આરવ શર્મા બીજા દિવસે 18 વર્ષનો થવાનો હતો - એક એવો સમય કે જ્યારે તે એક છોકરામાંથી એક પુરુષ બનશે. તેના પિતા, રાજેશ શર્મા શહેરના અમીર વ્યકિતઓમાંથી એક હતા જેણે આ બધું પોતાની જાતે ફક્ત શિસ્ત, શ્રદ્ધા અને મહેનતથી મળેલી સમજદારીથી કમાવ્યુ હતું.
ઘણા સમયથી આરવ પોતાને જોઈતી એક વસ્તુની ક્યારેક સ્પષ્ટ તો ક્યારેક અસ્પષ્ટ હિન્ટ આપી રહ્યો હતો. જે હતી એક કાર, કોઈ સામાન્ય કાર નહીં પરંતુ તેની ડ્રીમ કાર, બ્લેક કલરની લેટેસ્ટ કાર કે જે તેણે તેના પિતાને ઘણી વાર બતાવી, એ આશામાં કે તે તેના ઈશારા સમજી જશે અને તેણે સુધી નહીં કહેવું પડે.
તેના જન્મદિવસની આગળની રાત્રે જમતી વખતે તેને ભારે વજન સાથે એક હિન્ટ આપી.
*ક્યારેક છોકરાઓ કંઈક ઇચ્છતા હોય છે.... જ્યારે તે મળે છે ત્યારે તેની જિંદગી બદલી જાય છે." આ કહેતા સાથે તે મરક મરક હસતો હતો.
રાજેશે સામાન્ય રીતે ડોકું હલાવ્યું., તેના ચહેરા પર ના હાવભાવ સમજી શકાય તેમ ન હતા.
"ગુડનાઈટ બેટા. કાલનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. શાંતિથી સૂઈ જા."
તે રાત્રે પણ આરવ તેની ડ્રીમ કાર ના સપના જોતો હતો. તેના આંગણામાં રહેલી કાર, જેને તે ચાવી આપે છે અને કારનું એન્જિન ધણધણી ઊઠે છે, તેની સાથે જ તે પણ આઝાદ થઈ જાય છે.
પરંતુ બીજા દિવસની સવાર તેણે જેવી વિચારી તેવી ન હતી.
સવારમાં આંખ ખોલતાની સાથે જ તે સૌપ્રથમ તેના રૂમની બારી પાસે ગયો કે જ્યાંથી ઘરનું મોટું આંગણ દેખાતું હતું. તેને પડદો ખેંચ્યો... પરંતુ તેને કશું નવું જોવા ન મળ્યું. તે જ ઘરનું મોટું આંગણ દેખાતું હતું જેને તે રોજ જોતો હતો.
તે ઉદાસ થઈ ગયો, પરંતુ અચાનક જ તેને લાગ્યું કે કદાચ તેના પિતા તેને બીજી રીતે સરપ્રાઈઝ આપવા માંગતા હોય.
તે તૈયાર થઈ ને નીચે હોલ માં પહોંચ્યો, તેની મમ્મીએ તેને ગળે લગાડીને પ્રેમ થી કહ્યું "હેપ્પી બર્થડે બેટા. આજે તારા જન્મદિવસ પર મેં તારો પસંદીનો નાસ્તો બનાવ્યો છે." આમ કહી ને તેને ડાઇનિંગ ટેબલ પર બેસાડ્યો અને ગરમા ગરમ થેપલા અને ચા લઈ આવી.
તે ખુશ હતો, પરંતુ હજુ પણ તેની આંખો રૂમમાં આમતેમ ફરતી હતી, કાન કારનો અવાજ સંભાળવા માટે બેતાબ હતા.
ત્યારે જ રાજેશ ડાઇનિંગ એરિયા માં પ્રવેશ્યો, એકદમ શાંત અને સિમ્પલ. રાજેશ ભાગ્યેજ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતો.
"હેપ્પી બર્થડે આરવ." તે આરવની સામે બેસ્યો અને કહ્યું.
આરવે હલકી એવી સ્માઇલ આપી. ઉત્સુકતા તેને બેચેન કરી રહી હતી. બંને વચે ઘણી વાતચીત ચાલી, ક્યારેક સ્કૂલ વિશે, ક્યારેક મિત્રો વિશે તો ક્યારેક તેના પ્લાન વિશે. પરંતુ તેને ક્યાંય પણ કાર, ગિફ્ટ કે એવી કોઈ વાત ના કરી.
