Dear Dad in Gujarati Women Focused by Sonal Ravliya books and stories PDF | ડિયર પપ્પા

Featured Books
Categories
Share

ડિયર પપ્પા

........

.....્્્્્.. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના જામનગરની વાત.. નાનું એવું કારખાના અને એના માલિક મિસ્ટર રાજુ પાટીલ ઉમર આશરે 65 વર્ષ શરીર વૃદ્ધ અને વાળ સાથે થઈ ગયા,,,અને આ કારખાનામાં કંઈક દોઢસોથી 200 કામદારો કામ કરે... કારણકે કારખાનું નાનું તો બધાનો પગાર પણ કંઈક 10 થી વધીને 15000 સુધી ...

..... અને આ કારખાનામાં સૌથી મહેનતી એવો 22 વર્ષનો છોકરો જયેશ વેહરા કામ કરે. ભાષા પહેરવેશ અને પોતાની જાતી થી તે ગુજરાતી ,,,કહેવા જઈએ તો જયેશ માત્ર ચાર ધોરણ ભણેલો છે એને પોતાના પરિવારના નામ અને થોડો ઘણો હિસાબ આવડે... પણ કહેવત છે ને,, આવડત અને અનુભવ માણસનો સૌથી મોટો ગુરુ છે,,,, તેવી જ રીતે જયેશને મશીનો રીપેર કરતા ખૂબ જ સારી રીતે આવે મતલબ તમે એમ કહી શકો કે જયેશ વગર મશીન અધુરા છે,, અને શેઠ મતલબ કારખાના માલિક રાજુ નો પ્રિય કામદાર જયેશ,,, વધારે ભણતર ના હોય હિસાબ નું કામ તેને ના સોપે પણ મશીનની લેવદ દેવડ ને રીપેરીંગ નું કામ જયેશ સંભાળે,,,,, દેશનો પગાર 15000 છે,,,

..... હવે જઈએ જયેશ ના ઘરે,,,,,

...... આજે જયેશ ના ઘરે ઢોલ શરણાઈ વાગી રહ્યા છે,, કારણ કે આજે તેના લગ્ન છે,, તેના ઘરમાં તેની માતા પિતા રામી બાઈ અને અરજન ભાઈ અને એક ભાઈ મોટો વિપુલ અને તેના ભાભી જવી અને તેનો છોકરો આનંદ અને બે બહેન જે  સાસરે છે,,, કાજલ ને જોસના...

....... જયેશના ઘરમાં કમાવાવાળો તેનો મોટો ભાઈ  ખેતીવાડી સંભાળે પરંતુ રૂપિયા ના બચાવે,, તેને જુગાર રમવાની આદત છે,, અને તેના પિતા પણ હવે કામ નથી કરી શકતા,,, ખેતી કામ કરે થોડું,,, જયેશ નું ઘર દિવાનો માટી થી લીપેલી અને છત ઉપર ઠીકરાના નળિયા રાખેલા છે અને બીજી કોઈ ઘરમાં વધારે સુવિધા નથી...

..... પરંતુ તેનો પરિવાર ઈજ્જત વાળો અને ઈમાનદાર છે,, તેથી તેના મામાએ લગ્ન માટે જયેશ ને પોતાની દીકરી આપી.. આજે જયેશ ના લગ્ન છે તેની મામાની દીકરી હિરલ સાથે. હિરલ પણ સાવ અભણ છે એમ કહેવું કે ઉધો એકડો પણ આવડતો નથી અંગૂઠા  છાપ.. અને જયેશ નોકરી કરે તેથી તેને ગમે પણ છે...

...... પરંતુ જયેશ ના મનમાં એવું કાંઈ નથી.. એ માત્ર પોતાના પરિવાર માટે જિંદગીમાં આગળ વધવા માટે લગ્ન કરી રહ્યો છે. તેને હિરલ ગમે પરંતુ તેને હંમેશા એક ભણેલી અને જિંદગીમાં મોટા સપના જોવા વાળી છોકરી જોઈતી હતી પરંતુ પોતાની પરિસ્થિતિ રીતે હારી ગયો... અને હવે બંનેના લગ્ન થાય છે... તને જિંદગીમાં આગળ વધે છે...

