{{{{Previously :::" hey, વિશ્વાસ! હા, મઝામાં જ છું. તું કેમ છે? Thank god! ચાલ, આપણું કામ થઇ જશે. No worries. આટલો સમય તો આપણાને કંઈ ખબર પણ નહતી. હવે બસ મળી જાય એ વ્યક્તિ. મળીને વાત કરીયે. 😊”
બંને એકબીજાને ફરીથી મળવાં માટે આતુર હતાં. બંને એમનો આ મિસકોમ્યુનિકેશન કે પ્રોબ્લેમ સોલ્વ કરવાં માટે તૈયાર હતાં. બંને આજે ખુશ હતાં. જાણે શ્રદ્ધાને એનો વિશ્વાસ પાછો મળી ગયો હોય! અને વિશ્વાસને એની શ્રદ્ધા!}}}}}
વિશ્વાસ ઘરે પહોંચે છે, અદિતિ ડિનર કરવા માટે એની રાહ જોઈને બેઠી હતી. બંને સાથે ડીનર કરે છે.
અદિતિ : કેમ કંઈ બોલતો નથી? અને આજે તો મારે તને બોલાવો પણ ના પડ્યો, આવીને તરત જ જમવા બેસી ગયો! બધું બરાબર તો છે ને? બહાર ગયો હતો, તો એ કામ થઇ ગયું કે?
વિશ્વાસ : હાહા... અરે! આવીને જમવા બેસો તો પણ પ્રોબ્લેમ! આવીને કામમાં લાગો તો પણ! હવે માણસ કરે તો શું કરે!?
અદિતિ : ચાલ હવે!
વિશ્વાસ : હા, કામ તો થઇ ગયું. બહુ મોટો પ્રોબ્લેમ અને એક હાઈ પ્રોફાઈલ કેસ પર કામ ચાલે છે. So, confidentioal છે. થઇ જશે પછી ડિટેઈલ્સમાં તને જણાવીશ.
અદિતિ : ઓહ, સરસ! ઓલ ધી બેસ્ટ! હું શું કેહતી હતી, અને શ્રદ્ધા જોડે વાત થઇ કે નહિ?
વિશ્વાસ : હા, થઇ હતી.
અદિતિ : સરસ, તો ચાલ ને! એને ઘરે બોલાવ જમવા માટે, એ બહાને હું પણ મળી લઈશ અને મારા હાથનું જમવાનું પણ એ ટેસ્ટ કરી લેશે.
વિશ્વાસ : હા, ચોક્કસ! મારે વાત થશે એટલે હું એને પૂછી જોઇશ, પછી તને જણાવીશ. શું બનાવીશ તું?
અદિતિ : એ તો હજુ વિચાર્યું નથી, પણ જે પણ બનાવીશ એ શ્રદ્ધાને ગમતું જ બનાવીશ. હાહા.. ( હસતાં ) તને ગમતું તો દરરોજ બનાવું જ છું.
વિશ્વાસ : બહુ ડાહ્યી તું! મને ગમતું ત્યારે જ બને છે જયારે હું કોઈ મોટો કેસ જીતીને આવું છું. એ સિવાયના દિવસમાં તો તું મને જે ને તે જ બનાવીને ખવડાવી દે છે!
અદિતિ : એય, જોજે કોઈને કહેતો! હું વિકમાં 3-4 દિવસ કંઈક નવી વાનગી અને તને ગમતું જમવાનું બનાવ છું ઓકે! કોઈને કેહતો નહીં!
