Worlds famous thinkers and their madness in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | વિશ્વના જાણીતા ચિંતકો અને તેમનું ગાંડપણ

Featured Books
Categories
Share

વિશ્વના જાણીતા ચિંતકો અને તેમનું ગાંડપણ

સમગ્ર વિશ્વને પોતાના જ્ઞાન અને ડહાપણ વડે આશ્ચર્ય ચકિત કરી નાંખનાર અને લોકોને સારા નરસાનું જ્ઞાન આપનાર માનવને માનવ શું છે તેનો પરિચય કરાવનાર તત્વજ્ઞાનીઓની અન્ય એક અજાણી બાજુ જેણે તેમને વિચિત્ર બનાવ્યા હોવાના પણ દાખલા મળી રહે છે.જ્યારે તેમના અંગે આ વાત જાણવા મળે છે ત્યારે જેટલું આશ્ચર્ય તેમના જ્ઞાન પર થાય છે તેમની વિચિત્રતા પર પણ એટલું જ આશ્ચર્ય થાય છે.તેમનો લગાવ, વળગણ અને ગાંડાઘેલાપણું જો કે તેમના વ્યક્તિત્વના વિશિષ્ટ લક્ષણ બની રહે છે અને તેમના જીવનના તાણાવાણા તેની સાથે જોડાયેલા રહે છે અને આ ગાંડપણમાં પણ તેઓ વિશિષ્ટતા શોધી લેતા હતા અને તે તેમની ફિલોસોફીને વિશિષ્ટ બનાવે છે.કામુનો મૃત્યુનો ડર કે નિત્સેનો સમુદ્રી પ્રાણીઓનો ભય તેમના લખાણોમાં ઝળકી આવે છે.જે એક એવા પ્રતિકનું સ્વરૂપ ધારણ કરે છે જે તેમની ફિલોસોફીનું ખાસ તત્વ બની રહે છે.કાન્ટની કડક શિસ્તપાલનની ટેવ તેમના લખાણોને એવાજ વ્યવસ્થિત બનાવે છે અને કિર્કગાર્દના પોતાના અંગત વિચારોને કારણે જ આપણને એક અલગ પ્રકારની વિચારસરણી આપી છે.

રેને દેકાર્તને આધુનિક તત્વજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.૧૫૯૬ થી ૧૬૫૦ના ગાળામાં થઇ ગયેલા આ તત્વજ્ઞાની એટલા પ્રસિદ્ધ થયા હતા કે તેમને જાણીતી મહિલાઓનો સંગાથ મળી રહ્યો હતો જેમાં સ્વીડનની મહારાણી ક્રિસ્ટીના અને પ્રિન્સેસ એલિઝાબેથ જેવી મહિલાઓનો સમાવેશ થાય છે જો કે ખબર નહી કેમ પણ દેકાર્તે ક્યારેય લગ્ન કર્યા ન હતા હાં તેમને પોતાની નોકરાણીથી એક અનૌરસ સંતાન જરૂર હતું જો કે તેમણે જાતે એ સ્વીકાર કર્યો હતો કે જ્યારે તેઓ તરૂણાવસ્થામાં હતા ત્યારે તેમને ફાંગી આંખ ધરાવતી મહિલાઓ વધારે પસંદ હતી.તેમણે આ વાતનો સ્વીકાર ક્વીન ક્રિસ્ટીનાને લખેલા પત્રમાં પણ કર્યો હતો જેમાં તેમણે પોતાના આ આકર્ષણ અંગે થોડુ વિગતે લખ્યુ હતું.તેમણે લખ્યું હતું કે તેમને તરૂણાવસ્થામાં તેમની જ વયની એક છોકરી તરફ આકર્ષણ જાગ્યું હતું જે ફાંગી આંખ ધરાવતી હતી. જ્યારે હું તેની તરફ જોતો ત્યારે તેની આંખો ભેગી થઇ જતી હતી અને આ વાતે મારા મગજ પર ગાઢ છાપ છોડી હતી અને જ્યારે પણ હું આ પ્રકારની ત્રાસી આંખો ધરાવતી મહિલાઓને જોઉં છું મને સામાન્ય મહિલાઓ કરતા તેમના તરફ વધારે આકર્ષણ જાગે છે.

