Ek Bhool - 3 in Gujarati Love Stories by shree books and stories PDF | એક ભૂલ - 3

The Author
Featured Books
Categories
Share

એક ભૂલ - 3

                  નકશી નો જોબ નો પેલો દિવસ ખુબ સારો જાય છે તે ખુબ ખુશ હોય છે ઘરે જાય ને એના પરિવાર ને સાથે એના અનુભવ વ્યક્ત કરે છે.

(જોઈએ આગળ નકશી ના  જીવન ની  એ સફરમાં આગળ શું થાય છે એ રસ્તો ક્યાં લય જાય છે..)

                પછી તો રાબેતા મુજબ નકશી રોજ ઓફિસે જાય છે અને ત્યાં બધું કામ પણ હવે આવડી ગ્યું હોય છે. તેનો સ્વભાવ મળતાવડો હોવાથી ઈ બધા ની સાથે હાળી મળી જાય છે.નકશીનો સ્વભાવ જ નઈ પણ એનો દેખાવ પણ આવો હોય છે કે બધા તેની તરફ આકર્ષાય  એમ તો તે ત્યાં બધા થી નાની હતી ઉંમર માં પણ અને🥲 લાગે પણ નાની 😅અને નકશી ની બધું જ બિન્દાસ બોલવાની કળા અને એના જવાબ દેવાની રીતે પણ કમાલ ની હતી. જો કોઈ એને જોવે તો એમજ થાય કે ખોવાય જાવ એની વાતો માં એની એ બોલકી આંખો માં 👀💖.

           નકશી જાણે એના જીવન ના ખુબ જ સારા સમય ને જીવી રહી હતી. નકશી માં નવું જાણવાનો નવું કરવનો ઉત્સાહ પણ ખુબ હતો.તો ચાલો આપડે તેની ઓફિસે ના માહોલ ની વાત કરીયે તો એમ તો બધા ખુબ મૈત્રી ભાવ વાળા હતા મદદ કરવા વાળા હતા એટલે કય વાંધો આવે એમ હતું નહી નાના મોટા સૌ એક બીજા નવા મદદ રૂપ થતા. અને હા બધા ખુબ ઉજવણીયો પણ કરતા હતા.  

નકશી પાછી એમ હતી ચંચળ 😅વધારે સમય ક્યાય બેસી નો શકે અને કોઈ ની ટીખલ કરવી એકાદો આટો મારવા તો જોવે જ 😁પાણી પીવાના બાને એકદી બે વાર તો ઈ નીચે તો જાય જ તે ("એની ઓફિસ બીજા માળે છે" )

એની ઓફિસ માં એક સ્પર્ધા છે જેમાં લોકો પોત પોતાની જે પણ કલાઓ હોય તે રજુ કરી શકે છે (સંગીત, ગાવું, નાચવું, લખવું, કવિતાઓ વાંચવી વગેરે..)  જેની જાહેરાત બધા એન પોતાના કમ્પ્યુટર ના માધ્યમ થી ઈ - મેલ માં  મળી જાય છે. નકશી પણ એ જોવે છે. એની પણ ઈચ્છા હોય છે એમાં ભાગ લેવાની બપોર નો સમય છે 1 :00 છે બસ રોજની જેમ જ નકશી હીરલ બને નીચે canteen માં પોંચે છે ત્યાં એના બીજા મિત્રો પણ હોય છે જે એની ને હિરલ ની રાહ જોતા હોય છે. જેવા બંને ત્યાં પહોંચે છે બીજા ટેબલે પર બેઠેલી વિધિ કે છે..

વિધિ : ઓહહ જોવો એ આવી ગઈ હિરોઈન. 😉ત્યાં બાજુમાં બેસેલી ભૂમિ કે છે શું વાત છે નકશી જોરદાર લાગે છે..

ત્યાં નકશી પણ તે લોકો પાસે પોહચી જાય છે ને પેલા તો ઈ પણ હસે છે

નકશી : શું યાર તમે પણ હું તો રોજ જોરદાર જ લાગુ છું 🤭😉તમે પણ ટ્રાય કરો.

( નકશી આજે સંપૂર્ણ કાળા રંગ ના કપડાં પેરીન આવી છે બ્લેક જીન્સ, બ્લેક ઈનર, બ્લેક શર્ગ પેરુ છે એના વાળ મસ્ત ખુલા છે એ કપડાં માં નકશી smart અને sexy બને લાગે chhe😁પણ હા નકશી મેક અપ નો શોખ નથી એ એમાં તો ખુબ સાદગી થી રહે છે. લોકો ને ઘાયલ કરવા તો એને કાજલ વાળી આંખો ને ગુલાબની પાંખડી જેવા હોઠો પર ની એની એક smile જ કાફી છે.)

