માતૃભારતી પર 2022 માં મૂકેલું વાર્તા 'એ ધુમ્મસ ભરી રાત્રે ' એક પ્રોમ્પ્ટ આધારિત હતી.  થીમ એવું કે એક યુવાન અંધારી રાત્રે હાઈવે પર ડ્રાઇવ કરીને જતો હોય છે ત્યાં એક સ્ત્રીની ચીસ સંભળાય છે. 
એ જ પ્રોમ્પ્ટ ચેટ GPT ને આપી વાર્તા લખાવી તો અંગ્રેજીમાં અલગ જ હોરર વાર્તા બની જે અહીં થોડા ફેરફારો સાથે ગુજરાતીમાં 8 પ્રકરણોમાં મૂકું છું.
મૂળ વાર્તા વાંચવી હોય તો એની લિંક
https://www.matrubharti.com/book/19922240/e-dhummas-bhari-rate
હવે આ વાર્તા વાંચો.
***
1.
એ એક ઠંડી રાત હતી. શિયાળાની અંધારી રાત અને ઠંડી તો કહે મારું કામ. ઠંડી તો એવી કે જાણે ચામડીમાંથી ઉતરી હાડકાં પર, બારીના કાચ પર બરફ જામે એમ જામી ગઈ હોય. 
દર્શક  એવી ગાઢ ઠંડીમાં રાત્રે પોતાની કારમાં હાઈવે પર ડ્રાઇવ કરી જઈ રહ્યો હતો.  ચારેક કલાકોથી તે સતત ડ્રાઇવ કરી રહ્યો હતો. હવે  વાહનોની ભીડભાડ વાળો હાઈવે છોડી તે જંગલો વચ્ચેના અત્યંત તીવ્ર ગોળ વળાંકો વચ્ચેના રસ્તે થઈ સાચવીને જતો હતો. બે બાજુ ઝાડના પડછાયા જાણે ઓચિંતુ કોઈ ભૂત રસ્તે હાથ બતાવી ઊભું રહે એવી ભ્રાંતિ કરતા હતા. ડામરના કાળા રસ્તાઓ બન્ને  બાજુ ગોળ ઢોળાવો પરનાં ઘટાટોપ જંગલ વચ્ચે જાણે વાંકડિયા વાળ વાળી  કન્યાના કેશ પર રિબન બાંધી હોય એવા લાગતા હતા. બેય બાજુ પર્વતોના ખડકો વચ્ચેથી રસ્તો જતો હતો. દર્શકના રેડિયોમાં વાગતાં સંગીતના શાંત અવાજને ભેદતો એક સાથે બોલતાં તમારાંઓનો મોટો કર્કશ અવાજ આવી રહ્યો હતો. હવે  રસ્તો પર બોર્ડ આવ્યું - ‘સાચવીને. હેર પિન વળાંકો’. 
દર્શકે કાર નીચાં ગિયરમાં રાખી સરકવા દીધી. 
રસ્તો સરકતો હતો અને નીચે કદાચ ખીણ હશે. ગાઢ અંધારાંમાં નીચે કશું જ દેખાતું ન હતું. એકદમ નજીક નજીક માઈલસ્ટોનની હાર આવી. બેય તરફ સીધાં થડ વાળાં વૃક્ષો જાણે કોઈ કિલ્લા બહાર સંત્રીઓ ઊભા હોય એમ એકદમ ટટ્ટાર ઊભાં હતાં, તેમની ટોચ જાણે સંત્રીઓના ભાલા  આકાશને વીંધતા હોય એવી લાગતી હતી.
મુંબઈ 213 નો માઈલસ્ટોન વટાવ્યો ત્યાં દર્શકનું ધ્યાન  રસ્તાની બાજુ પર પડ્યું. તેણે ત્યાં કોઈ ઝડપી હલચલ થતી જોઈ. કશુંક અસામાન્ય  અને અકુદરતી બની રહ્યું હોય એવું લાગ્યું. કદાચ કોઈ વાહન રસ્તો ચાતરી નીચે તરફ ઉતરી ગયું હતું અને પર્વતનો ઢાળ ઉતરી  નીચે તરફ જઈ રહ્યું હતું?
શું કોઈ પીધેલો ડ્રાઈવર કાબુ ગૂમાવી નીચે પડતો હશે? દર્શકે જોરથી બ્રેક મારી પોતાની કાર થોભાવી એ તરફ જોયું.
અંધારું ભેદતી એક તીણી ચીસ સંભળાઈ. એનો અવાજ કારના બંધ કાચને પણ વીંધતો સંભળાઈ રહ્યો. સાવ નજીક નહીં પણ ચોક્કસ પણે એ કોઈ સ્ત્રી નો તીણો  અવાજ  હતો. નીચે તરફ, ખાસ દૂર નહીં.
દર્શકે એકદમ પોતાની કારની  બ્રેક મારી. કર્કશ અવાજે ટાયરોનો  કીચુડાટ સુમસામ રસ્તો ભેદી રહ્યો. દર્શકે એકદમ બ્રેક મારતાં કાર રસ્તાની સહેજ નીચે ઉતારી એક બાજુ  સપાટ સ્થળ જોઈ થોભાવી અને અવાજ આવ્યો  હતો એ તરફ દોડ્યો. ફરીથી કોઈ ધીમો પણ સ્પષ્ટ અવાજ, કોઈ સ્ત્રી કણસતી હોય કે બોલાવતી હોય એવો આવ્યો.
થોડી ક્ષણો બધું ફરીથી એકદમ શાંત થઈ ગયું.  દર્શકને એક માત્ર  અવાજ પોતાના ઝડપથી ચાલતા શ્વાસનો સંભળાઈ રહ્યો હતો. પોતાના હૃદયના ધબકારા જાણે કોઈ ઢોલ વાગતો હોય એમ સંભળાઈ રહ્યા હતા.
દર્શકને પોતાનો જોરથી ચાલતો શ્વાસ અને હૃદયના ધબકારા જ સંભળાતા હતા. એ સિવાય  ચારે તરફ ભયાનક શાંતિ હતી. દર્શક ધમ્મ કરી કારનું બારણું પછાડી ઉતર્યો અને ઢાળ ઉતરવા લાગ્યો. હવા એકદમ ગાઢ, બરફનાં ફ્રિજર જેવી ઠંડી હતી. ભયાનક શાંતિ જાણે રાતને ગળી ગઈ હતી.
દર્શક આજુબાજુ નજર ફેરવે ત્યાં ફરીથી   એક ચીસ સંભળાઈ પણ આ વખતે  કોઈ સ્ત્રી દર્દની મારી  કણસી  રહી હોય એવી ચીસ હતી. 
દર્શકની ડાબી તરફ ઢોળાવ ઊતરતાં  બાવળ જેવાં  વૃક્ષોની કાંટાળી ગાઢ  ઝાડીમાંથી અવાજ આવતો હતો. ત્યાં જવું કેમ? દર્શકે પોતાના મોબાઇલની લાઇટ ઓન કરી. એણે એક છુટી સૂકી ડાળી દેખાઈ એના વડે ઝાંખરાં ખસેડતો એ આગળ વધ્યો. ત્યાં સાવ નાની પગદંડી જેવી કેડી હતી અને દહેજ જ આગળ પાણીનું કોઈ ખાબોચિયું કે ઝરણું હતું.
ખાસ લાંબો વિચાર કર્યા વગર, માત્ર આત્મસ્ફુરણાથી તે આગળ ગયો જ્યાંથી એ સ્ત્રીનો સાદ સંભળાયેલો.
ક્રમશ: