Amidst the whirlwinds of doubt - 21 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 21

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 21

લગ્ન થયા ને આજે મહિનો પૂરો થયો, ના તો સોનાલી અને મેઘલ એક પણ મૂવી જોવા ગયા હતા, કે ના તો હનીમૂન પર, સોનાલી અને મેઘલે શાંતિ થી ઘર ની બહાર અડધો દિવસ પણ સાથે નહોતો વિતાવ્યો, હનીમૂન તો બહુ દૂર ની વાત હતી, મેઘલ ના પપ્પા એ લોન લઈ ને કરેલા લગ્ન અને લગ્ન પછી પણ ટ્રાવેલ અને કેટરિંગ નું બિલ ચૂકવવાના બાકી હતા જે મેઘલ ને જ ચૂકવવાનું હતું, સોનાલી પણ મેઘલ ને કઈ કહેતી નહોતી, એને સચ્ચાઈ ખબર હતી, સોનાલી એ પણ બધી છોકરીઓ ની જેમ જ સપના જોયા હતા, પણ વાસ્તવિકતા એણે સ્વીકારી લીધી હતી, મેઘલ પણ જલ્દી થી દેવું પૂરું કરી નાખવા માટે એક્સ્ટ્રા વર્ક વધારે કરતો, આમ ને આમ મહિનો પૂરો થઈ ગયો, સોનાલી ની આખી જિંદગી, જાણે બદલાઈ ગઈ, સોનાલી જોતી કે એની સાસુ ,એના નાના કાકાજી અને ગીતા કાકી ત્રણેય મેઘલ કામ કરતા હોય ત્યારે પાછળ બારી ખુલ્લી રાખી ને જાણે રીતસર વોચ રાખતા, સોનાલી ને બહુ નવાઈ લાગતી, એ મનોમન વિચારતી કે એના નાના કાકાજી અને કાકીજી તેમના બંને સંતાનો ને ઈંગ્લીશ મીડિયમ માં ભણાવતા હતા, એમના તરફ થી તો સારી સલાહ ની જ અપેક્ષા હોય, કદાચ પોતાની સાસુ આવું કરતા હોય તો પણ તેઓએ રોકવા જોઈએ, કે આવી વોચ પોતાના જ સંતાનો પર ના રખાય, આવું ના જ કરાય આવી સોનેરી સલાહ આપવાની જગ્યા એ પોતે બંને જણા સોનાલી ની સાસુ ને સાથ આપવા રેગ્યુલર ઘરે આવતા, હજુ લગ્ન ને માંડ મહિનો પણ થયો નથી અને છેલ્લા 10 દિવસ થી રેગ્યુલર પાછળ વોચ રાખી ને કોણ જાણે શું ય ગુસપુસ કરતા હોય, જેવી સોનાલી એમની પાસે જાય કે તરત તેઓ બોલવાનું બંધ કરી દેતા, અને ઉપર થી સોનાલી ની સાસુ એમ કહેતા કે તમતમારે સૂઈ જાવ, એટલે સોનાલી અંદર મેઘલ કામ કરતા હોય એ રૂમ માં જતી રહેતી, અને સોનાલી કે મેઘલ કશું ખોટું તો નહોતા જ કરતા, બંને પતિ –પત્ની હતા, સોનાલી મેઘલ નો ખ્યાલ રાખતી હતી, તે શાંતિ થી મેઘલ ના માથા માં તેલ ની મસાજ તો કરતી હતી, એમાં આટલું બધું વોચ રાખવા જેવું શું હતું ? આતો ખુશ થવા જેવી વાત હતી, સોનાલી ને હવે રોજ રખાતી વોચ વિચિત્ર લાગતી, પણ તે કશું બોલતી નહીં,