પછી હિરલ ને નકશી ટોકન લે છે અને પછી જમવાની થાળી લય ને ટેબલે પર આવે છે. બધા જમે છે એક બીજા સાથે વાતો કરે છે એક બીજા ની ટીખળ કરે છે ત્યાં પેલી સ્પર્ધા ની વાત આવે છે બીજા બધા દોસ્તો ની તો ઈચ્છા હોતી નથી પણ કે છે નકશી એક કામ કર અમારે તો ઈચ્છા નથી પણ તું સ્પર્ધા માં ભાગ લે તું એમાં ચાલે એમ છો 😁અમે બધા આવી ગ્યા એમાં ભેગા. 🥲નકશી ને તો એમ પણ ઈચ્છા તો હતી આથી  જમી અને બધા દોસ્તો બગીચા માં જાય છે આટો મારવા અને નકશી અને હિરલ એનું નામ લખવા જાય છે. નામ લખાવીન તે પણ દોસ્તો પાસે જાય છે થોડી વાર પછી બ્રેક પૂરો થતા બધા પોતપોતાના કામે લાગી જાય છે.

નકશી અને સર ને વાત કરે છે કે હું એ સ્પર્ધા માં ભાગ લવ છું.અને કામ માંથી થોડો ટાઈમે કાઢીને એક કવિતા બોલવા માટે ઈ નક્કી કરે છે.અને હા નકશી ને ત્યાં ઓફિસે માં એક બીજું કામ પણ સોંપવા માં આવ્યુ હતું જેમાં તે કેન્દ્ર સરકાર ની સંસ્થા હોવાથી ત્યાં temporary medical service માટે એક ડૉક્ટર ને રાખવા માં આવિયા હતા જેની સાથે નકશી ને તેની મદદ કરવાની કેસ વગેરે ને લાગતું કામ કરવાનું હતું જેમાં નકશી બપોર ના 3:00 થી 5:00 જવાનુ હતું એ કામ અને રોજ માટે સોંપવા માં આવ્યુ છે.તેનો એ વિષય હતો નહી પણ તેને એમાં ખુબ આનંદ આવતો હતો લોકો સાથે વાત કરવા માં એમની હેલ્પ કરવાની અને હા એનો વિષય નો હતો માટે એને નવું શીખવા પણ મળતું હતું એમ નકશી ઘણું બધું મેડિકલ નું કામ પણ જાણિયું હતું

એમજ આજ નો દિવસ પણ નીકળી જાય છે.

     બીજા દિવસે રાબેતા મુજબ ઓફિસે કામ ચાલે છે આજે સ્પર્ધા નો દિવસ હોય છે બપોરે 2:00 ચાલુ થવાની હોય છે ત્યાં ના જ સાંભખંડ માં આથી બધા જમીન જલ્દી ત્યાં પોહચી જાય છે પોતાની જગ્યા લય લે છે, પ્રોગ્રામ શરુ થાય છે વાર ફરતી અલગ અલગ સ્પર્ધા યોજાય છે જેમાં કવિતા ની સ્પર્ધા નો વારો હોય છે અને બને છે એવું કે એમાં બધા જ છોકરાઓ એ જ ભાગ લીધો હોય છે છોકરીયો માં નકશી એક જ હોય છે માટે નકશી થોડીક વાર માટે થોડોક ડર લાગે છે કે શું થશે હું પેહલી વાર આ જગ્યા પર સ્ટેજ પર જાવ છું.. ત્યાં બીજો જ વારો નકશી નો આવે છે તે ઊંડા શ્વાસ લે છે ને પછી સ્ટેજ પર જાય છે સામે એના દોસ્તો બેઠા હોય છે તે લોકો એનો જુસ્સો વધારે છે નકશી ખુબ જ સારી રીતે કવિતા બોલે છે જે એને "બાળપણ" પર લખી હોય છે  જે કવિતા સાંભળતા ત્યાં રહેલો લોકો થોડાક ભાવુક થાય જાય છે બધા ને પોતાના નાનપણ ના સ્મરણો યાદ આવી જાય ને અને છેલ્લા શબ્દો માં નકશી બધા ને હસાવે પણ છે એમ લોકો ખુબ ખુશ પણ થાય છે એમ બધા નો વારો આવી જાય છે હવે હોય છે પરિણામની ઘડી માટે જ્યાં સુઘી નિર્ણયોકો તે જાહેર કરે તે પેલા બધા ને ચા નાસ્તા માટે બ્રેક આપવા માં આવે છે.

જોઈએ આગળ ના ભાગ માં શું પરિણામ આવે છે! નકશીને એમાં વિજય મળે છે કે નઈ!!!




(જો તમારા કોઈ પણ અભિપ્રાય હોય તો જણાવશો તેની પર હું આગળ લખાવા માટે પ્રેરિત થઈશ.. 🙏)