વિશ્વાસ : હા, હો.... ( અને બંને હસી પડે છે. )
અદિતિ વિશ્વાસને ખુશ જોઈને ઘણી ખુશ છે, અને વિશ્વાસ અદિતિને ખુશ જોઈને ખુશ છે. બંને વચ્ચે પહેલાંથી બહુ ગાઢ મિત્રતા છે અને એકબીજાને બહુ જ સારી રીતે જાણે છે. અદિતિ માટે વિશ્વાસ ફક્ત એનો એક કઝિન નહિ, પણ પિતા સમાન છે. કોઈ પણ નાના-મોટાં નિર્ણયો અદિતિ હમેંશા વિશ્વાસને આગળ રાખીને જ લે છે. વિશ્વાસનું પણ એમ જ છે, અદિતિ એની જાન છે. શ્રદ્ધા વિષે શ્રદ્ધા કરતાં પણ પહેલાં વિશ્વાસે અદિતિને જ જણાવ્યું હતું.
આ તરફ, મૃણાલ શ્રદ્ધાને મળવાં એનાં ઘરે પહોંચે છે.
નલિનીબેનને મળે છે, થોડી વાતો કરીને શ્રદ્ધા અને મૃણાલ ઉપર એના રૂમમાં જાય છે.
મૃણાલ : ( ઉતાવળમાં ) આગળ કંઈ વાત થઈ કે નહીં?
શ્રદ્ધા : ( અચકાતાં ) શેની? કોની સાથે ?
મૃણાલ : શ્રદ્ધા, તને ખબર છે હું કોની અને શેની વાત કરું છું!?
શ્રદ્ધા : ના, મૃણાલ! મને નથી ખબર! તું મને કહે તો સમજાય ને!
મૃણાલ : વિશ્વાસ સાથે!? તમારી વાત?
શ્રદ્ધા : ઓહ! વિશ્વાસ! હા,વાત તો થઇ હતી.
મૃણાલ : તો તેં એને તારાં વિષે બધું જણાવ્યું કે નહીં ?
શ્રદ્ધા : મારાં વિષે શું ? કેમ ?
મૃણાલ : અરે, ગાંડી...કોને મળે આવો ચાન્સ, એ પણ સામેથી! ભગવાન તમને બંનેને સાથે જોવા માંગે છે અને તું!?
શ્રદ્ધા : શું બોલી રહી છે તું મૃણાલ ? કોઈ સાંભળી જશે તો તકલીફ થઈ જશે. ધીરેથી બોલ...અને એવું કંઈ j થવાનું નથી. તને ખબર છે કે હું મેરિડ છું અને હવે કંઈ j થાય એમ નથી. ઘણો સમય વિતી ગયો છે, એ વાતને જમાનો થઇ ગયો જયારે અમે બંને એકબીજા માટે જીવતા હતાં અને મરતાં હતાં.
મૃણાલ: આ બધું તું તારી જાતને કહે છે કે મને? તને પણ ખબર છે અને મને પણ, તમારો આ સંબંધ હવે વધારે લાંબો સમય ચાલશે નહીં! તું તો એમ પણ સિદ્ધાર્થથી છૂટકારો મેળવવાં માંગે છે ને!
શ્રદ્ધા : હા, પણ હું આવી રીતે વિશ્વાસની લાઈફમાં અચાનકથી એન્ટ્રી પણ નહીં કરી શકું ને! ભલે, સિદ્ધાર્થથી છૂટકારો મળી જાય, પણ મારી જવાબદારીઓથી હું કેવી રીતે ભાગી શકીશ?
મૃણાલ : કઈ જવાબદારીઓ, શ્રદ્ધા? એક વખત તું સિદ્ધાર્થથી દૂર થઈશ એટલે તું બધાં j બંધનમાંથી પણ છૂટી જઈશ.
શ્રદ્ધા ( મનમાં ) : પછી હું અને વિશ્વાસ ......
મૃણાલ : ઓ, હેલો...
શ્રદ્ધા વિચારોમાંથી બહાર આવી ને, " હા, બોલ...સાંભળું જ છું અને અહીં જ છું !
મૃણાલ : કંઈ નહીં, ચાલ હવે મારે નીકળવું જોઈએ, નહીં તો મારે ઘરે બબાલ થઇ જશે!
બંને હસે છે અને પછી શ્રદ્ધા મૃણાલને બહાર સુધી મૂકવા જાય છે.
