ ઊંચાઈ ઉપર, તેણી ને, 'ભોજપત્ર' નાં જંગલ નજરે પડ્યાં .જેને 'લક્ષ્મીવન' પણ કહેવામાં આવે છે. પુરાણ કાળમાં તેના ઉપર વેદ- પુરાણનું લખાણ થતું હતું. પાંડવો માં સૌથી 'રૂપાળા' પાંડવ 'નકુળે' અહીં દેહ ત્યાગ કર્યો હતો.' 
   કલાવતી ત્યાંથી આગળ ચાલી. ચારે બાજુ બરફ છવાયે લો હતો. તાપમાન ઝીરો થી ત્રણ ડિગ્રી નીચે હતું. લગભગ ૧૩ હજાર  ફૂટની ઊંચાઈ ઉપર તેણી ને ત્રણ કુતરા નજરે પડ્યા. ત્રણેય કુતરાઓએ તેણીની પ્રદિક્ષણા કરી,  ત્યાર બાદ તેમાંથી બે કુતરા ક્યાંક ગાયબ થઈ ગયા. જ્યારે એક કૂતરો તેણીને રસ્તો બતાવતો હોય તેમ , તેણી ની આગળ આગળ ચાલ્યો. કહેવાય છે કે આ ધર્મરાજ યુધિષ્ઠિર ના કૂતરા છે.  તે આવનાર વ્યક્તિની તપાસ કરે છે.  અને જે વ્યક્તિ આગળ જવાને લાયક હોય તેને રસ્તો બતાવે છે. 
  કલાવતી આગળ વધી. ૧૫ હજાર ફૂટની થી વધુ ઊંચાઈ ઉપર એક વિશાળ સરોવર આવ્યું. જેને 'સતોપંથ સરોવર કહે છે.  તેણીને 'સત્તોપથ સરોવર'ના કિનારે વિશાળ 'શી લા' ઉપર 'તપ' માં લીન એક સાધવી નાં દર્શન થયાં. સાધ્વી એ 'ભગવા વસ્ત્રો'  પહેર્યા હતાં .તે ધ્યાન છોડી ને કલાવતી ની સામે આવી. કલાવતી એ પોતાનો પરિચય આપ્યો. સાધ્વી એ કહ્યું કે ' પોતે 'ધ્યાનસ્થ ' અવસ્થામાં તેણી કોણ છે . અને તેની પાત્રતા શું છે. અને તેણી ક્યાં જઈ રહી છે .તે બધું જ જાણી લીધું છે. સાંજ ઢળી ગઈ હોવાથી, આજની રાત પોતાની સાથે રોકાઈ જવા 'સાધ્વી' એ આગ્રહ કર્યો.' 
   જે શીલા ઉપર સાધવી ધ્યાનમાં લીન હતી, તે શીલા ની નીચે જ ગુફામાં બંને એ રાતવાસો કર્યો.  તે સાધ્વી નું નામ 'દેવર્ષિ સાધ્વી' હતું.  અને તેણી મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત 'રાજનૈતિક' દેશમુખ પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. નાની ઉંમરમાં જ 'માયા' ત્યાગી, તેણી ૧૮ વર્ષથી હિમાલ યમાં ,અલગ- અલગ જગ્યાએ તપ કરે છે . તે રાત બંને એ તે ગુફામાં જ ગુજારી. સવાર પડતાં જ કલાવતી આગ ળ ચાલી. અને તેને રસ્તો બતાવવા 'દેવર્ષિ સાધ્વી'  પણ તેની સાથે ચાલી .'
   ત્યાંથી થોડે આગળ જતાં હજારો ઝરણાં ,પર્વત ઉપરથી નીચે ધોધ સ્વરૂપે પડતાં દેખાયાં .તેને 'સહસ્ત્ર ધારા' કહે છે. પાડવો માંથી ત્રિકાળ જ્ઞાની 'સહદેવે' અંહીં 'દેહત્યાગ' કર્યો હતો.  ત્યાંથી આગળ જતાં ૧૬ હજાર ફૂટ થી વધુ ઊંચાઈએ તેમને 'ભરત ખડક' ગ્લેસીયર દેખાતું હતું. જે  ને 'અલક નંદા' નદી નું મૂળ મારવામાં આવે છે.' 
   કલાવતી અને સાધ્વી આગળ વધ્યાં .૧૮ હજાર થી વધુ ફૂટ ની ઊંચાઈ ઉપર 'ચક્ર તીર્થ' નામનું સ્થળ આવ્યું. જ્યાં 'પશુપતિનાથ શસ્ત્ર' મેળવવા માટે અર્જુને ધોર તપ કર્યું હતું.  અને તેમાં તેને સફળતા પણ મળી હતી . અને મહા ભારતનું યુદ્ધ જીતવામાં તેની મહત્વની ભૂમિકા હતી.  એ જ શ્રેષ્ઠ ધનુર્ધર 'અર્જુને' આજ જગ્યા એ 'દેહત્યાગ' કર્યો હતો. 