તેણે મેઘલ ને અચાનક માથા માં મસાજ કરતા ધીમે થી પૂછ્યું કે લગ્ન પહેલા પણ આવી જ રીતે તમે કામ કરતા હોય તો રૂમ ની બારી ખુલ્લી રાખી ને પાછળ અગાશી માં બેઠા બેઠા તમને આવી રીતે એકધાર્યું તમારી મમ્મી બધાને બોલાવીને બેસાડી ને જોયા કરતા હતા ? સોનાલી નો પ્રશ્ન સંભાળી મેઘલ જોરદાર હસી પડ્યો, એણે સોનાલી ને જવાબ આપ્યો કે એ મને નહીં તને એકધાર્યા જોવા બારી ખુલ્લી રાખી ને બેસે છે, હું તો કેટલા વર્ષો થી આવી જ રીતે કામ કરું છું મને તો કોઈ દિવસ જોયો નથી, મને તો લગ્ન પછી ખબર પડી કે આ બારી ખુલે છે, મને તો એમ કે જામ થઈ ગઈ હશે, મેં કોઈ દિવસ આવું જોયું નથી, આ મારી સમજ ની બહાર છે, વાત વાત માં મેઘલે ધીમે થી જણાવ્યું કે સોનાલી ના સસરા એ ધંધા માં પૈસા ની બાબત માં તેમના નાનાભાઈ એટલે કે મેઘલ ના હિરેન કાકા ને લાફો મારી દીધો હતો ત્યાર થી હિરેન કાકા કોઈ દિવસ મેઘલ ના ઘરે પગ મૂકતા નહોતા, લાફો ખાધા પછી લગ્ન માં પહેલી વાર લગભગ 10 વર્ષ પછી મેઘલ ના ઘરે આવ્યા હતા, મેઘલ ને પણ લાગતું કે તેના નાના કાકા અત્યારે કેમ રોજ વોચ રાખવા આવી રહ્યા હતા? મેઘલ ને આ જરાય પસંદ નહોતું, પણ તેણે સોનાલી ને કહ્યું કે તે પોતાના કામ પર ફોકસ કરવા માંગે છે, મેઘલે સોનાલી ને પણ તેના નાના કાકી ગીતા કાકી થી અને કાકા બંને થી દૂર રહેવા કહ્યું, સોનાલીને તો એમ પણ નહોતું ગમતું તે કામ પૂરતી જ વાત રાખતી, મેઘલે આજે માથા માં મસાજ કરતી વખતે એક ટીપ્સ સોનાલી ને આપી હતી કે સોનાલીએ કંઈ પણ કોઈ પણ જાત નું શેરિંગ કે વધારે પડતી વાત ગીતા કાકી સાથે કરવી નહીં, એનાથી બને એટલું દૂર રહેવું, સોનાલી એ કારણ પૂછ્યું, પણ મેઘલે વળતો જવાબ આપ્યો કે એ તને પછી ખબર પડી જ જશે, મારી મમ્મી તને બધું જ કહી દેશે, એમ કહી ને વાત ને ઉડાવી દીધી, સોનાલી સમજી ગઈ, રોજિંદા જીવન માં થોડી થોડી ટેવાતી જતી સોનાલી ને અંદર થી લાગતું કે તેને જોઈ એ એવી જગ્યા અને મેઘલ ના ઘર માં સેટ થવા માટે જોઈતો ટાઈમ તેના સાસુ તરફ થી સોનાલી ને મળતો નહોતો, સોનાલી ની સાસુ માં એક અધીરતા હતી, કે વહુ ને બાંધી લઉ, પોતાની કડકાઈ થી બિવડાવી દઉ, અને જાણે તેના સાસુ એક મિશન પર હોય કે સોનાલી ના પિયર નો બધો ડેટા સોનાલી ના માઇન્ડ માંથી ડિલીટ કરવાનો એવું વાણી વર્તન અને અપેક્ષા આખો દિવસ રાખતા, પોતે સાસુ છે એ વારંવાર જતાવતા રહેતા, દિવસ માં સવાર થી સાંજ સુધી માં લગભગ 25 વખત એકલા હોય ત્યારે સોનાલી ઉપર ફોજદાર જેવો રોફ અને ગુસ્સો કરી જેમ ફાવે તેમ સોનાલી