..... આમ જિંદગી ખુબ જ સારી રીતે વિતિ રહી છે.. જયેશ ઘણીવાર કોશિશ કરે કે હિરલ પોતે ભણતર શીખે ,,વાંચતા લખતા શીખે,, પરંતુ હિરલ હંમેશા એક જ વાત કહે ,,અમારે છોકરી ને શું ભણવાનું? અમારે ઘરનું કામ કરવું અને બસ જિંદગીમાં ખુશ રહેવાનુ આ ભણવું ગણવું એ બધું એક નાટક કહેવાય ,,અને આ વાત જયેશને જરા પણ ના ગમતી પરંતુ એ કંઈ ના કહેતો...

...સમય વીતતો જાય છે અને હવે બંનેના લગ્નનાં બે વર્ષ પૂરા થયા અને હિરલને છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને તેના પેટમાં બાળક છે ત્યારે ઘરમાં પૂજા રાખી અને એક જ માનતા હતી કે ભગવાન જયેશને ઘરે દીકરો આપે અને હિરલ ને પણ એ જ ઈચ્છા હતી જો દીકરો આવે તો મારું કુળમાં અને ઘરમાં માન વધે મારે દીકરી નથી જોતી એમ હિરલ કહેતી... પણ જયેશને આ વિચાર ના ગમતા...

.... તેના મનમાં પૂજામાં અને માનતામાં એક જ માંગ હતી ભગવાન મને દીકરો આવે તો કંઈ વાંધો નથી પરંતુ જો દીકરી આવે તો મારે કેટલા જન્મે પુણ્ય ભેગું થયો હોય ત્યારે તું મને દીકરી આપે એ ભગવાન હું વચન આપું તમને મારા ઘરે દીકરી જન્મે તો હું એને રાજકુમારી ની જેમ રાખી ભલે હું ત્યાં એનો રાજા નથી તમારી દીકરીને કોઈ દુઃખી નહીં થવા દઉં...

.... સમય જતા ની સાથે આજ હિરલ બાળકને જન્મ આપે છે અને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે ત્યારે ઘરમાં બધા ઉદાસ થઈ જાય છે કારણ કે હિરલ એક બાળકીને મતલબ દીકરી ને જન્મ આપે છે. પરંતુ આ બાજુ જયેશ ની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે કારણકે આજ એનું સપનું પૂરું થયું એની જે ભણતર અધૂરી રહી ગઈ એ કદાચ એની દીકરી પૂરી કરશે એના સપના અધુરા રહી ગયા એ એની દીકરી પુરા કરશે.. એની જે ઈચ્છા અને ઉમ્મીદો તૂટી ગય એની દીકરી સાધશે,,,

.... આવી કેટલી લાગણીઓ સાથે જઈએ પોતાના હાથમાં તેની દીકરીને ઉઠાવે અને પોતાના માથા સુધી લઈ જાય આખો બંધ કરી પ્રણામ કરે,, અને તેની દીકરીને માથા પર બે ત્રણ ચૂમી ઓ લે,, અને તેની દીકરી સામે જોઈને તમે આજ મારી જિંદગી જીવવાનો આધાર આવી ગયો આજથી મારી દીકરીનું નામ"જાનવી"...... જાનવી જયેશ વેહરા.... મારી દીકરી જાનવી....મારી જીનનનનુ.....

...... ઘરમાં કોઈ ખુશ નથી પરંતુ આખા ગામમાં જયેશ જલેબી વેચે છે અને પોતે ખુશ થાય છે આમ દિવસ વીતતા ગયા ને જાનવી હવે બે વર્ષ ની થઈ ગઈ છે અને બોલતા પણ આવડી ગયું ચાલતા પણ આવડી ગયું આ બધું એના પપ્પાની આંગળીને પકડીને શીખે છે અને હવે જયેશ ના ઘરે એક દીકરાનો જન્મ થાય છે... જયેશ રાજી નથી કારણકે તેને દીકરી માત્ર બે વર્ષની છે અને તેને બીજુ બાળક આવ્યું...

... પરંતુ હિરણ આ વખતે ખુશ કારણકે તેને દીકરો જન્મ્યો છે અને તેણે પહેલેથી જયેશ ને કહી દીધું હતું કે તમે તમારી દીકરી સંભાળજો અને હું મારો દીકરો... આ વાતથી જયેશભાઈ સહમત હતો,,, કેમ પણ એ પોતાની દીકરીનું ધ્યાન એટલું રાખી શકે..

