સત્યનો રસ્તો ક્યારેય સહેલો હોતો જ નથી.હા, પણ સત્યના રસ્તા પર છો કે નહીં એનો જવાબ તમારા પોતાની જાતથી વધારે સચોટ અને સાચો જવાબ બીજુ કોઈ ન આપી શકે. દરેકના જીવનમાં પોત પોતાના હિસ્સાનો સંધર્ષ લખેલો જ હોય છે.જીવન જીવવુ છે કે માત્ર વ્યતીત કરવુ છે.ક્યારેક માણસ એવા સંબંધમાં જીવન પસાર કરતો હોય છે કે એમાં માણસે જીવવાનુ તો ધણા સમય પહેલા જ છોડી દીધુ હોય છે અને આ જીવન અને જીવંત વચ્ચે ખુબ પાતળી ભેદ રેખા હોય છે.માણસ નુ જીવંત જીવન ક્યારે માત્ર જીવન બની જાય છે એવી ખબરથી માણસ પોતે પણ અજાણ હોય છે. બસ, સવાર સવારમાં આવા જ ઉડા વિચારમાં આજ સવારથી આરાધના પડી હતી.જો કે આરાધનાની એવી કોઈ ઈચ્છા ન હતી કે તે આવા ઉડા વિચારોમાં પડીને પોતાનુ મગજ ખરાબ કરે.એ પણ હકીકત એ છે કે વિચારો ક્યારેય આપણને પૂછીને નથી આવતા કે તમારા મગજમાં આવુ કે નહી.પણ,હા હવે મગજ અને મૂડ બન્ને ખરાબ હોય ત્યારે આરાધનાને એક માત્ર દોસ્ત જ યાદ આવે.
આખાયે ધરમાં આરાધનાના લગ્ન ની ચહલપહલ શરુ થઈ ગઈ હતી.અને હોય પણ કેમ નહીં હવે લગ્નને માત્ર એકદિવસ જ બાકી રહ્યો હતો. પરંતુ થોડાજ કલાકો બાદ દુલ્હન બનવા જઇ રહી આરાધના ધર માંથી ગુમ હતી. ક્યાં ગઈ હશે આ છોકરી આમ, લગ્ન નજીક છે ને આ છોકરી ક્રા પર એક અજીબ સન્નાટો છવાયેલો હતો.કારણ કાંઈક તો હશે જ ને...
અરે..અનંત ઉઠ...ઉઠ..અનંત.હું ક્યારની તને ઉઠાડી રહી છું, તુ તો જબરો ઉધણસિંહ છે યાર.મારે તારુ કામ છે અને તુ ઉઠવાનુ નામ જ નથી લઈ રહ્યો.ઉઠ..મારે તારી સાથે વાત કરવી છે.આરાધનાએ અનંત પર મીઠો ગુસ્સો કરતા કહ્યું.
અરે, દેવી...આજ સવાર સવારમાં મારા ઘરે કેમ પ્રાગટ્ય છો?અને હવે અહીં પ્રકટવાનુ બંધ કરો અને અમનના ઘરે કે અમનના સપનામાં જઈને પ્રકટો હો જાઉ..અનંતે ઉઠીને આંખો ચોળતા ચોળતા કહ્યું.
અનંત ની આવી વાત સાંભળીને આરાધનાનો ચહેરો ઉદાસ થઈ ગયો. બસ, જોઈ લીધી તારી દોસ્તી અનંત.હવે તે મને તારી દોસ્ત પણ માનતો નથી.તું રાહ જ જુએ છે કે હું લગ્ન કરીને જતી રહુ એટલે પીછો છુટે.પણ એમ હું તારો પીછો નહી છોડું અનંત..ચાલ. ઉઠ અને મારી વાત સાંભળ એક ખૂબજ અગત્યની વાત તારી સાથે કરવી છે.
આરાધનાનો રડમસ અવાજમાં તેના મિત્ર સામે મીઠી ફરિયાદ હતી.કદાચ કોઈ દોસ્તને છોડીને જવાની પીડા આવુ જ દર્દ આપતી હશે.અનંતને આરાધનાનુ દર્દ તેના અવાજમાં મહેસુસ થતુ હતુ એટલે અનંતે તરત જ બાજી સંભાળી લીધી અને બોલ્યો અરે, આરાધના હું તો મજાક કરી રહ્યો હતો.તારા માટે તો આ જીવ પણ હાજર છે, તું માંગે તો એ પણ આપી દઈશ , વિશ્વાસ રાખજે આ દોસ્ત પર.
અરે, અત્યારે મારે તારો જીવ નથી જોઈતો એનુ હું શું કરું?એ તારી પાસે જ સાચવીને રાખ.અત્યારે તારે મારી વાત સાંભળવાની છે.આખી રાત મને ઉધમાં બહુ અજીબ જ વિચારો આવી રહ્યા હતા. આરાધનાએ ચિંતિત અવાજમાં કહ્યું.
