ॐ श्रां श्रीं श्रौं सः चन्द्राय नमः
ॐ सों सोमाय नमः
ॐ ऐं क्लीं सोमाय नमः
કેટલાંય પંડિતો ચંદ્રતાલા મંદિરના પ્રાંગણમાં બેસીને ત્રણ મોટા યજ્ઞ કુંડમાં હવન કરી રહ્યાં હતાં. મંદિરના કોટની દિવાલ નીચે મોટો ખાડો કરીને અંદર અગ્નિ પ્રગટાવી હતી. વિનય, જ્યોર્જ, શ્રેયા અને રોમિયો પણ બંધી હાલતમાં ત્યાં આદમના માણસોના ઘેરા વચ્ચે ઉભા હતા. એ સમયે રાહુલ શ્રુતિ અને કોલસાની ખાણના ઇન્ચાર્જ બનેલા પોલીસવાળાને લાવ્યો. આદમ એ બધાની વચ્ચે બેઠો હતો. જીદને મંદિરના ગર્ભગૃહની બહાર ઉભી રાખી હતી. ત્યાં એ ભોંયરામાં જવાનો મંત્રોચારવાળો દરવાજો હતો. તે પથ્થરની બનાવટ જેવો લાગી રહ્યો હતો. જેમાં ચંદ્રવંશીની એ અર્ધચંદ્રાકાર ચાવી અને ચંદ્રવંશીઓનું લોહી રેડતા જ તે દ્વાર હટીને મંદિરની ગુફાનો રસ્તો ખુલ્લો થઈ જશે. બસ એજ રાહમાં આદમ ત્યાંથી દૂર બેસીને પણ ત્યાંજ નજર રાખીને એકટક જોઈ રહ્યો હતો.
श्वेताम्बर: श्वेतवपु: किरीटी, श्वेतद्युतिर्दण्डधरो द्विबाहु: ।
चन्द्रो मृतात्मा वरद: शशांक:, श्रेयांसि मह्यं प्रददातु देव: ।।1।।
दधिशंखतुषाराभं क्षीरोदार्णवसम्भवम ।
नमामि शशिनं सोमं शम्भोर्मुकुटभूषणम ।।2।।
ચંદ્રસ્તુતિથી પંડિતોએ યજ્ઞની સમાપ્તિ કરી. હવે આદમ પોતાની જગ્યાએથી ઊભો થઈ આગળ આવ્યો. હજું તાવીજ માંગવા માટે જીદને ધમકાવી જ રહ્યો હતો કે, પંડિત રવિનાથન આવ્યો. તેને હળવેથી તાવીજ આદમના હાથમાં રાખ્યું. આદમ ખુશ થયો અને તેણે મોંઢે માંગ્યું ઈનામ માંગવા કહ્યું. પંડિત ઈનામ માંગે તે પેહલા જ મંદિરના દ્વારે એક પછી એક બંધી હાલતમાં માહી, સાઈના અને આરાધ્યાને લઈને આદમના માણસો આવ્યાં. તે જોઈ આદમ વધુ રાજી થયો અને બોલ્યો. “આજે એક જ સાથે બધાનો ખાત્મો થઈ જાશે.” બધા હસવા લાગ્યા.
હવે એક પંડિતે મોડું ન કરતા. તે તાવીજને લોહીથી ભીનું કરી તેના ખજાનાના દ્વારે મૂકવા કહ્યું. તેની વાત માનતો આદમ આગળ વધ્યો અને તેના પગમાં બાંધેલી ખંજર કાઢીને જીદ પાસે ગયો. તેણે તેની ખંજર જીદના ગળે ફેરવી. પંડિતો એ આંખ બંધ કરી. તે જોઈ વિનય હવે સહન ન કરી શક્યો. એટલે તે ધીમે પગે આગળ વધ્યો અને નીચે અજાણતા પડીલા એક લોખંડના અણીદાર કટકાને હાથમાં લઈ. બંધાયેલા હાથને થોડે દૂર રહેલા રાહુલની પાછળ જઈને ગળામાં પરોવ્યા અને તેના ખંભાના ભાગમાં લોખંડનો કટકો પરોવીને કાઢીને સીધો ગળે રાખ્યો. કટકો ગરતા જ રાહુલના મોંઢામાંથી રાડ નીકળી પડી. તે જોઈ આદમ ઉભો રહ્યો.
“આદમ તું ભલે આદમખોર હોય પણ હવે તારી લડાઈ કલકતા પોલીસ સામે છે. જો એને કઈ થયું તો આને પણ નય જીવવા દવ.” વિનય બોલ્યો.