... સમય આગળ વધે અને જાનવી બાલમંદિર ચાલુ કરે ત્યારે તેના પપ્પા જયેશ સ્કૂલની બારી પાસે જ્યાં જાનવી તેના પપ્પાને જોઈ શકે તેવી રીતે બેસે અને જ્યારે જાનવી સ્કૂલેથી છૂટી ગઈ ત્યારે પપ્પા દીકરી બંને સાથે ઘરે જાય છે... આવી રીતે જાનવીની દેખરેખ માં જયેશ પોતાનું કામ વધારે કરી નથી શકતો તેથી તેના શેઠ હંમેશા તેની સાથે ગુસ્સામાં રહે છે અને એક દિવસ તે જયેશ ને નોકરીમાંથી કાઢી મુકે,,, ઘણા કામદારો શેઠ રાજુ ને સમજાવે પરંતુ તે સમજતા નથી અને જયેશ કારખાનામાંથી રાજા આપે છે,, અને જયેશભાઈ પણ કહેવા વગર ત્યાંથી નીકળી જાય છે... તને થોડા દિવસોમાં જયેશ અનાજની થેલીઓ ઉપાડવામાં મજૂરી કામ કરવા લાગે તેને આખા દિવસમાં ₹200 રોજ આપે પરંતુ ઘરમાં કોઈને ખબર નથી,, એ બધા એવું વિચારે કે જાનવીની પાછળ જયેશ પોતાનું કામ ઓછું કરી નાખ્યું તેથી હવે તને પગાર પણ ઓછો મળે બસ એટલે જ..

.... હવે જાનવી 8 વર્ષની થઈ ગઈ છે અને તે ત્રીજા ધોરણમાં આવી ગઈ છે.. ત્યારે ટીચરે એને ઘરે કોઈ પણ પ્રિય પાત્ર વિશે જે તમને વધારે ગમતું હોય એના વિશે નિબંધ લખવા કહ્યું...

..... અને બીજા દિવસે બધા વિદ્યાર્થીઓ પોતપોતાનું પાત્ર પોતાને ગમતું માણસ વિશે લખીને આવે છે કોઈ પોતાની મમ્મી વિશે લખે કોઈ દાદા વિશે લખે,, કોઈ તેના ભાઈ વિશે અને કોઈ બહેન વિશે અને કેટલા વિદ્યાર્થીઓ  પપ્પા વિશે પણ લખેલું છે...

..... ત્યારે સૌથી છેલ્લે જાનવી પોતાની બુક પકડીને ઉભી પરંતુ તે કંઈ બોલતી નથી... આ જોઈ ટીચર બોલ્યા,, હવે જાનવી તારો વારો આખો ક્લાસ પોતાનો નિબંધ સંભળાવી ચૂક્યો છે પરંતુ તું કશું જ બોલી નથી માત્ર બધાને સાંભળે છે તું કંઈ નિબંધ લખી આવી છે ત્યારે જાનવી જવાબ આપે... હા ટીચર હું પણ લખી આવી. કામ કહી તે બધા વિદ્યાર્થીઓ ને પોતાની નોટબુક ખોલીને પોતાનો લખેલો નિબંધ વાંચી સંભળાવે...

........... જાનવી નાં ડિયર પપ્પા....

..... હું ખૂબ જ નસીબ વાળી છું કે મને મારા પપ્પા મળ્યા છે તે ખૂબ જ મારુ ધ્યાન રાખે છે અને મારી સંભાળ રાખે છે રાત્રે સુવા વખતે મને હાલરડું ગાય સંભળાવે અને મારા માથા પર હાથ ફેરવે,, હું જ્યાં સુધી સૂઈ ના જાવ ત્યાં સુધી તે પણ જાગે... મને વાંચતા લખતા શીખવાડે ભલે પછી એ ઓછું ભણેલા હોય પરંતુ મને ભણાવે... મારા પપ્પા પાસે ગાડી નથી પરંતુ તે પોતાની સાયકલ પર મને બેસાડે અને પોતે ચાલીને મને સ્કૂલે મૂકવા આવે... કંઈ પણ ઘરમાં પકવાન બને પપ્પા પોતે અડધો બટકું ખાઈને મને આખું બટકું ખવડાવે,,, પપ્પા પોતે તૂટેલા કપડા પહેરીને મને નવા કપડાં પહેરાવે,,, પપ્પા પોતે જૂની બુટ પહેરીને મારા માટે નવી બુટ લઈ આવે...