ના પિયરીયા વિશે ખરાબ બોલતા, સોનાલી કંઇ બોલે કે કંઇ ન કરે તો પણ તેના સાસુ પોતાની રીતે આવું ગંદુ વર્તન કરી ને માનસિક શાંતિ અનુભવતા, સોનાલી ને દરેક ક્ષણ લાગતું કે જો તેના સાસુ કશું જ ના બોલે અને થોડી શાંતિ થોડા દિવસ રાખે તો તે ફટાફટ મેઘલ ના ઘર માં સેટ થઈ શકે, પણ સોનાલી ઇચ્છી ને પણ તેમના માં ભળી શકતી નહોતી, સોનાલી ના સાસુ નું વાણી અને વર્તન જ એવું હતું કે સોનાલી ને તેમની સાથે કામ થી વધારે એક પણ શબ્દ બોલવાનું મન થતું જ નહોતું, સોનાલી બાકી ના ઘર ના બધા સભ્યો સાથે સહજ, સરળ રીતે વાત કરી શકતી, ઘર માં બાકી બધાનું વર્તન સોનાલી પ્રત્યે સારું હતું, સોનાલી તેના સાસુ સાથે સહજતા થી વાત ક્યારેય કરી શકતી નહોતી, કારણ બહુ બધા હતા એક તો સોનાલી ના સાસુ એ કચ કચ શરૂ કરી દીધી હતી, ઘર માં રહેવાના બહુ બધા નિયમો છેલ્લા 10 દિવસ માં સોનાલી માટે બનાવી દીધા હતા, આમ કરવાનું , તેમ કરવાનું, બધું પૂછી ને કરવાનું, વહુ થઈ ને સોફા પર નહીં બેસવાનું, નીચે જમીન પર જ બેસવાનું, સસરા ને જમવા નું નહીં પીરસવાનું, સસરા બહાર થી આવે તો પાણીનો ગ્લાસ સોનાલી એ નહીં આપવાનો, એ કામ ફક્ત તેના સાસુ જ કરશે એવું જડતાપૂર્વક સોનાલી ને કહી દીધેલું અને ઉપર થી એના સાસુ વારંવાર નું હું શું કામ કરું એનું ટોર્ચિંગ, સોનાલી ને કામ કરતા કરતાં પણ તેના સાસુ શાંતિ લેવા દેતા નહીં, અને હવે છેલ્લા 4 –5 દિવસ થી પાછું નવું શરૂ કર્યું જ્યારે જ્યારે સોનાલી ઉપર તેના બેડરૂમ, રૂમ અને બહાર અગાસી ની સાફ સફાઈ કરવા જાય ત્યારે સોનાલી ની સાસુ સોનાલી ને કશું જ કહે નહીં , અને જેવા સોનાલી ના સસરા ઘર માં આવે એટલે સોનાલી ની સાસુ રડવાનું શરૂ કરી દે કે સોનાલી એમની સાથે વાતો કરવા બેસતી નથી, સોનાલી જ્યારે એમની સાથે બેસે ત્યારે તે ટીવી નું રીમોટ લઈ સિરિયલ જોવાનું શરૂ કરી દે , સોનાલી ને બહુ સિરિયલ જોવી ન ગમે એટલે ઉપર સાફ સફાઈ કરવા જતી રહે, સોનાલી ને તેના સાસુ નું આ વર્તન જરાય ફાવતું નહોતું, એને એક જ વિરોધ મન માં રહેતો, તેના સાસુ ને જો તકલીફ સોનાલી થી થતી હોય, તો સોનાલી ને કેમ ડાયરેક્ટ નથી કહેતા, પોતાના સસરા સામે રડી ને કેમ કહેતા હશે ? સોનાલી એ એવું કઈ ખોટું કામ પણ નહોતું કર્યું સાફ સફાઈ તો કરી હતી,એ તો ઊલટા નું સારું કહેવાય, એમાં શું રડી રડી ને ફરિયાદ કરવાની, સોનાલી ને એક તો સસરા આખો દિવસ માથા