Love you yaar - 94 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 94

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 94

લવ યુ યાર ભાગ-94લવ પોતાના બેડ ઉપર સ્હેજ જોરથી મસ્તી સાથે પછડાયો અને પછીથી પોતાનો કેમેરા ખોલીને આજે લીધેલા ફોટોઝ જોવા લાગ્યો અને હસવા લાગ્યો....અને બોલ્યો, "પાગલ..."અને પછીથી તેમાંથી સારા સારા પોતાના ફોટોઝ સિલેક્ટ કરીને ઈન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકવામાં મશગૂલ થઈ ગયો....અને આ બાજુ જૂહી પોતાની હોસ્ટેલના રૂમમાં મનમાં કંઈક ગણગણાટ કરતાં કરતાં એન્ટર થઈ...તેને આમ ખુશ મિજાજમાં જોઈને તેની રૂમ પાર્ટનર છવીએ તેની સામે જોયું અને બોલી, "ઓહો, મેડમ તો કંઈ બહુ ખુશ ખુશ છે ને... એન આર આઈ જોડે ફરવાની બહુ મજા આવી લાગે છે..."જૂહી થોડી થાકી ગઈ હતી એટલે તે પોતાના બેડ ઉપર એક ઝટકા સાથે બેઠી અને બોલી, "બસ જઈ આવી જો.. મજા તો ઠીક છે પણ મેં ધાર્યું હતું એવો નથી આ છોકરો..""એટલે તે શું ધાર્યું હતું અને શું નહોતું ધાર્યું એ તો કહી દે પહેલા મને... એ એન આર આઈએ તને કંઈ બાથમાં તો નહોતી ભીડી લીધી ને.. આમેય આજે તું લાગતી હતી કંઈક એવી જ કે કોઈ પણ છોકરો તને જૂએ એને તું એક જ નજરમાં તું ગમી જાય..""જા ને યાર હવે બકવાસ બંધ કર.. એમ કોઈ બાથમાં ભીડી લેતું હશે..? અને ભીડવા જાય તોયે હું ભીડાઉ એવી થોડી છું..!!પણ... હા એણે એક વસ્તુની ડિમાન્ડ ચોક્કસ કરી હતી હં....""અચ્છા તો એવું છે.. હવે પાર્ટી કંઈક સાચું બોલી... છવી જૂહીની નજીક તેના બેડ ઉપર બેસી ગઈ... તો શું કર્યું એણે તારી સાથે.. ચલ જલ્દી કહી દે... આ દિલ તારી એ નશીલી વાત સાંભળવા માટે બેતાબ થઈ રહ્યું છે...""કશું જ કર્યું નથી એણે મને...""ચલ જૂઠ્ઠી... જૂઠ્ઠું ના બોલીશ... તારા આ લાલ ગુલાબની પાંદડીઓ જેવા હોઠ ઉપર એના હોઠ ગોઠવાઈ ગયા હશે અને પછી તો તું અને એ બંને એકબીજાનામાં ખોવાઈ ગયા હશો અને એટલે જ તો મેડમ આજે ફૂલ મૂડમાં છે...""તું જા ને યાર એવું કંઈ નથી એણે મારી પાસે ડિમાન્ડ કરી પણ મેં તેને ના જ પાડી દીધી... સાચું કહું છું બસ... તારી કસમ બસ...""અચ્છા તો એણે તને નેક્સ્ટ ટાઈમ માટે પ્રીપેર કરી દીધી છે બુધ્ધુ સમજ જરા...""અંહ... ચાલ હવે સૂઈ જવા દે થોડી વાર...""અરે પણ કપડાં તો બદલ યાર...""થોડી વાર પછી બદલું છું..." અને જૂહી પોતાના મોં ઉપર કુશન મૂકીને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરવા લાગી..