મળો નકશી ને .....
નામ ની જેમ જ અનો દેખાવ, અના નેણ નક્શ 😍 ..ઘર માં બધા ની લાડલી , એના ભાઈ ની તો જાન અને સ્વભાવે નિખાલસ એકદમ બિન્દાસ કોઈ ને પણ કાઈ પણ કેવું હોય કાય દે કોઈ થી ખોટી રીતે ડરે નઈ જ પણ વાત મન માં હોય તે કહી દે , એને એના પાપા સાથે ખુબ જ બને જાણે એક મિત્ર બધું જ શેરે કરે તે તેમની સાથે. નકશી હાલ માં ૧૯ વર્ષ ની છે કોલેજ નું અને સેમ - ૫ શરુ થવાનું છે. આજે અનો વેકેશન ખુલ્યા પેલો દિવસ હતો. એ ખુબ જ ખુસ હતી સરસ તૈયાર થાય ને કોલેજે જાય છે એના મિત્રો ને મળે છે (મિત્રો - સોનલ , કર્નાવી , અજય , રાજવીર , દિવ્ય ) પછી તે લેક્ચર માં બેસે છે બધા તેમાં ધ્યાન આપે છે. પ્રોફેસર સાથે પણ અખા આ ગ્રુપ ને ખુબ સારું બને છે,નવો સીલેબસ ને બધી ચર્ચા કરે છે બધા અને તે વિચારે છે કે આ વખતે તો કોલેજ માં રેગ્યુલર આવું છે અમ પણ આ છેલ્લુ વર્ષ હતું.
એક દિવસ રોજ ની જેમ નકસી કોલેજે જાય છે, લેકચર ભરે છે અને મિત્રો સાથે મજા મસ્તી કરે છે. એ બધા રોજ બપોરે બ્રેક માં પાણી પૂરી ખાવા જાય અ એમનો રોજ નો નિયમ ગ્રુપ માં બધા ખાવના શોખીન અને સાથે બધા ભણવામાં પણ સારા હતા. એમ જ દિવસ વીતતો હતો બપોરે તેનો લેકચર પૂરો થાય છે ,બધા મિત્રો બેઠા હોય છે. બધા ને એમ છે કે અત્યારે સાથે છીએ મન ભરીને આ ક્ષણો માણી લઈએ એવા માં નકશી ના ફોન ની રીંગ વાગે છે, એ ફોને જોવે છે કોઈ અજાણ્યો નંબર હોય છે, પેલા તો એ કોલ નથી ઉપાડતી થોડા સમય પછી ફરી એના ફોન માં રીંગ વાગે છે આ વખતે નકશી ફોને ઉપાડી લે છે. રૂમ માં બધા મિત્રો ગપશપ કરતા હોય છે આથી એ બહાર લોબી માં જાય છે અને વાત કરે છે સામે થી અવાજ આવે છે હેલ્લો મિસ. નકશી... તે હા પડે છે ને આગળ ની વાત કરે છે .પછી રૂમમાં આવીન અને તેના મિત્રો સાથે બેસે છે. એના ચેહરા પર ખુશી ના ભાવ જોય ને એના મિત્રો પૂછે છે સુ વાત છે નકશી... 😁 નકશી એના મિત્રો ને વાત કરે છે બધા એના માટે ખુશ થાય છે. અને એની પાસે પાર્ટી માંગે છે.... પણ એ પાર્ટી હોય છે કઈ વાત ની????
નકશી ને ફોન આવીયો હોય છે એક કેન્દ્ર સરકાર ની સંસ્થા માં ઇન્ટર્નશિપ માં અને નકશીનું એ સ્વપન હોય છે કે એ જગ્યાની એ એક વાર મુલાકાત લે એના બદલા અને ત્યાં જોબ કરવા મળે છે. આ એના માટે ખુબ જ આનંદ ની પળો હોય છે આ માટે નકશી પણ ખુબ જ મેહનત કરી હતી. અને આ માટે 3 મહિના પેહલા જ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. અને આજે તે સફળ થય હતી,પણ નકશી ને એ વાત નું દુઃખ પણ હતું એને એના કોલેજ ના મિત્રો થી દૂર થવું પડશે .એ લોકો જે રેગ્યુલર આવાનું, સાથે રેવાનું વિચાર્યું હતું, ઈ હવે થઈ નઇ શકે પણ બધા નવા પોતાની જિંદગી માં આગળ વધવા કાંઇક ને કંઇક તો છોડવું જ પડે છે અને આ કોલેજ નું પણ છેલ્લું વરસ હતું આથી મિત્રો ને એવું હતું કઈ પછી તો બધા કંઈક ને કંઈક કામ માં પડી જાશે...
મળવાની માત્ર વાતો થશે પણ મળી નય શકાય,
સોશ્યિલ મીડિયા માં ગ્રુપ બનાવશો પણ એક
સમય ઈ ગ્રુપ માં પણ ભાગ્યે નોટિફિકેશન સાંભળશે
બધા મોટા થાય ગયા હશે, બધા ની માથે જવાબદારી હશે...
એ સમય પાછો નઈ આવે.... 😊
છતાં બધા એ વાત થી પણ ખુબ ખુશ હતા કે પોતાની મિત્ર ની પ્રગતિ થાય છે, કેવાય છે ને સિક્કા ની બે બાજુ હોય છે અને એ પણ એક જરૂર બાબત છે.આ જ તો સમય છે પોતાની કારકિર્દી બનવાનો.
(નકશી એના મિત્રો સાથે...)
ચાલો તમને બધા ને પાર્ટી આપું છું.(બધા મિત્રો જાય છે)નકશી ને પાણીપુરી બોવ જ ભાવે આથી એનો મિત્ર રાજવીર કે નકશી પાર્ટી માં શું ખવડાવાની છે 😅......
ત્યાં તો બીજી બાજુ સોનલ ને દિવ્યરાજ હસી ને કે છે એને તો પાણી પુરી બોવ જ ભાવે છે હેને 🤭 હાલ નકશી ઈ જ ખવડાવ એમ બી હવે તું હમણાં તો અમારી સાથે પાણીપુરી ખાવા આવી શકીશ નહીં 🥹.....
નકશી કે છે અરે હું આવતી જ રઈશ તમને મળવા & કોલેજ ના કામ હશે તો મળવ નું તો થયાં જ રાખશે 😊
બધા પાણીપુરી ખાય છે. અમને રોજ ની બેઠક હોય છે ત્યાં જાય છે ને બધા ખુબ મસ્તી કરે છે, ફોટાઓ પડે છે ને ખુશી મનાવે છે, પણ જોયે આગળ નકશી ની આગળ ની સફર કેવી રહે છે! આગળ શું થાય છે! એ વળાંક અને એની મંજીલે લય જાય છે કે નહી!એ અત્યારે જેવી છે આગળ ની જિંદગી માં પણ એવીજ રહે છે કે એની જિંદગી માં એને જે વિચાર્યું નથી આવા કોઈક અલગ રસ્તા પરજ લાવીને અટકી જાય છે!......