પર, અને સાસુ કોઈ દિવસ ડાયરેક્ટ સોનાલી ને એક પણ વાર કશું જ કહે નહીં, ડાયરેક્ટ સોનાલી ના સસરા ને ફરિયાદ એવી રીતે કરે જાણે સોનાલી તેની સાસુ ની કશું જ વાત સાંભળતી ન હોય, હકીકત માં સોનાલી ને એક પણ વાર તેના સાસુ એ તેનો પ્રોબ્લેમ કીધો જ ન હોય, અને સસરા આખો દિવસ સોનાલી સાથે તર્ક કર્યા કરે ,અને સાસુ ની ફરિયાદો કીધા કરે, સોનાલી 1 મહિના માં કંટાળી ગઈ , આ તે કઈ જીવન છે? ઘર માં સાસુ કોણ એ જ મોટો પ્રશ્ન, સાસુ નો બધો જ રોલ તેના સસરા નિભાવતા હતા, જાણે પુરુષના શરીર માં આખે આખી સ્ત્રી !. સોનાલી ને જેમ જેમ તેના સસરા ટોકતા અને રોજ એક નવો ઘર નો નિયમ બહાર પાડતા તે જોઈ ને સોનાલી ના મન પર તેના સસરા ની છાપ "બૈરાં ના બારોટ" ટાઈપ ની પડી ગઈ હતી, તેના સસરા નું મોઢું ખુલે એટલે સ્ત્રીઓની, બૈરાં ના કામ ની, બૈરાં ની જ વાતો હોય, સોનાલી એ આ 1 મહિના દરમિયાન નોટિસ કર્યું કે આખો દિવસ ઘર માં રહીને સામ સામે બેસીને તેના સાસુ અને સસરા ફક્ત સોનાલી નું કામ, સોનાલી એ શું કર્યું ? કેવી રીતે કર્યું ? કેમ કર્યું ? સોનાલી ની આખા દિવસ ની કામ ની અને દિનચર્યા ની બધી નાની નાની વાતો એકબીજા સાથે કર્યા કરતા, સોનાલી નજર અંદાજ કરી લેતી, સોનાલી ને તેના સાસુ નું સવાર ના 10 વાગ્યા પછી નું રૂટીન જરાય પસંદ પડતું નહીં, સોનાલી ના સાસુ સવારે વહેલા ઊઠી, પરવારી તે ભક્તિ કરતા, પછી ઈચ્છા હોય તો ટિફિન બનાવે , અને ના હોય તો સોનાલી બનાવે, પછી સોનાલી ઘર નું બધું કામ મોટેભાગે કરી નાખતી, સવારે 10 વાગે મેઘલ, તેનો ભાઈ ઓફિસ અને પપ્પા બહાર જાય ત્યાર પછી સોનાલી ની સાસુ લગભગ 11 વાગે ઘર માં બધું જ કામ પતી જાય એટલે ટીવી ચાલુ કરી ને સિરિયલ જોવે, બપોરે 2 વાગે ટીવી બંધ કરી ને થોડા આડા પડે, પાછા બપોરે 3 :30 વાગે સિરિયલ જોવાનું ચાલુ કરે, 6 :00 વાગે થોડી વાર બહાર બેસે,સાંજે 6 :30 થી પાછી સિરિયલ જોવાનું ચાલુ કરે તે રાત્રે સુતા સુધી લગભગ 10 :30 સુધી, તેના સાસુ બધી ચેનલ ની બધી સિરિયલ અને અમુક તો રિપીટ સિરિયલ જોતા, સિરિયલ ની વચ્ચે આવતી એડ માં સોનાલી ના સસરા ઘર માં હોય એ સમય માં તેના સાસુ તેના સસરા સાથે સોનાલી ની ગોસીપ તો આખો દિવસ ચાલુ ને ચાલુ જ રાખતા, સોનાલી ને તો બુક્સ વાંચવી ગમે, કોઈ નવું ક્રિએશન કરવું ગમે, સાફ સફાઈ કરવી ગમે, ટૂંક માં એક્ટિવ રહેવું વધારે ગમે, સોનાલીને ટીવી સામે