આ બાજુ જેવી લવે પોતાની સ્ટોરી ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી કે તરત જ તેના મોબાઈલની સ્ક્રીન ઉપર વારંવાર લાઈટ ફ્લેશ થવા લાગી અને એક પછી એક અનેક મેસેજીસ આવવા લાગ્યા...લવે પોતાની સ્ટોરી મૂકી તેમાં છેલ્લો એક ફોટો તેણે જૂહી સાથે મૂક્યો હતો જેમાં જૂહી ઉંધી ઉભેલી હતી એટલે તેનો ફેસ દેખાતો નહોતો પણ લવે જૂહીનો હાથ પકડેલો હતો તે સ્પષ્ટ દેખાતું હતું...લવનું ખૂબ મોટું ગૃપ હતું લંડનમાં.. અને તેની કોલેજમાં તે બધાનો ચહ્યતો પણ હતો... અને તેમાં પણ છોકરીઓ તો તેની પાછળ દિવાની હતી..તેમાંથી એક તેની ફ્રેન્ડને જૂહીની ઈર્ષા આવતી હોય તેમ તેણે મેસેજ લખ્યો કે, "કોણ છે આ હિરોઈન જરા કહેશો અને તેની સાથે તમારો શું રિલેશન છે તે પણ જરા કહેશો..?"લવને આ મેસેજથી તેની ફ્રેન્ડ ઈરાની જલવાની બૂ આવવા લાગી...અને લવના ચહેરા ઉપર સ્મિત ફરકી ગયું...લવે પણ તેને થોડી વધારે હેરાન કરવાના ઈરાદાપૂર્વક કહ્યું કે, "she is my best friend, have you any problem?”જવાબમાં ઈરાએ મોં મચકોડતી હોય તેવું ઈમોજી મોકલ્યું…અને આ જોઈને તો લવને વધારે મજા પડી ગઈ હતી…તે મનમાં ને મનમાં ખૂબજ ખુશ થઈ રહ્યો હતો અને મલકાતાં મલકાતાં ઈરા સાથે ચેટિંગ કરી રહ્યો હતો.પોતે જ્યારે યુ કે માં હતો ત્યારે, તો કદી ઈરાએ એવું જતાવ્યું નહોતું કે પોતે તેને ગમે છે… અલબત્ત બીજી બધી છોકરીઓ કરતાં તે વધારે ચોંટેલી ચોંટેલી રહેતી હતી પણ તેનો મતલબ એવો થોડો થાય કે તે મને પસંદ કરે છે પણ આ તો આજે કંઈક જુદું જ રિએક્ટ કરી રહી છે…!!લવના મનમાં તો વિચારોની વણઝાર ચાલી રહી હતી અને હ્રદયમાં હાસ્યની છોળો ઉછળી રહી હતી…ઈરાના વિચારો કરતાં કરતાં તેનું દિલોદિમાગ બંને લંડનની પોતાની કોલેજમાં પહોંચી ગયા હતાં અને એક સેકન્ડ માટે તો તેને એમ જ લાગ્યું કે તે લંડનમાં છે અને પોતાની કોલેજમાં ઉભો ઉભો પોતાના ફ્રેન્ડ્સ સાથે વાતો કરી રહ્યો છે પણ ત્યાં તો તેના મોબાઇલની સ્ક્રીન ઉપર ફરીથી એક મેસજ ફ્લેશ થયો જેમાં ઈરાએ તેને રડતું ઈમોજી મોકલ્યું હતું….લવે પોતાના કપાળ ઉપર જોરથી પોતાનો હાથ પછાડ્યો અને તે બબડ્યો, "બોલો આ રડવા બેઠી ગાંડી…હે ભગવાન આનું શું કરવું હવે મારે..? અરે યાર હું તો ગમ્મત કરતો હતો અને આ તો હસવામાંથી ખસવું થઈ ગયું.. ઓ માય ગોડ!”અને પછીથી લવે ઈરાને પોતે તેને લવ કરતો હોય તેવા બહુ બધા ઈમોજીસ મોકલ્યા પરંતુ ઈરા તો નિરાશ થઈને ઓફલાઈન થઈ ગઈ હતી…લવ મનમાં ને મનમાં બબડ્યો, "હે ભગવાન! હવે આ ઓનલાઈન ક્યારે થશે..?”તો આપણે પણ રાહ જોઈશું ઈરા ઓનલાઈન થાય તેની…વધુ આગળના ભાગમાં….~ જસ્મીના શાહ ‘સુમન’     દહેગામ    30/7/25