આદમના લોકોને વિનયે તેના સાથીઓને છોડવાનો આદેશ આપ્યો. બધા છૂટી ગયા અને તેઓના પાસેથી બંદૂક અને હથિયારો લઈ લીધા. આદમે તેના હાથ ઉપર કર્યા. જીદની આંખોમાં આંસુ હતા. બધા પંડિતોની નજર વિનય તરફ હતી. અચાનક જ પાછળથી તે ખાણના ઇન્ચાર્જ બનેલા પોલીસવાળાએ વિનયના માથે બંદૂક ટાંગી.
વિનય સમજી ગયો કે, તે પોલીસવાળો હજું પણ આદમની સાથે જ છે. આદમે જોયું કે રાહુલના ખંભા પર લોહી વહે છે.
“તે મારા દીકરાને લોહી કાઢ્યું? (પછી થોડું મલકાઈને) બસ એટલું જ લોહી મારે પણ જોય છે.” બોલીને તેને જીદના હાથને ખોલીને એક હાથ પકડ્યો અને હથેળીમાં ચીરો પાડ્યો. જીદના મોંઢા માંથી મોટી ચીસ નીકળી. તેના નાજુક હાથમાંથી લોહીની ધાર વેહવાં લાગી. આદમે એમ જ કર્યું જેમ પંડિતે કહ્યું હતું અને તે દ્વાર ખુલવા લાગ્યો. સોનાના લાલચી આદમે જીદને દૂર નાખી.
એજ સમયે વિનયની પાછળ ઉભેલા પોલીસવાળાના માથા ઉપર પણ બંદૂક મુકાઈ. દ્વાર ખુલતા જ આદમે એક ચોરસ ખાડાની અંદર નાની વર્ષો જૂની પટારા જેવી પેટી જોઈ. તે પેટી તેણે પોતાના હાથમાં લીધી.
***
વિદ્રોહ
ચંદ્રતાલા મંદિરમાં કેટલાય માણસો ઉભા હતા કે જેઓ આદમ માટે કામ કરી રહ્યા હતા. તેઓમાં થોડાક માણસોએ પોતાના મોઢાને ઢાંકી રાખ્યા હતા. તેમાંથી નવા આવેલા અજાણ્યાં માણસો માના એકે તે પોલીસવાળાના માથે બંદૂક મૂકી હતી. આદમની નજર હજું ત્યાં ન હતી. વિનયે રાહુલને પડતો મૂકી પોતાના હાથ છોડાવ્યા અને જીદ તરફ દોડ્યો. નીચે પડેલી જીદના શરીરમાં એટલી શક્તિ ન હતી કે તે વધુ દોડી શકે. વિનયે તેને પોતાના બંને હાથ વડે જીલીને મંદિરથી દૂર ઉભેલા માહી એમના તરફ લઈ ગયો અને એક કપડું ફાડીને જીદના હાથે બાંધ્યું.
એ સમયે મોંઢે બાંધેલા માણસે ખાલી ઉભેલા બીજા માણસોને બોલાવ્યા અને તેમને જીદને હાથે પાણી અને સાથે લાવેલા ફળ આપવા કહ્યું. મંદિરમાં ઉભેલો આદમ આ બધું જોઈ રહ્યો હતો. તેણે પોલીસવાળા પર બંદૂક રાખેલા, મોંઢે બાંધીને આવેલા માણસની આંખોમાં જોઇને કહ્યું. “કોણ છે તું?”
તેને મોંઢેથી કપડું હટાવ્યું. તેને જોઈ આદમ ચમકી ઉઠ્યો અને બોલ્યો. “પરમ!”
“હાં એજ પરમ જેને તે પીઠ પંપાળવા માટે ખંજર ખોપ્યું હતું.” પરમ બોલ્યો.
આદમ તેનો પ્રકોપ દેખાડવા બોલ્યો. “અત્યાર સુધી ક્યાં છુપાઈ ને બેઠો હતો?”
“એતો મહારાણીએ મને બચાવીને વચન લીધું કે, જ્યાં સુધી ચંદ્રતાલા મંદિર પર કોઈ આપત્તિ નથી. ત્યાં સુધી તારે છુપે વેષે રહીને તેની રક્ષા કરવાની છે. આજે મારું વચન પૂરું થયું અને તારું જીવન પણ.” પરમ બોલ્યો.