..... પપ્પા પોતે તહેવારો નથી મનાવતા પણ તે દરેક તહેવારમાં મારા માટે મીઠાઈ અને રમકડા લઈ આવ્યા... અને હવે મારા પપ્પા કારખાના કામ કરતા પરંતુ મારી દેખરેખ રાખવામાં તેણે પોતાનું કામ પણ ગુમાવ્યું અને હવે તે મજૂરી કામ કરે અનાજની થેલી પોતાના ખંધે ઉપાડીને મહેનતનું કામ કરે.... આજે મારા પ્રિય ડિયર પપ્પા... દુનિયાના સૌથી સૌથી બેસ્ટ બેસ્ટ પપ્પા મારા પપ્પા મારા પપ્પા જાનવીના પપ્પા.....

..... આ વાતની સાથે જાનવીની આંખોમાં આંસુ હતા અને કદાચ આખા ક્લાસ ની આંખોમાં અને ટીચર ની આંખોમાં પણ આંસુ હતા.... અને આ વાત બારીની પહેલી બાજુ ઉભેલા જાનવીના પપ્પા જયેશ સાંભળીને રડવા લાગે છે અને વિચાર્યું મને એમ કે હું મારી દીકરીને કંઈ નહીં કવ તો નહિ સમજાય પરંતુ એ તો મારાથી વધારે મને સમજે આ મારી દીકરી...

.... ત્યારે જાનવી અને જયેશ બંને ઘરે આવે ત્યારે રાત્રે સૂતી વખતે જાનવી તારા પપ્પા ના ખોળા ના માથું નાખી ને કહે... પપ્પા તમારુ કોઈ એવો સપનું જે તમે પૂરું ના કરી શક્યા હોય ત્યારે જયેશ કહે,,,જીનુ(જાનવી )મારે આગળ ભણવાનું બાકી રહી ગયું એક સપનું એ અધુરું,, ત્યારે જાનવી કહે,, પપ્પા પપ્પા હું આગળ ભણતી જાય અને તમને ભણાવતી છે એટલે આ સપનું તમારું પૂરું.... ત્યારે જયેશ હસતા હસતા કહે ચાલો મારી દીકરી એ મારું એક સપનું પૂરું કરી દીધું...

.... અને બીજું સપનું તમારું,,, ત્યારે જઈશ કહે,,,જીનુ હું કારખાનામાં કામ કરતો ત્યાં મને પાછી નોકરી મળી જાય તો હું મારા ઘરના કંઈક રૂપિયા લાવી શકું અને આ ઘરને નવું બનાવી શકુ અને એક વાત કહું ,,,,મને હંમેશાં એમ થતું કે જો હું વધારે ભણેલો હોત તો આ કારખાનું આખું હું જાતે ચલાવત અને આગળ પણ લઈ જાય,,,પરંતુ મારી પાસે નથી રૂપિયા નથી ભણતર એટલે મારું સપનું અધૂરું....

..... ત્યારે જાનવી જયેશના ખોળામાંથી બેઠી થઈને કહે પપ્પા તમારો હાથ આગળ કરો અને ત્યારે જયેશ પોતાનો હાથ આગળ કરે,,, ને જાનવી પોતાનો હાથ જયેશના હાથ પર રાખીને કહે હું તમને પ્રોમિસ કરું પપ્પા કે એક દિવસ હું મોટી એન્જિનિયર બનીશ અને આ કારખાનું તમારા નામ પર બનાવીશ અને તમને ગિફ્ટમાં આપીશ...

.... આ વાત સાંભળીને જયેશ ખૂબ જ હસવા લાગે અને કહે,, નહીં મારી દીકરી મારે તો બસ તું છે તો મારા બધા સપના પૂરા થઈ ગયા. બસ તું હવે ભણવામાં ધ્યાન આપ અને જિંદગીમાં આગળ વધ... તારા પપ્પાની અડધી જિંદગી પૂરી થઈ ગઈ અને અડધી જિંદગી તને ખુશ જોઈને પૂરી થઈ જશે આમ કહી તે જાનવી સાથે સુઈ જાય છે પરંતુ જાનવી ને નીંદર નથી આવતી,, તે ઉપર આકાશમાં તારા જોઈને કહૈ... આઈ પ્રોમિસ પપ્પા ,,,એક દિવસ તમારા સપના હું જરૂર પુરા કરીશ... આ તમારી દીકરીનું તમને વાયદો છે...