આટલું બધું બેસી રહેવું જરાય પસંદ નહોતું, સોનાલી અને એના સાસુ ના વિચારો ક્યાંય મેળ ખાતા નહોતા, અધુરા માં પૂરું સોનાલી ની સાસુ જ્યારે પણ સોનાલી ની મમ્મી નો ખબર અંતર પૂછવા લેન્ડલાઇન પર ફોન આવે ત્યારે તેઓ ડાયરેક્ટ સોનાલી ને આપી દેતા, વારંવાર આવું કરતા તેની સાસુ ને સોનાલી એ 2 –3 વાર પૂછી નાખ્યું કે તેઓ છેલ્લા 10 દિવસ થી કેમ સોનાલી ની મમ્મી સાથે ફોન પર વાત નથી કરતા, એટલે સોનાલી ની સાસુ સોનાલી ને જવાબ આપતા કે અમારે અહીંયા વેવાણ સાથે નિયમિત વાત કરવાનો રિવાજ નથી, દીકરી દઈ દીધા પછી શું ફોન કરવાના? ખબર લેવાના,? તમારી મમ્મી ને અને પપ્પા ને કહી દેજો કે ફોન કરવાના જ નહીં, અમારે અહીંયા વેવાણ સાથે ફોન પર વાત કરવાનો રિવાજ કે નિયમ નથી, સોનાલી તો જવાબ સાંભળી ને શોક થઈ ગઈ, આ તે કેવુ ? દીકરી ને પરણાવ્યા પછી તેના માં –બાપ ફોન પર વાત તો કરે ને? ખબર –અંતર તો પૂછે જ, લગ્ન પછી 2 પરિવાર નો સંબંધ મજબૂત થાય, પણ અહીંયા તો ઊલટી ગંગા વહેતી હતી, દીકરો પરણાવ્યા પછી હું કોણ અને તું કોણ ? એના જેવી વાત હતી, સમ ખાવા પૂરતો એક પણ ફોન સોનાલી ના મમ્મી – પપ્પા ને તેના સાસુ કે સસરા એ લગ્ન ના દિવસ થી અત્યાર સુધી સામે થી કર્યો નહોતો, છતાં સામે થી સોનાલી ના મમ્મી –પપ્પા દીકરી ના અને વેવાઈ સાથે ખબર અંતર પૂછવા ફોન કરતા, અને એ પણ સોનાલી ના મોબાઈલ પર નહીં પણ લેન્ડલાઇન પર જેથી કરીને સોનાલી ની સાસુ સાથે વાત થઈ શકે, એમને સારું લાગે, અને અહીંયા સોનાલી ના સાસુ માત્ર અવાજ સાંભળી ને સોનાલી ને ફોન પકડાવી દેતા, તેની મમ્મી સાથે જયશ્રી કૃષ્ણ કહેવા જેટલી ઔપચારિકતા પણ બતાવતા નહીં, સોનાલી ને એની સાસુ નો સ્વભાવ બહુ વિચિત્ર લાગતો, કોઈ સંબંધી કે બીજા કોઈ નો ફોન હોય તો ઔપચારિકતા પૂરતી વાત તો બધા સાથે તેના સાસુ કરતા અને પોતાના પિયર માં તેમની બહેનો સાથે રોજ સામે થી ફોન કરી વાતો કરતા, જ્યારે સોનાલી ની મમ્મી –પપ્પા સાથે પોતાના વેવાઈ સાથે તેની સાસુ આટલું ઉદ્ધત અને કડવું વર્તન કરતા અને એ પણ કોઈ પણ જાત ના વાંક વગર સોનાલી ની સમજ થી આ બહાર હતું, હજુ તો લગ્ન ને માત્ર 1 મહિનો માંડ થયો છે, અને આવું આટલું ઉદ્ધત અને કડવું વર્તન પોતાના માં –બાપ સાથે જ કેમ ? સોનાલી એ મેઘલ ને આ વિશે વાત કરી ને પૂછ્યું તો મેઘલે જવાબ માં ફક્ત એટલું જ કહ્યું કે તું મારી મમ્મી ને બહુ ઈમ્પોર્ટન્સ ના