વિનય જીદને માહીને સોંપી આદમ પાસે ગયો અને તેના હાથમાં રહેલી પેટી ઝૂંટકાવી લીધી. મોઢે બાંધીને ઉભેલાઓમાનો એક આગળ આવ્યો તે રોમ હતો. તેને આવીને રાહુલને માથે બંદૂક મૂકી. વિનયે પેટી ઉઘાડી અને તેને જોયું કે તે પેટી ની અંદર એક નકશો હતો. વિનયે નકશો જોયો તેની અંદર કઈ રીતે સોનાની ખાણમાં પ્રવેશ કરવો તે જોયું. તેને જોયું કે અંદર છ પડાવ છે. તેની નીચે લાલ પાણીના ગોળકુંડ જેવું દોર્યું હતું. નકશામાં અંતે સંસ્કૃતમાં લખ્યું હતું.
“केवलं सः एव धनं प्राप्नोति। यः स्वजीवनं जनसेवायां समर्पयति।”
મતલબ કે, “આ ધનનો ઉપયોગ નાગરિકની સેવામાં જ કરવો.”
વિનય વાંચીને હજું નકશો મુકીજ રહ્યો હતો કે, એટલામાં બહારથી એક ટોળકી આવી અને પાછળથી બધા પર તૂટી પડી. એ બીજા કોઈ નહીં પરંતુ આદમના જ માણસો હતા. વિનય વધુ વિચાર્યા વગર સોનાના રક્ષણ માટે દોડીને નીચે હવન કુંડ પાસે બેઠેલા પંડિતો પાસે જઈને નકશાને હવનકુંડમાં નાંખ્યો. બધાની નજર સામે જાણે અઢળક સોનું બળી રહ્યું હોય તેમ બધા જ એ જોઈ રહ્યાં હતાં.
***
એક ખંજર લઈ ઉભેલા આદમના પગ પાસે ભોંય તળિયે પરમ બેઠો હતો. પરમના બંને હાથ બંધાયેલા હતા. તેને જીવનમાં ઘણા બોઝ ઉઠાવ્યા હતા અને છેલ્લે રમણલાલ મુખીની સેવામાં રહીને પોતાના જીવનનો ઉદ્ધાર કર્યો હતો.
“એ સમયે ખંજર પીઠમાં જ ખોપ્યું હતું અને તું બચી ગયો.” આદમ બોલ્યો.
“જો તું રાજકુમાર અને સુર્યાંશ જેવા વીરોના હાથથી બચી શકે તો તારા જેવા કાયરના કરેલા પીઠ પાછળના વારથી હું મરુ એમ માનેશ તું?” પરમ પોતાનું માથું ઊંચું કરતા બોલ્યો.
“ભૂલ થઈ ગઈ મારી ભૂલ. પીઠ પાછળ મારીને મારી બહું મોટી ભૂલ થઈ ગઈ. હવે એવી ભૂલ નહીં કરું.” બોલીને આદમે નીચે જમીને પગવાળીને બેઠેલા પરમ સામે આવીને તેની છાતી માં ખંજર ખોંપ્યું. એ જોઈને હવન કુંડે ઉભેલો વિનય દોડ્યો અને આદમને મારવા એક પથ્થર લઈને કૂદ્યો. તેને પોતાના હાથનું જોર લગાવી હજું માથે પોહચવા જ જાય છે કે, વચ્ચે આદમનો માણસ કૂદ્યો અને આદમના માથા પર આવનાર પથ્થર પોતાના માથે જીલીને તેને પોતાના પ્રાણ ત્યાગયા. એ જોઈ આદમ મલકાઇને બોલ્યો. “વાહ! કેટલાંય સમયથી મારું લૂણ ખઇ રહ્યો હતો. આજે એકજ વારમાં પૂરું કર્યું.”
આદમે વિનય તરફ જોયું અને તેના માણસોને તેને મારવાનો આદેશ આપ્યો. એટલે તેઓની વચ્ચે આવીને જ્યોર્જ બોલ્યો. “આદમ એને મારીશ તો ખજાનો કેમ મેળવીશ?”
“થોભી જાવ.” આદમ બોલ્યો. પછી જ્યોર્જ તરફ ફરીને બોલ્યો. “તો એને સમજાવ નહીં તો.”
“નહીં તો શું બોલ?” વિનય બોલ્યો.
થોડું વિચારતો આદમ ગુસ્સામાં આજુ બાજુ જોવા લાગ્યો અને એકદમથી જીદને જોઈ તેની પાસે જઈ તેના ગળે છરી રાખીને બોલ્યો. “આને મારી નાખીશ.”
***