Smile and Solve in Gujarati Anything by snehal pandya._.soul with mystery books and stories PDF | Smile and Solve

Featured Books
Categories
Share

Smile and Solve

ઘણી બધી અકળામણ અને પછી નક્કી કરેલો નિર્ણય..... પહેલું વાક્ય જ આટલું અઘરું છે તો વિચાર આવે કે એટલી ખાસ કેવી બાબત હશે કે મન અને મગજ બંનેની સંમતિ વગર કંઈ જ નથી થવાનું. અને એક જ વાત પર મારું મન અને મગજ બંને સાથ આપે એવું ક્યારેય બન્યું છે તો આજે બનવાનું... હા હા!! સાચી વાત છે આ... એટલી ગંભીર વાતની વચ્ચે પણ મને હસવું આવે છે. કારણ કે ઘણીવાર જે જોય એ છે એ બધું જ મળી જાય છે અને ઘણીવાર એક ક્ષણ માટે પણ નથી મળતું..... વાત એ છે કે જાણે મન ને સ્થિરતા જોઈએ છે અને મગજ ને એવું માનવું નથી, ક્યારેક મગજ નક્કી પણ કરી લે છે પણ મન ને એમ થાય કે હજી ક્યાંક તો એ ખોટ વર્તાય છે, જાણે મેં પરવાનગીથી નહીં પણ પરાણે ખુદને મનાવી હોય જે છે એને સ્વીકારવા માટે. પ્રયત્ન તો હું પૂરો કરું છું કે જે છે એને સાચવીને ખુશ રહી શકુ. 


એવું કોઈ બંધન નથી, પણ કદાચ આ અતિશય વિચાર ની અસર છે,અને ત્યાંથી જ જિંદગી માં કંઇક ખૂટે છે એવું લાગે પણ હકીક્ત માં એવું હોતું નથી બસ આપણી અમુક ઇચ્છાઓ વધી જાય છે કે પછી માણસ છે તો એના સ્વભાવ માં છે જે નથી એ મેળવવા જવું ને જે છે એની સંભાળ કે કદર ના કરવી.... એણે બધી જ આઝાદી આપી છે, એનો મતલબ એમ નહીં કે હજી ક્યાંક એમાં ઓછું છે..... સંબંધ એટલે જકડી રાખવું નહિ, ખુલીને એની સાથે જીવવું,એ બધા માટે પ્રામાણિક રહેવું, કોઈ પણ પ્રકારનું restriction હશે તો problem, issue આવશે, પણ જ્યાં વિશ્વાસ અને આઝાદી હશે ત્યાં સામેવાળા વ્યક્તિ ને જાતે જ એમ થશે કે નહીં આ વિશ્વાસ હું કેમ તોડી શકું?? આ દુનિયામાં એવું કોઈ માણસ મળે એ ઓછું છે કેમ કે હવે બધાને બધું practical વિચારવું છે, પણ એકવાર કોઈ પણ સંબંધ માં સામેવાળા વ્યક્તિથી કોઈ પણ પ્રકારની expectations રાખ્યા વગર જોય લો, એને પોતાની જાતે તમને સાચવવાની આદત પડી જશે કહેવું નહીં પડે..... ક્યારેક મતભેદ થાય બધું પરફેક્ટ ન હોય અને ત્યારે સાંભળી લે એ સાચું!! કોઈપણ બાબત માં self respect આવે ત્યારે એ સંબંધ formal હોય, જ્યાં લાગણી અને પ્રેમ હોય ત્યાં એવું વિચારવાથી એ relation એટલું strong નથી રહેતું, કેમ કે એ સાચવવા માટે ઘણું જતું કરવું પડે છે, જે ઈચ્છાથી મળ્યું છે એને સાચવવા માટે સંભાળ, સમય અને સાથ આપવાનો હોય છે.... જો આટલું થઈ જાય તો ક્યારેય કોઈ ફરિયાદ નથી રહેતી. બસ એ બંને તરફ થી હોવું જોઈએ કારણ કે જો એ એક relation છે તો એ ખાલી એક જ વ્યક્તિ ના હોવાથી નહીં, બંને તરફ થી જરૂરી છે. જો એક જ વ્યક્તિ બધું સાંભળતો હોય તો એ સંબંધ નથી. અને દરેક વખતે આપણે જ સાચા એવું પણ ના હોય, આમાં કોઈ compromise ની વાત નથી પણ શાંતિથી ખાલી સમજણ ની વાત છે. ગેરસમજ તો બધે થાય સમય રહેતા બસ એક વાર એને discuss કરીને દૂર કરવાની હોય જો કોઈ વ્યક્તિ એટલું ખાસ હોય ત્યારે.


મન માં રાખીને ચાલ્યા તો એ નિરાંત નહીં આપે, વાત બધું જતું કરવાની પણ નથી, ખાલી discuss કરીને solve કરવાની છે, અને કોઈ પણ decision ને respect આપવાની છે, આ બ્રહ્માંડ બધું સંભાળી લે છે, બસ એક વાર પ્રયત્ન તો શરૂ કરો, શું એટલું serious થઈ ને જીવવું, efforts છે તો એ દેખાશે, એમાં comparision ના હોય.