જ્યારે આરવ સામેથી પૂછવા માટે બોલવા જવાનો હતો ત્યાં રાજેશે કહ્યું "આજે રાત્રે આપડે બંને સાથે ડિનર કરીશું, ફક્ત આપડે બંને. મારે તને કંઈક ઈમ્પોર્ટન્ટ આપવું છે."
તેના હૃદયમાં આશાની એક કિરણ જાગી. કદાચ આ તે જ હોય શકે છે.
---
મિત્રો સાથે ગપ્પા લડાવતા અને બહાર ફરતા દિવસ પૂરો થઈ ગયો. સાંજે ઘરે આવતા તેનો મૂડ વધુ સારો થઈ ગયો. તેને વિચાયુ કે કદાચ પપ્પા આ મોમેન્ટ વધુ ખાસ બનાવવા માંગતા હશે.
તે રાત્રે તેની મમ્મીએ ફક્ત એ 2 લોકો માટે ડાઇનિંગ ટેબલ તૈયાર કર્યું. તેના પપ્પા આવી ને આરવની સામેની ખુરશી પર બેઠા. તેઓ હજુ પણ તેના ઓફિસના પહેરેલા કપડામાં હતા. ”
"આરવ" તેને બોલવાનું શરૂ કર્યું. "અઢાર વર્ષ એ જીવનનો એક વળાંક છે. જ્યારે હું તારી ઉંમરનો થયો ત્યારે મારા પિતા એટલે કે તારા દાદાએ મને કંઈક આપ્યું હતું જેણે મને અત્યારે જે છું ત્યાં પહોંચવામાં મદદ કરી હતી - ના પૈસા કે ના પ્રોપર્ટી પરંતુ એક શીખ કે જેને મને સદાય મદદ કરી હોય."
આરવ થોડો આગળ ઝૂક્યો.
રાજેશે ખુરશી પાસે મૂકેલી બેગમાંથી લાલ સિલ્કના કપડામાં વીંટાળેલું કંઈક કાઢ્યું.
"આ તારા માટે છે મારા દીકરા. હું આશા રાખું છું કે આ તને તારું ભવિષ્ય બનાવવામાં તને રાહ દોરશે."
જોરથી ધડકતા હૃદયે આરવે ગિફ્ટ પરથી સિલ્ક કપડું હટાવ્યું. ગિફ્ટમાં હતી શ્રીમદ્ ભગવદ્ ગીતા.
તે થોડીવાર સુધી તેને જોતો રહ્યો. પછી ઉપર જોયું. "આ શું..... શું આ જ છે?" તેને એકદમ સીરીયસ અવાજમાં કહ્યું.
રાજેશે ચહેરા પર હલકી મુસ્કાન થી હા પાડી. "આ એજ ખજાનો છે જે મારા પપ્પાએ મને આપ્યો હતો. આજે આપડી પાસે જે કઈ છે તેની પાછળ આનો ખૂબ મહત્વનો ફાળો છે."
આરવ એક ઝટકાથી ઊભો થયો, તેની ખુરશીનો ઘસાવાનો અવાજ આખા ડાઇનિંગ એરિયા માં ફેલાઈ ગયો.
"એક બુક? ખરેખર પપ્પા? હું તમને કેટલાય અઠવાડિયાથી હિન્ટ આપતો હતો. મારે આવી કોઈ ધાર્મિક વસ્તુ નથી જોઈતી. મારે એક કાર જોઈએ છે. એક સારી વસ્તુ. તમારી આ બાળપણની યાદો નહીં.
"આરવ...."
"ના, તમે મને સમજતા જ નથી. તમે ક્યારેય મને સમજ્યો જ નથી. તમારી પાસે બધું જ છે - છતાં પણ તમને કદર નથી કે તમારો દીકરો શું ઇચ્છે છે. તેને શું જોઈએ છે."
તે ગુસ્સામાં ટેબલ પરથી હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા લઈ ને ઉભો થઈ ને સીધો પોતાના રૂમમાં જતો રહ્યો. અને ગીતા ને પોતાના ટેબલના એક ખૂણામાં મૂકી દીધી. આ બાજુ તેના પિતા ભીની આંખે બેઠા રહ્યા.
---
વર્ષો પછી....
આરવ ત્યારબાદ પોતાની આગળ નું સ્ટડી માટે U.S. ચાલ્યો ગયો. ત્યાં ગયા બાદ તેને પોતાના બધા કોન્ટેક્ટ કાપી નાખ્યા.એના માટે તો એ ડિનર એમના સંબંધનું સાચું રૂપ બતાવતું હતું — એકદમ નિરાશાજનક.
