my dream in Gujarati Short Stories by Nima Rathod books and stories PDF | મારી ચાહત

Featured Books
  • MH 370- 23

    23. દરિયાઈ વંટોળમાંફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ...

  • સ્વપ્નની સાંકળ - 1

    અધ્યાય ૧: સ્વપ્નની સાંકળ​રતનગઢ.​સામાન્ય રીતે શાંત ગણાતા આ શહ...

  • ચાની રામાયણ

    ચાની રામાયણ •••••________જીવનમાં અમુક ક્ષણો એવી આવે કે જેને...

  • ઘર નુ ભોજન

    ઘરનું ભોજન એક ભારતીય સંસ્કૃતિ, સંબંધો નો સેતુ અને આધુનિક સમય...

  • નોકરી નહિ ધંધોજ કરીશ

    *નોકરી નહીં — ધંધો જ કરીશ!* ” જો બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મોન...

Categories
Share

મારી ચાહત

સવારે ઊઠી ને એમ થાય કે આજે ચકલી ન દાણા નથી નાખ્યા કે મારા કાચબા ભૂખ્યા હશે આ ખયાલ તમને વધારે સતાવે છે કે તમે આજે નાસ્તો શું લઈ જશો કે શું બનાવશો એની તમને કોઈ ચિંતા નથી આવા વ્યક્તિ ની આજે વાત છે.

સવાર માં એલાર્મ થી જાગી ને સવારનું કામ કરી ને એમ થાય કે સ્કૂલ જતા પેહલા બધું જ થઈ જવું જોઈએ. નાના ભૂલકા ની સવાર માં ગુડ મોર્નિંગ થી તમારી સ્માઈલ એમના માટે પણ એટલું જ મહત્વ રાખે છે.

મધુમાલતી ની વેલ તમને જતા જોઈ ને  જાણે બાય કહેવા વધારે નમે છે અને તમારો ચેહરો વધુ ખીલી જાય છે. 

આજ ના આ વ્યસત સમય માં તમને આ બધી નોટિસ કરવાનો ટાઈમ  મળે છે એ મહત્વ નું છે આ એક સામાન્ય વ્યક્તિ ની વાત નથી આ  વાત એની છે કે જે નિર્જીવ નું પણ દુઃખ સમજી શકે  છે.

કોઈ વાર શ્વાસ કેવા માં પણ ભાર અનુભવાય છે જેને શ્વાસ નો પણ ભાર લાગતો હોય એના માટે ખુલી ને જીવવું કેટલું મહત્વનું છે.

બધી જ લાગણી અને પ્રેમ ને એક બાજુ મૂકી ને જ્યારે પ્લાસ્ટિકી સ્માઈલ સાથે દિવસ પૂરો કરવો પડે એ બઉ હેરાન કરી દે છે 

હા પણ રસ્તા માં જ્યારે મોર તમારી સાઇડ થી રસ્તો ક્રોસ કરે કે કોઈ નાની ખિસકોલી રસ્તો પર કરવા મથતી હોય ન તમે ગાડી ઊભી રાખી અને જવા દો એ પળ બઉ જ આલ્હાદક છે.

જ્યારે તમે કોઈ ને  કડકાઈ થી વર્તો છો તો એના ગયા પછી નો અફ્સોસ તમને બઉ હેરાન કરી મૂકે છે.

સવાર ની ચા જેમ જરૂરી હોય એમ તમારા માટે એ બધી  ઘટનાઓ જરૂરી છે. જ્યારે એક નવો છોડ તમારા કુંડા માં વાવી ને જાણે કેટલા તોલા ગોલ્ડ મળી ગયું હોય એવી લાગણી અનુભવવા વાળા તમે એક માત્ર જ છો.

આપણે બધા કોના માટે આટલી બધી ભાગદોડ કરીએ છીએ ક્યારેક વિચાર્યું છે દરેક ના શોખ અલગ છે. પણ હા જે કરી ને તમને આનંદ થાય છે એ કદાચ બઉ ઓછા વ્યક્તિ ના વિચારો છે.

સાચેજ આપણે એ બધું મેળવવા માટે આટલું કરીએ છીએ કે બસ બધા કરે છે એટલે જ

તમારા હોવા ન હોવા થી કેટલા લોકો ને ફરક પડે છે એ વિચારી ને એટલા જ લોકો ને ખુશ રાખવા નો પ્રયાસ કરો બસ આજ શીખ્યા છીએ આપણે પ્રકૃતિ થી. 

ઝાડ પર ફળ આવતા ઝાડ નમે છે નહીં કે એ અભિમાન લાવે છે ફૂલ ના ઝોડ પર ફૂલ બેસતા એ સુગંદ વેરે છે અને આપણને મંત્રમુગ્ધ કરે છે. બસ એમજ એક આપણા સમજ થી જે આપણું કર્મ છે કરીએ કોઈ ના દેખા દેખી થી નઈ..આપણા માટે જીવીએ આ વિચારો તમારા મને બઉ જ સ્પર્શી જાય છે. ક્યારેક હું અજાણતા તમારા પ્રેમ માં પડી જાઉં છું..

તમને લાગે છે કે આવું પણ કોઈ વ્યક્તિ હોય તો હા એક વ્યક્તિ છે જેને હું જાણું છું 

જિંદગી ન ઉતાર ચડાવ ને પાર કરી આજે ઘણી સારી રીતે જીવતા લોકો ને મદદ કરતા લોકો ની લાગણી ને સમજતા અને હા ક્યારેય કોઈ વસ્તુ માટે ઈશ્વર જોડે માંગણી ન કરતા અને જે ઇશ્વર એ આપ્યું છે તેનો આભાર માનતા બસ આજ છે.જિંદગી જે જીવી લેવા માં માનતા આવા વ્યક્તિ ને આજે મારે ફરી કેહવુ છે કે

હું તને પ્રેમ કરું છું હા હું તને પ્રેમ કરુ છું 

આજે નઈ કાલે નઈ અનેકો વાર કરુ છું 

પામવાની તો વાત જ નથી 

ચાહવા માટે જ આજે તને વાત કરું છું 

તું મને મળે કે ન મળે પણ તને ચાહવા ની વાત નો સ્વીકાર કરું છું 

હું તને પ્રેમ કરું છું....