રાત ના ૨ વાગ્યા છે, સી એમ ઓ ઓફિસ માં કામ ચાલુ છે.કેટલાલ ઓફિસર ફાઇલ લઈ ને પોતાના ટેબલ પર બેસી કમ્પ્યુટર માં કામ કરી રહ્યા છે.
" હેલો વિજય " અચાનક વિજય ના પાછળ એની જોડે કામ કરતો મિત્ર રાહુલએ આવીને કહ્યું.
વિજય પાછળ ફર્યા વગર જવાબ આપે છે યાર રાહુલ બસ આજનું. જવાબદારી વાળું કામ પૂરું થઈ જાય બસ પછી તારા જોડે હાય હેલો કરીશ.
રાહુલ કહે છે યસ આજે તો કતલ ની રાત છે આપડા માટે .
પણ કામ ની સાથે એક કપ કોફી તો થઈ જ જાય ને બસ જો ૨ તો વાગી ગયા છે હવે માત્ર ૧ કલાક પછી બધો જ ફંડ ટ્રાન્સફર થઈ જસે પછી આપણને શાંતિ જ છે.
હા ચાલ કોફી ની જરૂર તો મને પણ છે વિજયે વળતો જવાબ આપ્યો . બસ આ એક હેલ્થ મિનિસ્ટ્રી ની ફાઇલ નું લાસ્ટ અપડેટ કરી ફાઇલ ક્લોજ કરી લઉં .
થોડી વાર કમ્યુટર માં કામ કર્યા પછી ઇટ્સ ડન એન્ડ વિન્ડો ક્લોજ. થઈ ગયું કમ્પલેટ રાહુલ ચાલ હવે તારે કોફી પીવી હોય તો વિજય પોતાની ચેર પછી કરી પોતાની જગ્યા પર ઊભા થતા કહ્યું .
પોતાના આંખ પર થી ચશ્મા ઉતારી તેના શર્ટ વડે સાફ કરતા કરતા રાહુલ જોડે કેન્ટીન તરફ જાય છે.
રાહુલ વિજય ને કહે છે . " યાર આ બજેટ નો ફંડ ટ્રાન્સફર કરવાનો ડિપાર્ટમેંટ માં કામ કરવું બહુ અઘરું છે "
વિજય જવાબ આપતા કહે છે " આમાં અઘરું સુ છે વર્ષ માં એક દિવસ ની તો વાત છે " બસ કાલે સવારે બધી મિનિસ્ટ્રી માંથી મેલ આવી જાય કે ફંડ મળી ગયો છે પછી આપણને શું કામ છે.
હા પછી તો સર જોડે થી લિવ લઈ ક્યાંક ફરવા જવું છે.
હા ફરવા પછી જશું પણ હાલ બેક તો વર્ક ચાલો નહિતો કાલે આપના મગજ ફેરવશે . વિજયે રાહુલ ને હસતા હસતા જવાબ આપ્યો .
આજે રાત્રે ૩ વાગે સી.એમ.ઓ ઓફિસ માંથી બધા જ ડિપાર્ટમેંટ માં બજેટ નો ફંડ ટ્રાન્સફર થવાનો છે. જેની બધી જ જવાબદારી ડિપાર્ટમેંટ માં છેલ્લા ૨૫ વર્ષ થી કામ કરી રહેલા વિજય ના હાથ માં હતી . વિજય એક સિનિયર ઓફિસર હતો ને આજે એને પોતાની આખી ટીમ ને ઓવર ટાઇમ કરવા કહ્યું છે .
વિજય પોતાના હાથ પર બાંધેલી વોચ સામે જોઈ બેસી રહ્યો છે . જેવા ૩ વાગે છે ને તે પોતાના કમ્પ્યુટર ના કી બોર્ડ ઉપર એન્ટર બટન દબાવે છે . ને કમ્પ્યુટર સ્ક્રીન પરથી થી એક લાઇન આગળ વધે છે જે ફંડ ટ્રાન્સફર ની સૂચક નિશાની હોય છે લાઇન જેમ જેમ આગળ વધે છે તેમ તેમ વિજય ને હાશ થાય છે . વિજય અને તેની ટીમ કમ્પ્યુટર સ્ક્રીન પર આંખ પલકાર્યા વગર જોઈ રહી છે . ને કમ્પ્યુટર સ્ક્રીન માં અચાનક એક મેસેજ શો થાય છે .
ટ્રાન્સજેક્શન ડન
વિજય અને તેની ટીમ એક બીજાને કોંગ્રચ્યુલેશન કરે છે રાહુલ પણ જે વિજય ની ટીમ માં હોય છે તે વિજય જોડે આવે છે અને કહે છે કે લે ભાઈ હવે તો તારું ટેન્શન ગયું ને .
હા યાર હવે શાંતિ થઈ વિજય રાહુલના ખભા પર હાથ મૂકતા કહે છે .
તો ચાલ હવે બહુ લેટ થઈ ગયું છે હવે ઘરે જઈએ ને આરામ કરીયે .
વિજય બસ બધા ડિપાર્ટમેન્ટ માં થઈ કંફર્મેશન મેલ આવી જાય તે હું એક રાજ્યપાલ ઓફિસ અને સી.એ. જી ને મોકલી આપું પછી નીકળિયે .
વિજય તેના બધા કલીગ ને ઘરે જવા કહે છે. ને નેક્સ્ટ ડે એમને ઓફિશિયલ લીવ આપે છે.