લે...તું વળી વિચારે ય છે,અને તને વિચારો ય આવે!.જે દિવસથી તારી અમન સાથે સગાઈ થઈ છે ને તે દિવસથી મને તારા પર શંકા હતી જ કે, આ આરાધના મગજ ક્યાંક વેચી આવી લાગે છે એટલે અમન સાથે સગાઈ કરે છે.અનંતે આરાધનાને ચિડવતા કહ્યું.
અનંત તું મને ટોંટ મારે છે કે મારી મજાક ઉડાવે છે?આરાધનાએ ચિડાઈને કહ્યુ.
તને જે લાગતુ હોય તે.પણ તને જે લાગે છે ને એ મને પણ લાગે જ છે.અનંતના બોલવાના ટોંનમાં ફેર હતો.
હે....આ શું લાગે છે...લાગે છે...કરી રહ્યો છે!કંઈક સમજાય એમ બોલને.ચહેરા પર આશ્ચર્યના ભાવ સાથે આરાધના કહી રહી હતી.
એ..તને નહીં સમજાય મેં હમણા કહ્યુ ને કે તું મગજ વેચી આવી છો.એટલે તને નહી જ સમજાય, સવારની શિતળતામાં અનંત અને આરાધનાના શબ્દોમાં ગરમી વધી રહી હતી.
અનંત મને હતુ કે તું મારા માટે એવી વ્યક્તિ છે કે જેની સાથે ગમે તે વિષય પર ગમે ત્યારે વાત કરી શકુ છું ,પણ સારું થયુ કે તે આજે જ મારો આ ભ્રમ ભાંગી નાખ્યો. બસ, તારે પણ આખી દુનિયાની જેમ સલાહ જ આપવી છે. સાંભળીને સાથ નથી આપવો.હવે, મને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે કે તને અમનની ઈર્ષા આવે છે.મને લાગતે તો હતુ જ કે જ્યારથી અમન મારી જીંદગીમાં આવ્યો છે ત્યારથી તું મને અને અમનને અલગ કરવાના પૂરા પ્રયત્નો કરી રહ્યો છે. આજ મને હતુ કે હું ક્લિયર કરીને જ રહીશ કે સગાઈ સમયે તારી અને અમન વચ્ચે એવી શું વાત થઈ જે તમે બન્ને મારા થી છુપાવી રહ્યા છો પણ હવે મને ખાતરી થઈ ગઈ છે કે અમનને, તું મને અને અમનને અલગ કરવાની કોશીશ કરી રહ્યો છે તેની જાણ અમન ને થઈ ગઈ હશે.
તને મારી સમજણ પર જ ભરોસો નથી ,મારી પસંદગી પર તને ભરોસો નથી.મારા અને અમન વચ્ચે તુ દુરી લાવવાની કોશિશ કરી રહ્યો છે, તો તું આજથી મારો મિત્ર પણ નથી.કાલે અમન સાથે મારા લગ્ન છે, તું જરૂર થી આવજે.હું તારી આતુરતાથી રાહ જોઈશ.આરાધનાનો ગુસ્સો સાતમા આસમાને હતો.
સોરી. આરાધના હું તારા અને અમનના લગ્નમાં હાજર નહી રહી શકું, કારણ કે હું આજે જ ફોરેન જઈ રહ્યો છું.અનંતે કહ્યું
અચ્છા, તુ આજે જ ફોરેન જઈ રહ્યો છે,અને તે મને જરા જાણ કરવાનું પણ જરુરી ન સમજ્યું.આરાધનાનો ફરીયાદ ભર્યો ગુસ્સો તેના અવાજમાં હતો.
આરાધના ના આવા શબ્દો અને ગુસ્સો અનંતના દિલની આરપાર થઈ રહ્યા હતા, પરંતુ તે ચૂપ હતો.
બાળપણથી લઈ આજ સુધી દુનિયાની નજરથી પણ સંભાળીને રાખેલી આ દોસ્તીને કદાચ આજે ઈશ્વરની નજર🧿 લાગી ગઈ હશે.આજ એવી ધટના ધટી હતી, જે જોતા અને સાંભળતા આ ઘરનો એક એક ખૂણો રહ્યો હશે, જે હંમેશ આ મિત્રતાનો સાક્ષી રહ્યો હતો.અનંત અને આરાઘનાની દોસ્તીમાં પડેલી આ તિરાડ કેટલી ઉંડી અને કોનો ક્યાં વાંક અને કેવા વળાંક ના નિર્માણ કરશે એ તો સમય આવ્યે જ ખબર પડશે. તો વાંચતા રહો શ્યામ રંગ....લગ્ન ભંગ..ભાગ 31