Chandrvanshi - 7 - 7.2 in Gujarati Thriller by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 7 - અંક - 7.2

Featured Books
Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 7 - અંક - 7.2

વિનય મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. તેના સાથે પાંડુઆનો એક વૃદ્ધપંડિત હતો. તે એક માત્ર આ મંદિર વિશે જણાવવા તૈયાર થયો હતો. બીજા લોકો પાંડુઆના જંગલમાં કોઈ મંદિર છે. એ વાત માનવા તૈયાર જ ન હતા. તેઓ હંમેશા જંગલમાં જતી અને આવતી કોલસાની ગાડીઓ જોતાં અને ચૂપ રેહતા. પંડિતજી પાસે વધુ સમય નહતો. તે વિનયને માત્ર મદિરના થોડા ઘણાં રહસ્યો જણાવીને નીકળી જવા માંગતો હતો.
પંડિત મંદિરના પ્રાંગણમાં ઊભો રહીને બોલ્યો.
“આ મંદિર વર્ષો પહેલાં બનાવવામાં આવ્યું હતું. તે સમયે સુર્યવંશી રાજાઓ રાજ કરતા અને તેમના સુબા તરીકે ચંદ્રવંશીરાજાઓ રેહતા. માનવામાં આવે છે કે, રાઉભાન નામના મહાન ચંદ્રવંશી સુબાએ આ સુંદર મંદિરને બનાવરાવ્યું હતું. જેના બનતાની સાથે તેને કહ્યું હતું કે, જ્યારે પ્રજાને ચારે તરફથી આફત નજર આવે ત્યારે જ રાજાએ આ મંદિરમાં યજ્ઞ કરાવવો. જે લોકોના જીવનને બચાવવામાં સફળતા અપાવશે.”

વિનય પંડિતને થોડા સમયબાદની વાત જણાવવા કહે છે.

“ત્યારબાદ અહીંયા એક સમય એવો પણ આવ્યો જ્યારે પ્રજાના જીવન ઉપર મુશ્કેલી આવી પડી હતી. પરંતુ, એ સમયે શું થયું એનાં વિશે કોઈને પણ નથી ખબર. મહારાજ અને તેના વંશજો બધાને એક સાથે આ જ મંદિરમાં મૃત્યુને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. એવું પાંડુઆ છોડતા પેહલા ઘટનાને નિહાળનાર કહેતાં ગયાં અને ત્યારથી આ મંદિરને લોકો સાપિત માનવા લાગ્યા. કેહવાં લાગ્યાં જે ચંદ્રવંશી રાજવીઓએ ચંદ્રમાનું મંદિર બનાવ્યું. તે ચંદ્રમાએ તેમને જ ન બચાવ્યા. તો આફતથી આપણને શું બચાવશે? હવે તો આ રાજ્યના ચંદ્રવંશની એક માત્ર ઓળખ આ મંદિર રહી છે. આ વંશનો વિનાશ કેમ થયો એ તો હું નથી જાણતો પરંતુ એટલું જરૂર જાણું છું કે, તેના વિનાશનું કારણ આદમ જ હતો.” 

પંડિત હજું કંઇક છુપાવી રહ્યો હતો. વિનય પંડિતના હાથમાં દક્ષિણા મૂકે છે. પછી વિનય બોલ્યો.
“પંડિતજી સાચે આ વંશનો વિનાશ થઈ ગયો છે?”

પંડિત ઉપર વિનય શકની નજરથી જોઈ રહ્યો હતો. પંડિતે જે હાથમાં દક્ષિણા લીધી હતી તે ધ્રુજવા લાગ્યો. પંડિતના કપાળ પર પરસેવો છૂટવા લાગ્યો અને એકદમથી ત્યાંથી ભાગવા લાગ્યો. એ સમયે મંદિરના દ્વાર પર રોમ ઊભો હતો. પંડિતને પકડીને રોમ ધસડીને પાછો લાવ્યો. બંન્ને એ મળીને પંડિતને મંદિરની ખાંભી એ બાંધ્યો. પછી વિનય બોલ્યો.
“જીદના આવ્યાની ખબર તે કોને આપી હતી?”