આપીશ, એ શું કરે છે ? કેમ કરે છે ? જેટલું આપીશ એટલી તું હેરાન થઈશ, એને એના હાલ પર છોડી દે, જે કરવું હોય તે કરે એવું જ રાખ, સોનાલી ને જવાબ સાંભળીને બહું અજીબ લાગ્યું, સોનાલી ના ચહેરા ના હાવભાવ જોઈ ને મેઘલે ખુલાસો કર્યો કે તેની મમ્મી ને પહેલે થી જ બહુ બહાર આવવું જવું ગમતું નહોતું, તે નાનો હતો ત્યારે ઘણી બધી વખત તેના પપ્પા સાથે બંને ભાઈ એકલા બહાર જતા, દિવાળી પર સગા ના ઘરે પણ પપ્પા સાથે તેઓ બંને ભાઈ એકલા જ જતા, કોઈ દિવસ તેની મમ્મી આવતી નહોતી, મેઘલ ના પપ્પા મેઘલ ની મમ્મી ને આ વાત ને લઈ ને ખૂબ ફોર્સ કરતા, ઢોર માર મારતા, પણ તેની મમ્મી ક્યારેય તેના પપ્પા સાથે બહાર જતા નહીં, અને એટલે તેની મમ્મી ને દુનિયાદારી ની સમજ કે કોની સાથે કેવું વર્તન કરવું કે ના કરવું એની કોઈ જ સમજ ન હોય સ્વાભાવિક છે, મેઘલે અનેકવાર તેના પપ્પા ને તેની મમ્મી ને ઢોર માર મારતા જોયાં છે, હાથ પકડી ને ઢસડી ને બહાર કાઢી ને લઈ જતા જોયા છે, પણ તેની મમ્મી એક જ રટણ કરતા કે તેમને એ બહાર ની બીજી સ્ત્રીઓ સાથે બોલવા –ચાલવાનું ફાવતું નથી, તેમના ઘરે જવું કે તેમની સાથે બેસવું ગમતું નથી, તે આખો દિવસ ઘર માં જ રહેતા, આડોશ –પાડોશ માં પણ તેઓ વાત કરતા નહીં, સોનાલી આ સાંભળી અવાચક થઈ ગઈ, આ તે કેવુ જીવન ? પોતાને આવી સાસુ સાથે રહેવાનું? જેને બહાર ની આખી દુનિયા ખરાબ લાગતી હોય, જે કદી બહાર કોઈ ની સાથે વાત જ ન કરતા હોય, હે ભગવાન ! સોનાલી ના મોઢા માંથી અનાયાસે શબ્દો નીકળી ગયા. સોનાલી ને હવે ખબર પડી કે રોજ સાંજે એના સાસુ 6 થી સાડા છ સુધી બહાર એકલા દાદર માં કેમ બેસી રહે છે ? અને આજુબાજુ માં બધા બેઠા હોવા છતાં તેમની સાથે ક્યારેય વાત કેમ નથી કરતા ? આજે સાંજે 5 :00 વાગે સોનાલી બહાર ડ્રોઈંગ રૂમ માં બેસી રહી, એને મન માં નક્કી કર્યું કે તે હવે રોજ તેની સાસુ ને ક્વોલિટી ટાઇમ આપશે, તે બધું કામ સવાર માં ગમે તેમ કરી પતાવી દેશે, અને તેની સાસુ ની બધી વાત શાંતિ થી સાંભળશે, સોનાલી ને બહાર બેઠેલી જોઈ તેના સાસુ ટીવી બંધ કરી બહાર આવ્યા, સોનાલી ની સાસુ એ સામે વાળા સવિતા બેન ની નિંદા ચાલુ કરી, સામે વાળા નું રૂટીન કેવું છે તેની ચર્ચા કરવા લાગ્યા, થોડીવાર શાંતિ થી સોનાલી એ સાંભળ્યું, પણ પછી એક પછી એક બધા પાડોશી ની નિંદા ચાલુ થવા લાગી, સોનાલી એ નિંદાને બ્રેક કરવા, બીજી વાત પર ધ્યાન