વર્ષો વીતી ગયા. તે એક સફળ વ્યક્તિ બની ગયો હતો જે પોતાના ક્લાસમાં અવ્વલ, એક સારી એવી કંપનીમાં મોટી પોસ્ટ પર નોકરી, નવી સિટી, નવી લાઇફ. પરંતુ તેને હંમેશા કઈક ખટકતું હોય એવું લાગતું હતું.
એક દિવસ સવારમાં તેનો ફોન રણક્યો. કોઈ અજાણ્યો નંબર હતો. તેને ફોન ઉપાડ્યો.
"શું આ મિસ્ટર આરવ શર્માનો નંબર છે?" એક વ્યક્તિ વિનમ્રતા થી બોલ્યો.
"હા..."
"મને જણાવતા દુઃખ થાય છે પરંતુ તમારા પિતા રાજેશ શર્મા આજે સવારે સ્વર્ગલોક પામ્યા છે. તેઓ બધું જ તમારા નામે છોડી ને ગયા છે. તે માટે તમારે અહીંયા આવવું પડશે."
---
અહીં ઈન્ડિયામાં, પોતાના જૂના ઘરમાં પ્રવેશતા આવું લાગતું હતું જાણે કોઈ જૂની યાદો માં પ્રવેશતા હોય. બારી પર ધૂળ જામેલી હતી. હોલ માં એકદમ શાંતિ હતી. તેની માં એકાદ વર્ષ પહેજ મૃત્યુ પામી હતી. તેને તેની અંતિમ યાત્રામાં પણ હાજરી આપી ન હતી.
તે પોતાના રૂમમાં ગયો. હજુ પણ તેની બધી વસ્તુઓ તેમ ની તેમ જ પડી હતી જેવી તે મૂકી ને ગયો હતો. સ્ટડી ટેબલ પર હજુ પણ લાલ કલરના સિલ્કના કપડામાં વીંટાળેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમ જ પડી હતી.
તે ધીરેથી તેની તરફ વધ્યો. પોતાના ધ્રુજતા હાથે તેને બુકનું કવર ખોલ્યું.
પહેલા જ પેજ પર એકદમ વ્યવસ્થિત રીતે ચોંટાડેલું એક એન્વેલપ હતું.
તેણે એન્વેલોપ ખોલ્યું.
તેના 18માં જન્મદિવસની તારીખ પર લખેલો એક ચેક તેને મળ્યો. જેમાં તેને જોઈતી કારની એક્ઝેક્ટ પ્રાઈઝ લખી હતી. અને તેના પિતાના હાથે લખેલો એક પત્ર પણ હતો.
"મારા પ્રિય આરવ,
તું ફક્ત અઢાર વર્ષનો નથી થઈ રહ્યો, તું એક નવી જિંદગીમાં પ્રવેશી રહ્યો છે.
હું તને ફક્ત આ મેટલ અને સ્પીડ આપવા નથી માંગતો. હું તને એક નવી દિશા આપવા માંગુ છું જે તને જિંદગી ચલાવતા શીખવાડે ના કે ફક્ત કાર.
પંરતુ હું તારી ઇચ્છા જાણું છું. આ ચેક તારો છે. હું ફક્ત એટલું ઇચ્છું છું કે તું આને સાચી વિચારસરણી થી સ્વીકારે.
એક દિવસ તને ખબર પડશે કે મેં ગિફ્ટમાં ગીતા કેમ આપી હતી.
તારા વહાલા
પપ્પા."
આરવ જમીન પર પડી ગયો. આંખમાંથી નિકળતા આંસુ ન લીધે બધું ધૂંધળું થઈ ગયું હતું.
"મેં તેને બોવ જ જલ્દી ખોટા સમજી લીધા. મેં તેને સમજાવવાનો મોકો પણ ન આપ્યો."
"આટલા વર્ષો વીતવા છતાં તેણે ક્યારેય મને પ્રેમ કરવાનું છોડ્યું નહીં."
તે પોતાના પૂરા હૃદયથી માફી માંગવા માંગતો હતો, પરંતુ શબ્દો માટે હવે ખૂબ મોડું થઈ ગયું હતું અને હગ માટે પણ.
તે ખાલી રૂમમાં રડતા રડતા બોલતો રહ્યો.."મને માફ કરી દો પપ્પા... મને માફ કરી દો.
તે દિવસ થી આરવ ગીતાને હંમેશા પોતાની સાથે રાખતો..- પોતાના ગુનાહ ની યાદી તરીકે નહીં પરંતુ એક પિતાના પડછાયા તરીકે.