આલ્બેર કામુનો ઉછેર બહુ ગરીબીમાં થયો હતો તેઓ જ્યાં ઉછર્યા હતા તે ઘરમાં ચોમાસામાં પાણી ટપકતુ રહેતું હતું અને વીજળી પણ ક્યારેક જ રહેતી હતી આ ઉપરાંત તેમની દાદીનો સ્વભાવ ખુબ જ કડક હતો જે પોતાના પરિવારના સભ્યોને સીધા રાખવા માટે ચાબુક રાખતા હતા.જો કે આ પ્રકારની પરિસ્થિતિમાં પણ કામુએ સ્કોલરશીપ પ્રાપ્ત કરી હતી અને તેઓ હાઇસ્કુલમાં  દાખલ થયા હતા.તેઓ જ્યારે સત્તર વર્ષના થયા ત્યારે તેઓ ટીબીનો શિકાર થતા થતા રહી ગયા હતા.જેના કારણે તેમને એક વર્ષ સુધી સ્કુલથી બહાર રહેવું પડ્યું હતું.આ આખા ઓથારમાંથી તે ક્યારેય બહાર આવી શક્યા ન હતા અને તેના કારણે જ તેઓ યુવાનવયેજ મોતને ભેટ્યા હતા તેમણે તેમની ગર્લફ્રેન્ડને એક વખત કહ્યું હતું કે મને હવામાં શેતાન તરતો હોય તેવું લાગે છે.તેઓ હંમેશા મૃત્યુના ઓથારમાં જ જીવ્યા હતા આથી તેઓ મરતા પહેલા પોતાનું લખાણ પુરૂ કરવા માટે મથ્યા કર્યા હતા.તેમને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના એવોર્ડ તેમની કારકિર્દી ખતમ થઇ જવા પર સિક્કો મારવા જેવું છે.તેમને પોતાનું પુસ્તક મેગ્નમ ઓપસ પુરૂ કરવાનું દબાણ મૃત્યુપર્યંત રહ્યું હતું.૪ જાન્યુઆરી ૧૯૬૦માં કાર અકસ્માતમાં તેઓ મોતને ભેટ્યા હતા.ત્યારે તેમની વય માત્ર ૪૬ વર્ષની હતી.

ઇમેન્યુઅલ કાન્ટ આધુનિક સમયના પ્રખ્યાત તત્વચિંતક મનાય છે જો કે તેમને ઓળખનારા લોકોને તેમની દિનચર્યા પ્રત્યેની શિસ્ત વિચિત્ર લાગતી હતી.તેઓ બધું જ કાર્ય યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં માનતા હતા અને તેઓ તેમના આ વળગણમાંથી મૃત્યુ સુધી છુટી શક્યા ન હતા.૧૭૮૩માં તેમણે એક મકાન ખરીદ્યુ હતું તેઓ પાંચ વાગ્યા પહેલા જાગી જતા હતા અને ત્યારે એક કપ કોફી પીતા અને ત્યારબાદ એક પાઇપ પીતા હતા.ત્યારબાદ તે પોતાના લેકચર અને લખાણનું કામ કરતા હતા લેકચર બાદ અગિયાર વાગ્યે ફરી લખવાનું કામ કરતા જે તેઓ એક વાગ્યા સુધી કરતા હતા.ત્યારબાદ તેઓ લંચ લેતા હતા અને લંચ બાદ ગરમી હોય કે વરસાદ હોય તેઓ ચાલવા નિકળી પડતા હતા અને તેમનો આ ચાલવા જવાનો સમય એટલો પાક્કો હતો કે જ્યારે તેઓ ફરવા નિકળતા ત્યારે લોકો પોતાની ઘડિયાળનો સમય સેટ કરતા હતા.તેઓ જે રસ્તા પર ફરવા જતા હતા તેને ફિલોસોફર્સ વોક નામ અપાયું છે.ચાલવાનું પુરૂ કર્યા બાદ તેઓ પોતાના મિત્રોને મળવા જતા હતાત્યારબાદ તેઓ ઘેર પરત ફરતા હતા અને દસ વાગ્યા સુધી વાંચન કરતા અને ત્યારબાદ તેઓ ઉંઘવા માટે પથારીમાં જતા હતા.આ ક્રમ તેમણે મૃત્યુ સુધી જાળવ્યો હતો.

