વાચક મિત્રો સાઇલેન્ટ પાર્ટનર નો ભાગ ૧ તમે મારી પબ્લિશ થયેલી સ્ટોરી માં વાચી શકો છો .
અહીંયા હું ભાગ ૨ આગળ લખું છું .
વિજય : સર
રાજ્ય ના સીએમ : હા બોલ વિજય કઈ પ્રોબ્લેમ છે.
વિજય કહે છે હા સર
સીએમ કહે છે " ગભરાયા વગર કે શું પ્રોબ્લેમ છે .
સર એવરી યર ની જેમ હું આ વખતે પણ બજેટ ની રકમ ડિપાર્ટમેંટ પ્રમાણે ટ્રાન્સફર કરી છે. પણ પ્રોબ્લેમ એ છે કે બધા જ ડિપાર્ટમેંટ માં થી કમ્ફર્મેશન મેલ ના જગ્યા એ બધે થી ફંડ નોટ રીસીવ ના મેલ મોકલ્યા છે .
સીએમ ગુસ્સે થઈ ને કહે છે મોકલ્યા છે એટલે ? ના રિસીવ થયા હોય તો જ ના મોકલ્યા હોય ને ?
વિજય નીચા અવાજે કહે છે યસ સર
વિજય અકાઉંટ માંથી પૈસા ....
કટ થઈ ગયા છે સર વિજયે સીએમ ની વાત ને અડધે થી જ જવાબ આપ્યો .
તો ફંડ ગયો કયા ? સીએમ ગુસ્સે થઈ ને વિજય ને કહે છે જો વિજય ફંડ ટ્રાન્સફર ની સંપૂર્ણ જવાબદારી તારી અને તારી ટીમ ની છે . અને તું વર્ષો થી વફાદારી થી કામ કર્યું છે . એમાં કોઈ શક નથી પરંતુ આ ફંડ ગયો કયા ? બે લાખ પંચોત્તર હજાર કરોડ કઈ નાની રકમ નથી . નેક્સ્ટ સ્ટેપ શું હસે આપડું ?
વિજય કહે સર ઇન્વેસ્ટીગેશન ટીમ ને કામ પર લગાડવી જરૂરી છે .
સીએમ હા એન્ડ આના માટે મારે તાત્કાલિક મીટિંગ બોલાવી પડશે. સાંભળ વિજય તાત્કાલિક બધા જ મિનિસ્ટર ની મીટિંગ સીએમઓ ઓફિસ માં ગોઠવ . રાજ્ય ના ટોપ અધિકારીઓ મને હજાર જોઈએ .
વિજય યસ સર કહી ને ફોન મૂકે છે .
રાત ના લગભગ ૪ વાગ્યા છે ને તાત્કાલિક બધા જ મંત્રીઓ ના ફોન પર રિંગ વાગે છે . વિજય એમની બધી જ ટીમ ને તાત્કાલિક પાછી બોલાવે છે. ૫ વાગતા પહેલા રાજ્ય ના સીએમ અને મંત્રીઓ ઓફિસ માં હાજર થાય છે . રાજ્ય ના ટોપ કક્ષના અધિકારીઓ હાજર હોય છે . ઇન્વેસ્ટિગેશન ટીમ એન્ડ ઓફિસર પણ ત્યાં હાજર છે .
ઓફિસ માં થોડો થોડો અવાજ થઈ રહ્યો છે બધા જ પોતાની પાસપાસે બેસેલા વ્યક્તિઓ જોડે વાત કરી રહ્યા છે .
અચાનક મીટિંગ રૂમ ના મૈન ડોર માંથી સીએમ અને વિજય એક સાથે દાખલ થાય છે બધા જ ઊભા થાય છે સાથે સાથે એક દમ શાંતિ પ્રસરાય છે .
સીએમ બધા સામે એક વાર નજર ફેરવે છે અને નીચે પોતાના ટેબલ પર જોવે છે ટેબલ પર જોઈ ને ફરી બધા સામે જોઈ ને કહે છે
આ કોઈ નાની અમોઉન્ટ નથી બજેટ ફંડ જો પાછું ના આવ્યું તો સરકાર તો ડૂબશે જ સાથે સાથે રાજ્ય એટલા કરજ સાથે વિકસિત રાજ્યો માં પ્રથમ ક્રમે છે એમાંથી પણ નીકળી જશે અને અફસોસ એ વાતની પણ નથી અફસોસ છે આ બધા નું ફળ રાજ્યની પ્રજા ને ભોગવવું પડશે કોરોના જેવા મહા સંકટ માંથી હજુ માંડ ૫ વર્ષ નથી થયા ત્યાં રાજ્ય ના મિડલ ક્લાસ અને ગરીબ વ્યક્તિઓ મોઘવારી નો ભોગ બની જશે . ઇન શોર્ટ રાજ્ય પર આર્થિક સંકટ આવી જશે .
મિસ્ટર દેસાઈ .