..... ધીરે ધીરે સમય આગળ વધે અને હવે જાનવી 23  વર્ષની થઈ ગઈ છે અને તે બધી ભણતર કરીને એ ખૂબ જ સારી એન્જિનિયર બની ગઈ છે... એન્જિનિયર બની તેને એક વર્ષ થઈ ગયુ છે... એક મહિનાનો પગાર પાંચ લાખ થી વધારે જાનવીનો છે... મતલબ એક વર્ષમાં કુલ 50 થી 60 લાખ રૂપિયા નુ ઘર તે પોતાના પપ્પા માટે મતલબ આખા પરિવાર માટે બનાવીને આપે છે...

‌..... આ જોઈને આખા ગામમાં વાતો થાય છે દીકરી હોય તો જાનવી જેવી જેને પોતાના પપ્પાના નરિયામાં વાળા મકાન ના બદલે બે ત્રણ માળનો બંગલો બનાવી આપ્યો જે આજ જમાનામાં દિકરા પણ નથી કરતા...

...... અને હવે તેની મમ્મી હિરલ પર ખુશ છે આખો પરિવાર પણ ખુશ છે,,, પરંતુ સૌથી વધારે ખૂશ તે જાનવી ના પપ્પા જયેશ છે... આજે તેના અનેક સપના તેની દીકરીએ પૂરા કર્યા અને એની સાથે જયેશ ને પોતાને પણ ભણતર પૂરી કરાવી... આજે જયેશને હિસાબ ટકામાં સારો શિક્ષક પણ ના પાહોચી શકે...

..... હવે ધીરે ધીરે ઘરમાં જાનવી ના લગ્ન ની વાતો ચાલે ત્યારે એક સારા ઘરેથી સંબંધ આવી જાય ને તેના પપ્પાને પણ આ પરિવાર ખૂબ જ ગમે છે કારણ કે આ પરિવાર આખો બહાર કામ કરે છે નોકરી કરે છે અને તેને જાનવીનુ કામ કરવું ખૂબ જ ગમે તેથી જાનવી ના પપ્પા ને પણ આ પરિવાર ગમે અને હવે લગ્નની તૈયારીઓ થાય અને ધીરે ધીરે લગ્નનો સમય પણ આવી ગયો....

.... આજે જાનવી ના લગ્ન છે... ધણા મહેમાન આવ્યા છે,, અને બે પરિવાર સાથે છે પરંતુ એક માણસ આજે દુઃખી છે અને એ છે જયેશ.... આજે એને ડર લાગી રહ્યું છે કે જે કાળજા ના કટકાને પોતાના હૃદયથી લગાવીને 23 વર્ષ પોતાના મોઢા સામે રાખ્યો આજ હવે તે કોઈ પારકા ઘરે જઈ રહ્યી છે ને અજાણી દુનિયામાં પ્રવેશ કરી ને તે તેના વગર કેવી રીતે જીવશે....

.... અત્યારે પાછળથી અવાજ આવે.... માય ડિયર પપ્પા તમે રડી રહ્યા છો,,, તમે કહેતા હતા કે હું કોઈ દિવસ તુ મારી જીનુ સાસરે જઈશ નહીં રડું... હું કંઈ બધાના પપ્પા જેવો નથી કે દીકરી સાસરે જાઈને પાછળ પાછળ પપ્પા રડવા લાગે હું તો બહુ જ સ્ટ્રોંગ છું... આમ કહીને જયેશ રડવા લાગે ત્યારે જાનવી પાછળથી તેના ખભા પર હાથ મૂકીને આગળ આવીને જયેશને ગળે લાગી જાય છે અને તે પણ રડવા લાગે છે અને કહે છે,,,, પપ્પા માત્ર હું  તમારાથી દૂર થઈ રહી છું તમારા હૃદયમાં મારું સ્થાન હંમેશા પહેલું હતૂ ,,છે અને હંમેશા રહેશે.. તમારી જીનું જ્યારે તમે યાદ કરશો તમારી પાસે આવી જશે....

..... ત્યારે જયેશ જાનવી ની આંખમાંથી આંસુ લૂછતાં,, કહે મારી દીકરી તું ચિંતા ના કર મને કંઈ નથી થવાનું તો બસ ખુશ જિંદગીમાં ખૂબ જ આગળ વધે અને તારા બધા સપના પુરા કર  કારણ કે તારા સપનાએ મારા સપના...