“એકદમથી આદમનું આવવું સૌપેહલા જીદને જ કીડનેપ કરવી. જીદને શ્રેયાએ નહીં. પરંતુ, જીદને તે કિડનેપ કરાવી છે.
થોડા રૂપિયાના લોભમાં તું ભૂલી ગયો કે તું કલકત્તામાં રહે છે અને કલકત્તાનો પંડિત ગુજરાતી બોલે?”
વિનયની વાત સાંભળી પંડિત અચંભિત થઈ ગયો. તેને તેની ભૂલ સમજાણી.

“એ સમયે મંદિરમાં યજ્ઞ તે જ કરાવ્યો હતો. તે સમયે તું અમારી વચ્ચે જ હતો. જેથી રામબાગમાં હું અને જીદ મળવાના હતા. એ વાતની જાણકારી અમારા સિવાય તને એકને જ હતી.” બોલીને વિનયે રોમની પિસ્તોલ પંડિતના માથા પર ટેકવી દીધી.

પંડિત બોલ્યો. “માફ કરી દયો સાહેબ હું છું તો પાંડુઆનો જ પરંતુ ચંદ્રવંશીઓના છેલ્લા વંશજ એટલે રાજકુમારી જીદને પકડાવવા માટે મને આ લોકો અઢળક રૂપિયા આપે છે.”

વિનયનો પંડિત ઉપર શક સાચો પડતાં વિનય ક્રોધે ભરાયો અને પંડિત બીજું કંઈ બોલે એ પેહલા જ એક પૂરા જોસથી તમાચો માર્યો કે પંડિત ત્યાં જ બેહોશ થઈ ગયો.

“લ્યો કરી લો વાત. થોડીકવાર રાહ જોઈ હોત તો આપણે જીદ ક્યાં છે એ જાણી નો લેત?” રોમ બોલ્યો.

અચાનક ઉપડી ગયેલા હાથને જોઈને વિનયે તેના એજ હાથને ખાંભી પર બે-ત્રણ વાર ફરી પટક્યો. પછી તે માથું ખંજવાળતા - ખંજવાળતા આમ તેમ ચાલવા લાગ્યો. થોડું ચાલ્યાં બાદ એ જગ્યાએ આવી પહોંચ્યો જ્યાં જીદે તેના પ્રેમને સ્વીકાર્યો હતો. વિનય ઘૂંટણિયે બેસી ગયો અને રડવા લાગ્યો. તેને એ સમય યાદ આવવા લાગ્યો, જેમાં તેની સાથે જીદ હતી. વિનય યાદ કરતા કરતાં એ દિવસ સુધી પહોંચ્યો જ્યારે તેને જીદે ના પાડી હતી. તેને યાદ આવી ગયું કે, “જીદે તેના પ્રેમને સ્વીકાર્યો હતો, તેને જ ચાહતી પણ હતી. તો શા માટે તેને એ દિવસે ના પાડી દીધી?”

વિનય ઊભો થયો અને ગાડીમાં પડેલી ચંદ્રવંશી પુસ્તક લઈને ચંદ્રતાલામંદિરમાં બાંધેલા પંડિત પાસે તેના હોસ આવવા સુધી ફરી વાચવા બેઠો. તેને જોઈ રોમ બોલ્યો. 
“હું ત્યાં સુધી શું કરું?”

વિનય તેની સામે જોવા લાગ્યો પછી બોલ્યો. “મંદિરમાં ઘણા રહસ્યો છે. એકાદ ગોતી જો.”

***

“મહારાજ! આપણા સિપાઈઓ આંતરયુદ્ધ પર ચડવા માટે યોજના બનાવી રહ્યાં છે. તેઓ સેનાપતિની આજ્ઞા લીધા વિના દ્યુત ખાડીની રક્ષામાં લાગી ગયા છે. જેથી, સેનાપતિ રોસે ભરાયા અને તેઓને છેલ્લીવાર શરણાગતિનો મોકો આપવા શાંતિદૂત મોકલ્યો છે.” પ્રધાન બોલ્યો.

“સિપાઇઓને દ્યુત ખાડીની રક્ષામાં કોણે લગાવ્યા?” મહારાજ બોલ્યા.

“સુર્યાંશ મહારાજ બીજું કોણ.” પ્રધાન બોલ્યો. 

“આ વાત પ્રધાને મહારાજને કરી. જેથી, આવ્યાની સાથે જ તમારા મિત્ર સુર્યાંશ કારાગારમાં પુરવામાં આવ્યા.” એક જાસુસે મદનપાલે કહ્યું.