યસ સર " મિસ્ટર દેસાઈ એ સીએમ સાહેબ ની વાત નો જવાબ આપ્યો
દેસાઈ એ રાજ્ય ના ટોચ ના અધિકારી છે અને ઇન્ટેલિજન્ટ બ્યુરો ના હેડ પણ છે
ફંડ કયા ગયો છે તે જાણતા તમને કેટલો સમય લાગશે ?
સર બજેટ ફંડ ટ્રાન્સફર કરવા માટે મિસ્ટર વિજય ના કહેવા મુજબ આપડે બૅન્કિંગ સિસ્ટમ થી ઉપર ની એક સિક્યોર લાઇન નો ઉપયોગ કરી રહ્યા છીયે . જેમાં કોઈ અકાઉંટ નંબર કે બૅન્કિંગ નામ નો ક્યાંય ઉપયોગ થતો નથી સિસ્ટમ માં આ અકાઉંટ નંબર માટે એક કોડ જનરેટ થાય છે . આ કોડ મારફતે ફંડ યોગ્ય રીતે જેતે અકાઉંટ માં ટ્રાન્સફર થાય છે . આ કોડ એક્સેસ કરતા અમને લગભગ ૨ કલાક નો સમય જોઈશે .
૨ કલાક સોરી મિસ્ટર દેસાઈ આપડી જોડે અટલો સમય નથી તો મહેરબાની કરી ને આને વહેલા પૂરું કરો સીએમ દેસાઈ સામે જોઈ ને કહે છે .
સોરી સર પણ આ સિસ્ટમ એક રશિયન કંપની દ્વારા બનવામાં આવી છે . અને આ તમામ કોડ નું એક્સેસ માત્ર રાજ્ય ની આરબીઆઈ હેડ ઓફિસ માં છે .
સીએમ બીજા અધિકારીઓ સામે જોઈ ને કહે છે શું લાગે છે ફંડ કયા ગયો હશે ?
ત્યાં બેસેલા અધિકારી માં થી એક કહે છે સર ફંડ કોઈ સિસ્ટમ એરર દ્વારા અટકી ગયો હોય . જો આવું હોય તો કોઈ સમસ્યા નથી .
બીજો એક ઓપ્શન આ પણ છે કે કોઈ દ્વારા આ કોડ ચેન્જ કરવામાં આવ્યા હોય અને આ ફંડ કોઈ એ કોડ એન્ડ અકાઉંટ ચેન્જ કરી ને બીજે ટ્રાન્સફર કરી દીધા હોય .
ઓક સીએમ એ જવાબ આપ્યો હવે મને એમ કહો કે જો ફંડ બીજા કોઈ ના અકાઉંટ માં ગયો છે તો એ આપડે એ અકાઉંટ સુધી પહોચતા કેટલો સમય લાગી શકે .
ઓફિસર કહે છે સર એતો અકાઉંટ કેટલા છે એના પર આધાર રાખે છે . પહેલા તો કોડિંગ સિસ્ટમ એક્સેસ કરવા માટે આપડે રશિયન કંપની ની હેલ્પ જોઈશે જેના માટે અમે પહેલા થી જ કંપની માં વાત કરી છે જે થોડી જ વાર માં વિડિઓ કોન્ફરન્સ થી એક ટીમ મદદ માટે તૈયાર કરી રહ્યું છે .
બીજું એ પણ છે કે જો એકાઉન્ટ ઇંડિયા બહાર નું હશે તો એક્સેસ કરવા માટે ત્યાંની બેન્ક ની પરમિશન પણ જોઈશે .
સમાન્ય દિવસો માં આ કોડ કોણ રેગ્યુલેટ કરે છે .
સર રાજ્ય ની આરબીઆઈ ઓફિસ જેમાં એક્સપર્ટ પેનલ તૈયાર કરવામાં આવી છે . એમના દ્વારા રેગ્યુલેટે થાય છે . સીએમ ની પાછળ ઊભા ઊભા વિજય જવાબ આપતા થોડો સીએમ તરફ ઝૂકયો .
ઓક કઈ પણ કરો મને રિજલ્ટ જોઈએ . સીએમ ચિંતા ભર્યા અવાજ માં દેસાઈ ને કહ્યું મિસ્ટર દેસાઈ સ્ટાર્ટ યોર ઇન્વિસ્ટગેશન
મને ૨ કલાક માં રિજલ્ટ જોઈએ અને હા આ વાત ની ધ્યાન રહે કે આ વાત મીડિયા માં લીક ના થાય . મીડિયા આપડું જીવવું હરામ કરી દેશે .
મિસ્ટર દેસાઈ જવાબ આપતા કહે છે . યસ સર મને મિસ્ટર વિજય ની પૂછપરછ કરવી પડસે એમનું કમ્પ્યુટર પણ એક્સેસ કરવું પડે
આરબીઆઈ ની પેનલ ટીમ ની પણ પૂછપરછ કરવી પડશે. તાત્કાલિક આરબીઆઈ ઓફિસ ખોલી કોડ એક્સેસ કરવા પડશે .
ઓકે જે કઈ કરો મને ૨ કલાક માં રિજલ્ટ જોઈએ .
મિસ્ટર દેસાઈ અને વિજય બંને ઓફિસ ની બહાર નીકળે છે .