.જય માતાજી મૃત્યું આપણી દેશી ભાષા માં મોત દેહ છોડી દેવો. જીવન નું અનિવાર્ય સનાતન સત્ય કે માણસ ન જન્મ ન મૃત્યુ એની જાતે લઈ શકે છે. કે ન શ્વાસ પોતાની ઈચ્છા થી લઈ શકે છે. પણ પોતે ક્રિયામાન કર્તા હોવાનું સતત દાવો રજું કરતો હોય એમ. વર્તે છે... પણ એની પાછળ સમય કાળ સતત વિદ્યમાન છે.. ત્યાં સુક્ષ્મ ક્ષણ ની પણ વાર નથી લાગતી. સમય સ્થળ.. અને નિમિત્ત એ નિચ્ચીત જ હોય છે.. પ્રકૃતિ આધીન આ સંસાર વિધમાન છે.. આપણું શરીર પાંચ તત્વ નું બનેલું છે... આકાશ.. વાયું.. અગ્નિ.. જળ.પૃથ્વી... તે તેનું કાર્ય નિરંતર કરે જ છે...સમય, સ્થાન અને નિમિત્ત – આ ત્રણ એકસાથે થાય ત્યારે જ કોઈ ઘટના ઘટે છે.
શરીર માત્ર પાંચ તત્ત્વનું બનેલું છે અને તે તત્ત્વો પોતાના ધર્મ પ્રમાણે સતત કાર્યશીલ રહે છે.
મૃત્યું – એક એવો શબ્દ, જે સાંભળતાં જ હૃદયમાં થોડી ચંચલતા, અશાંતિ અને વિચારનું ભારણ જન્મે છે. પરંતુ હકીકતમાં મૃત્યુ એ જીવનનો અંત નથી, પરંતુ એ જીવનયાત્રાનો સ્વાભાવિક વિરામ છે.
માણસ જન્મે છે, વધે છે, સંઘર્ષ કરે છે, પ્રેમ કરે છે, સંબંધો બાંધે છે અને અંતે એક દિવસ દેહનો ત્યાગ કરી જાય છે. દેહ નાશ પામે છે, પરંતુ આત્મા અમર રહે છે – એ આપણાં શાસ્ત્રો, વેદો અને સંતોના ઉપદેશોનું જ્ઞાન આપ્યું છે.
મૃત્યું આપણને શીખવે છે કે જીવન ક્ષણભંગુર છે. જે આજે છે, તે કાલે ન પણ રહે . તેથી દરેક ક્ષણને પ્રેમથી, કરુણાથી અને સેવા ભાવથી જીવવી એ જ સાચી જીવનકલા છે. મૃત્યુ એ માણસને સમજાવે છે કે ધન, મકાન, સત્તા, પદ – આ બધું અહીં જ રહી જાય છે. ન આપણાં સાથે જાય છે તો માત્ર સદ્કર્મો, પ્રેમ અને યાદોની મિઠી સુગંધ.સત કર્મ માણસે સાત્વિક જીવન કેમ જીવવું એ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. આપણા સંતો એ કહ્યું છે.. પણ આપણને આ ભાગદોડભરી જીંદગી માં સમય ક્યાં સમય ને સજવાનું જ્ઞાન ક્યાં? આપણા આ જીવન નો ધ્યેય શું? વ્યર્થ પશું સમાન જીવન નો ફાયદો પણ શું? પોતાના પરિવાર માટે જીવન નો નિર્વાહ કરવો એ આપણું જીવન નથી.. જીવન નો ધ્યેય પરમપદ પરમતેજ પરમાત્મા તરફ ની ગતી. અંતે આ દેહ છોડી અન્ય દેહ તરફ ની ગતી મૃત્યું શબ્દ જ્યારે જાહેર જીવન માં આપણે ભુલે ચુકે પણ વર્ણન કરીએ તો. જાણે મોટો અપરાધ કેમ કર્યો હોય એમ વર્ત છે.. પણ મૃત્યું મંગલમય છે.. મૃત્યું વિશે ઘણા ભજન દ્વારા વર્ણન કર્યું છે.. મરણતિથી નો મહિમા મોટો છે... એટલે જ તો છોળ સંસ્કાર માં એક સંસ્કાર અંતિમ સંસ્કાર તરીકે પ્રચલિત છે.... અને કેમ ના હોય પણ ભગવત ગીતાજી માં પણ અંતીમ ક્ષણે ત્યાં સુધી પણ એક ક્ષણ એવી છે ઉગરવાની કે માણસ મોક્ષ પરમધામ પ્રાપ્ત કરી શકે.. એવો વિસ્તાર બતાવ્યો છે. માર્ગ.. પણ આપણા કંઈક કર્મ જાણ્યે અજાણ્યે ત્યાં સુધી નઈ પહોંચવા દેતા હોય? પણ નિરંતર અભ્યાસ દ્વારા વારંવાર અભ્યાસ કરી આ જીવન ને સુધારવા પ્રયત્ન કરવા જોઈએ..... જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ... શાસ્ર ઉપનિષદ વિદ્વાન સંતો નો શરણે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું જૌઈએ
..
પ્રિયજનનું અવસાન હૃદયમાં ખાલીપણું અને વેદના છોડી જાય છે. પરંતુ તેમનાં સ્મરણો, સંસ્કાર અને આપેલા મૂલ્યો આપણું માર્ગદર્શન કરે છે. તેઓ દૃશ્યથી ભલે દૂર થઈ જાય, પરંતુ અદૃશ્ય રીતે હંમેશા આપણાં જીવનમાં જીવંત રહે છે.
અંતે, મૃત્યુ એ કોઈ અંત નથી, એ તો એક નવા પ્રારંભનું દ્વાર છે. એક અવસ્થા પરથી બીજી અવસ્થાની યાત્રા. જીવન અને મૃત્યુ – બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. જીવનને સમજવું હોય તો મૃત્યુને સ્વીકારવું જ પડે.
એથી મૃત્યુ એ અંત નથી, પણ એક પરિવર્તન છે – આત્માનો પ્રવાસ એક દેહમાંથી બીજા દેહમાં, કે પછી પરમ શાંતિમાં.
લિ.પરમાર ક્રિપાલ સિંહ ખોડુભા