અસ્તિત્વવાદી ફિલોસોફીના જનક સોરેન કિર્કગાર્દ માનતા હતા કે તેઓ યુવાનવયે મોતને ભેટશે.તેઓ જ્યારે પચ્ચીસ વર્ષના થયા ત્યારે તેમના પાંચ સહોદર અને માતાપિતા મોતને ભેટ્યા હતા.તેમના પિતાએ કિર્કગાર્દને પોતાના પરિવારને લાગેલા શાપ અંગે જણાવ્યું હતું અને તેમણે પણ પોતાના પિતાની વાતને માની હતી. તેમને એ વિશ્વાસ હતો કે ભગવાન તેમની જિંદગી યુવાન વયે જ છિનવી લેશે.તેઓ હંમેશા કિંગ લિયરના પાંચમા એકટના ચોથા દૃશ્યમાં આવતા સંવાદો ટાંકતા રહેતા હતા.તેમને મોતનો ભય લાગતો હતો અને તેના કારણે જ તેઓ પણ યુવાન વયે જ કામુની જેમ મોતને ભેટ્યા હતા અને એ સમયે તેમની વય માત્ર ૪૨ વર્ષની હતી.

સમગ્ર વિશ્વને સામ્યવાદની વિચારસરણી આપનાર કાર્લ માર્કસનો પ્રભાવ તો ઇતિહાસ પણ સ્વીકારે છે અને વીસમી સદીને તેમની સદી ગણીએ તો પણ અતિશ્યોક્તિ નથી. જો કે તેમનું જીવન આંતરકલહોથી ભરપુર હતું.તેમના માટે સતત લખવું એ જરૂરિયાત બની ગઇ હતી અને તેઓ સતત લખતા રહેતા પણ ક્યારેય તેઓ એકીબેઠકે કશું જ લખી શકતા ન હતા.તેઓ પોતાના વિચાર એક કાગળ પર લખી લેતા હતા અને ત્યારબાદ ઉભા થઇ જતા અને જ્યાં સુધી કોઇ નક્કર વાત મગજમાં આકાર ન લે ત્યાં સુધી તેઓ પોતાના  ટેબલના ચક્કર કાપતા રહેતા હતા.ક્યારેક જો ઘણુ ચાલ્યા બાદ પણ કોઇ નક્કર વિચાર આકાર લઇ શકતો  ન હતો જેના કારણે તેઓ ઘણી વખતલથડિયા ખાઇને પડી જતા હતા.

ફ્રેડરિક નિત્સે જ્યારે ચોવીસ વર્ષના હતા ત્યારે બેસલ યુનિવર્સિટીમાં તેમને ક્લાસિક ફિલોસોફીના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.તેમના લખાણોને કારણે તેઓ તેમના સમયકાળમાં વિખ્યાત ફિલોસોફર બની રહ્યા હતા.પણ તેઓ હંમેશા બિમારીઓથી ઘેરાયેલા રહેતા હતા.તેમને સતત માથાનો દુઃખાવો રહેતો હતો અને ઉલ્ટીની સમસ્યાતો તેમની કાયમી સમસ્યા હતી.અપચાની સમસ્યાનો પણ તેઓ સામનો કરતા રહેતા હતા.જેના કારણે તેઓ આહાર માટે સભાન રહેતા હતા.બ્રેકફાસ્ટમાં તેઓ હંમેશા બીફસ્ટેક લેતા હતા અને આખો દિવસ માત્ર ફળ જ લેતા હતા.તેઓ પોતાના સ્થાનિક વેપારી પાસેથી જથ્થાબંધ ફળ ખરીદવાને બદલે તેઓ પોતાના મિત્ર પાસેથી તેઓ આ ફળ મંગાવતા હતા અને કહેવાય છેકે એક દિવસમાં તેઓ ત્રણ કિલો જેટલા ફળ આરોગતા હતા.

વોલ્ટેરને પણ વીસમી સદીના મહાન તત્વચિંતકોમાં સ્થાન મળેલું છે પણ આ તત્વચિંતકને પણ કોફીનું ભારે વળગણ હતું તેઓ કોફીના ઘુંટડા વિના એક પણ શબ્દ લખી શકતા ન હતા.તેઓ આખા દિવસમાં વીસથી ચાલીસ કપ કોફી પી જતા હતા.તેમને તેમના તબીબોએ આ અંગે ચેતવણીઓ આપી હતી પણ તેઓ ક્યારેય તેને કાને ધરતાહતા.તેમને જ્યારે કોઇ કહેતું કે કોફી તો ધીમુ ઝેર છે ત્યારે તેઓ કહેતા હતા કે કદાચ એ સાચુ છે કે તે ધીમુ ઝેર છે પણ હું પાંસઠ વર્ષથી પીવું છુ અને હજી મર્યો નથી.જો કે આ વાક્ય તેમનું છે કે નહી તે અંગે શંકા છે કારણકે નિષ્માંતો માને છે કે આ વાક્ય ખરેખર તો ફોન્ટેનેલ્લેનું છે જેઓ સો વર્ષ જીવ્યા હતા જ્યારે વોલ્ટેર ૮૪ વર્ષની વયે મોતને ભેટ્યા હતા.