...... આમ વાતો કરતા લગ્નનો સમય આવી ગયો અને લગ્ન પણ પૂરા થઈ જાય છે.. તને હવે હૃદયનો સમય આવ્યો ત્યારે જાનવી કહે... મારા પપ્પાએ મને દુનિયાનું બધું સુખ આપ્યું... આજે મારો વારો છે હું પણ એને કાંઈક ભેટ માં માંગુ છું... ત્યારે એ પોતાની ફોરવીલ કાઢીને બધાને કહે ચાલો એક જગ્યા છે ત્યાં બધા....

.... આમ કહીને જાનવી પોતાની એક મોટું કારખાનું છે ત્યાં આગળ આવીને ઉભી રાખે ... અને કારખાના ઉપર કાપડથી આખું ઢાંકેલું હતું... ત્યારે બધા લોકો પરિવારના કહેવા લાગ્યા જાનવી આ તું અમને ક્યાં લયાવી છે... ત્યારે પરિવારમાં જયેશ ના ભાઈ અને ભાભી મોઢું ખરાબ કરતા બોલે... લાગે છે આ કારખાના જયેશને નવી નોકરી અપાવવી લાગી એટલે જાનવી તેને અહીંયા લાવી છે... અને બીજા લોકો પણ આ વાત સાંભળી હસવા લાગ્યા...

...્્ ત્યારે જાનવી કંઈ પણ જવાબ આપતી નથી અને ત્યાં સિક્યુરિટી ગાર્ડ ને કહે.... બીજા કામદારને બોલાવી લાવો અને આ કાપડ ઢાકેલું છે કારખાના ઉપર તે હટાવી દેવું હવે હું મારા પપ્પાને સરપ્રાઈઝ આપવા માંગુ છું....

..... આમ કહેતા જ બીજા કામદારો કારખાનાના ત્યાં આવી જાય છે અને કારખાનામાં ઢાકેલું કાપડ ત્યાંથી હટાવાય છે અને આ જોઈને ત્યાં ઉભેલા જયેશના પરિવારના બધા લોકો આશ્ચર્ય ચકીત થઈ જાય છે અને કારખાનાના લોકો તાળીઓના ગડગડાટ સાથે મોટા અવાજથી બોલે કારખાના ના નવા માલિક એવા મિસ્ટર જયેશભાઈ વેહરા નુ સ્વાગત છે... આજથી આ અમારા નવા શેઠ....

..... અને આ બાજુ જયેશ એક નજર કારખાના ઉપર જોઈ રહ્યો છે જ્યાં ઉપર મોટા અક્ષરે છે રોથી બોર્ડ મારેલો છે કે """"કંપની ઓનર ઓફ મિસ્ટર જયેશ વેહરા"""

..... આ જોઈને જેયેશની આખોમાંથી આંસૂ વહેવા લાગે... આજે તેનું સપનું કારખાનાના માલિક બનવાનું પૂરું થયું..

.... જે જ્યારે જાનવી 8 વર્ષની હતી ત્યારે સાંજે સૂતી વખતે તેને વાત કરી હતી જે તેને દીકરી એ પૂરું કરી દીધું એને સમજમાં આવી ગયો હતું કે

.....એન્જિનિયરિંગ માં જે ટ્રેન્ડર પાસ થતા હતા એના પૈસાથી એની દીકરીએ તેના માટે આખું કારખાનું ખરીદી લીધું તેને વિશ્વાસ નથી થતો કે આ સપનું પૂરું થઈ રહ્યું છે મારી દીકરી એ મારું સપનું પૂરું કર્યું...

..... જયેશ ની આંખોમાં આસુ જોઈ જાનવી તેની પાસે આવે અને કહે.....શું થયું પપ્પા તમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ કારખાનું હવે થી તમારું છે તમારી દીકરી એ તમારા માટે આખું કારખાનું લઈ લીધું. હવે તમારે જેને નોકરીમાં રાખવા હોય ને તેને રાખી શકો. તમારી મરજી બતાવો પપ્પા ...માય ડિયર પપ્પા....