   કલાવતી આગળ ચાલી. સાધ્વી તેની સાથે ચાલીને, તેને માર્ગ ચિંધતી હતી. હવે ચોતરફ બરફ જ બરફ છવાયેલો હતો. ૧૮ હજાર ફૂટ થી વધુ ની ઊંચાઈ ઉપર  'ચંદ્રકુંડ' અને 'સૂર્યકુંડ' નામનું સ્થળ આવ્યું.  'સૂર્યકુંડ' માં સ્નાન કરનાર વ્યક્તિ, સૂર્ય જેવો તેજસ્વી થઈ જાય છે. મહા ભારતના સૌથી શક્તિશાળી યોદ્ધા, ગદાધારી 'ભીમે' અહીં દેહ ત્યાગ કર્યો હતો.' 
    કલાવતી અને સાધ્વી તેનાથી આગળ વધ્યાં .હવે ફક્ત પગદંડી જ રસ્તો હતો. બંને બાજુ ઊંડી ખાઈ હતી. આગ ળ માત્ર ગ્લેશિયર અને બરફ જ નજરે પડતો હતો. અહીં ઓક્સિજન ની પણ કમી વર્તાતી હતી. બંને સાથે આગળ વધતાં રહ્યાં . પુરા ૨૧ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યાં ત્યારે 'સ્વર્ગરોહિણી' પર્વત ઉપર તેમને 'સ્વર્ગની સીડી' દેખાઈ.  જ્યાં પાંડવો માંથી એકમાત્ર 'યુધિષ્ઠિર' જ અંહીં પહોંચી શક્યા હતા.' 
    સ્વર્ગની સીડી થી 'કલાવતી' અને 'સાધ્વી' માત્ર એકસો મીટર દૂર હતાં. અહીં સાધ્વી થંભી ગઈ. તેણીએ કલાવતી ને પ્રણામ કર્યા. અને કહ્યું.' દેવી, મારી પાત્રતા અહીં સુધી જ આવવાની છે. હવે આપ એકલાં જ આગળ વધી શકો છો !'  કલાવતી એ પણ સાધ્વી ને ની પ્રણામ કર્યા.  અને ત્યાંથી તે આગળ વધી.' 
   સામે સ્વર્ગની સીડી, અડધી વાદળો માં છુપાયેલી દેખાતી હતી. કલાવતી જેમ- જેમ આગળ વધતી ગઈ, તેમ- તેમ સીડી ઉપરનાં વાદળો હટતાં ગયાં.  અને એક પછી એક, એમ સાત સીડી ઓ ઉપર પસાર થઈને ૨૨ હજાર ફૂટની ઊંચાઈ ઉપર આવેલા 'સાગ્રીલા ઘાટી'ના પ્રથમ મઠ, 'જ્ઞાનગંજ મઠ' માં કલાવતીએ પ્રવેશ કર્યો.' 
    આમ 'માણાગાંવ' થી 'સ્વર્ગની સીડી' વચ્ચેનું ૩૬ કી. મી. નું અંતર કાપતાં કલાવતીને પૂરા બે દિવસ લાગ્યા હતા. 'ચોથા આયામ' યાને કી 'સાગ્રીલા ધાટી' ના પ્રથમ મઠ 'જ્ઞાનગંજમઠ'માં પ્રવેશ કરતાં જ કલાવતી નું સ્થૂળ શરીર અદ્રશ્ય થઈ ગયું. અને તેણે સૂક્ષ્મ શરીર ધારણ કરી લીધું. અહીં તેણી ને 'નિયમ' પ્રમાણે અહીંનો એક દિવસ વિતાવ વાનો હતો . અહીં 'જ્ઞાનગંજમઠ'માં વસતા બધા જ 'આત્મા'ઓ 'સુક્ષ્મ શરીર' રૂપે જ રહે છે . અને તેઓ હંમેશા 'તપ'માં લીન રહે છે. કલાવતી એ પણ તપ માં લીન રહીને એક દિવસ પસાર કર્યો. ને નિયમ પ્રમાણે તેણી ને બીજા દિવસે 'સાગ્રીલા ઘાટી'ના બીજા મઠ' સિધ્ધ- વિજ્ઞાન આશ્રમ' 'મઠ' માં પ્રવેશ મળ્યો.' 
    અહીં પ્રવેશતાં જ કલાવતી એ સુક્ષ્મ દેહ માંથી પોતાનો પૃથ્વી ઉપર હતો એ જ 'સ્થૂળદેહ'  ધારણ કરી લીધો. અહીં વસવાટ કરતા દરેક 'આત્મા'ને ફરજીયાત, સફેદ વસ્ત્રો જ પહેરવાં પડે છે. કલાવતી પણ એ વસ્ત્રો ધારણ કરી લીધાં . કલાવતી નો ગોરો દેહ,આ વસ્ત્રોમાં ઓર ગોરો અને ચમકતો લાગતો હતો. અહીં પણ તેણીએ ત્યાંના નિયમ પ્રમાણે, એક દિવસ 'તપ'અને સાધનામાં વિતાવ્યો ને' નિયમ પ્રમાણે તેણી ને બીજા દિવસે 'શાંગ્રીલા ઘાટી'ના ત્રીજા અને છેલ્લા મઠ 'યોગ્ય સિદ્ધ આશ્રમ મઠ' માં પ્રવેશ મળ્યો.' 
   'યોગસિદ્ધ આશ્રમ મઠ' એ વિશ્વનું આધ્યાત્મિક શક્તિ નું કેન્દ્રનું છેલ્લું કેન્દ્ર બિંદુ છે.  આ સ્થાન સુધી પહોંચવાની સિદ્ધિ