જર્મનીના પ્રખ્યાત તત્વચિંતક વિલિયમ ફ્રેડરિક હેગલ જ્યારે માત્ર તેર વર્ષના હતા તેમની માતા મૃત્યુ પામી હતી.જો કે તેઓ બર્નના ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ્યા હતા અને તેમનું જીવન સંતોષકારક રહ્યું હતું જેમને સારી પત્ની હતી અને પ્રખ્યાત સામયિકમાં નોકરી કરતા હતા.જો કે તેઓ હંમેશા નાઇટગાઉન પહેરેલું રાખતા હતા અને માથા પર બ્લેક બેરેટ પણ રહેતી હતી.તેઓ તેમના રોજિંદા કપડા પર પણ નાઇટગાઉન ચઢાવી લેતા હતા અને બેરેટ તો હંમેશા તેમના માથા પર રહેતી જ હતી.

જ્યાં પોલ સાર્ત્રનું નામ એક વિચારક ઉપરાંત રાજકીય ચળવળકાર તરીકે જાણીતું છે.તેમણે પોતાના જીવનકાળ દરમિયાન કાર્લ માર્કસ, ફિડેલ કાસ્ત્રો અને ચે ગ્વેરા જેવા લોકોને મહાત આપી હતી.કામુની જેમ સાર્ત્રને પણ નોબેલ પ્રાઇજ મળ્યો હતો પણ તેમણે આ એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો.જો કે સાર્ત્રને નાનપણથી જ સમુદ્રના પ્રાણીઓની ભારે બીક લાગતી હતી અને તેઓ નાનપણમાં તો સમુદ્રમાંથી બહાર આવતા એક પ્રાણીના ચિત્રને જોઇને ડરી ગયા હતા.જ્યારે તેઓ એકવાર પોતાની પ્રેયસી સાથે નદી પર સહેલગાહે નિકળ્યા ત્યારે તેઓ પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા.તેમને બીક હતી કે કોઇ વિશાળ ઓક્ટોપસ ક્યાંકથી નિકળી આવશે અને તેમને તાણીને લઇ જશે.એક વાર તેમણે કોઇ નશાકારક દ્રવ્ય લીધુ ત્યારે તેમને લાગતું હતું કે સમુદ્રી ઝીંગા તેમનો દરેક જગાએ પીછો કરે છે.તેમનો આ ભય તેમના સાહિત્યિક લખાણોમાં પણ તરી આવે છે તેમની ધ કન્ડેમ્ડ ઓફ અલ્ટોના, ઇરોઝસ્ટ્રેટસ અને નોશિયામાં આ પ્રતિકો અને રૂપકો રૂપે તેનું આલેખન થયેલું છે.

આર્થર સોફોનરની ફિલોસોફીમાં તેમના અંગત જીવનની ટ્રેજેડી વણાયેલી છે તેઓ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના પરિવારને ઘરવગરના થઇ જવું પડ્યું હતુ તેઓ જ્યારે નાના હતા ત્યારે જ તેમના પિતાનું મોત થયું હતુ અને આથી જ તેમની ફિલોસોફીમાં તમામ સાથે તાર તોડવાની વાત જ કરાઇ છે.તેઓ કોઇ સાથે પણ તાદાત્મ્ય સાધી શક્યા ન હતા પણ તેમ છતાં તેમને કુતરાઓ પ્રત્યે ખુબ જ લગાવ હતો.તેઓ જ્યારે શાળાએ જતા ત્યારથી માંડીને મૃત્યુ સુધી તેમનો કુતરાઓ પ્રત્યેનો લગાવ અખંડ રહ્યો હતો અને ખાસ વાત એ હતી કે તેઓ તેમના કુતરાઓનું એક જ નામ અને નિકનેમ રાખતા.તેમના કુતરાઓનું નામ આત્મા રહેતું હતું અને નિકનેમ બત્ઝ રહેતું હતું.