.... જાનવી ન વાત સાંભળીને જયેશ કંઈ પણ બોલી નથી શકતો... તે બસ જાનવીને ગળે લગાડીને રડવા માંડે છે અને ગમે આ એક જનમ નહીં મારા બધા જનમ મારી દીકરી માટે કુરબાન છે... દરેક જન્મમાં જોતું દીકરી અવતાર લેવા તો હું તારા પપ્પા બનવા તૈયાર છું ભલે હું ગરીબ છું પણ આજે અમીરોમાં મારી દીકરી મારી ગણતરી કરાવી... ધન્ય છે મારુ કુળ જ્યાં તારા જેવી દીકરીએ જન્મ લીધો અને હું ધન્ય છે તો તારો બાપ બનવાનો અવસર મને મળ્યો...

..... આમ સમય આગળ વધે અને હવે કારખાનાના માલિક પણ જયેશભાઈ વેહરા બની ગયા જાનવી પણ પોતાના સાસરામાં ખુશ છે તેને બે બાળકો છે દીકરો અને દીકરી તે પણ હવે મોટા થઈ ગયા અને ભણવા પણ જાય છે અને હવે તે કોલેજમાં પણ આવી ગયા....

.... અને હવે તેના બાળકો જાનવી ના મોટા થઈ ગયા અને હવે તેના લગ્ન પણ થાય છે અને જાનવી તેની જિંદગીમાં ખૂબ જ ખુશ છે પરંતુ હવે તેના પપ્પા જયેશભાઈની ઉંમર ધીરે ધીરે ઘટી રહી છે તે હવે બીમાર થવા લાગ્યા છે અને એક દિવસ અચાનક તેને હાર્ટ એટેક આવ્યો છે અને તે મૃત્યુ પામે છે...

.... જેવી જ આ વાતને ખબર જાનવીને કાને પડતાં જાણે તેની આંખે આખી દુનિયા પૂરી થઈ ગઈ હોય એવું લાગ્યું...

..... સમય જતા જાનવી ન પપ્પા આ દુનિયા છોડીને જતા રહ્યા એને આ જ પૂરો એક મહિનો થાય છે ત્યારે ઓફિસમાંથી એક થાય ત્યાં કામ કરતા કાકા જાનવીને આપે છે અને કહે જતાં જતાં જયેશ સાહેબ આ ફાઈલ તમને આ  આપવાનું કહેતા ગયા... અને આ ઓફિસમાંથી અડધો ભાગ તમારો છે અને અડધો ભાગ તમારા નાના ભાઈ નો આ સાહેબના નિર્ણય હતો... આમ કહી તે ત્યાંથી જતા રહે...

.... અને જાનવી પોતાના પપ્પાના ફોટા ઉપર હાર પહેરાવીને પોતાના ઉપર હાથ ફેરવે અને રડે છે અને તે ફાઈલ ખોલતા ની સાથે તેમાંથી એક નાનકડી ચિઠ્ઠી લખેલી નીકળે છે...

.... અને જાનવી તે ચિઠ્ઠી વાંચે.... માય ડિયર જાનવી કે મારી જીનુ... દીકરી જો તને આ ચિઠ્ઠી મળે તો સમજી લેવાનું. હું આ દુનિયામાં નથી પણ હંમેશા તારા હૃદયના ખૂણામાં તારી પાસે તારી યાદોમાં તારી સાથે હું રહીશ જ્યારે જ્યારે તારી આંખમાં આંસુ આવશે ત્યારે તારા પપ્પા તારી સાથે હશે ભલે આ દુનિયામાં નથી પણ મને યાદ કરજે તારા હૃદયમાં તને મળીશ... અને જિંદગીમાં ક્યારે પણ હાર નહીં માનતી,, હંમેશા હંમેશા જિંદગીમાં આગળ વધજે કારણ કે તું તારા પપ્પા ને લાડકી દીકરી મારી જીનું છે... તારા પપ્પા..

....."""""ડિયર પપ્પા"""...

..... ચિઠ્ઠી પૂરી થાય અને જાનવી નીચે બેસીને ધ્રુસકે ધ્રુસકે લાગે... પણ આજે તેને શાંત કરવા માટે તેના આંસૂ રોકવા માટે તેના પપ્પા એની પાસે નથી... આજે જાનવીને અડધી દુનિયા પૂરી થઈ ગઈ... અને તે રડતા રડતા કહે.... તમે હંમેશા મારા """ડીયર પપ્પા"""વ્હાલા પપ્પા ""અને બેસ્ટ પપ્પા હતા ,છો અને હંમેશા રહેશો""" મારા ડિયર પપ્પા...

...........્્્્્્

્્્્્્્્્્...લેખક,,,,,,સોનલ રાવલિયા.....