બધો જ સ્ટાફ વિજય ને થેન્ક યૂ સર કહી ને પોતાના આઈકાર્ડ લઈ ઓફિસ ની બહાર નીકળતા હોય છે થોડી જ વાર માં આખી ઓફિસ ખાલી થઈ જાય છે. આખી ઓફિસ માં હવે માત્ર રાહુલ અને વિજય હોય છે.
એક જવાબદારી ભર્યું કામ પૂરું કર્યાની થકાન વિજય ના ચહેરા પર સાફ દેખાઈ આવે છે. આખરે રાજ્ય સરકાર નું બે લાખ પંચોતેર હજાર કરોડ નું બજેટ નો ફંડ ટ્રાન્સફર ડિપાર્ટમેંટ પ્રમાણે કર્યો છે . જે ખુબજ જવાબદારી ભર્યું કામ છે .
અચાનક મેલ આવે છે .
રાહુલ ચાલ ભાઈ તારા મેલ આવવાના શરૂ થઈ ગયા . અચાનક બીજા ડિપાર્ટમેંટ નો મેલ. ત્રીજા ડિપાર્ટમેંટ નો મેલ . એમ એક પછી એક બધા ડિપાર્ટમેંટ ના મેલ આવવાના શરૂ થાય છે .
આ વાત માં કોઈ નવાઈ નથી છેલ્લા ૨૫ વર્ષ થી વિજય આ ડિપાર્ટમેંટ માં કામ કરે છે ને પોતાની પ્રામાણિકતા ને કામ કરવાની લગન ને આધારે ઓફિસનો સિનિયર ઓફિસર છે. પોતાની કારકિર્દી માં આવીરીતે ડિપાર્ટમેંટ ના મેસેજ એક પછી એક આવે એમાં એને કઈ નવાઈ નથી.
રાહુલ વિજય ને કહે છે ચલ હવે ફટાફટ ફોરવર્ડ કરી દે મેલ અને કામ પૂરું કરી બહાર આપડા નીકળવા ની રાહ જોઈ બેસેલા ડ્રાઇવર અને સિક્યોરિટી ને પણ આરામ મળે .
યસ વેટ હું ફરફત કંફર્મેશન ની લાસ્ટ લાઈન પર નજર કરી દઉં . વિજય જવાબ આપે છે ને કમ્પ્યુટર માં કામ કરે જાય છે .
વિજય ને ખબર જ હોય છે દર વખતે ની આ ફોર્માલિટી ની જરૂર હોય છે.
હેલ્થ ડિપાર્ટમેંટ નો મેલ ઓપન કરે છે . વી આર વેટિંગ ફોર ફંડ .
વિજય ને નવાઈ લાગે છે . મેલ નો ટાઈમ ને સામે મેસેજ કરે છે કે ચેક યોર બેલેન્સ અગેન.
ત્યાં સુધી બીજા ડિપાર્ટમેન્ટ ના મેલ ઓપન કરે છે. ને સામે મેલ જોઈ એને આચાનક પરસેવા છૂટે છે .
રાહુલ આ જોઈ શું થયું વિજય કેમ આટલો ચિંતા માં દેખાય છે .
વિજય ઘભરાયેલા અવાજે કહે છે . હાઉ ઇટ્સ પોસિબલ.
યાર રાહુલ ડિપાર્ટમેંટ વાળા કહે છે ફંડ મળ્યો નથી હજુ .
રાહુલ ચોંકી એ વોટ નોનસેન્સ.
વિજય ના ડિપાર્ટમેંટ ના ફોન પર અચાનક રિંગ વાગે છે . ને અચાનક ડિપાર્ટમેંટ ના બધા જ ફોન પર રિંગ વાગવા લાગે છે .
વિજય બધા ને ફોન માં સમજાવે છે ફંડ ટ્રાન્સફર થઈ ગયો છે .
હું સિસ્ટમ માં ચેક કરું છું . પ્રોબ્લેમ કયા છે .
તે ગવર્મેન્ટ ના સિક્યોર એકાઉન્ટ નું બેલેન્સ ચેક કરે છે . બેલેન્સ કટ થઈ ગયું છે .
તે ટ્રાન્ઝેક્શન ડીટેલ જોવે છે . ટ્રાન્ઝેક્શન કંપ્લીટ બતાવે છે .
વિજય ની પગ નીચે થી જમીન ખસી જાય છે ને અચાનક અવાજ નીકળી જાય છે બધું જ બેલેન્સ ૨ લાખ ૭૫ હજાર કરોડ ગયા કયા?
અચાનક તે પોતાનો પર્સનલ મોબાઈલ કાઢી ને એક નંબર ડાયલ કરે છે .
પ્લીઝ પીક અપ ફોન પ્લીઝ .
વિજય ના ચહેરા પર આ સમસ્યા કેટલી મોટી છે તે સાફ દેખાય રહ્યું છે . મોઢા પર કપર માં ચિંતા ની રેખાઓ સાફ દેખાય રહી છે. પરસેવા ની નદીઓ વહેવા લાગી છે . આંખો સામે રાહુલ ઉભો છે પણ જાણે દેખાતો જ ના હોય તેમ તે વારંવાર ફોન ડાયલ કરી રહ્યો છે.
અચાનક ફોન પર જવાબ આવે છે
હેલો
હ્હ્ હે હે લો હેલો સર
યસ વિજય એની પ્રોબ્લેમ કેમ એટલા ઘભરાયેલા અવાજે બોલી રહ્યો છે . ફોન માં સામે શાંત અવાજે કોઈ બોલી રહ્યું છે .
વિજય : સર ......