Pranay Bhaav - 2 in Gujarati Health by yeash shah books and stories PDF | પ્રણય ભાવ - ભાગ 2

Featured Books
Categories
Share

પ્રણય ભાવ - ભાગ 2

ફૅન્ટેસી સેક્સ....

                 આ પ્રણય ભાવ આજકાલ નો નથી.. પણ સેક્સ ની બાબત માં જેમ જેમ મુક્ત રીતે ચર્ચા થતી જાય છે.. તેમ તેમ આ વિષય પણ હવે જાણ માં આવી રહ્યો છે.

            કોઈ પણ વ્યક્તિ પોતાના મન માં જે બીજા વ્યક્તિ ની સેક્સ પાર્ટનર  તરીકે કલ્પના કરે છે.. એને ફૅન્ટેસી પાર્ટનર કહે છે. અને આ ફૅન્ટેસી પાર્ટનર સાથે થતી કામ ચેષ્ટાઓ ફૅન્ટેસી એક્ટ કહે છે. અને પોતાના રિયલ લાઈફ પાર્ટનર સાથે પોતાના મન ની ચેષ્ટાઓ કરવામાં આવે ત્યારે એને ફૅન્ટેસી સેક્સ કહે છે. આવા પ્રકાર નું સેક્સ બન્ને પાર્ટનર ની મરજી થી થાય છે. 

                      સામાન્ય રીતે.. લોકોના મનમાં.. વિચિત્ર જગ્યાઓ એ, ખુલ્લા સ્થળે,જંગલો માં,નદી અને ઝરણાઓ ના સાનિધ્યમાં , વિવિધ અન્ય લોકો સાથે.. વિચિત્ર કપડાઓ ધારણ કરી સેક્સ કરવાની કલ્પનાઓ હોય છે.ઘણા લોકો ના મન માં મોટી અથવા નાની ઉમર ના લોકો સાથે.. પોતાના નજીક ના લોકો સાથે.. અથવા તદ્દન અપરિચિત લોકો સાથે પણ સેક્સ ની ફૅન્ટેસી હોઇ શકે છે. આ ભાવ જો બીજા પાર્ટનર ને તકલીફ ન આપે અને એની સંમતિ હોય તો બેડરૂમ લાઇફ માં નવીનતા આપવામાં ઉપયોગી થઈ શકે છે.

સેક્સલાઇફ માં યંત્રવત ક્રીડાઓ ઘણીવાર સુખ આપતી નથી. બોર થવાથી બચવા માટે ઘણા કપલ્સ ફૅન્ટેસી સેક્સ નો આશરો લે છે. રોલ પ્લે અથવા ફિલ્મી પાત્રો ની નકલ પણ કરે છે. આ સર્વ નો હેતુ માત્ર સ્ત્રી અને પુરુષ નું પોતાનું તેમ જ એકબીજાનું સુખ હોય છે. ઘણી વાર આવી કલ્પનાઓ માં વિકૃતિ અને અશ્લીલતા ને સ્થાન આપવામાં આવે તો પ્રણય જીવન દુઃખ દાયક બને છે. 

                 પોર્ન અને વેબસિરીઝના વિવિધ પ્રકારના સેક્સ કન્ટેન્ટ એ આ પ્રકાર ના સેક્સ માટે લોકો ને પ્રેરિત કર્યા છે. અને દિવસે દિવસે અલગ અલગ પ્રકાર ની વિડિયોઝ તેમ જ ફોટાઓ અભિનેતા તેમ જ અભિનેત્રી ઓ આપતા જાય છે. એની મનોવૈજ્ઞાનિક અસર લાંબા ગાળે સેક્સ લાઇફ માં ગંભીર નકારાત્મક અસર ઉત્ત્પન્ન કરી શકે છે.એક મનોવૈજ્ઞાનિક તારણ મુજબ અશ્લીલ અને વિકૃત કન્ટેન્ટ જોઈ ને તરત એની અસર નીચે સેક્સ રિલેશનશિપ બનાવનાર કપલ્સ ના સેક્સ પરફોર્મન્સ માં સામાન્ય દિવસો કરતા ટાઇમિંગ અને સંતુષ્ટિ માં ઘટાડો જોવામાં આવ્યો હતો. જેનું કારણ વિડિયોઝ જોઈ ને ઓલરેડી રિલીઝ થયેલ ડોપામીન અને આર્ટિફિશિયલી ક્રિયેટેડ અને સેલ્ફ ઇમ્પોસ્ડ સેક્સ્યુઅલ ટેન્શન હતું.

     એની વિપરીત એક romentic date પછી અથવા એક કૉમેડી અથવા romentic fim જોયા પછી ઈન્ટિમેટ થયેલા પાર્ટનર્સ માં માનસિક અને શારીરિક સંતોષ નું પ્રમાણ સારું હતું. 

         જેમ જીવન ના બીજા આયામો માં સંગત ની અસર થાય છે.. તેમ જાતીય વૃત્તિઓ અને સંબંધો માં પણ સંગત ની અસર થાય છે. અને ઘણીવાર એક પાર્ટનર ના લીધે બીજા નિર્દોષ પાર્ટનર ને સહન કરવાનો વારો આવે છે. એટલે આ બાબતે એડ્યુકેશન લેવું .. તેની ચર્ચા કરવી આવશ્યક છે.

       ફૅન્ટેસી માં મનોરંજન, પ્રેમ,રોમાન્સ ની સાથે સાથે કેર અને કમ્ફર્ટ ઉમેરવું જરૂરી બની જાય છે.. કપલ્સ ના જીવનમાં આ પ્રકાર નો પ્રણય ભાવ જરૂરી પણ છે. તમારા મન અને વિચારો નો તાગ અને તમારી ઇચ્છાઓ વિશે આના દ્વારા પાર્ટનર વધુ જાણી શકે છે. તમારા કામ કેન્દ્રો અને તેની સાથે જોડાયેલા સંવેદનશીલ આયામ ને પણ સારી રીતે સમજી શકે છે. માટે ક્યારેક આવું સેક્સ.. ઇન્ટિમ્સી માં એક નવો પડાવ બની જાય છે. જે એક બીજા વચ્ચે ના તાર વધુ મજબૂત રીતે જોડે છે. વાસના થી હૃદય સુધી ના દ્વાર ખોલે છે. મન ને અને શરીર ને તાણમુકત અને ઉત્સાહ થી તરબતર કરે છે.