બહાર ગેટ પાસે ઉભા રહીને, મૃણાલ : તું વિચાર કરજે, મારી વાત ઉપર, અને કોઈ મદદની જરૂર હોય તો પણ યાદ રાખજે, i am just one call away! મળીયે....
મૃણાલ એની કારમાં બેસીને નીકળે છે. ત્યાં જ બીજી કાર આવે છે, શ્રદ્ધા જુએ છે તો એ સિદ્ધાર્થ હોય છે.
સિદ્ધાર્થ કારમાંથી નીકળતાં જ, શ્રદ્ધા પાસે આવીને,
સિદ્ધાર્થ: કોણ હતું ? આટલી મોડી રાત સુધી ?
શ્રદ્ધા : મારી ફ્રેન્ડ, મૃણાલ ...
સિદ્ધાર્થ : એને ફેમિલી જેવું કંઈ છે કે નહીં....જ્યારથી મળી છે ત્યારથી અહીંયા જ આવી જાય છે...
શ્રદ્ધા : છે ને! એ તો બસ અહીંયા નજીકમાં જ છે તો આવતાં જતાં મળવા આવી જાય છે બીજું કંઈ નહીં ....
સિદ્ધાર્થ ( નિસાસો નાંખતા ) : હા, મારે વાત થઇ હતી, 2 છોકરાની માઁ છે...શીખ તું કંઈક...એની પાસેથી!
બંને આટલી વાત કરતાં, ઘરમાં પ્રવેશે છે. શ્રદ્ધા કિચનમાં જઈને જમવાનું કાઢે છે. સિદ્ધાર્થ રૂમમાં ફ્રેશ થવાં માટે જાય છે.
શ્રદ્ધા થોડી વાર રાહ જોવે છે, એટલામાં સિદ્ધાર્થ બૂમ પાડે છે, ક્યાં રહી ગયી ?? હું રાહ જોવું છું !!
શ્રદ્ધા ( થોડી નજીક જઈને, નીચેથી ) : હું અહીંયા રાહ જોવું છું જમવા માટે....
સિદ્ધાર્થ બહાર આવે છે અને ગુસ્સેથી બોલે છે : તને શું લાગે છે કે આટલું લેટ સુધી હું ભૂખ્યો રહીશ!
શ્રદ્ધા : હા, તો એમ બોલને કે જમીને આવ્યો છે, બીજું બોલવાની ક્યાં જરૂર છે!
આ તરફ શ્રદ્ધાની વાત સાંભળીને સિદ્ધાર્થનો ગુસ્સો વધારે ચડી રહ્યો હતો, પણ કંઈ બોલ્યા વગર એ અંદર જતો રહ્યો....
શ્રદ્ધાને પણ નવાઈ લાગી, કે કેમ કંઈ બોલ્યો નહીં!
શ્રદ્ધાએ કિચનમાં જઈને જમવાનું પાછું મૂકી દીધું, ડીશ ધોઈને, ડરતાં ડરતાં એ એની રૂમમાં ગયી. એને ખબર જ હતી કે ભલે અત્યારે કંઈ નથી બોલ્યો, પણ રૂમમાં જતાં જ એ એની સાથે ઝગડો કરશે.
ઉપર આવીને જોયું તો, રૂમની લાઈટ્સ ઑફ થઇ ગયી હતી, અને સિદ્ધાર્થ સૂઈ ગયો હતો....
શ્રદ્ધાને ફરીથી નવાઈ લાગી, અને સાથે નિરાંતનો શ્વાસ પણ લીધો. સારું થયું કે સુઈ ગયો નહીં તો...આખો દિવસ જે સારો હતો, એ અત્યારે બગાડી દેત! ( નાની અમથી સ્માઈલ આપતાં, મનમાં હસતાં) ફોનની લાઈટ ચાલુ કરીને, ધીરેથી સોફા પર જઈને સૂઈ જાય છે.