દોરવાનું ચાલુ કર્યું , સામે ટીપોઇ પર ન્યૂઝ પેપર પડ્યુ હતું, સોનાલી એ ન્યૂઝ પેપર હાથ માં લઈને ન્યૂઝ પર ફોકસ કરી ને સમાજ માં બનતી ઘટનાઓ, રાજકારણ, પર, શિક્ષણ પર અત્યાર ની અને પહેલા ની પરિસ્થિતિ વિશે ચર્ચા જુદા જુદા ટોપિક પર કરવા લાગી, એણે નોટિસ કર્યું કે સોનાલી ના સાસુ ને એમાં મઝા આવતી હતી, તે ખુલી ને પોતાના વિચારો સોનાલીને બતાવી રહ્યા હતા, સોનાલી એ ચાલુ વાતે ગુજરાત સમાચારનું છેલ્લું પેજ ખોલ્યું, જેમાં "નેટવર્ક " ના શીર્ષક માં લેખક "ગુણવંત છો શાહ " ના લેખો રોજ પ્રકાશિત થતા, તેમાં રોજ જુદા જુદા ટોપિક પર લેખક ધારદાર લેખ આપતા, સોનાલી રોજ આ લેખો વાંચતી, જ્યાર થી સોનાલી એ સમજણ થી છાપું વાંચવાનું ચાલુ કર્યું ત્યાર થી સોનાલી નું આ ફેવરિટ પેજ હતું, સોનાલી એ ઓપન કર્યું,બહુ જ સરસ સમાજ અને સમાજ વ્યવસ્થા તેમજ વ્યક્તિ સ્વભાવ ને સાંકળતો આજનો લેખ મોટીવેશનલ હતો, આમ તો સોનાલી એ સવાર માં રીડ કરી નાખ્યો હતો, પણ વાતો કરતા કરતા તેણે ફરી આ પેજ ઓપન કરી નાખ્યું, સોનાલી એ પેજ ના હેડલાઇન પર નજર નાખી વાત ને લેખ આધારિત સમાજ પર વાત ફેરવી નાખી, સોનાલી એ જોયું કે તેના સાસુ ખુબ રસ થી એમના જમાના ના સમાજ ના રીત –રિવાજો કહેવા લાગ્યા, તે ખૂબ ઉત્સાહ થી રસ લઈને વાતો કરવા લાગ્યા, વાત વાત માં તેના સાસુ વાત ને અંતે સોનાલી ને કહેતા રહેતા કે પોતે કોઈ દિવસ કોઈ ની સાથે વાત ના કરે , ભલે જેને જે કહેવું હોય એ કહે, પડોશ મા બધાં ટોળે વળી ને બેસે પણ પોતે ક્યારેય ના જાય, એકલા ઘર ન દાદર માં બેસી રહે, 2 –3 વાર આ વાત રીપીટ કરી એટલે સોનાલી એ ન્યૂઝ પેપર માં વાંચેલી લાઇન પર નજર કરી ને એ મોટીવેશનલ લાઈન બોલી નાખી " સિંહ ના ટોળા ના હોય, સિંહ તો એકલો જ ફરતો હોય, " પછી એણે બોલી ને સમજાવ્યું કે એમાં શું થઈ ગયું કે તમે એકલા બેસો છો ? એ તો સારું કહેવાય સોનાલી ખરેખર તેની સાસુ ને પોઝિટિવિટી અને મોટીવેશનલ મૂડ માં રાખવા માંગતી હતી,બધી વાત પતી ગઈ, સોનાલી ના સાસુ ખરેખર ખુશ લાગતા હતા, 6 :30 થતા સોનાલી એ રસોઈ બનાવવા નું ચાલુ કર્યું , અને તેના સાસુ એ સીરિયલ જોવાનું, સોનાલી રસોડા માં રસોઈ બનાવતી હતી તે વખતે સોનાલી ના મમ્મી ની ફોન આવ્યો એટલે હેલો થી આગળ કંઇ પણ બોલ્યા વગર સોનાલી ના સાસુ એ સોનાલી ને ફોન પકડાવી દીધો, સોનાલી એ તેની મમ્મી સાથે વાત કરી, સોનાલી ના મમ્મી એ જણાવ્યું કે તેઓ પરમદિવસે સોનાલી ને મળવા તેના સાસરે આવશે, સોનાલી ખુશ થઈ ગઈ, તેના મમ્મી –પપ્પા લગ્ન પછી પહેલીવાર સોનાલી ના સાસરે મળવા આવશે, તેણે તેના સાસુ ને કહ્યું, સોનાલી ખૂબ ખુશ હતી.