ભારત આજેહરણફાળ ભરી રહ્યું છે અને વિશ્વસ્તરે ભારતનો ડંકો વાગીરહ્યો છે, પરંતુ દેશના વિકાસમાં અવરોધરૂપ બની રહેલા એવા યુનિફોર્મ સિવિલ કોડની વાત આવે ત્યારે એવોર્ડવાપસી ગેંગ, સેક્યુલર પંડિતો તથાદેશમાં અસહિષ્ણુતાની બૂમો પાડનાર બુદ્ધિજીવીઓ મૌન ધારણ કરી લેછે.
આવા સમયમાં એ જાણવું ખૂબ જ જરૂરી બને છે કે આ મુદ્દો ખરેખર છે શું?અને તે આટલો વિવાદાસ્પદ કેમ બન્યો છે? દેશનું ન્યાયતંત્ર આ મુદ્દાને વારે-તહેવારે ઉઠાવતું રહે છે, પરંતુ કોઈપણ
સરકાર કાયદામાં સુધારો કરીને તેને લાગુ કરવાની હિમત નથી દાખવી શકી.તમામ સરકારો એક્શન લેવાની વાત તો દૂર, ચર્ચા કરવાની પણ તૈયારી બતાવતી નથી જે ખરેખર દુઃખની વાત છે. વિવિધ ધર્મને માનનારા લોકો પોતાની ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિ અને રીતરીવાજોના આધાર પર લગ્ન, સંપત્તિ, તલાક અને દત્તક લેવાના ફેંસલા કરી શકે છે. જો આમાં કોઈ વિવાદ પેદા થાય તો આના માટે કોઈ કાનૂન નથી હોતો. દેશમાં તાજેતરમાં લોકસભામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે ખરડો લાવવાની માંગણી લોકસભામાં થઈ હતી કે જેથી કોઈ રાજકીય પક્ષ કોઈ વર્ગવિશેષને તુષ્ટિકરણની રાજનીતિ કરી ન શકે. હવે સમાન નાગરિક સંહિતાની દિશામાં મોદી સરકાર આગળ વધશે, તેવી આશા જાગી છે.ધાર્મિક આધાર પર બનાવવામાંઆવેલ આ કોડમાં અંગ્રેજ શાસકોએ પણ વિસ્તૃત સુધારા ન કર્યા અને તેનેકારણે આ કાયદો વર્ષોવર્ષ ચાલતો આવ્યો છે અને હાલમાં બધા જ નાગરિકો
માટેસમાન નાગરિક સંહિતા બનાવવાના રસ્તામાં રોડું બની ગયો છે.
જ્યારે દેશ જ બિનસાંપ્રદાથિક છે ત્યારે દેશના કાયદાસાંપ્રદાયિક્તા
(ધર્મ)ના આધારે કેમ? હાલમાં હિંદુ સમાજ, શીખ સમાજ અનેબૌદ્ધ સમાજ માટે અલગ નિયમો તથા મુસ્લિમ સમાજ, પારસી સમાજ અને ઈસાઈ સમાજ માટે અલગ નિયમો છે. જ્યારે જ્યારે સમાન નાગરિકતા કાનૂન બનાવવાની વાત આવે ત્યારે દેશમાં વિવાદ ઊભો થઈ જાય છે.
સમાન નાગરિકસંહિતા લાગુ કરવાનો સમય હવે પાકી ગયો છે. આકાયદો એટલે ભારતના બધા જ નાગરિકો માટેસમાન નિયમો હોય. આ એક ધર્મનિરપેક્ષ કાયદો છે, જે બધી જ જાતિના લોકો પર સમાન રીતે લાગુ થાય.સમાન નાગરિકતા કાનૂનસમાન નાગરિક સંહિતાની મૂળ ભાવના છે. તે બધા જ ધર્મના લોકો પર સમાન રીતે લાગુ થશે. અત્યારે જુદા-જુદા ધર્મના લોકોએ પોતાના અલગ અલગ નિયમો બનાવી લીધા છે, પરંતુ સમાન નાગરિકતા
કાનૂન આ બધા નિયમોથી ઉપર હશે. ભારતના સંવિધાનની કલમ-૪૪માં સમાન નાગરિકતા કાનૂનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પરંતુ સંવિધાનના આધારે ચાલતો આ દેશ સંવિધાન નહીં માનીને તેનું અપમાન નથી કરતો? ઘણા લોકોનું એવું માનવું છે , જો દેશમાં સમાન નાગરિક કાયદો લાગુ થઈ જશે તો દેશમાં હિંદુ કાયદા લાગુ થઈ જશે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. જો દેશમાં આ કાયદો લાગુ થશે તો બધા જ ધર્મનાલોકો માટેબરાબર હશે અને એની કોઈપણ ધર્મ સાથે કોઈ લેવા-દેવા નહીં
હોય. જેના પાયામાં જ ધર્મ-નિરપેક્ષતા રહેલી છે એવા આ દેશમાં અલગ-અલગ ધર્મ માટેના વિભિન્ન નિયમો ધાર્મિક કટ્ટરતા વધારી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ઈસ્લામને અનુસરતા નાગરિકો વિવાદોનો ઉકેલ પોતાના“પર્સનલ લો'થી કરે છે. મુસલમાનો માટે દેશમાં અલગ જ નિયમો ચાલે છે. ૨૦૦૫માં ભારતના શિયા મુસ્લિમોએ ઓંલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ
લૉબોર્ડથી અલગ થઈ પોતાનું આગવું ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડસ્થાપ્યું. આશ્ચર્યજનક વાત તો એ છે કે ૧૯૫૦ના દાયકામાં હિંદુ કોડ બિલમાં નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા, પરંતુ બીજા કોઈ જ ધર્મના નિયમોમાં ફેરફાર ન થઈ શક્યો. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં મુખ્ય સમસ્યા એ છે કે નિયમોમાં ઘણા બધા ફેરફાર કરવા પડશે , પરંતુ બધા જ રાજકીય સંગઠનો પોતાની વોટબેંકને નારાજ કરવા માંગતા નથીઅને આપણને અંગ્રેજો જે સાંકળે બાંધીને ગયા હતા , આપણે તેમાં જ
જકડાઈ રહ્યા છીએ. આજે કેટલાય વિકસિત દેશોમાં સમાનનાગરિક કાયદા લાગુ છે, જેમ કે ફ્રાન્સમાં કોમન સિવિલ કોડ, ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લિશ કોમન લો અને અમેરિકામાં ફેડરલ લેવલ કોમન લો લાગુ છે.દુઃખની વાત તો એ છે કે જે ચર્ચાનું સમાપન આજતી ૪૦-૫૦ વર્ષ પૂર્વે થઈ જવું જોઇતું હતું તે અત્યારે પણ ચર્ચાનો વિષય બની રહ્યું છે. આપણે આજેપણ તેને સુધારી નથી શક્યા. જો આપણે ધાર્મિક આધાર પર બનાવવામાં આવેલ કાયદાથી મુક્ત થઈ ગયા હોત, તો દેશ આજે કેટલોય આગળ વધી ગયો હોત. આફક્ત કાયદાનો જ નહીં, વિચાર-વિમર્શનો પણ વિષય છે.
પાર્થ બ્રહ્મભટ્ટ, ભાટીયેલ(Australia)