મદનપાલને સુર્યાંશે દ્યુત ખાડીની રક્ષાની વાત કરી હતી. મદનપાલના મનમાં સેનાપતિ વિશે થોડું વિષ ભરાયું. તેને લાગ્યું કે, ચંદ્રહાટ્ટીમાં જે અંગ્રેજ સાથે મળ્યો હોય તે આ જ હશે. હવે મદનપાલ ગ્રહરીપુ પાસે જાય છે. તે મહારાજને બધી વાત કાનમાં કહી સંભળાવે છે. જેથી, મહારાજ બધી વાત સમજ્યા અને ત્રીજે દિવસે સુર્યાંશને રિહા કરવા આદેશ આપ્યો અને સેનાપતિને સભામાં બોલાવી દ્યુત ખાડીની રક્ષામાં મુકાયેલા સિપાહીઓને હાની ન પોહચડવાનો પણ આદેશ આપ્યો.

ત્યારે સેનાપતિ એક શૂરવીર સિપાઈને બંધી કરીને લાવ્યો હતો, તેને સભામાં લાવ્યો. સિપાહી આખો લોહી લુહાણ હતો. તે કોઈ બીજો નહીં પરંતુ એ તો વૈભવરાજનો નવ યુવક પુત્ર પરમ હતો. તેને જોઈ બંધી હાલતમાં પણ સુર્યાંશ તેની પાસે દોડીને જઈ પહોંચ્યો. સુર્યાંશને જોઈ પરમ હસવા લાગ્યો અને બોલ્યો.
“આજે મેં મારા પિતાને મારનારને સ્વર્ગવાસ સિધાવી દીધો.”

તેની વાત સાંભળીને સુર્યાંશે તેને સાબાસી આપી. તેમજ તેને સભામાં વધુ ન પૂછ્યું અને તેને અહીંથી છૂટયાબાદ મુખી પાસે ચાલ્યાં જવા કહ્યું. આ વાત સાંભળી મહારાજે તેને રોક્યો અને પરમને દ્યુત ખાડીના રક્ષકોનો સર સેનાપતિ ઘોસિત કર્યો. જે વાત સુર્યાંશને ન ગમી. પરંતુ હવે તે કંઇજ કરી શકે તેમ નથી. એ વાત પૂરી કરી મહારાજે સભામાં રાજકુમારી સંધ્યાના લગ્નની મોટી ઘોષણા કરી. 

લગ્નની વાત સાંભળી ઝંગીમલ તેમજ પ્રધાન પણ ખુશ થઈ ગયા. તેઓને હવે એ ક્ષણની પ્રતીક્ષા હતી. જ્યારે મહારાજ સંધ્યાના થનાર પતિનું નામ લે. પરંતુ તે સમયે એક સિપાઇ મહારાજની આજ્ઞા લઈ તેમની પાસે આવ્યો અને તેના કાનમાં કંઈક કહ્યું. જેથી, મહારાજે એકદમથી સભાની પૂર્ણાહુતી કરી.

રાત્રીના સમયે મદનપાલને ગ્રહરીપૂએ બોલાવ્યો અને ભરી સભામાં સુર્યાંશનું નામ લેવાથી કેમ અટકાવ્યો. એ વાત કરી.

“અત્યારે રાજ્યમાં સંકટની ઘડી છે અને આવા સમયે જો તમે તેનું નામ લેત તો એ બધાં જ સુર્યાંશને મારવાના પ્રયત્નોમાં લાગી જાત.” મદનપાલે પણ હવે તેની રાજનીતિ શરૂ કરી દીધી.

ગ્રહરીપૂ તેની યોજનાથી ખુશ થયો. પછી બંને બાપ દિકરાએ થોડીવાર સાથે બેસી વાતો કરી. ત્યારે તેના પિતાએ કહ્યું.

“તારી માતા કહેતી હતી કે, તે યુદ્ધ સમયે લગ્ન કર્યા હતા?” 

પિતાની વાત સાંભળી મદનપાલ થોડો શર્માયો ત્યારબાદ તેને હા'માં માથું ધુણાવ્યું.
એટલે ગ્રહરિપૂએ બીજે દિવસે તેની પુત્રવધુને તેડાવવા કહ્યું. તેના પિતાની વાત માનીને મદનપાલ હવે જવાની આજ્ઞા લે છે.

***