રાત્રે બધા ઘરે આવ્યા એટલે સોનાલી એ બધાને તેના મમ્મી – પપ્પા આવવાના છે, એમ કહી દીધું, તે જમી ને મેઘલ સાથે વૉકિંગ કરવા ગઈ , ઘરે આવી ત્યાં તો તેના સસરા સોનાલી પર ગુસ્સો કરવા લાગ્યા, સોનાલી ના સાસુ રડતા હતા, કારણ એટલું જ હતું કે સાંજે વાત કરતી વખતે સોનાલી એ ન્યૂઝપેપર માં આવેલી કહેવત "સિંહ ના ટોળા ના હોય " તેના સાસુ ને મોટીવેશન અને પોઝિટિવિટી માટે બોલી ને વાત ને વાળી હતી, તે જ વાત સોનાલી ના સાસુ એ તોડી મરોડી ને રડી ને ઘર માં ફરિયાદ કરી કે સોનાલી એની સાસુ ની મજાક કરે છે, સોનાલી એ આખી વાત સ્પષ્ટ કરી અને છાપાં માં આવેલી લાઇન પણ બતાવી, જે હતું એ સ્પષ્ટ અને સાચું હતું, મેઘલે અને તેના પપ્પા એ સોનાલી ને સ્પષ્ટ ના પાડી દીધી કે સોનાલી એ તેના સાસુ સાથે વધારે વાત કરવા બેસવું નહીં, વાત માંથી એ અર્થ નો અનર્થ કરી દેશે, એમનું મગજ બહુ જ સેન્સેટિવ છે, એ નાના છોકરા ની જેમ ગમે ત્યારે રડી ને ઊંધો અર્થ લઈ લે એના કરતાં એમને ટીવી જોવા દેવા, વાત પૂરી કરી સોનાલી અને મેઘલ ઉપર પોતાના રૂમ માં ગયા, બીજા દિવસે સોનાલી તેના સાસુ સાથે વાત કરતા સો વાર વિચારતી, ગમે ત્યારે રડી ને ફરિયાદ કરવાની તેના સાસુ ની માનસિકતા થી તે પરિચિત થઈ ગઈ હતી, સોનાલી ને વાંધો તેની સાસુ ફરિયાદ કરે તેમાં જરાય નહોતો, પણ એક તો તે સોનાલી ને ડાયરેક્ટ કોઈ દિવસ પ્રોબ્લેમ કહેતા નહીં, જાણ કરતા નહીં, અને ઉપર થી તેના સાસુ વાત ને તોડી મરોડી ને આખી વાત ફેરવી ને સાવ જુઠ્ઠી વાત રડી રડી ને સત્ય સાબિત કરવાની કોશિશ કરતા, સોનાલી તેની સાસુ ની આ હલ્કી માનસિકતા થી દૂર રહેવા માંડી, હવે તે આંખના ઇશારા થી વાત પતે તો મોઢામાં થી હુંકાર પણ કરતી નહીં, આજનો આખો દિવસ સોનાલી એ આ વાત નું ખાસ ધ્યાન રાખી ને રહી હતી, રાત્રે સોનાલી ખુબ ખુશ હતી, આવતી કાલે રવિવાર હતો અને તેના મમ્મી –પપ્પા તેને મળવા આવવાના હતા, સોનાલી એક મહિના પછી તેના મમ્મી –પપ્પા નો ચહેરો જોશે, અને મળશે, સોનાલી ને મન માં થતું કે તે અત્યારે જ ખુલ્લા પગે દોડી ને બરોડા જતી રહે, પણ આવતીકાલે પોતાના મમ્મી –પપ્પા આવવાની ખુશી સોનાલી ના ફેસ પર સ્પષ્ટ દેખાતી હતી.